UPSC: મનોજ સોનીની નિમણૂક સામે રાહુલ ગાંધીની ટિપ્પણી, વિવાદ કેમ થઈ રહ્યો છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

18 એપ્રિલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને યુપીએસસીને 'યુનિયન પ્રચારક સંઘ કમિશન' તરીકે ગણાવી હતી.

'ધ વાયર'ના અહેવાલને ટાંકીને તેમણે ટ્વીટમાં લખ્યું, "ભારતનું બધારણ તોડવામાં આવી રહ્યું છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાહુલ ગાંધીનો ઇશારો તાજેતરમાં થયેલી યુપીએસના ચૅરમૅનની નિમણૂક પર હતો.

પાંચમી એપ્રિલે કેન્દ્ર સરકારે મૂળ ગુજરાતી એવા ડૉ. મનોજ સોનીની યુપીએસસીના ચૅરમૅન તરીકે નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023 સુધી રહેશે.

ડૉ. મનોજ સોની આરએસએસ અને ભાજપ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હોવાથી લોકો તેમની નિમણૂક સામે પ્રશ્નો ઊઠાવી રહ્યાં છે. જોકે, રાહુલ ગાંધીની ટ્વિટના જવાબમાં ઑપ ઇન્ડિયાના પત્રકારે અનુરાગે લખ્યું કે, કદાચ રાહુલ ગાંધીએ ડૉ. મનોજ સોની વિશે વધારે જાણવાની જરૂર છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમણે એમ પણ કહ્યું કે ડૉ. સોની 2017થી યુપીએસસીના સભ્ય છે.

line

કોણ છે ડૉ. મનોજ સોની?

મનોજ સોની

ઇમેજ સ્રોત, baou ahmedabad

ઇમેજ કૅપ્શન, મનોજ સોની

UPSCના ચૅરમૅન "ડૉ. મનોજ સોનીનો પરિવાર અનુપમ મિશન સંસ્થા સાથે જોડાયેલા છે અને સંસ્થાની પ્રવૃતિઓમાં સક્રિય રીતે કામ કરે છે. તેમણે સંસ્થામાં નિષ્કામ કર્મયોગી સાધુની દીક્ષા પણ લીધી હતી."

અનુપમ મિશન સંસ્થાના ઇન્ફોર્મેશન અને ટૅકનોલોજી વિભાગના ડાયરેક્ટર પીટર પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી લક્ષ્મી પટેલને જણાવ્યું, "તેમનો જન્મ મુંબઈના ભવનેશ્વર વિસ્તારમાં થયો હતો. તેઓ માતા-પિતા સાથે મુંબઈમાં રહેતા હતા અને તેમના પિતા ફૂટપાથ પર કાપડનો ધંધો કરતા હતા."

"અચાનક પિતાના મૃત્યુથી પરિવારની જવાબદારીઓ મનોજભાઈ ઉપર આવી પડી હતી. જેથી પરિવારને મદદરૂપ થવા તેમણે અગરબત્તી વેચવાનું કામ શરૂ કર્યું હતું."

તેમણે કહ્યું કે, "જોકે પછી તેઓ માતા સાથે ગુજરાતમાં આણંદના વલ્લભવિદ્યાનગર રહેવા આવી ગયાં હતાં. અહીં તેમણે ધોરણ 11 અને 12 સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં નાપાસ થયા હતા જેથી તેમણે એક વર્ષનો સમય ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું હતું. એક વર્ષના બ્રેક બાદ તેમણે ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા આપી હતી અને સારા માર્કસ સાથે સફળતા મેળવી હતી."

"ધોરણ 12 પાસ કર્યા બાદ આગળનું શિક્ષણ મેળવવા તેઓ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી પહોંચ્યા હતા. મનોજ સોનીએ એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી હતી."

પીટર પટેલ કહે છે, "તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગમાં લેક્ચરર તરીકે જોડાયા હતા."

"ડૉ. મનોજ સોનીએ UPSCની પરીક્ષા આપી હતી. પ્રથમવાર તેમણે UPSCની પરીક્ષા આપી ત્યારે તેઓ પ્રીલિમમાં નાપાસ થયા હતા. પછી તેમણે બીજી વાર પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રીલિમ અને મેઈન પરીક્ષા પાસ થયા હતા જોકે, ઇન્ટરવ્યૂમાં સફળ રહ્યાં ન હતા."

પીટર પટેલ કહે છે કે, "હાલ તેઓ બ્રહ્મા નિર્ઝર મૅગેઝિનના ઍડિટર છે અને અનુપમ મિશનની કાર્યકારી કમિટીના મેમ્બર છે. ડૉ. સોની અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની પારાયણ કથા પણ કરે છે."

UPSCની વેબસાઈટ ઉપર મૂકેલી માહિતી મુજબ, ડૉ. મનોજ સોની ચૅરમૅન તરીકે નિયુક્તિ પામ્યા તે પહેલાં UPSCના સભ્ય હતા. વર્ષ 2005માં તેઓ એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુકત થયા હતા અને વર્ષ 2008 સુધી એક ટર્મ રહ્યા હતા. તેઓ તે સમયે દેશ અને એમ. એસ. યુનિવર્સિટીમાં અત્યાર સુધીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર હતા.

1 ઑગસ્ટ 2009થી 31 જુલાઈ 2015 સુધી સતત બે ટર્મ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી હતી.

"ઇન્ટરનેશનલ રિલેશન સ્ટડીઝમાં વિશેષતાઓ સાથે પૉલિટિકલ સાયન્સના વિદ્વાન તરીકે તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 1991થી 2016 વચ્ચે ઇન્ટરનેશનલ રિલેશન્સ ઉપર શિક્ષણકાર્ય કર્યું હતું."

ડૉ. સોનીએ પોતાનું ડૉક્ટરેટ સંશોધન નિબંધ " પોસ્ટ કોલ્ડ વૉર ઇન્ટરનેશનલ સિસ્ટેમિક ટ્રાન્ઝિશન ઍન્ડ ઇન્ડો- યુ.એસ. રિલેશન" ઉપર લખ્યો હતો અને વિદ્યાવાચસ્પતિની પદવી મેળવી હતી.

વર્ષ 1992 અને 1995 દરમિયાન સૌથી પહેલું અને વિશિષ્ટ પ્રકારનું સંશોધન કાર્ય હતું. આ સંશોધન કાર્યમાં શીતયુદ્ધ પછીના પ્રણાલિકાગત સંક્રમણને એક વૈચારિક માળખા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ડૉ. સોની તેમના કામને કારણે અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે.

વર્ષ 2013માં ડૉ. સોનીને આઈ. ટી. સાક્ષરતા સાથે સમાજના વંચિત વર્ગોને અધિકારો આપવાના કુશળ નેતૃત્વ બદલ બેટોન રોગ, લૂસિયાના, યુ.એસ.એના મેયર દ્વારા 'ઑનરરી મેયર પ્રેસિડેન્ટ ઑફ ધ સિટી ઑફ બેટોન રોગ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2015માં તેઓને ચાર્ટડ ઇસ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ અકાઉન્ટન્ટ્સ લંડન, યુ.કે દ્વારા ડિસ્ટનસ લર્નિંગના સફળ નેતૃત્વ બદલ વર્લ્ડ ઍજ્યુકેશન કૉંગ્રેસ ગ્લોબલ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ભૂતકાળમાં અનેક ઉચ્ચ સંસ્થાઓમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં સેવા આપી છે. ગુજરાત સરકાર દ્વારા બનવવામાં આવેલા ફી અધિનિયમ માળખામાં તેમણે સેવા આપી હતી.

line

એમ.એસ યુનિવર્સિટીમાં નિમણૂક તથા કાર્યકાળનો વિવાદ

યુપીએસસી

ઇમેજ સ્રોત, PTI

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ભરત મહેતાએ બીબીસી ગુજરાતીના સહયોગી લક્ષ્મી પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું, "વર્ષ 2002માં થયેલાં ગુજરાતનાં રમખાણોમાં રાજ્ય સરકાર સંપૂર્ણ નિર્દોષ છે એવું પ્રમાણપત્ર આપતું પુસ્તક લખીને કોઈ પણ શૈક્ષણિક સફળતા મેળવ્યા વિના ડૉ. મનોજ સોની વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિપદનો લાભ પામ્યા હતા.

આ રીતે સરકારનાં કામોની અને સરકારની પ્રસંશા કરીને તેઓ UPSCના ચૅરમૅનપદ સુધી પહોંચ્યા છે. તેમણે એમ. એસ. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન કૅમ્પસમાં વાતાવરણ શૈક્ષણિકને બદલે રાજકીય બનાવી દીધું હતું. "

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ડૉ. સોની એમ. એસ. યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે વડોદરામાં પૂર આવ્યું હતું અને બીજી તરફ તેમણે યુનિવર્સિટીના ગુંબજના ઉદ્ઘાટન માટે તે સમયનાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તેમજ શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હતા

પરંતુ પૂરના કારણે તેમનો ખૂબ જ વિરોધ થયો હતો. જેથી નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલે આવવાની ના પાડી દીધી હતી."

એમ. એસ. યુનિવર્સિટીની ટૅક્નોલોજી યુનિવર્સિટી ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર આઈ. આઈ. પંડ્યા ડૉ. મનોજ સોનીએ બીબીસી ગુજરાતીના બાદલ દરજી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ તો હોમગાર્ડને પોલીસ કમિશનર બનાવવા જેવી વાત થઈ."

તેઓ કહે છે, "હાલમાં શૈક્ષણિક સંસ્થાનોમાં જે નિમણૂકો થઈ રહી છે, તે શૈક્ષણિક લાયકાતની જગ્યાએ પાર્ટીલાઇન પ્રમાણે થઈ રહી છે. મનોજ સોની પાસે એવી કોઈ શૈક્ષણિક લાયકાત નથી કે જેથી તેમની આ નિમણૂક યોગ્ય સાબિત થઈ શકે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ડૉ. પંડ્યા કહે છે કે એમ. એસ. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકેની તેમની તેમની નિમણૂક ગેરવ્યાજબી રીતે થઈ હતી.

તેઓ કહે છે,"મનોજ સોનીએ સૌથી પહેલાં એમ. એસ. યુમાં લેક્ચરર તરીકે આવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેઓ નિષ્ફળ જતા વિદ્યાનગર ગયા હતાં. વિદ્યાનગરથી સીધા તેઓ અહીં વાઇસ ચાન્સેલર બનીને આવ્યા હતા."

આઈ. આઈ. પંડ્યાનું માનવું છે કે સરકારે શિક્ષણ, આરોગ્ય અને સૈન્ય ક્ષેત્રમાં રાજકારણ ઉમેરવું ન જોઈએ. તેઓ કહે છે, "શૈક્ષણિક સંસ્થાનોમાં નિમણૂક માટેના ધારાધોરણો ઊંચા હોવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે."

જોકે, એમ. એસ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર આઈ. આઈ. પંડ્યાથી અલગ મત ધરાવે છે. તેમણે બીબીસી ગુજરાતીના બાદલ દરજીને કહ્યું કે, ડૉ. મનોજ સોની લગભગ 37 વર્ષની ઉંમરમાં સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા હતા.

જીગર ઇનામદાર કહે છે, "એમ. એસ. યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ તેઓ વિદ્યાનગર ગયા હતા. જ્યાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કર્યા બાદ તેઓ 2005માં એમ. એસ. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે આવ્યા હતા."

ડૉ. મનોજ સોની સાથેના વિવાદોને લઈને તેઓ કહે છે, "જ્યારે મનોજ સોની વાઇસ ચાન્સેલર બન્યા ત્યારે દસ વર્ષની પ્રોફેસરશિપનો કોઈ નિર્ણય ન હતો. જેથી તેમની નિમણૂક યોગ્ય હતી."

તેઓ વધુમાં કહે છે, "યુપીએસસીના ચૅરમૅન બનતા પહેલા તેઓ છેલ્લા પાંચ વર્ષથી તેના સદસ્ય રહ્યા છે. જ્યાર બાદ તેમની નિમણૂક થઈ છે. જેથી અહીં પણ તેમની નિમણૂક સામે લોકો કેમ પ્રશ્ન ઊઠાવી રહ્યા છે તે ખ્યાલ નથી."

ડૉ. મનોજ સોનીના કાર્યકાળમાં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની પ્રખ્યાત ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વિવાદમાં આવી હતી અને કથિત રીતે હિંદુ દેવી-દેવતાઓનું ચિત્રાંકન થઈ રહ્યું હોવાને લઈને હોબાળો થયો હતો તથા વિદ્યાર્થીઓની ધરપકડ પણ થઈ હતી.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો