વૅલેન્ટાઇન્સ ડે : જાણો કઈ રીતે સિંગલ લોકો ઊજવે છે વૅલેન્ટાઇન ડે?

આજે વૅલેન્ટાઇન ડે છે. પ્રેમનો આ દિવસ દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.

વૅલેન્ટાઇન ડે સામાન્ય રીતે પ્રેમની ઉજવણીનો દિવસ હોય છે, આ ઉજવણીમાં મીમ્સ પણ સામેલ હોઈ શકે છે.

વૅલેન્ટાઇન ડે માટે દર વર્ષે સોશિયલ મીડિયા પર જાતભાતના મીમ્સ અને જોક્સ ફરતા થાય છે.

તમે તમારા સાથીને કેટલા ચાહો છો, તે જણાવવા માટે વૅલેન્ટાઇન ડે સૌથી સારો મોકો છે. આમ કરવા માટે તમે એક સારો સંદેશ મોકલી શકો છો અથવા તો વૅલેન્ટાઇન ડેના મીમ્સ મોકલીને તેમને પણ હસાવી શકો છો.

લોકો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર?

અંકલ નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી કરાયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, દૂધની બૉટલ પાસે પણ વૅલેન્ટાઇન ડેની 'ડેટ' છે, પણ મારી પાસે નથી.

આ વખત વૅલેન્ટાઇન ડે સોમવારે છે. તો અઠવાડિયાના પહેલા દિવસે આવતા આ દિવસે કામ કરનારા લોકોને અનુલક્ષીને અંગૂર સ્ટાર્ક નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે.

વિવેક નામના એક યુઝરે ખજૂરનો ફોટો પોસ્ટ કરીને સિંગલ લોકોને સાંત્વના આપતાં લખ્યું હતું કે, "નિરાશ ન થાઓ. આ રહી તમારા માટે 'ડેટ'."

જ્યારે યશ નામના એક યુઝરે ટીવી સિરીઝ મની હાઇસ્ટના એક ડાયલોગ સાથે મીમ પોસ્ટ કરીને પોતે સિંગલ શા માટે છે, તે જણાવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો