You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Apple iphone 13: શું છે નવા ફિચર્સ અને ઍપલની ઇવેન્ટમાં ‘દમ મારો દમ’ ગીત પર કેમ થયો વિવાદ?
ઍપલની વાર્ષિક ઇવેન્ટમાં આઈફોન 13, ઍપલ વોચ, આઈપેડ સહિતની પ્રોડક્ટ લૉન્ચ કરવામાં આવી છે. કંપનીના CEO ટીમ કુકે આ પ્રોડક્ટ લૉન્ચ કરી હતી. કંપનીએ આઈફોન 13, આઈફોન 13 પ્રો, આઈપેડ, આઈપેડ મિની અને ઍપલ વોચ લૉન્ચ કરી છે.
કંપનીનું કહેવું છે કે આ વખતે કંપનીએ ગેમિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે અને ડિસ્પ્લેથી માંડીને પ્રોસેસર સુધીમાં કંપનીએ ગેમિંગને ધ્યાને રાખીને કામ કર્યું છે.
આઈફોન 13ની કિંમત કેટલી?
આઈફોન 13 Proની કિંમત 999 ડૉલર એટલે કે લગભગ 73 હજાર રૂપિયા, Maxની કિંમત 1,099 ડૉલર એટલે કે લગભગ 81 હજાર રૂપિયાથી શરૂ થાય છે.
તેનું વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે, આજે ટોટલ ચાર નવા આઈફોન લૉન્ચ કરવામાં આવ્યા છે.
આઈફોન 13ની કિંમત અમેરિકામાં 799 ડૉલરથી શરૂ થાય છે, એટલે કે લગભગ 60 હજાર રૂપિયા.
જોકે આ તમામ કિંમતો યુએસ માર્કેટની છે. ભારતમાં આઈફોનની કિંમત ટૅક્સ અને ડ્યૂટીને પગલે વધુ રહેતી હોય છે.
જ્યારે આઈફોન મિનીની કિંમત 699 ડૉલર એટલે કે લગભગ 50 હજાર રૂપિયા રહેશે.
આઈફોન 13નાં ફીચર્સ
સ્ટોરેજની વાત કરીએ તો હવે 64 GBની જગ્યાએ 128 GB સ્પેસ આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈફોન 13ની ડિસ્પ્લે સાઇઝ 6.1 ઇંચ છે, જ્યારે મિનીની સાઇઝ 5.4 ઇંચ છે.
પાછલી જનરેશનના આઇફોનની સરખામણીએ આ આઇફોનમાં વધુ બૅટરી બૅકઅપ મળશે.
કંપની પ્રમાણે આઈફોન 13 Proને પૂર્ણ ચાર્જ કરવાથી એક દિવસ ચાલી શકે છે, જોકે કંપનીએ બૅટરી કેટલા પાવરની છે, તેની જાણકારી નથી આપી.
ઍપલ ઇવેન્ટમાં કહેવામાં આવ્યું કે આગામી સમયમાં ફિલ્મમેકર્સ આઈફોન 13 Proથી ફિલ્મ બનાવશે.
આઈફોન 13નો કૅમેરા કેવો છે?
આ વખતે કંપનીએ કૅમેરામાં કંઈક નવું ઉમેર્યું છે અને તેને સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે. સબ્જેક્ટનું ફોકસ વીડિયો દરમિયાન ચૅન્જ કરી શકો છો.
ફોનમાં A15 Bionic ચિપસેટ અને ઓલેડ ડિસ્પ્લે છે, આ નવું પ્રોસેસર છે તથા ડિસ્પ્લેની બ્રાઇટનેસ વધારે છે.
જોકે જ્યાં સુધી ડિઝાઇનની વાત છે, તો ઍપલે જૂની ડિઝાઇન સાથે જ આઈફોન 13 લૉન્ચ કર્યો છે.
ઍપલે બીજું શું લૉન્ચ કર્યું?
ઍપલ વોચ સિરીઝ 3 અને વોચ SEને લાઇન-અપમાં રખાઈ છે. વોચ સિરીઝ 7 ની કિંમત 399 ડૉલર એટલે કે અંદાજે 29 હજાર રૂપિયાથી શરૂ થશે.
જોકે આ યુએસનો બજારભાવ છે, ભારતમાં કિંમત આનાથી વધુ રહેશે તે સ્વાભાવિક છે.
ઉપરાંત આઈપેડ મિની પણ લૉન્ચ કર્યું છે, તેમાં 4K રેકર્ડિંગ કરવાનું ફીચર્ચ પણ આપ્યું છે તથા તેમાં A13 બાયૉનિક ચિપસેટ આપવામાં આવ્યું છે. તે 5G સપોર્ટ કરે છે.
કંપની આઈપોડ 3 પણ લૉન્ચ કરશે.
લગભગ બે કલાક સુધી ચાલેલી ઍપલની ઇવેન્ટમાં કંપનીએ માહતી આપી હતી કે 17 સપ્ટેમ્બરથી પ્રિ-ઑર્ડર લેવાનું શરૂ કરશે.
અત્રે નોંધવું રહ્યું કે ઍપલની ઇવેન્ટની દર વર્ષે શું નવું આવશે અને શું લૉન્ચ કરશે એ માટે આતુરતાથી રાહ જોવાય છે.
ઍપલે ઇવેન્ટમાં 'દમ મારો દમ' ગીત વગાડ્યું?
ઍપલ કંપનીની ઇવેન્ટ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે અને તેની ચર્ચા થતી હોય છે.
આ વખતે ઍપલે લૉન્ચ કરેલા આઈફોન-આઈપેડની સાથે-સાથે એક ગીતની પણ ચર્ચા છેડાઈ છે, આ ગીત છે 'દમ મારો દમ'.
વાત એમ છે કે ઇવેન્ટમાં ઍપલે એક જાહેરાત ચલાવી હતી. જેમાં એક ડિલિવરી બૉય ડિલિવરી માટે આઈફોન વાપરે છે અને તે જે જગ્યાએ ડિલિવરી કરવા જાય છે, તે દૃશ્યોમાં બૅકગ્રાઉન્ડ સંગીત તરીકે 'દમ મારો દમ' જેવા ગીતની ધૂન વાગી રહી છે.
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનું માનવું છે કે ઍપલે બોલીવૂડનું ગીત વાપર્યું છે.
ઍપલની ઇવેન્ટમાં આઈફોન લૉન્ચનો પ્રોમો શરૂ થયો કે તરત ભારતના સોશિયલ મીડિયામાં યુઝર્સ તૂટી પડ્યા અને કહેવા લાગ્યા કે આ પ્રોમોમાં જે ધૂન છે, એ તો 'દમ મારો દમ' ગીતની છે.
પહેલાં આ ગીત ઝિન્નત અમાન પર ફિલ્માવાયું હતું, જેમાં દેવ આનંદ પણ હતા, જ્યારે નવા વર્ઝનમાં તે દીપિકા પાદુકોણ પર ફિલ્માવાયું હતું.
એક તબક્કે સોશિયલ મીડિયા પર આઈફોનના ફીચર્સ કરતાં આ મુદ્દે વધુ ચર્ચાઓ થવા લાગી હતી.
મૃણાલ દેસાઈ નામના યુઝરે લખ્યું, "હું કસમ ખાઈને કહું છું કે આઈફોન 13ના વીડિયોનું ગીત 'દમ મારો દમ' જેવું લાગે છે. શું આવું માત્ર મને જ લાગી રહ્યું છે?"
ઇવેન્ટને ઑનલાઇન જોઈ રહેલા એક અન્ય યુઝરે લખ્યું, "શું મેં દમ મારો દમનું રિમિક્સ સાંભળ્યું?"
પ્રિયંક નામના યુઝરે લખ્યું, "ઍપલે દમ મારો દમ ગીત વાપર્યું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો