IPL 2022 : ગુજરાત ટાઇટન્સમાં રૈનાને જેસન રૉયના સ્થાને સમાવવા માગ - પ્રેસ રિવ્યૂ

માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં ગુજરાત ટાઇટન્સ તથા લખનૌની ટીમ પ્રથમ વખત સામેલ થશે.

બેંગ્લુરુ ખાતે યોજાયેલી હરાજી દરમિયાન ગુજરાત ટાઇટન્સે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઇંગ્લૅન્ડ મૂળના ખેલાડી જેસન રૉયને ઓપનર તરીકે ખરીદ્યા હતા, પરંતુ પરિવાર સાથે સમય વિતાવવા માટે રૉયે ટુર્નામેન્ટની પંદરમી આવૃત્તિમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

સુરેશ રૈના

ઇમેજ સ્રોત, Getty Images

આથી અમદાવાદની ગુજરાત ટાઇટન્સ સામે તેનો વિકલ્પ ચૂંટવાની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર ચાહકો માગ કરી રહ્યા છે કે રૉયના સ્થાને રૈનાને લેવા માટે ટીમ મૅનેજમૅન્ટ દ્વારા વિચાર કરવામાં આવે.

તાજેતરની હરાજી દરમિયાન સુરેશ રૈના વણવેચાયેલા રહ્યા હતા.

આઈપીએલના નિયમ પ્રમાણે, એક જ સરખી બેઝ પ્રાઇસ ધરાવતા બે ખેલીડઓની એકબીજાના રિપ્લેસમૅન્ટ તરીકે લઈ શકાય.

હરાજી દરમિયાન રૉય તથા રૈનાની બેઝપ્રાઇસ બે-બે કરોડ હતી, એટલે એ નિયમ નડે તેમ નથી.

રૈનાએ આઈપીએલમાં 200 કરતાં વધુ મૅચ રમી છે અને પાંચ હજાર 500 કરતાં વધુ રન ફટકાર્યા છે. તેઓ ગુજરાતની જૂની ટીમ ગુજરાત લાયન્સના કૅપ્ટન રહી ચૂક્યા છે.

ઇન્ટેક્સ મોબાઇલની માલિકીની એ કંપનીનું મુખ્ય મથક રાજકોટ ખાતેનું ખંઢેરી સ્ટેડિયમ હતું.

મૅચફિક્સિંગની સજા તરીકે ચેન્નાઈ સુપર કિંગ્સ તથા રાજસ્થાન રોયલ્સને ટુર્નામેન્ટને બે-બે વર્ષ માટે ટુર્નામેન્ટમાંથી હઠાવી દેવામાં આવ્યા હતા, ત્યારે હંગામી ધોરણે ગુજરાતની ટીમને સામેલ કરવામાં આવી હતી.

line

મોદી સરકાર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અહીંથી ત્યાં ભગાડી રહી છે : કૉંગ્રેસનો પ્રહાર

રણદીપસિંહ સુરજેવાલા

ઇમેજ સ્રોત, Getty Images

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ ટ્રેન કે અન્ય કોઈ પણ માધ્યમથી તાત્કાલિક કિએવ છોડવાનું સૂચન કર્યું હતું.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, આ સૂચનને લઈને કૉંગ્રેસ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, "યુદ્ધગ્રસ્ત દેશમાં જીવન અને મૃત્યુ વચ્ચે હજારો ભારતીયોને 'સહાયતા' આપવાની જગ્યાએ માત્ર આત્મનિર્ભર બનવાની સલાહ?"

"વીતેલા પાંચ દિવસોમાં મોદી સરકાર યુક્રેનમાં વિદ્યાર્થીઓને અહીંથી ત્યાં ભગાડી રહી છે?"

"તબાહીના આ સમયમાં વિદ્યાર્થીઓ બહાર ક્યાંથી નીકળે, દૂર ક્યાંથી જાય અને કઈ રીતે જાય?"

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલા 18 ગુજરાતીઓ તુર્કીથી ગુમ, ખંડણી માટે ફોન આવ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર અને મહેસાણામાં રહેતા છ લોકો અમેરિકા જવા માટે નીકળ્યા બાદ ગુમ થયા હતા. આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે આ માહિતી આપી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુમ થયેલા છ લોકો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વિઝિટર વિઝા મેળવીને ઇસ્તંબૂલ ગયા હતા.

ગાંધીનગરના કલોલ તાલુકાના આ છ લોકોમાં બે દંપત્તિ અને બે બાળકોનો સમાવેશ થતો હતો.

ગુજરાત પોલીસના સૂત્રોને ટાંકીને અહેવાલમાં લખ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં આ છ લોકોની જેમ જ વિઝિટર વિઝા મેળવીને કુલ 18 લોકો ઇસ્તંબૂલ ગયા હતા અને તમામ લોકો ત્યાંથી ગુમ થયા હતા.

આ તમામ પરિવારો પૈકી માત્ર એક પરિવારને પાંચ લાખ રુપિયા ખંડણી આપવા માટે ફોન આવ્યો હતો. જોકે, ત્યાર બાદ કોઈ વાત થઈ નહોતી.

line

યુક્રેનમાં રેસ્ટોરાં ધરાવતા ગુજરાતીએ મદદ માટે લંબાવ્યો હાથ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા જનજીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે રાજધાની કિએવમાં રેસ્ટોરાં ધરાવતા એક ગુજરાતીએ તમામ લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, 52 વર્ષીય મનીષ દવે યુક્રેનની રાજધાન કિએવમાં 'સાથિયા' નામથી એક રેસ્ટોરાં ધરાવે છે.

તેમણે ભારતીય વિદ્યાર્થીઓ માટે બોગોમેલેટાસ નેશનલ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલથી નજીક આ રેસ્ટોરાં શરૂ કરવાનું વિચાર્યું હતું.

તેમની રેસ્ટોરાંને શરૂ થયે હજુ એક મહિનો જ થયો છે, એવામાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમણે કંઈ પણ વિચાર્યા વગર પોતાના રેસ્ટોરાંના દ્વાર ભારતીય અને તમામ લોકો માટે ખુલ્લા મૂક્યા હતા અને આ અંગે એક ટેલિગ્રામ ગ્રૂપમાં સંદેશો પણ મૂક્યો હતો.

line

માઇક્રોસૉફ્ટના સીઈઓ સત્ય નડેલાના પુત્રનું 26 વર્ષની ઉંમરે મૃત્યુ

માઇક્રોસૉફ્ટના સીઈઓ સત્ય નડેલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઇક્રોસૉફ્ટના સીઈઓ સત્ય નડેલા

મંગળવારે સાંજે માઇક્રોસૉફ્ટે જણાવ્યું હતું કે કંપનીના સીઈઓ સત્ય નડેલાના પુત્ર ઝૈન નડેલાનું 26 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઝૈન સેરેબ્રલ પાલ્સીથી પીડાતા હતા.

ધ ટ્રિબ્યુનના અહેવાલ પ્રમાણે, માઇક્રોસૉફ્ટના પ્રવક્તાએ કહ્યું કે, ઝૈનના નિધન બાદ પરિવાર શોકમગ્ન છે.

2017માં એક બ્લૉગમાં સત્ય નડેલાએ લખ્યું હતું કે, જન્મના સમયે ઝૈન રડ્યો ન હતો.

આ બ્લૉગમાં તેમણે એમ પણ લખ્યું હતું કે વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા બાળકના પિતા બન્યા બાદ તેઓ આવાં બાળકોની જરૂરિયાતો વિશે સારી રીતે સમજી શક્યા છે.

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો