મુનવ્વર ફારૂકીનો બે મહિનામાં 12મો શો રદ, તેમણે લખ્યું 'નફરત જીતી, આર્ટિસ્ટ હારી ગયો'
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી બીબીસી હિન્દી માટે
મૂળે ગુજરાતના સ્ટૅન્ડઅપ કૉમેડિયન મુનવ્વર ફારૂકીનો વધુ એક શો પોલીસે રદ કર્યો છે. મુનવ્વર ફારૂકી આજે બેંગુલુરુમાં શો કરવાના હતા પણ પોલીસે વાંધો ઉઠાવ્યો અને શો રોકી દેવામાં આવ્યો છે.
બેંગલુરુના ગુડ શેફર્ડ ઑડિટોરિયમમાં કૉમેડિયન મુનવ્વર ફારૂકીનો શો 'ડોંગરી ટુ નોવ્હેર' યોજાવાનો હતો, 'શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દનો ભંગ' થવાનો ડર હોવાથી બેંગલુરુ પોલીસે વાંધો ઉઠાવતી નોટિસ પાઠવી છે અને શો રદ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, FACEBOOK
આયોજકોના પ્રવક્તા સિદ્ધાર્થ દાસના જણાવ્યા અનુસાર આયોજકોને નોટિસ મળી હતી અને તેઓ પોલીસની નોટિસને અનુસરવા સંમત થયા છે.
તેમણે નિવેદનમાં કહ્યું છે કે અમે કાયદામાં માનનારા લોકો છીએ અને પોલીસની નોટિસનું પાલન કરીશું.

'નફરત જીતી છે, આર્ટિસ્ટ હારી ગયો'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સંદર્ભે મુનવ્વર ફારૂકીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ સંદર્ભે એક પોસ્ટ મૂકી છે, તેમણે લખ્યું છે કે બેંગુલુરનો શો રદ થઈ ગયો.
તેમણે લખ્યું છે કે, 'નફરત જીતી છે, આર્ટિસ્ટ હારી ગયો'.
આગળ તેઓ લખે છે કે:
"ઇનકી નફરત કા બહાના બન ગયા હૂં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હંસા કર કિતનોં કા સહારા બન ગયા હૂં
ટૂટને પર ઇનકી ખ્વાહિશ હોગી પૂરી
સહી કહતે હૈ, મૈં સિતારા બન ગયા હૂં"

પોલીસ અધિકારીએ શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી હિન્દીને જણાવ્યું કે પોલીસે આયોજકોને ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ શો થવો ન જોઈએ કારણ કે તેનાથી શાંતિ ભંગ થશે અને તે સાંપ્રદાયિક સૌહાર્દમાં વિક્ષેપ તરફ દોરી જશે.
તેમણે કહ્યું કે, "અમે તેમને મૌખિક અને લેખિતમાં જણાવ્યું છે કારણ કે શ્રી રામ સેના અને અન્ય સંસ્થાઓ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો."
આયોજકોને લખેલા પત્રમાં પોલીસે કહ્યું છે કે, "એવું જાણવા મળ્યું છે કે મુનવ્વર ફારૂકી એક વિવાદાસ્પદ વ્યક્તિ છે, કારણ કે તેઓ અન્ય ધર્મના દેવો પર વિવાદાસ્પદ નિવેદનો કરે છે."
પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, "અમને મળેલી આધારભૂત માહિતી અનુસાર, મુનવ્વર ફારૂકી દ્વારા કરવામાં આવેલા આ કૉમેડી શોનો અનેક સંસ્થાઓ વિરોધ કરી રહી છે અને તે અરાજકતા પેદા કરી શકે છે, તથા શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે."
"જે આગળ જતા કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી, એવું સૂચન કરવામાં આવે છે કે તમારે 28.11.2021ના રોજ સાંજે 5 વાગ્યે ગુડ શેફર્ડ ઑડિટોરિયમમાં મુનવ્વર ફારૂકીનો શો રદ કરવો જોઈએ."

ઇંદૌરનો કેસ અને ધરપકડ

ઇમેજ સ્રોત, FACEBOOK
પત્રમાં લખ્યું છે કે "ઘણાં રાજ્યોએ તેમના કૉમેડી શો પર પ્રતિબંધ મૂક્યો છે. જાણવા મળ્યું છે કે તેમની વિરુદ્ધ ઇંદૌરના તુકોગંજ પોલીસસ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને અન્ય ઘણાં રાજ્યોમાં પણ આવા કેસ દાખલ કરવામાં આવ્યા છે.''
મુનવ્વર ફારૂકીની આ વર્ષના પ્રારંભે ઇંદૌર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ એક મહિનાથી વધુ સમય સુધી જેલમાં રહ્યા હતા.
ભાજપના સ્થાનિક ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડના પુત્ર એકલવ્યસિંહ ગૌડે કરેલી પોલીસફરિયાદમાં જણાવ્યું હતું કે ગુજરાતના આ કૉમેડિયને 'વાંધાજનક જોક' સંભળાવ્યા હતા. પોલીસે ફારૂકીની 'વાંધાજનક જોક' સંભળાવવાના કેસમાં ધરપકડ કરી હતી.
ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, રાયપુર અને ગોવામાં તેના શો રદ કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન?

ઇમેજ સ્રોત, FACEBOOK
ઍડ્વોકેટ અને કર્મશીલ વિનય શ્રીનિવાસે બીબીસીને જણાવ્યું હતું કે બેંગલુરુ પોલીસ 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી રહી છે. એ ચુકાદામાં પશ્ચિમ બંગાળની પોલીસને શોને સુરક્ષા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
એક ટ્વીટમાં શ્રીનિવાસે લખ્યું હતું કે "બેંગલુરુના પોલીસકમિશનર આયોજકો પર મુનવ્વર ફારૂકીના શોને રદ કરવા માટે દબાણ કરી રહ્યા હતા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
"એમ કરીને તેમણે તેનાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર અને બેંગલુરુવાસીઓના માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. આ પગલું ઇન્ડેબિલિટી ક્રિએટિવ પ્રાઇવેટ લિમિટેડ અને બેનેટ કોલમૅન કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












