ટી-20 વર્લ્ડકપ : ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી-20 મૅચનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલમિનના વડા અસદુદ્દીન ઔવેસીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 મૅચ પર સવાલ ઉઠાવ્યા છે અને ચીન પ્રત્યે નરમ વલણ અપનાવવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
ઇદની પૂર્વ સંધ્યાએ હૈદરાબાદમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ઔવેસી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સહિત અનેક વિષય પર બોલ્યા હતા.

ઇમેજ સ્રોત, ANI
ભાજપના કેટલાક નેતા પણ પાકિસ્તાન સાથેના ટી-20 મૅચ સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપમાં તા. 24મી ઑક્ટોબરે ભારત તથા પાકિસ્તાનની વચ્ચે મૅચ રમાશે.

'ભારતીયોના જીવ સાથે ટી-20'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઔવેસીએ હૈદરાબાદ ખાતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કહ્યું હતું, "અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા માગીશું કે ભારતીય સેનાના નવ સૈનિક માર્યા ગયા અને 24મી તારીખે પાકિસ્તાનની સાથે ટી-20 મૅચ યોજાશે? શું મોદીજી તમે જ નહોતા બોલ્યા કે 'ફોજ મરી રહી છે અને મનમોહનસિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે.' નવ સૈનિક માર્યા ગયા અને તમે ટી-20 મૅચ રમશો?"
ઔવેસીએ ઉમેર્યું હતું, "પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીય લોકોના જીવ સાથે ટી-20 રમી રહ્યું છે. બિહારના ગરીબ શ્રમિકોની હત્યાઓ થઈ રહી છે. ટાર્ગેટેડ કિલિંગ થઈ રહ્યાં છે. આઈબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો) તથા અમિત શાહ શું કરી રહ્યાં છે? કાશ્મીરમાં ઇન્ટેલિજન્સ શું કરી રહ્યું છે. સરહદપારથી હથિયાર આવી રહ્યાં છે અને તમે મૅચ રમશો?"
ઔવેસીએ પાકિસ્તાન સાથેના સિઝફાયર પર સવાલ ઉઠાવ્યા હતા. ઔવૈસીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ તથા ભારતીય સીમામાં ચીનના સૈનિકો વિશે ક્યારેય બોલતા નથી.
આ પહેલાં મોદી સરકારમાં મંત્રી ગિરિરાજસિંહ પણ માગ કરી ચૂક્યા છે કે બંને દેશો વચ્ચેની તંગ પરિસ્થિતિને કારણે પાકિસ્તાન સાથેની મૅચ પર પુનર્વિચાર થવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગિરિરાજસિંહ બિહારના છે તથા કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત, શીખ ઉપરાંત પરપ્રાંતીય નાગરિકોનું ટાર્ગેટેડ કિલિંગ થઈ રહ્યું છે, ત્યારે પત્રકારોના એક સવાલના જવાબમાં ગિરિરાજસિંહે આ વાત કહી હતી.
આ અંગે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસના નેતા તથા બીસીસીઆઈ (બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું, 'અમે આ હુમલાઓની ટીકા કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી મૅચનો સવાલ છે, તે આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે અને બોર્ડ તેમાંથી એમ જ ન ખસી શકે."

આમ આદમી પાર્ટીનો પણ વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
આ મૅચનો વિરોધ કરનારા નેતાઓમાં હવે આમ આદમી પાર્ટીના નેતા પણ જોડાયા છે.
પાર્ટીના દિલ્હીનાં ધારાસભ્ય આતિશી માર્લેનાએ પણ આ મૅચને રદ કરવાની માગ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આતિશી માર્લેનાએ કહ્યું, "ન માત્ર 'આપ' પણ ભાજપ અને વડા પ્રધાન સહિત તેમનું નેતૃત્વ પણ માનશે કે જ્યારે દેશમાં આવા ચરમપંથી હુમલાઓ અને નિશાન બનાવીને કરાતા હુમલાઓ ન રોકાય ત્યાં સુધી આવી મૅચ રમવી યોગ્ય નહીં ગણાય."
કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે ભારતે પાડોશી દેશને પાઠ ભણાવવા માટે 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે નિર્ધારિત ટી-20 વર્લ્ડકપ મૅચ ન રમવી જોઈએ.

કાશ્મીરમાં હિંસાનો ઘટનાક્રમ

ઇમેજ સ્રોત, ANI
ઑક્ટોબર મહિનામાં કાશ્મીરમાં એક કાશ્મીરી પંડિત અને એક શીખ સહિત 12 જેટલા નાગરિકોનું ટાર્ગેટેડ કિલિંગ કરવામાં આવ્યું છે.
મૃતકોમાં બિહાર સહિત અન્ય પ્રાંતમાંથી આવેલા પ્રવાસી શ્રમિકોનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ગત સોમવારથી ભારતીય સેના, અર્ધસૈનિક બળો તથા જમ્મુ-કાશ્મીર પોલીસની ઉગ્રવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે.
આ ઍન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) સહિત નવ જવાન મૃત્યુ પામ્યાં છે.

ભારત, પાકિસ્તાન અને વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images
પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી વર્લ્ડ ટી-20 યોજાઈ રહી છે. ભારત આ ટુર્નામેન્ટનું યજમાન છે, પણ કોવિડની પરિસ્થિતિને કારણે આ ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમિરાતમાં યોજાઈ રહી છે.
આ ટુર્નામેન્ટની મૅચો સંયુક્ત આરબ અમિરાત અને ઓમાનમાં મસ્કત, દુબઈ, અબુધાબી તથા શાહજાહ એમ ચાર સ્થળે રમાશે.
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રમશે. ભારતીય ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વર્લ્ડકપ લાંબો સમય ચાલશે. 29 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 16 ટીમો 45 મૅચ રમશે. 14 નવેમ્બરે ભવ્ય ફાઇનલ રમાશે.
આ મૅચ 24 ઑક્ટોબરે રમાશે. બાદમાં ટીમ ઇન્ડિયા 31 ઑક્ટોબરે ન્યૂઝીલૅન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વૉલિફાય કરનારી ટીમ સામે રમશે.
સુપર ટ્વેલ્વ તબક્કાની મૅચો 23 ઑક્ટોબરથી રમાવી શરૂ થશે અને એ તબક્કાની મૅચો આઠમી નવેમ્બરે પૂર્ણ થશે. આઠમી નવેમ્બરથી જ નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે, જે 10 નવેમ્બરે પૂર્ણ થશે અને 14 નવેમ્બરે ફાઇનલ રમાશે.
ભારત આ ફૉર્મેટમાં એકમાત્ર 2007માં વિશ્વવિજેતા બન્યું હતું. એ વખતે એમ.એસ. ધોનીના વડપણ હેઠળની યુવાન ટીમે તેની ક્ષમતા પુરવાર કરી બતાવી હતી.
2007ના ટી-20 વર્લ્ડકપમાં શાહિદ આફ્રિદી મૅન ઑફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. ભારતનું કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન 2009માં વિજેતા બન્યું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












