'નીતિન પટેલની દશા અડવાણી જેવી થઈ', સોશિયલ મીડિયામાં લોકોએ બીજું શું કહ્યું?

ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગીથી ફરી એક વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહે સૌને ચોંકાવી દીધા, એવી ચર્ચા સોશિયલ મીડિયામાં છે.

એક તરફ જ્યાં નીતિન પટેલ, સી. આર. પાટીલ, મનસુખ માંડવિયા જેવાં નામો ચર્ચાઈ રહ્યાં હતાં; ત્યાં બીજી તરફ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું.

તેમના નામની જાહેરાત સાથે જ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ હતી અને લોકો મજાકમાં નવા મુખ્ય મંત્રીના નામ પર મીમ્સ શૅર કરી રહ્યા છે.

કેટલાક લોકો એક અજાણા ચહેરાને સીએમ બનાવવા અંગે મજાક કરી રહ્યા છે, તો કોઈ નીતિન પટેલની સરખામણી એલ. કે. અડવાણી સાથે કરી રહ્યા છે.

ટ્વિટર પર મીમ્સનો વરસાદ

‘3 ઇડિયટ્સ’ ફિલ્મનો એ સીન તો તમને યાદ જ હશે જેમાં ‘રેન્ચો’ જ્યારે પહેલા નંબરે આવી જાય છે ત્યારે ‘વાઇરસ’ અને ‘ચતુર’ દુખી થઈ જાય છે. બસ આવી જ કંઈક પરિસ્થિતિ વર્ણવી છે ચાઇનીઝ ચાણક્ય નામના આ ટ્વિટર યૂઝરે.

એક ટ્વિટર ઍકાઉન્ટ યૂઝરે પણ નીતિન પટેલનું દુઃખ લોકોને બતાવ્યું.

ભાર્ગવ રાજગોર નામના એક ટ્વિટર યૂઝરે આ મીમ શૅર કરતાં નીતિન પટેલની મજાક ઉડાવી હતી.

રોનક ઘોષ નામના યુઝરે પણ નીતિન પટેલ અને અડવાણીનું ‘દુઃખ’ મીમ થકી શૅર કર્યું.

તમે ઓળખો છો ભૂપેન્દ્ર પટેલને?

સ્ક્વિરલ સ્કવૉડ નામના ટ્વિટર યૂઝરે ટ્વિટરના લોકોની ‘પરિસ્થિતિ’ વર્ણવી

મિતેષ ચૌહાણ નામના ટ્વિટર યુઝરે આવું મીમ શૅર કર્યું હતું.

તો જય પ્રજાપતિ નામના યૂઝરે કંઈક આ રીતે મજા લીધી.

મયંક નામના યૂઝરે આ પ્રમાણે ટ્વીટ કર્યું:

તો શિવાંશ મિશ્રાએ આ રીતે મજાક ઉડાવી.

જોકે, એવા લોકો પણ છે જેમણે ભૂપેન્દ્ર પટેલના CM બનવાની વાતને હકારાત્મક રીતે લીધી છે.

મિસ્ટર સિન્હા નામના ટ્વિટર યૂઝર લખે છે, “ભૂપેન્દ્ર પટેલ વિશે તમે ક્યારેય સાંભળ્યું નથી, એનો એ મતલબ નથી કે તેઓ ગુજરાતના CMની પોસ્ટ માટે યોગ્ય નથી."

"જ્યારે મોદીજીને ગુજરાતના સીએમ બનાવ્યા હતા, ત્યારે સામાન્ય પ્રજા તેમને પણ ઓળખતી ન હતી. તેઓ તે સમયે સાંસદ પણ ન હતા. ભાજપે તેમને સીએમ બનાવ્યા અને ઇતિહાસ સર્જ્યો.”

કોણ છે ભૂપેન્દ્ર પટેલ?

ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને કૉંગ્રેસના શશિકાંત પટેલ સામે નોંધપાત્ર માર્જિન સાથે જીત મળી હતી.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ અંડર ગ્રૅજ્યુએટ છે.

તેઓ વ્યવસાયે બિલ્ડર છે, તેઓ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોઈ પણ ખાતાના મંત્રી રહી ચૂક્યા નથી.

જોકે તેઓ પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થા સરદારધામના ટ્રસ્ટી છે. તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો