હિજાબ વિવાદ : કર્ણાટકમાં 'છોકરીઓને હિજાબ પહેરીને સ્કૂલ જતી રોકવી ગભરાવનારી વાત' - મલાલા

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બૅંગલુરુથી બીબીસી માટે

કર્ણાટકમાં હિજાબ વિરુદ્ધ ભગવા ખેસનો મામલો વધુ વકર્યો હતો. કર્ણાટક સરકારે પ્રિ–યુનિવર્સિટીની કૉલેજોમાં યુનિફોર્મ ફરજિયાત કરવાનો નવો આદેશ બહાર પાડ્યો હતો.

હિજાબ પહેરીને સ્કૂલ જવા માટે સંઘર્ષ કરતી વિદ્યાર્થીનીઓ

ઇમેજ સ્રોત, UMESH MARPALLY

ઇમેજ કૅપ્શન, હિજાબ પહેરીને સ્કૂલ જવા માટે સંઘર્ષ કરતી વિદ્યાર્થીનીઓ

હિજાબ પહેરવાના વિવાદે કર્ણાટકના બે જિલ્લામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળવારે રાજ્યમાં ત્રણ દિવસ માટે સ્કૂલ-કૉલેજો બંધ કરવાનો નિર્દેશ આપવો પડ્યો હતો.

આ મુદ્દા તરફ દેશ અને વિદેશમાં ધ્યાન આકર્ષાયું છે.

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ વર્ગખંડમાં હિજાબ પહેરવાના અધિકાર બાબતે લડત ચલાવી રહેલ છ વિદ્યાર્થિનીઓની સમર્થનમાં નિવેદન આપ્યું છે.

આ તરુણીઓ કર્ણાટકમાં ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યાં છે, જેના કારણે ઘણાનું ધ્યાન સંબંધિત કૉલેજ દ્વારા હિજાબ પરના પ્રતિબંધ તરફ ખેંચાયું છે. નોંધનીય છે કે આ બાબતને મલાલાએ 'ગભરાવનારી' ગણાવી છે.

આ સમગ્ર ઘટનાને પગલે રાજ્યના અમુક ભાગોમાં સાંપ્રદાયિક તણાવ વધ્યો હતો. તેમજ અમુક સ્થળોએ બે સમુદાયો વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ સામે આવ્યા હતા.

ઘર્ષણના બનાવોને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

નોંધનીય છે કે આ મામલો ઘણા દિવસોથી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને રાજ્યની હાઇકોર્ટમાં પણ આ બાબતે સુનાવણી હાથ ધરાઈ છે.

એક વિદ્યાર્થિની દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલ અરજીમાં કહેવાયું હતું કે હિજાબ પહેરવું એ બંધારણ દ્વારા સુનિશ્ચિત કરાયેલ ધર્મ અંગેનો મૌલિક અધિકાર છે.

આ બાબતે મલાલાએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

24 વર્ષીય સમાજસેવિકાએ લખ્યું હતું કે, "છોકરીઓને હિજાબ સાથે સ્કૂલ ન જવા દેવું એ ગભરાવનારું છે."

line

કર્ણાટક હિજાબ વિવાદ : સુનાવણીના દિવસે જૂથ વચ્ચે પથ્થરમારો, ત્રણ દિવસ શાળા-કૉલેજ બંધ

વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓ

ઇમેજ સ્રોત, Umesh Marpally

ઇમેજ કૅપ્શન, વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓ

મંગળવારે એક તરફ હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી હતી. તો બીજી બાજુ વિદ્યાર્થીઓનાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના પણ સામે આવી છે.

કર્ણાટકના બગલકોટ જિલ્લામાં આવેલા શિવમોગા અને બન્નાહટીમાં ખાનગી કૉલેજ પાસે પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉડુપીમાં હિજાબ પહેરનારા અને ભગવો ખેસ પહેરનારા વિદ્યાર્થીઓનાં બે જૂથો વચ્ચે થયેલા સૂત્રોચ્ચાર અને ઉગ્ર બોલાચાલી બાદ કૉલેજ પ્રશાસન દ્વારા જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કૉલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિવમોગા અને બન્નાહટીમાં બે જૂથો વચ્ચે બોલાચાલી અને સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનાના એક વીડિયોમાં એક વાલી કૉલેજની બહારથી પથ્થર મારી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

કર્ણાટકમાં હિજાબ પહેરવાનો વિવાદ વકર્યો છે, ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી બાસવરાજ બોમ્મઈએ શાંતિ અને સદ્દભાવ જાળવી રાખવા નાગરિકોને અપીલ કરી છે. આ સાથે જ ત્રણ દિવસ માટે રાજ્યમાં સ્કૂલ-કૉલેજ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બોમ્મઈએ ટ્વિટર પર લખ્યું, "હું તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્કૂલ-કૉલેજના મૅનેજમૅન્ટ ઉપરાંત કર્ણાટકના લોકોને શાંતિ અને સદ્દભાવ જાળવી રાખવા માટે અપીલ કરું છું. મેં આગામી ત્રણ દિવસ સુધી તમામ હાઈસ્કૂલ તથા કૉલેજ બંધ રાખવાના આદેશ આપ્યા છે. તમામને સહયોગ આપવા અનુરોધ છે."

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, અદાલતે કહ્યું હતું કે આંદોલન કરવા, રસ્તા ઉપર ઊતરવું, નારેબાજી કરવી તથા વિદ્યાર્થીઓ દ્વારા એકબીજા ઉપર હુમલા કરવામાં આવે તે યોગ્ય નથી.

અદાલતે કહ્યું હતું કે ટીવી ઉપર ખૂનમરકી જોઈને જજો અશાંત થઈ જશે અને તેમની બુદ્ધિ કામ નહીં કરે.

કોર્ટે ઉમેર્યું હતું કે આ કેસને લાગણીઓ કે ભાવાવેશના આધારે નહીં, પરંતુ કાયદા તથા તર્કની એરણ ઉપર ચકાસવામાં આવશે.

line

સુનાવણી સમયે ઘર્ષણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, KARIM SAHIB

ઇમેજ કૅપ્શન, સુનાવણીના દિવસે જૂથ વચ્ચે પથ્થરમારો, ત્રણ દિવસ શાળા-કૉલેજ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો (પ્રતીકાત્મક તસવીર)

બગલકોટના જિલ્લા પોલીસ વડાએ બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીં પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે."

મંગળવારે સવારથી વિદ્યાર્થીઓ ઉડુપીસ્થિત એમજીએમ કૉલેજમાં એકઠા થયા હતા. કેટલીક હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓ સવારે જ કૉલેજમાં પ્રવેશી હતી, પરંતુ જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ગેટ પર પહોંચ્યા તો તેમને અંદર જવા દેવાયા ન હતા.

ભગવો ખેસ પહેરીને આવેલી એક વિદ્યાર્થિનીએ કન્નડ ટેલિવિઝન ચૅનલને કહ્યું કે, "અમને માત્ર યુનિફોર્મિટી જોઈએ છે. અમે પણ પહેલાં ભગવો ખેસ નહોતા પહેરતા."

જેમ જેમ કૉલેજ બહાર વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ એકઠા થતા ગયા. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. દેવદાસ ભાટે હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કૉલેજ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

એડીજીપી (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રતાપ રેડ્ડીએ બીબીસી હિન્દીને જણાવ્યું કે, "આ બધાં નાનાં છમકલાં છે. અહીં પરિસ્થિતિ કાબૂમાં છે."

હાલમાં કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટિસ ક્રિશ્ના દીક્ષિત શનિવારે સરકાર દ્વારા હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી.

line

વિદ્યાર્થીઓનાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Umesh Marpally

ઇમેજ કૅપ્શન, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓનાં બે જૂથો વચ્ચે આ ઘટના બની છે. એક જૂથ હિજાબ પહેરીને તો બીજું જૂથ ભગવી શાલ પહેરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. ત્યારે તેમની વચ્ચે સૂત્રોચ્ચાર અને બોલાચાલી થયા બાદ આ ઘટના ઘટી હતી.

એક વીડિયોમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીના સ્વજન કૉલેજ બહારથી પથ્થર મારી રહ્યા હોવાનું દેખાઈ આવે છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વેરવિખેર કર્યા હતા.

ઉડુપી ખાતેની મહાત્મા ગાંધી મૅમોરિયલ કૉલેજ બહાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કાબૂમાં લેવા તંત્રને પોલીસનો સહારો લેવો પડ્યો હતો.

રાજ્યની કેટલીક કૉલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ (ચહેરો ઢાંકવા માટે બાંધવામાં આવતું કપડું, નકાબ) પહેરવાની મનાઈ કરવામાં આવ્યા પછી હાઈકોર્ટમાં બે પિટિશન કરવામાં આવી હતી.

એમાં કહેવાયું હતું કે એમને હિજાબ પહેરવાની મનાઈ ન કરી શકાય.

line

સરકારી આદેશમાં શું કહેવાયું અને શું હતો મામલો?

કૉલેજ બહાર એકઠા થયેલા વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Umesh Marpally

ઇમેજ કૅપ્શન, કૉલેજ બહાર એકઠા થયેલા વિદ્યાર્થીઓ

રાજ્ય સરકારે યુનિફોર્મ અંગે જે આદેશ કર્યો છે એ અનુસાર સરકારી શિક્ષણ સંસ્થાઓની કૉલેજ ડેવલપમૅન્ટ કમિટીઓ એવા નિર્ણય કરી શકે કે યુનિફોર્મ કેવો હશે. ખાનગી સંસ્થાઓ એવો નિર્ણય કરી શકે કે કૉલેજોમાં યુનિફોર્મ જરૂરી છે કે નહીં.

કર્ણાટકના માધ્યમિક શિક્ષણમંત્રી બી.સી. નાગેશે બીબીસીને જણાવ્યું કે, cઅમે આ બાબત અંગે એક બેઠક યોજી હતી. અમારો દૃષ્ટિકોણ ઍડ્વોકેટ જનરલ હાઈકોર્ટમાં રજૂ કરશે."

એમણે કહ્યું કે, "પહેલી વાત તો એ કે કર્ણાટક શિક્ષણ કાયદાના નિયમ 11માં એવું સ્પષ્ટ કહેવાયું છે કે દરેક સંસ્થાને વિદ્યાર્થીઓ માટેના યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર રહેશે. બીજી વાત એ કે બૉમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અગાઉના ઘણા નિર્ણયોએ એવું દર્શાવ્યું છે કે યુનિફોર્મની સાથે શું પહેરી શકાય અને શું નહીં."

એ નિર્ણયમાં કેરળ હાઈકોર્ટના જસ્ટિસ એ. મોહમ્મદ મુશ્તાકના ફેંસલાને ટાંકવામાં આવ્યો છે.

એમાં કહેવાયું છે કે, "સુપ્રીમ કોર્ટે આશા રંજન અને અન્ય વિરુદ્ધ બિહાર સરકાર અને અન્ય (2017 4 SCC397)ના કેસમાં બૅલેન્સ ટેસ્ટને મંજૂર કર્યા બાદ જણાવેલું કે જ્યારે અધિકારો બાબતે પ્રતિસ્પર્ધા હોય એવા સંજોગમાં વ્યક્તિગત હિતમાં સાર્વજનિક હિતને મહત્ત્વ આપવું જોઈએ."

આ નિર્ણયમાં એવું કહેવાયું હતું કે, "વિદ્યાર્થી–વિદ્યાર્થિનીઓ અને સંસ્થાઓ વચ્ચેના આ પ્રકારના કેસ સાર્વજનિક હિતોને વ્યક્તિગત હિતોથી ઉપર રાખીને ઉકેલી શકાય છે."

બૉમ્બે હાઈકોર્ટના નિર્ણય (AIR 2003Bom 75)માં પણ યુનિફોર્મ અંગેનો એક કેસ ટાંકવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થિની (ફાતિમા હુસૈન સૈયદ)ને હિજાબ પહેરીને સ્કૂલે આવવા સામે મનાઈ કરી હતી.

line

હિજાબના વિરોધમાં વિદ્યાર્થીઓ બાદ વિદ્યાર્થિનીઓએ ભગવા ખેસ પહેર્યા

વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, UMESH MARPALLY/BBC

કર્ણાટક સરકારનો આ આદેશ એવા સમયે થયો છે જ્યારે રાજ્યના તટીય જિલ્લામાં હિજાબ વિરુદ્ધ ભગવા ખેસના વિવાદે છેલ્લા કેટલાક દિવસથી વેગ પકડ્યો છે.

તાજેતરમાં જ રાજ્યના ઉડુપી જિલ્લાની એક કૉલેજમાં છોકરીઓના હિજાબના જવાબમાં કેટલાક વિદ્યાર્થીઓ ભગવા ખેસ પહેરીને આવ્યા હતા. ત્યાર બાદ શનિવારે છોકરીઓએ પણ ભગવા ખેસ ધારણ કરીને રેલીરૂપે એક પ્રાઇવેટ કૉલેજમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

ઉડુપી જિલ્લાના કુંડાપુરસ્થિત ભંડારકર આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ પહેલાં એક મોટા જૂથમાં કૉલેજના ગેટની સામે પહોંચી હતી. ત્યાર બાદ ભગવા ખેસ ધારણ કરીનેતેઓ રેલીની જેમ એ પ્રાઇવેટ કૉલેજમાં પ્રવેશી હતી.

પરંતુ બીજી એક પ્રાઇવેટ કૉલેજ આર.એન. શેટ્ટી કૉલેજમાં ત્યાંના વહીવટી અધિકારીઓએ સ્ટુડન્ટ્સને અટકાવીને એમની બૅગ ચેક કરી હતી. ઘણા વિદ્યાર્થીઓ પાસે ભગવા ખેસ હતા, જેને એમણે કાઢી લીધા હતા. અધિકારીઓએ એ વિદ્યાર્થિનીઓને કૉલેજ કૅમ્પસમાંથી બહાર જતા રહેવા કહેલું જેઓ હિજાબ પહેરવાની વાતને વળગી રહી હતી.

line

હિજાબના કેસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શિક્ષણ વિભાગની ગાઇડલાઇન્સમાં ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે અહીં ભણનારાઓએ યુનિફોર્મ પહેરવો પડશે.

દરમિયાન, વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને જનતા દળ (સેક્યુલર)ના અધ્યક્ષ એચ.ડી. કુમારસ્વામી હિજાબના કેસ બાબતે સાર્વજનિક ચર્ચાઓ કરવા લાગ્યા છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે સરકાર વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મનાઈ ફરમાવીને એમના શિક્ષણના અધિકારનું હનન કરી રહી છે. જોકે, કૉંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમારે થોડી સતર્ક ટિપ્પણી કરી છે.

એમણે કહ્યું કે આ બાબતે પાર્ટી પોતાનું વલણ જાહેર કરશે.

line

કૉંગ્રેસ અને જનતા દળ (એસ) વિવાદમાં કૂદી પડ્યા

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ અને કૉંગ્રેસે 'બેટી બચાઓ ઔર બેટી પઢાઓ' સૂત્રની જગ્યાએ 'બેટી હટાઓ' સૂત્રને લાગુ કરી દેવું જોઈએ.

એમણે કહ્યું કે મુસ્લિમ છોકરીઓએ છેલ્લાં કેટલાંક વર્ષથી શિક્ષણ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ હિજાબ પર પ્રતિબંધ મૂકીને એમને ભણતરથી વંચિત કરવામાં આવી રહી છે.

કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીએ કહ્યું, "હું તો ઇચ્છીશ કે સ્થિતિ પહેલાં હતી એવી જ રહે. જે કૉલેજોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિજાબ પહેરવાની મંજૂરી અપાઈ છે, એને પાછી ન ખેંચવી જોઈએ. જે કૉલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી નથી, ત્યાં એ નિયમ ચાલુ રાખી શકાય છે."

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો