You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મહિલાઓને 40 ટકા અનામત મળવાથી પુરુષોને માટે તકો ઘટશે' તામિલનાડુમાં ચાલતો આ વિવાદ શું છે?
તામિલનાડુમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત 30 ટકાથી વધારીને 40 ટકા કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ થનાર પરીક્ષાર્થીઓ કહે છે કે આનાથી પુરુષોને મળતી તકોને ફટકો પડશે. પરંતુ આ દાવાઓ પાછળ સત્ય શું છે?
તામિલનાડુમાં મહિલાઓને પહેલાંથી જ સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત મળેલી હતી. 13 સપ્ટેમ્બરના રાજ્ય સરકારે આને વધારીને 40 ટકા કરી નાખી. રાજ્યના નાણા અને માનવસંસાધન મંત્રી પલાનીવેલ ત્યાગરાજને વિધાનસભામાં આની જાહેરાત કરી હતી.
સરકારના આ પગલાથી સરકારી કાર્યાલયોમાં મહિલાઓની સંખ્યા વધી ગઈ. અલગઅલગ સૅક્ટરોના ઘણા લોકોએ સરકારાના આ પગલાનું સ્વાગત કર્યું છે.
1989 માં એમ કરુણાનિધિના શાસનકાળમાં મહિલાઓની નોકરીમાં 30 ટકા અનામત આપવામાં આવી હતી. હવે તેમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
જોકે પુરુષ પ્રતિસ્પર્ધીઓને લાગે છે કે 30 ટકા અનામત મારફતે મહિલાઓને મોટાભાગની નોકરીઓ મળી રહી હતી, હવે અતિરિક્ત અનામત આપવાથી પુરુષો માટેની તકો ઘટી જશે.
તામિલનાડુ લોકસેવા પંચ પરીક્ષાના એક ટ્રેનર ઇય્યાસામી કહે છે, "પરીક્ષા પૂરી થયા પછી જ્યારે અંતિમ યાદી બને છે ત્યારે એ યાદીમાં મહિલાઓની ટકાવારી જોવી પડે છે. જો 40 ટકા મહિલાઓ હોત તો પછી અનામત લાગુ ન થવી જોઈએ. પરંતુ રૅન્કમાં જો 40 ટકા મહિલાઓ હોય તો મહિલાઓ માટે આરક્ષણ લાગુ થાય છે. આમાંથી પુરુષો માટેની અવસરો ઘટી જાય છે."
તામિલનાડુ લોકસેવા પંચના પરિણામ મુજબ ગ્રૂપ એક અને બેની નોકરીઓમાં મહિલાઓના પાસ થવાની ટકાવારી ઊંચી રહે છે. ગ્રૂપ એકમાં મહિલાઓ 75 ટકા બેઠકો લઈ જાય છે અને ગ્રૂપ બેમાં મહિલાઓ 60 ટકા બેઠકો લઈ જાય છે. નીચલી શ્રેણી જેમ કે ગ્રૂપ ચારની પરીક્ષાઓમાં પુરુષ ઉમ્મેદવારો વધારે ચૂંટાય છે.
એવામાં કેટલાક ટ્રેનર માને છે કે અનામતને 50-50 ટકામાં વહેંચી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુરુષો માટેના અવસરો ઘટી જશે?
માનવસંસાધન વિકાસ વિભાગના પૉલિસી રિપોર્ટ પણ આવી જ તસવીર રજૂ કરે છે. 30 ટકા અનામત છતાં મહિલાઓએ તામિલનાડુ લોકસેવા પંચની ભરતીઓમાં વધારે નોકરીઓ પ્રાપ્ત કરી છે.
જોકે કરુણાનિધિ આ સિદ્ધાંતથી સહમત નથી. તેઓ કહે છે, "જ્યારે પહેલી વખત અનામત આપવામાં આવી ત્યારે સવર્ણ વર્ગોએ પણ અવસર ઘટી જવાની વાત કરી હતી. અત્યારે પુરુષો પણ આવું જ કહી રહ્યા છે. મહિલાઓને બધી પરીક્ષાઓમાં વધારે અંક મળે છે તો સ્પષ્ટ રીતે તેમને બેઠકો પણ વધારે મળશે, આમાં ફરિયાદ કરવાની વાત છે જ નહીં."
ત્યારે શંકર આઈએએસ અકાદમીના શિવાબાલન કહે છે કે બે-ત્રણ વર્ષોથી જ અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે હવે આંકડા તરત જારી કરવામાં આવે છે.
શિવાબાલન કહે છે, "સરકારને સરકારી નોકરીઓમાં મહિલાઓ અને પુરુષોના અનુમાતનો પૂરો ડેટા જાહેર કરવો જોઈતો હતો અને પછી અનામતની ટકાવારી વધારવી જોઈતી હતી. તેમણે એવું ન કર્યું તેના કારણે વિરોધ થઈ રહ્યો છે. ભલે 1989થી જ મહિલાઓ માટે અનામત લાગુ હોય પરંતુ અત્યાર સુધી સરકારી નોકરીઓમાં મહિલાઓની ટકાવારી 50 ટકા સુધી નથી પહોંચી. જ્યારે અમે આ આંકડા હાંસલ કરી લેશું ત્યારે પણ ભરતીઓમાં 50-50ની ફૉર્મ્યુલાની વાત કરી શકીએ છીએ. આપણે આ મુદ્દાને આંકડાની નજરથી ન જોવો જોઈએ, આપણે આખા પરિદૃશ્યમાં શું મહત્ત્વપૂર્ણ છે."
મહિલા અનામતમાં વૃદ્ધિની સામે અભિયાન
1929માં જ્યારે આત્મસન્માન સંમેલન થયું હતું ત્યારે ઈપી રામાસ્વામી પેરિયારે બધી સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 50 ટકા અને શાળાઓમાં શિક્ષકોની નોકરીઓમાં સો ટકા અનામતની માગ કરી હતી.
શિવાબાલન કહે છે, "આ એલાન મારફતે તામિલનાડુ સરકાર એ પ્રસ્તારની નજીક પહોંચી રહી છે. અમે બધા ખુશ છીએ. શાળા પરીક્ષાઓમાં સહિત બધી પરીક્ષાઓમાં બાળકીઓ વધારે અંક હાંસલ કરે છે. પોતાની સમજ, બુદ્ધિમત્તા અને મહેનત મારફતે તેઓ વધારે બેઠકો મેળવે છે. આપણે તેના માટે અનામતને જવાબદાર ન ઠેરવી શકીએ."
ત્યારે પુરુષ પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેઓ સરકારના આ નિર્ણય વિશે સાંભળ્યા બાદ આઘાતમાં છે. અત્યારે ટ્વિટર પર સરકારના નિર્ણયની સામે અભિયાન ચલાવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો