You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના ખેડૂત પરિવાર પર સરેરાશ દેવામાં 57.7 ટકાનો વધારો - TOP NEWS
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ દેશના ખેડૂત પરિવારો પર સરેરાશ દેવામાં 57.7 ટકાનો વધારો થયો છે.
નેશનલ સ્ટેટિક્સ ઑફિસના સર્વે રિપોર્ટ મુજબ, વર્ષ 2013માં દેશના ખેડૂત પરિવારો પર સરેરાશ 47 હજાર રૂપિયાનું દેવું હતું, પરંતુ વર્ષ 2018માં તે વધીને 74, 121 રૂપિયા થઈ ગયું છે.
ભારત સરકારના સ્ટેટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે શુક્રવારે દેશના ખેડૂત પરિવારોની સ્થિતિ પર આ રિપોર્ટ રજૂ કર્યો.
રિપોર્ટ મુજબ વર્ષ 2012-13ની સરખામણીમાં વર્ષ 2018-19માં અલગઅલગ સ્રોતોથી ખેડૂત પરિવારોની સરેરાશ માસિક આવક 59 ટકા વધીને રૂપિયા 10,219 થઈ છે. વર્ષ 2012-13માં આ રકમ રૂપિયા 6,429 હતી.
આવકમાં વૃદ્ધિનો 50 ટકા ભાગ મજૂરીમાં વધારો થવાને કારણે શક્ય બન્યો છે.
વર્ષ 2013માં આ રકમ માસિક રૂપિયા 2,071 હતી જે વર્ષ 2018માં વધીને માસિક રૂપિયા 4,063 થઈ ગઈ હતી.
ભાજપે મંદિર તોડીને હિંદુઓનું અપમાન કર્યું છે : આપ
ગુજરાત આમ આદમી પાર્ટીએ શુક્રવારે ભાજપ શાસિત સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં તોડી પડાયેલા મંદિર મામલે વિરોધ નોંધાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ આદમી પાર્ટીએ મંદિર તોડવાને લઈને કહ્યું કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અંગે માફી માગવી જોઈએ.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને ભારે પોલીસ તહેનાતી વચ્ચે કપોદરા વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં દબાણ હઠાવવાની કાર્યવાહી હેઠળ રામદેવપીર મંદિરને તોડી પાડ્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે મંદિર હિંદુઓની આસ્થાનું પ્રતીક હતું.
તેમણે કહ્યું, "સુરતમાં રામદેવપીર મંદિર અનેક દાયકાઓથી હતું અને હિંદુઓની આસ્થાનું પ્રતીક હતું. કેટલાક લોકો મંદિરે પ્રાર્થના કર્યા પછી જ દિવસની શરૂઆત કરતા હતા."
એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં દેખાય છે કે જેસીબીથી મંદિરને તોડતા જોઈને પૂજારી રડી રહ્યા છે, અમદાવાદમાં આપ નેતાઓની પ્રેસ-કૉન્ફરન્સમાં પણ આ વીડિયો બતાવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં બીબીએ અને બીસીએ કોર્સની હજારો બેઠકો ખાલી રહી જશે?
ગુજરાત યુનિવર્સિટી સાથે સંબંધિત કૉલેજોમાં બીસીએ અને બીબીએની 3,000 બેઠકો ખાલી રહી શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી 38 હજાર બેઠકો પર વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન પૂરું કર્યું છે.
આ વખતે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં માસ પ્રમોશન અપાયું હતું તેથી આશા હતી કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બીસીએ અને બીબીએ કોર્સમાં પ્રવેશ લેશે.
58,000 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન શરૂ કરાવ્યું હતું, પરંતુ તેમાંથી 38,000 વિદ્યાર્થીઓએ જ ફી ભરીને પ્રવેશ લીધો છે.
41 હજાર વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો