You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL અમદાવાદ ટીમ પાંચ હજાર કરોડમાં કોણે ખરીદી?
લાંબી રાહ જોયા બાદ 2022ની આઈપીએલ માટેની ટીમોની જાહેરાત થઈ ગઈ છે, હવે આઈપીએલમાં આઠના બદલે દસ ટીમો રમશે.
આર. પી. સંજીવ ગોએન્કા ગ્રૂપે લખનૌ આઈપીએલ ટીમ 7,090 કરોડમાં લીધી છે અને અમદાવાદ આઈપીએલ ટીમ આઇરેલિયા પ્રાઇવેટ લિમિટેડે 5166 કરોડ રૂપિયામાં ખરીદી છે.
દુબઈમાં સોમવારે આઈપીએલ ટીમ માટેની હરાજી શરૂ થઈ હતી. ટીમ માટેની રેસમાં અમદાવાદની સાથે લખનૌ, કટક, ધર્મશાલા, ગુવાહાટી અને ઇંદૌર પણ હતાં.
હરાજીમાં નવી ટીમ માટેની બૅઝ પ્રાઇઝ બે હજાર કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.
આઈપીએલ 2022માં દસ ટીમ
આ બંને ટીમો હરાજી બાદ થતી દસ્તાવેજી પ્રક્રિયા કર્યા બાદ 2022ની આઈપીએલ સિઝનમાં રમી શકશે.
આઈપીએલમાં અત્યાર સુધી આઠ ટીમો હતી, જેમાં નવી બે ટીમ ઉમેરાતાં હવે કુલ દસ ટીમ થઈ ગઈ છે.
બીસીસીઆઈએ તેમના નિવેદનમાં લખ્યું છે કે આઈપીએલ 2022માં દસ ટીમો વચ્ચે કુલ 74 મૅચ રમાશે, દરેક ટીમના ભાગે સાત હોમ મૅચ અને સાત અવે મૅચ આવશે.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, માનદ સેક્રેટરી જય શાહ અને આઈપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલે બંને નવી ટીમોને અભિનંદન પાઠવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો