કોહલી અને શાસ્ત્રીની જોડીની વિદાય બાદ ભારતીય ક્રિકેટને ફાયદો થશે કે નુકસાન?
ભારતીય ક્રિકેટ હાલમાં સ્થિર છે અને મોટા ભાગના ખેલાડીઓ આઈપીએલમાં રમવામાં વ્યસ્ત છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાઈ રહેલી આ ટી20 ક્રિકેટ લીગ બાદ તરત જ ટી20 વર્લ્ડ કપ યોજાશે.
વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો તબક્કો શરૂ થનારો છે, કેમ કે તેના નિયમિત સુકાની વિરાટ કોહલીએ હવે ટીમની કપ્તાની છોડવાનો નિર્ણય લીધો છે.

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો કોહલીએ એવો દાવો કર્યો છે કે લિમિટેડ ઑવરના ક્રિકેટમાં તે હવે માત્ર બૅટ્સમૅન તરીકે ફૉક્સ કરવા માગે છે, પરંતુ અંદરખાને કાંઈક અલગ જ રંધાઈ રહ્યું હોવાની વાત ચાલી રહી છે.
વિરાટ કોહલીએ એવી દલીલ કરી છે કે તેઓ તેમની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કૅપ્ટન્સી છોડી રહ્યા છે.
હવે આ બાબત જાહેર છે કે કોહલી ટેસ્ટ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન છે અને એક બૅટ્સમૅન તરીકે જો તેમને ટેસ્ટમાં જ ફોક્સ કરવું હોય તો તેમણે ખરેખર તો ટેસ્ટ ટીમની આગેવાની ત્યજી દેવાની જરૂર હતી.

કોહલી અને શાસ્ત્રી બાદ શું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અહીં એવી અનુભૂતિ થયા વિના રહે નહીં કે કોહલીને દુખે છે પેટ અને કૂટે છે માથું.
ટેસ્ટની બેટિંગ પ્રત્યે ધ્યાન આપવું હોય તો તેમણે ત્યાંથી જવાબદારીમાંથી મુક્ત થવાની જરૂર હતી તેને બદલે તેઓ રમતના સૌથી નાનકડા ફૉર્મેટ એટલે કે ટી20માંથી રાજીનામું આપવાની વાત કરી છે. જ્યાં ખરેખર તો મૅચ દરમિયાન કૅપ્ટને ઓછી કામગીરી બજાવવાની હોય છે.
ગમે તે હોય પણ એટલું તો નિશ્ચિત જ છે કે વિરાટ કોહલીની કૅપ્ટન તરીકેની વિદાય અને સાથેસાથે તેમના માનીતા કોચ રવિ શાસ્ત્રીની કોચપદેથી વિદાય બાદ ભારતીય ક્રિકેટનાં સમીકરણો બદલાઈ જવાનાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોગાનુયોગે બંનેનો કાર્યકાળ આગામી ટી20 વર્લ્ડ કપ સાથે જ પૂરો થઈ જશે.
હવે કોહલીની કૅપ્ટન તરીકેની વિદાયથી ભારતીય ક્રિકેટ પર કેવી અસર પડશે તે અંગે વાત કરીએ.
ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને પસંદગીકારો અવારનવાર કહેતા આવ્યા છે કે તેઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ તમામ પગલાં ભરતા હોય છે.
આમ આ ભાવિ પગલાનો સમય આવવાની તૈયારીમાં છે. ભારતને છેલ્લા કેટલાક સમયથી સુકાનીપદ માટે ખાસ સમસ્યા રહી નથી.
મહેન્દ્રસિંહ ધોનીએ 2007માં ટીમની આગેવાની લીધી અને તેમની નિવૃત્તિ બાદ આ હોદ્દો વિરાટ કોહલીએ સંભાળ્યો.
ભારતે આમ જોવા જઈએ તો છેલ્લા દોઢેક દાયકામાં આ બે સુકાની સાથે જ પર્ફૉર્મન્સ કર્યું છે અને તેને કોઈ નવા સુકાનીની જરૂર પડી નથી.
જોકે વચ્ચે કેટલાક સમય માટે અથવા તો જરૂર પડી હોય ત્યારે રોહિત શર્માએ લિમિટેડ ઓવર્સમાં અને અજિંક્ય રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં નેતૃત્વ સંભાળ્યું છે, પરંતુ તેમ છતાં એકંદરે તો ધોની અને કોહલીએ જ સુકાનીની ધૂરા સંભાળી છે પણ હવે પરિવર્તનનો સમય આવી ગયો છે.
વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ બાદ રમતના આ સૌથી ટચુકડા ફૉર્મેટમાંથી કપ્તાની છોડી દેવાની જાહેરાત કરી છે અને સાથેસાથે માત્ર વન-ડે અને ટેસ્ટ તરફ જ ફોક્સ કરવાની પણ સ્પષ્ટતા કરી દીધી છે તેમ છતાં નિષ્ણાતો અને ભારતીય ક્રિકેટ સાથે નજીકથી સંકળાયેલાં વર્તુળો અલગ જ વિચારી રહ્યાં છે.

કોના પર નજર?

ઇમેજ સ્રોત, REUTERS/FRANCIS MASCARENHAS
વિરાટ કોહલીની સફળતામાં કોચ રવિ શાસ્ત્રીનું પણ એટલું જ યોગદાન રહ્યું છે. એક પ્રકારે કોહલી-શાસ્ત્રીની જોડી હતી જેણે છેલ્લાં પાંચેક વર્ષમાં ભારતને ઘણી સફળતા અપાવી છે. ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં આ ગાળામાં લગભગ સતત નંબર વન રહી છે.
આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા (બે વાર) અને ઇંગ્લૅન્ડની ધરતી પર ભારતે તમામ પ્રકારનાં ફોર્મેટમાં સફળતા હાંસલ કરી છે. ભારતીય ટીમ અત્યારે સમગ્ર વિશ્વની તમામ ટીમને ભારે પડી રહી છે તેમાં કોહલી-શાસ્ત્રીનું અમૂલ્ય યોગદાન છે.
વિરાટ કોહલીની પ્રતિષ્ઠા એક આક્રમક સુકાનીની રહી છે. તે કદાચ વધુ પડતું રિએક્ટ કરતા હશે જે પરંપરાગત ક્રિકેટના સમર્થકોનો પસંદ પડે નહીં તેમ છતાં તેણે એક સંકેત તો આપી જ દીધો છે કે આજની ભારતીય ટીમ વિશ્વની કોઈ પણ ટીમનો પ્રતિકાર કરવામાં ખચકાતી નથી.
હવે રોહિત શર્મા કે લોકેશ રાહુલમાંથી કોઈને ભારતની ટી20 ટીમની આગેવાની સોંપાઈ શકે તેમ છે.
રોહિત શર્મા આ માટેનો પ્રબળ દાવેદાર છે પરંતુ સુનીલ ગાવસ્કરે તાજેતરમાં જ રોહિત શર્મા નહીં પણ લોકેશ રાહુલની તરફેણ કરી છે.
તેમની દલીલ એવી છે કે રોહિત કરતાં રાહુલ યુવાન હોવાથી તેની પાસે લાંબા સમય સુધી ક્રિકેટ રમવાની તક રહેલી છે. આ સંજોગોમાં અત્યારથી જ રાહુલને આગેવાની સોંપાય તો આગામી વર્ષોમાં તે ઘડાઈ જશે.
બીજું વિરાટ કોહલી એક બૅટ્સમૅન તરીકે તો ટીમની સાથે જ રહેવાના છે.

ધોની હાજરી કેટલો ફાયદો કરાવશે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે વાત આટલેથી પૂરી થતી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ માટે ટીમની સાથે ધોનીને મેન્ટર તરીકે મૂકી દીધા છે.
ધોનીની હાજરીથી ખેલાડીનાં પ્રદર્શનમાં કેટલો ફરક પડી જાય છે તે કહેવાની જરૂર નથી.
તેઓ ચેન્નાઈ માટે આઇપીએલમાં રમતા હોય કે ભારત માટે ઇન્ટરનેશનલ મૅચમાં રમતા હોય, ધોની ગમે ત્યારે મૅચનું પાસું પલટી નાખવા માટે જાણીતા છે.
તેમની કેટલીક રણનીતિ અન્ય તમામ સુકાનીઓ કરતાં તદ્દન ભિન્ન રહી હતી અને સફળ પણ રહી હતી.
આ ઉપરાંત ધોની સાચા અર્થમાં કૅપ્ટન છે. તેમનું મેન-મૅનેજમૅન્ટ ઘણો ફરક પાડી દે છે.
વિરાટ કોહલી આક્રમક કૅપ્ટન હતા, તેમણે ભારતને અઢળક સફળતા અપાવી હતી તે કબૂલ પણ તેઓ ક્યારેય મૅન-મૅનેજમેન્ટનો માસ્ટર બની શક્યો નહોતો.
તેઓ ક્યારેય ખેલાડીઓના પોતીકા બની શક્યા નહોતા. ખાસ કરીને બૉલરોના કૅપ્ટન બની શક્યા નહોતા. જ્યારે ધોની તેમના બૉલર માટે આશીર્વાદ સમાન હતા.
એક જમાનામાં મનસુરઅલીખાન પટૌડી, અજિત વાડેકર અને સુનીલ ગાવસ્કર પણ તેમના બૉલરોને સારી રીતે સમજવામાં થાપ ખાઈ જતા હતા.
બિશનસિંઘ બેદી અને કપિલદેવ ખુદ બૉલર હતા, તેથી તેઓ આ બાબતને સારી રીતે સમજી શકતા હતા પરંતુ ધોની બૉલર નહીં હોવા છતાં વિકેટ પાછળ રહીને બૉલરની સમસ્યા સમજી શકતા હતા, જેનો લાભ ભારતીય બૉલરોને અને ખાસ કરીને જસપ્રિત બુમરાહને મળ્યો છે.

ભારતના ફાયદાની વાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં કેટલાંક સમીકરણો બદલાઈ રહ્યાં છે. તેમાં રવિ શાસ્ત્રીને સ્થાને નવા કોચનું આગમન થશે. બીસીસીઆઈ આ માટે અનીલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટીમ સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જોકે અનીલ કુંબલે કેટલી હદે સજ્જ છે તે જોવાનું રહેશે, કેમ કે કોહલી સાથેના વિવાદમાં જ કુંબલેએ કોચપદ છોડ્યું હતું.
રાહુલ દ્રવિડને નેશનલ ક્રિકેટ અકાદમીમાંથી ખસેડવાનું જોખમ લઈ શકાય તેમ નથી. બોર્ડે શ્રીલંકાના મહેલા જયવર્દનેનો સંપર્ક કર્યો છે પણ વિદેશી કોચને લાવવાની પ્રથા ફરીથી શરૂ કરતાં અગાઉ બોર્ડ બે વાર વિચારણા કરશે.
એમ પણ બની શકે કે હાલમાં માત્ર મેન્ટર તરીકે નીમાયેલા ધોનીને કાયમી કોચનો હવાલો સોંપાય અથવા તો ટીમમાંથી કોચનું સ્થાન જ નાબૂદ કરીને માત્ર મેન્ટરથી ચલાવી લેવાય.
ગમે તે હોય પણ ટી20 વર્લ્ડ કપ પછીના ભારતીય ટીમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાં કેટલાક રોમાંચક ફેરફાર થવાના છે તે નક્કી છે.
વિરાટ કોહલીએ મૅન-મૅનેજમૅન્ટમાં પણ થાપ ખાધેલી છે. ભારતીય ક્રિકેટનાં વર્તુળો કહે છે કે કોહલી તેના ખેલાડીઓને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે. કદાચ આ પાસામાં તેમને ધોની જેટલી ફાવટ આવી નથી.
ન્યૂઝીલૅન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતના પરાજયનો દોષ તેમણે સાથી ખેલાડીઓને આપ્યો તે બાબતે ટીમમાં નિરાશા વ્યાપી ગઈ હતી.
આ મામલે ટીમના જ ખેલાડીઓએ બોર્ડના સેક્રેટરી જય શાહ તથા પ્રમુખ સૌરવ ગાંગુલીને ફરિયાદ કરી હોવાનું પણ કહેવાય છે અને આ ફરિયાદ કોહલીની વિદાય માટે કારણભૂત બની હોઈ શકે.
રહી વાત કોહલીની બેટિંગની, તો તે છેલ્લા કેટલાક સમયથી એક બૅટ્સમૅન તરીકે સદંતર નિષ્ફળ રહ્યા છે.
હવે કપ્તાનીની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ તેઓ માત્ર બેટિંગ પર ધ્યાન આપશે તો કદાચ ભારતને અગાઉના કોહલી જોવા મળશે.
એક બૅટ્સમૅન તરીકે કોહલી આજે પણ વર્લ્ડ ક્લાસ છે તેમાં બેમત નથી. તે માત્ર ટેસ્ટ ક્રિકેટ પર જ ફોક્સ કરશે તો ભારતને ફાયદો જ થવાનો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












