HDFC BANKમાં HDFCનું વિલીનીકરણ, ભારતના કૉર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા સોદામાંનો એક

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, આર્થિક બાબતોના જાણકાર

દેશની સૌથી મોટી બૅન્ક હવે વધારે મોટી બની રહી છે. એટલી મોટી કે એને શરૂ કરનાર પૅરન્ટ કંપની પણ હવે એ જ બૅન્કમાં સમાવા જઈ રહી છે.

ઘર ખરીદવા માટે કરજ એટલે કે હોમ લોન આપનારી ભારતની સૌથી મોટી કંપની એચડીએફસી હવે પોતાની જ એક સહયોગી કંપની એચડીએફસીમાં વિલીન થવાની તૈયારીમાં છે.

HDFCના ચેરમૅન દીપક પારેખ

ઇમેજ સ્રોત, REUTERS/SHAILESH ANDRADE

ઇમેજ કૅપ્શન, કદાચ આ પહેલો જ પ્રસંગ હતો જેમાં બંને કંપનીઓના શેરમાં એકસાથે 13-14 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો.

બંને કંપનીઓનાં બોર્ડે આ મર્જરને મંજૂરી આપી દીધી છે અને એચડીએફસીના પ્રત્યેક શેરહોલ્ડરને એમના 25 શેરના બદલામાં એચડીએફસી બૅન્કના 42 શેર મળશે. આ ભારતીય કૉર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા સોદામાંનો એક સોદો છે.

અનુમાન છે કે વિલીનીકરણ પછી એચડીએફસી બૅન્ક ટીસીએસને પછાડીને ભારતની બીજા ક્રમની સૌથી મોટી કંપની બની જશે.

બંને કંપનીઓ તરફથી આ મર્જરની જાહેરાત સવારે શેર બજાર ખૂલ્યા પહેલાં કરવામાં આવી હતી અને બજારે ખૂલતાં સાથે જ આ સોદાનું જોરદાર સ્વાગત કર્યું.

કદાચ આ પહેલો જ પ્રસંગ હતો જેમાં બંને કંપનીઓના શેરમાં એકસાથે 13-14 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો.

line

HDFCની શરૂઆત

એચડીએફસી

ઇમેજ સ્રોત, REUTERS/ADNAN ABIDI

ઇમેજ કૅપ્શન, બંને કંપનીઓ તરફથી આ મર્જરની જાહેરાત સવારે શેર બજાર ખૂલ્યા પહેલાં કરવામાં આવી હતી અને બજારે ખૂલતાં સાથે જ આ સોદાનું જોરદાર સ્વાગત કર્યું.

એમની તેજીની અસર જ હતી કે આખું બજાર ઉત્સવના મૂડમાં જોવા મળ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંને જબરજસ્ત ઉછાળા સાથે બંધ થયાં છે.

ઉછાળાનું કારણ સ્પષ્ટ છે. એચડીએફસી એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન જ એચડીએફસી બૅન્કની પ્રમોટર કંપની છે અને એની સૌથી મોટી શૅરહોલ્ડર પણ છે.

હવે એચડીએફસી પાસે એચડીએફસી બૅન્કના જેટલા શૅર છે એ બધા સમાપ્ત થઈ જશે. જૂથના ચૅરમૅન દીપક પારેખે સ્પષ્ટ કહ્યું પણ છે કે હવે આ કંપનીના કોઈ પ્રમોટર નહીં હોય, એ પૂર્ણરૂપે પબ્લિક કંપની બની જશે.

એટલે કે એના શૅરહોલ્ડર એના માલિક હશે. એચડીએફસીની સ્થાપના ICICIએ કરી હતી. જેથી દેશમાં વધારેમાં વધારે લોકો લોન લઈને ઘર ખરીદી શકે અને હોમ લોનનો એક મોટો અને વ્યવસ્થિત બિઝનેસ શરૂ થઈ શકે.

ICICI પણ દેશમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવાના ઇરાદે ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા મળેલા અનુદાનમાંથી બનાવાઈ હતી.

પરંતુ નેવુંના દાયકામાં જ્યારે રિઝર્વ બૅન્કે નવી બૅન્કોને લાઇસન્સ આપ્યાં ત્યારે આ બે કંપનીઓએ એક એક બૅન્ક શરૂ કરવાની અરજી આપી અને એની સાથે જ આ બંનેની પોતપોતાની બૅન્ક શરૂ થઈ ગઈ.

line

રોકાણકારોમાં સારી એવી નામના

HDFCના ચૅરમૅન દીપક પારેખ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, HDFCના ચૅરમૅન દીપક પારેખ

પરંતુ થોડાં વર્ષો પછી 2002માં ICICIએ પોતાને પોતાની જ બૅન્કમાં વિલીન કરવાનો નિર્ણય કર્યો. ત્યારે આ નિર્ણય પર ઘણા સવાલો ઊભા થયા હતા કેમ કે બૅન્કનું કદ મૂળ કંપનીના કદના લગભગ એક તૃતીયાંશ જેટલું જ હતું.

તો પણ તર્ક સ્પષ્ટ હતો. બૅન્કની પાસે બૅન્કિંગ લાઇસન્સ હતું અને બંને કંપની મળીને મોટા ઉદ્યોગોથી માંડીને સામાન્ય રિટેલ ગ્રાહકો સુધીના પર સારી પકડ જમાવી શકતી હતી.

એનું પરિણામ જે આવ્યું એ તો દેખીતું છે. પરંતુ એચડીએફસી કંપનીઓના વિલયના સમયે હવે એવો કોઈ પ્રશ્ન ઊભો નહીં થઈ શકે. કેમ કે એચડીએફસી બૅન્ક ઘણી બધી રીતે પોતાની પૅરન્ટ કંપનીને પહેલાંથી જ પાછળ કરી ચૂકી છે.

સતત 25 ટકાથી ઉપરનો વાર્ષિક ગ્રોથ બતાવીને એ માત્ર દેશની સૌથી મોટી બૅન્ક જ નથી બની ચૂકી, બલકે રોકાણકારોમાં એણે ખાસ્સી નામના મેળવી છે, કેમ કે જેમણે આ બૅન્કમાં નાણાં રોક્યાં તેઓ સારું એવું કમાયા.

કમાણીની બાબતમાં કે તેજીથી વધવાની બાબતમાં એચડીએફસી પણ કોઈનાથી ઊણી ઊતરે એવી નથી. બલકે ઘણા રોકાણ સલાહકારો તો વર્ષોથી બંનેમાંથી એચડીએફસીમાં જ રોકાણની સારી તક ગણાવતા રહ્યા છે.

કારણ એ છે કે એચડીએફસી પોતાના વ્યાપારમાંથી જે કમાણી કરે છે એ ઉપરાંત એચડીએફસી બૅન્કમાં લગભગ 26 ટકાની ભાગીદારી પણ એની કમાણીનો એક મોટો હિસ્સો છે. અર્થાત્ બૅન્કના વિકાસમાંથી પણ એને મોટો ભાગ મળતો રહ્યો છે.

line

રિઝર્વ બૅન્કે બદલ્યા હતા નિયમો

સતત 25 ટકાથી ઉપરનો વાર્ષિક ગ્રોથ બતાવીને એ માત્ર દેશની સૌથી મોટી બૅન્ક જ નથી બની ચૂકી, બલકે રોકાણકારોમાં એણે ખાસ્સી નામના મેળવી છે, કેમ કે જેમણે આ બૅન્કમાં નાણાં રોક્યાં તેઓ સારું એવું કમાયા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સતત 25 ટકાથી ઉપરનો વાર્ષિક ગ્રોથ બતાવીને એ માત્ર દેશની સૌથી મોટી બૅન્ક જ નથી બની ચૂકી, બલકે રોકાણકારોમાં એણે ખાસ્સી નામના મેળવી છે, કેમ કે જેમણે આ બૅન્કમાં નાણાં રોક્યાં તેઓ સારું એવું કમાયા.

બજારના ઘણા જાણકારો ઘણા સમયથી અટકળો કરતા હતા અથવા એ વાતની પેરવી કરતા હતા કે આ બંને કંપનીઓનું એક થવું એમના માટે લાભકારક હશે.

કારણ કે બૅન્કને પોતાનાં કરન્ટ અને બચત ખાતાંના માધ્યમે ઘણા ઓછા વ્યાજે ઘણી એવી રકમ મળે છે, તેનો જો હોમ લોન આપવા માટે ઉપયોગ કરવામાં આવે તો વધારે નફાનો સોદો છે.

એચડીએફસી બૅન્ક અત્યાર સુધી હોમ લોન નહોતી આપતી, આ કામ માટે તે પોતાના ગ્રાહકોને એચડીએફસી પાસે મોકલતી હતી, એટલે કે તે એક એજન્ટની રીતે કામ કરતી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં રિઝર્વ બૅન્કે બૅન્કો અને નૉન-બૅન્કિંગ કંપનીઓ માટે NPAના નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે. જેનાથી આ બંનેની ખાતાં રાખવાની રીતરસમો એટલે કે અકાઉન્ટિંગ નિયમોમાં ખાસ કશો ફરક ના રહ્યો.

એચડીએફસી બૅન્કને 26 વર્ષ સુધી સતત વાર્ષિક 26 ટકાની તેજીથી આગળ વધારનાર અને દેશમાં બૅન્કિંગના શિખરે પહોંચાડનાર આદિત્ય પુરી રિટાયર્ડ થયા બાદ બૅન્કના બિઝનેસ અને એના ભવિષ્ય પર સતત સવાલ ઊભા થતા રહ્યા હતા.

પરંતુ આ નિર્ણયે એ બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે.

line

વિલીનીકરણ પછી સમસ્યા

બંને મળીને 14 ટકાથી થોડા ઉપર થઈ જાય છે. હવે સેબીએ મ્યુચ્યુઅલ ફંડો પર નિયંત્રણ મૂકેલાં છે કે કોઈ એક કંપનીમાં એમની ભાગીદારી 10 ટકાથી વધારે ના હોવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંને મળીને 14 ટકાથી થોડા ઉપર થઈ જાય છે. હવે સેબીએ મ્યુચ્યુઅલ ફંડો પર નિયંત્રણ મૂકેલાં છે કે કોઈ એક કંપનીમાં એમની ભાગીદારી 10 ટકાથી વધારે ના હોવી જોઈએ.

આજની જોરદાર તેજી છતાં બજારના જાણકારોને એક સમસ્યા દેખાઈ છે. વિલયની પહેલાં નિફ્ટીમાં એચડીએફસી બૅન્કનો હિસ્સો 8.5 ટકાથી ઉપર અને એચડીએફસીનો હિસ્સો 6 ટકાથી થોડોક જ નીચે હતો.

બંને મળીને 14 ટકાથી થોડા ઉપર થઈ જાય છે. હવે સેબીએ મ્યુચ્યુઅલ ફંડો પર નિયંત્રણ મૂકેલાં છે કે કોઈ એક કંપનીમાં એમની ભાગીદારી 10 ટકાથી વધારે ના હોવી જોઈએ.

એનો સીધો અર્થ એ થયો કે ઘણાં ફંડોએ આ શેર વેચવા પડશે.

પરંતુ બીજી તરફ એચડીએફસી પાસે એચડીએફસી બૅન્કના 26 ટકા જેટલા જે શેર છે તે હવે સમાપ્ત થઈ જશે અને એચડીએફસીના શેરધારકોને દર 25 શેર સામે બૅન્કના 42 શેર મળશે.

પરિણામે એચડીએફસીના શેરધારકો હવે બૅન્કમાં લગભગ 41 ટકાના ભાગીદાર બનશે. એનાથી મ્યુચ્યુઅલ ફંડોનું ગણિત બદલાઈ શકે છે.

line

વિદેશી રોકાણની મર્યાદા

એની સાથે જ એક શૅરમાં વિદેશી રોકાણની જે મર્યાદા છે એમાં પણ વિદેશી સંસ્થાનો માટે થોડી વધારે ખરીદીની શક્યતા ખૂલશે. એટલે કે વિદેશી રોકાણકારોની ખરીદીથી શૅર વધવાનાં એંધાણ વર્તાય છે.

પરંતુ શૅર બજારથી અલગ થઈને જોઈએ તો આટલી મોટી એક બૅન્ક ઊભી થવી એ બૅન્કના ગ્રાહકો માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને સ્પર્ધામાં રહેલી બૅન્કો અને હાઉસિંગ લોન કંપનીઓ માટે પણ.

વિલય પહેલાં જ એચડીએફસી બૅન્કની પાસે દેશમાં સૌથી વધુ ઑફિસ હતી. પરંતુ કર્મચારીઓની સંખ્યા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા કરતાં ઓછી. અન્ય સરકારી બૅન્કો પણ સ્પર્ધામાં નબળી પડતી દેખાશે.

મતલબ કે, હવે ગ્રાહકોની સાથોસાથ સરકારી બૅન્કોના કર્મચારીઓની ચિંતા વધવાનો સમય આવ્યો છે અને ભારત સરકારની પણ.

એવી વાતો ઘણા સમયથી થતી હતી કે તમામ નાની સરકારી બૅન્કોને ભેળવીને એક કરી દેવાશે અને વધીને ચાર મોટી સરકારી બૅન્કો રાખવામાં આવશે જે બજારમાં પ્રાઇવેટ બૅન્કોને ટક્કર આપી શકે.

line

કર્મચારીઓનું ભવિષ્ય

આરબીઆઈ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, એચડીએફસીની સાથે જ એની તમામ સહયોગી કંપનીઓ પણ હવે એચડીએફસી બૅન્કનો ભાગ બની જશે.

પરંતુ હવે એમાં ઝડપથી આગળ વધવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને એટલા માટે કે હજુ તો એચડીએફસીના આ નિર્ણયને CCIની મંજૂરી મળવી બાકી છે અને ત્યાર બાદ બૅન્કે પોતાના આંતરિક મુદ્દા પણ ઉકેલવા પડશે.

એચડીએફસીની સાથે જ એની તમામ સહયોગી કંપનીઓ પણ હવે એચડીએફસી બૅન્કનો ભાગ બની જશે.

એ બધી કંપનીના ઉચ્ચ અધિકારીઓથી માંડીને નીચલા સ્તરના કર્મચારીઓનાં ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ બનાવવાની છે અને એમને સમજાવવાના છે.

એવું પણ કહેવાય છે કે અત્યાર સુધી બંને કંપની બજારની જરૂરિયાતોના ધોરણે ઝડપથી નિર્ણયો કરતી હતી, પરંતુ હવે કદાચ એનું મોટું કદ ઝડપથી નિર્ણય કરવાનું અને એનો અમલ કરવાનું મુશ્કેલ કરી દે.

આશા રાખવી જોઈએ કે આ ભીમકાય બૅન્ક પોતાની મુશ્કેલીઓને પાર કરવાનો માર્ગ ઝડપથી શોધી લેશે, પરંતુ એનો સ્પષ્ટ અર્થ એ પણ છે કે એમની સ્પર્ધા જે બૅન્કો અને કંપનીઓ સાથે છે એમની પાસે પણ તૈયારી માટે વધારે સમય નથી.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો