બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા છતાં મોદી સરકાર આટલી નરમ કેમ?
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી સંવાદદાતા
બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાના પંડાલમાં થયેલા હુમલા બાદ કેટલાંય હિંદુ મંદિરો અને ઘરો પર હુમલા કરાયા.
તોડફોડ અને હિંસામાં સાત લોકોના જીવ ગયા અને બાંગ્લાદેશમાં અત્યારે જે કંઈ પણ ઘટી રહ્યું છે એના પર વિશ્વભરની મીટ મંડાયેલી છે.
જોકે, આ બધા વચ્ચે ભારતનું વલણ થોડું ચોકાવનારું છે. પડોશી દેશમાં હિંદુ સમુદાયનાં પૂજાસ્થળો અને ઘરો પર હુમલા થવા છતાં ભારતે આ મામલે એકદમ નરમાશપૂર્ણ પ્રતિક્રિયા આપી છે.

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES
ભૂતકાળમાં જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટી ત્યારે ભારતે પીડિત હિંદુઓ અને લઘુમતીઓ સાથે એકજૂથતા દર્શાવવા માટે દૂતાવાસના પ્રતિનિધિઓને મોકલ્યા, જોકે, આ વખતે આવું કંઈ થયું નથી.
આનાથી વિપરીત સ્થિતિ પર કાબૂ મેળવવા માટે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના દ્વારા લેવાયેલાં પગલાઓ પર ભારતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભારતીય વિશ્લેષકોનું માનવું છે કે ભારતને કદાચ એવું લાગે છે કે પ્રવર્તમાન સ્થિતિમાં વડાં પ્રધાન શેખ હસીનાને વધુ શરમમાં મૂકવા યોગ્ય નહીં ગણાય અને એટલે એ સાવચેતી સાથે પ્રતિક્રિયા આપી રહ્યું છે.

શેખ હસીના પર ભારતનો ભરોસો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતના વર્તમાન વલણની સરખામણી જો ભૂતકાળમાં ઘટેલી આવી ઘટનાઓ સાથે કરવામાં આવે તો એ એકદમ અલગ જણાઈ રહ્યું છે. પહેલાં જ્યારે નાસિનગર, સિલહટ કે મુરાદનગરમાં આવી ઘટના ઘટી હતી ત્યારે ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
એટલું જ નહીં, બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસના પ્રતિનિધિઓએ હિંસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી અને બાંગ્લાદેશના હિંદુઓના અધિકારના પક્ષમાં સ્પષ્ટ રીતે પોતાની વાત પણ રજૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, એની સરખામણીએ ગત સપ્તાહે કુમિલ્લા, ચાંદપુર, ફેની કે ચિટગાંવમાં હિંદુ ધર્મસ્થળો અને ઘરો પર કરાયેલાં હુમલાઓ અને હિંસામાં થયેલાં મૃત્યુના મામલે ભારતની પ્રતિક્રિયા ઘણી કાળજીપૂર્વકની રહી છે.
અત્યાર સુધી ભારતે એક રાષ્ટ્રના રૂપે હિંસાની આ ઘટનાઓ પર માત્ર એક જ ટિપ્પણી કરી છે.
પાંચ દિવસ પહેલાં ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પત્રકારપરિષદમાં કહ્યું હતું, "અમે પણ બાંગ્લાદેશમાં પૂજાસ્થળો પર હુમલાની વ્યાકુળ કરી દેતી ખબરો જોઈ છે."
આ નિવેદન બાદ જ અરિંદમ બાગચીને જણાવ્યું કે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ હિંસા બાદ સર્જાયેલી સ્થિતિને કાબૂ કરવા માટે સુરક્ષાદળોને તહેનાત કરી દીધાં છે.
બાગચીનું કહેવું હતું, "સરકાર અને નાગરિક સમાજના પૂરા સહયોગ બાદ દુર્ગાપૂજા સંપન્ન થઈ ગઈ છે."
બીજી તરફ, શાસક પક્ષ ભાજપના સાંસદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ વિરુદ્ધ ખુલ્લીને બોલી રહ્યા છે.
તેઓ આ મામલે સોશિયલ મીડિયા પર ઘણું બધું લખી પણ રહ્યા છે. જોકે, સરકારના રસ્તે આ મામલે કંઈ ખાસ આક્રમકતા જોવા મળી રહી નથી.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓના મામલે ભારત ચિંતત પણ...

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES
દિલ્હીસ્થિત થિંક ટૅંક વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનાં ફૅલો શ્રીરાધા દત્તનું માનવું છે કે ભારત બાંગ્લાદેશમાં ઘટી રહેલી ઘટનાઓ મામલે ચિંતિત તો છે પણ તેની ઇચ્છા જાહેરમાં નિવેદન આપીને બાંગ્લાદેશની સરકારને શરમમાં મૂકવાની નથી.
તેઓ કહે છે, "શેખ હસીના કહી ચૂક્યાં છે કે આ મામલે દોષિતોને માફ કરવામાં નહીં આવે પણ તેમના આ નિવેદનને નજરઅંદાજ કરી દો તો પણ ભારતનું માનવું છે કે આ સ્થિતિને જો કોઈ પહોંચી શકે એમ હોય તો એ શેખ હસીના જ છે. "
શ્રીરાધા દત્તના મતે, "આ તમામ વાતોને જો એકસાથે જોવામાં આવે તો ભારતની મુરાદ હાલ બાંગ્લાદેશને શરમમાં મૂકવાની નથી. પણ જ્યાં સુધી મને જાણ છે, ભારતીય વિદેશમંત્રી અને વિદેશસચિવ ભલે આ મામલે નિવેદનો ન આપે પણ તેઓ બાંગ્લાદેશમાં પોતાના સમકક્ષો સાથે સતત સંપર્કમાં છે."
તેઓ જણાવે છે, "ભારત સરકારે જાહેરમાં ઓછામાં ઓછું સ્ટેન્ડ લીધું છે. ભારત હાલમાં શેખ હસીના કે ત્યાંના નેતૃત્વને ગમે તેમ કહી શકે એમ છે. સંબંધોમાં એટલી મોકળાશ છે કે ફોન પર પણ વાતો થઈ રહી છે. બન્ને દેશો વચ્ચે સંપર્કની તમામ ચેનલો સક્રિય છે."
"આ ઉપરાંત બાંગ્લાદેશમાં થોડા અંતરાળમાં જે રીતે હિંદુઓ પર મોટા પ્રમાણમાં હુમલાઓ થયા એ અપેક્ષિત નહોતા. ક્યાંકને ક્યાંક જાસૂસીતંત્રની નિષ્ફળતા પણ છે અને એના લીધે ભારતને પણ ઝાટકો લાગ્યો છે."
તેઓ ઉમેરે છે, "થિંક ટૅન્કમાં પણ આને લઈને ભારે ટીકા થઈ રહી છે. આટલો મોટો હુમલો થઈ ગયો અને કોઈને આ અંગેનો પૂર્વાભાસ પણ ન થયો. આ હુમલાઓને સંબંધિત કેટલાય પ્રશ્નો છે, જેના ઉત્તર હજુ સુધી મળ્યા નથી."

બાંગ્લાદેશમાં હિંદુઓ પર આયોજનપૂર્વક હુમલો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીરાધા દત્ત જણાવે છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે હિંસાની ઘટના ઘટતી રહે છે પણ આટલા મોટા સ્તરે થયેલો હુમલો આયોજનપૂર્વક થયો હોવો જોઈએ.
તેમણે કહ્યું, "બાંગ્લાદેશમાં દુર્ગાપૂજાનાં મંડપો કે મંદિરોમાં તોડફોડ નવી વાત નથી પણ આ વખતે જે ઘટ્યું એવું પહેલાં ક્યારેય નહોતું થયું."
ઢાકામાં ભારતના ઉચ્ચાયુક્ત રહેલા પિનાકરંજન ચક્રવર્તી આ હુમલા પાછળ એ જ કારણો અને આશંકા વ્યક્ત કરે છે, જે ભારતે વ્યક્ત કર્યાં છે.
તેઓ કહે છે કે બાંગ્લાદેશમાં જે કંઈ ઘટ્યું એ શેખ હસીના વિરુદ્ધના મોટા ષડ્યંત્રનો ભાગ છે અને એવામાં સ્વાભાવિક છે કે ભારત હાલમાં બાંગ્લાદેશ સાથે ઊભું છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા એ હસીના વિરુદ્ધ ષડ્યંત્ર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ભારતના પૂર્વ રાજનાયક પિનાકરંજન ચક્રવર્તીએ બીબીસીને જણાવ્યું કે ભારત શેખ હસીના વિરુદ્ધ રચાઈ રહેલા આ મોટા ષડ્યંત્રથી સંપૂર્ણ રીતે વાકેફ છે.
તેમણે કહ્યું, "આ ષડ્યંત્રનો ઉદ્દેશ સાંપ્રદાયિક કાર્ડ થકી શેખ હસીનાને કમજોર કરવાનો છે."
"એવામાં જો ભારત આ ઘટનાઓની આકરી નિંદા કરતાં નિવેદનો જાહેર કરશે તો એ હસીના સરકારની નિંદા ગણાશે અને એવામાં ભારતનો કોઈ પણ ઉદ્દેશ સફળ નહીં થાય."
જોકે, ચક્રવર્તી એવું પણ કહે છે કે ભારત શેખ હસીનાને એવો સંદેશ ચોક્કસથી આપી રહ્યું છે કે તેઓ સ્થિતિ પર વહેલી તકે અને અને પ્રભાવિત રીતે કાબૂ મેળવી લે.
તેઓ ઉમેરે છે, "આપણે શેખ હસીનાને જેટલાં જાણીએ છીએ, તેઓ આવું કરી પણ રહ્યાં હશે."

તાલિબાની વાપસીની અસર બાંગ્લાદેશ પર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
પિનાકરંજન ચક્રવર્તીનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાએ પણ બાંગ્લાદેશની ઘટનાઓને પ્રભાવિત કરી છે.
તેઓ જણાવે છે, "એનાથી બિલકુલ ઇન્કાર કરી શકાય નહીં કે અફઘાનિસ્તાનમાં જે કંઈ પણ ઘટ્યું, એનાથી બાંગ્લાદેશના કટ્ટરવાદીઓ પણ જુસ્સે ભરાયા છે. પાકિસ્તાનનો પણ આ ઇસ્લામિક નેટવર્ક સાથે સંબંધ છે."
ચક્રવર્તીના મતે, "એક તરફ તેઓ (ઇસ્લામિક કટ્ટરવાદીઓ) ભારતવિરોધી પ્રૉપેગૅન્ડા વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ તેઓ શેખ હસીનાને ભારતની નજીક દર્શાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે."
"આમાં કંઈ પણ નવું નથી. બસ, હાલના સમયમાં બાંગ્લાદેશમાં આવા સમૂહો ફરીથી ઊભર્યા છે."
બાંગ્લાદેશમાં હિંદુઓનાં ધર્મસ્થાનો અને ઘરો પર હુમલા બાદ હિંસક પ્રદર્શનો પણ થયાં હતાં. આ પ્રદર્શનોમાં ભાગ લેનારાઓએ હાથમાં કેટલાંક કાર્ડ પકડી રાખ્યાં હતાં, જેના પર શેખ હસીના પર ભારતથી 'કંઈક વધુ પડતાં નજીક' હોવાનો આરોપ લગાવાયો હતો.
વિદેશનીતિના જાણકારોનું માનવું છે કે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓનો ખાતમો ભારતનું ઘોષિત લક્ષ્ય છે અને શેખ હસીના પર ભરોસો કર્યા વગર આ લક્ષ્યને હાંસલ કરવું શક્ય નથી.
કદાચ આ જ કારણ છે કે ગત 10 દિવસોમાં બાંગ્લાદેશના અલગઅલગ વિસ્તારોમાં કેટલાય હિંદુઓ પર હુમલા થયા છે પણ ભારતે આ મામલે કંઈ ખાસ કહ્યું નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












