અંબાજીમંદિર : દેવુસિંહ ચૌહાણનો ‘બિન-હિંદુ સાથે પ્રવેશ’નો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રચારવેળાએ સોમનાથમંદિરની મુલાકાત લઈ દર્શન કર્યાં હતાં.
આ મુલાકાત સમયે એક વિવાદ થયો હતો કે રાહુલ ગાંધીએ મંદિરમાં બિન-હિંદુ તરીકે રજિસ્ટરમાં 'એન્ટ્રી' કરી પ્રવેશ કર્યો, કેમ કે સોમનાથમંદિરમાં બિન-હિંદુ વ્યક્તિના પ્રવેશ માટે મંદિર પ્રશાસનની મંજૂરી જરૂરી છે.
જોકે બાદમાં બીબીસીએ પડતાલ કરતા બહાર આવ્યુ હતું કે તેમણે એવી રીતે પ્રવેશ નહોતો કર્યો. તેમણે એક સામાન્ય હિંદુ દર્શનાર્થી તરીકે જ પ્રવેશ કર્યો હતો.
ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં વારંવાર મંદિરોમાં બિન-હિંદુના પ્રવેશ મામલે વિવાદો અને ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે.
એક વાર ફરી ગુજરાતમાં આવો વિવાદ થયો છે અને આ વખતે વિવાદના કેન્દ્રમાં છે બનાસકાંઠાનું અંબાજીમંદિર 'શક્તિપીઠ' અને રાજ્યકક્ષાના કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ.
દેવુસિંહ ખેડાથી ભાજપના સાંસદ છે.

શું છે મામલો?

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
ગુજરાતમાંથી ભાજપના સાંસદો જેઓને મોદી સરકારમાં તાજેતરમાં જ મંત્રીપદ અપાયાં છે, તેઓ ગુજરાતમાં જન આશીર્વાદ’ નામની યાત્રા કરી રહ્યા છે.
આ અંતગર્ત રાજ્યકક્ષાના સંદેશાવ્યવહારમંત્રી દેવુસિંહ ચૌહાણે પણ આ પ્રકારની યાત્રા કાઢી હતી. તેઓ બનાસકાંઠાના અંબાજીમંદિરે 16મી ઑગસ્ટે દર્શન કરવા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ અખિલ ભારત હિંદુ સભાએ એક બાબત પ્રકાશમાં લાવી અને વાંધો ઉઠાવ્યો અને તેના કારણે આ મુલાકાતને લઈને વિવાદ થયો છે.
બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર પરેશ પઢિયારે આ મામલે જણાવ્યું કે, "મંદિરમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે કથિતપણે 'બિન-હિંદુ' વ્યક્તિએ પણ પ્રવેશ કર્યો હતો. આથી હિંદુ મહાસભા સહિતનાં હિંદુ સંગઠનો અને પાલનપુર રામજીમંદિરના મહારાજ મહંત રાધવદાસજીએ આ મુદ્દે વાંધો દર્શાવ્યો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પરેશ પઢિયારે વધુમાં જણાવ્યું, "અખિલ ભારત હિંદુ મહાસભાના ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અને માધવરાજ મહારાજ સહિતનાએ કલેક્ટર તથા એસ.પી.ને આવેદનપત્ર આપ્યું છે."
"સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમણે આવેદનપત્રમાં એક માગણી લખી છે અને પ્રતિજ્ઞા લીધી કે હવે તેઓ 26 ઑગસ્ટે સમગ્ર મંદિરનું ગંગાજળથી શુદ્ધીકરણ કરશે."
આ સમગ્ર મામલે બીબીસીએ કેન્દ્રીયમંત્રી દેવુસિંહનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ તેમનો સંપર્ક ન થઈ શક્યો. આથી તેમની સાથે કોણ પ્રવેશ્યું હતું તેની તેમના તરફથી કોઈ પુષ્ટિ નથી થઈ શકી.

"મંદિરમાં 'બિન-હિંદુ'એ પ્રવેશ કર્યો, મંદિરનું શુદ્ધીકરણ કરીશું"

ઇમેજ સ્રોત, Akhil Bhartiya Hindu Mahasabha
પરંતુ પાલનપુરના રામજીમંદિરના મહારાજ મંહત રાધવદાસજીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "એક બિન-હિંદુ (મુસ્લિમ) વ્યક્તિએ મંદિરમાં પ્રવેશ કર્યો છે. તસવીરો પણ છે. અમે એસ.પી. અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને 26મી એ અમે આખા મંદિરનું શુદ્ધીકરણ કરીશું."
સ્થાનિક પત્રકાર પરેશ પઢિયારે બીબીસી સાથે શૅર કરેલ એક તસવીરમાં જોવા મળતી વ્યક્તિ 'બિન-હિંદુ' હોવાના દાવો કરાયો છે.
આ ઘટના અને પ્રકરણ વિશે બીબીસીએ જિલ્લા એસ.પી. તરુણ દુગ્ગલ સાથે વાતચીત કરી.
તેમણે જણાવ્યું, "હા, ઘટના મીડિયાનાં માધ્યમો દ્વારા મારા ધ્યાને આવી છે. પરંતુ મને કોઈ આવેદનપત્ર હજુ પ્રાપ્ત નથી થયું. અમે આ મામલે વધુ જાણકારી મેળવીશું અને જરૂરી લાગતી પ્રક્રિયા તથા કાર્યવાહી આદરીશું."
"કલેક્ટર પ્રશાસનની આ મામલે ભૂમિકા મામલે મને જાણકારી નથી. બની શકે અમારા વિભાગને કોઈ આવેદનપત્ર મળ્યું હોય. હું આ મામલે તપાસ કરાવી લઈશ."
સ્થાનિક પત્રકાર પરેશ પઢિયાર અનુસાર, હિંદુ મહાસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ 26મી ઑગસ્ટે અંબાજીમંદિરનું શુદ્ધીકરણ કરશે.
તેમને ટાંકીને પરેશ પઢિયાર કહે છે, "હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ દેવુસિંહ સાથે મંદિરમાં પ્રવેશેલા કથિત બિન-હિંદુ વ્યક્તિ સામે વાંધો ઉઠાવ્યો છે. અને ઘટનાને વખોડી મંદિર શુદ્ધીકરણની પ્રતિજ્ઞા લીધી છે."
આ મુદ્દે જો કેન્દ્રીયમંત્રી દેવુસિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થશે તો તેને બાદમાં સામેલ કરાશે.

જ્યારે મસ્જિદમાં ભાજપના નેતાએ હનુમાનચાલીસાનું પઠન કર્યું...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગત વર્ષે મથુરામાં ભાજપના સ્થાનિક નેતાએ મસ્જિદમાં હનુમાનચાલીસાનું પઠન કરતા વિવાદ થયો હતો.
જોકે આ પહેલાં મુસ્લિમ સંસ્થા જે સમાજમાં ભાઈચારાના સંદેશ માટે કામ કરે છે તેના સભ્યોએ મથુરા મંદિરમાં નમાજ અદા કરી હતી. જેના જવાબરૂપે ભાજપના નેતાએ મસ્જિદમાં હનુમાનચાલીસાનું પઠન કર્યું હોવાનો નેતાઓએ દાવો કર્યો હતો.
જોકે એ સમયે મંદિરમાં નમાજ અદા કરનારા સામાજિક કાર્યકર્તાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
જે નેતાએ મસ્જિદમાં પ્રવેશ કરી હનુમાનચાલીસાનું પઠન કર્યું હતું તેમણે મસ્જિદના ઇમામ પાસે પહેલાંથી જ મંજૂરી લીધેલી હતી. અને તેઓ સમયે સમયે મસ્જિદની મુલાકાત અગાઉ પણ લેતા રહેતા હતા.
આથી પોલીસે તેમની સામે કેસ દાખલ નહોતો કર્યોં કે ન કાર્યવાહી કરી હતી.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સોમનાથમંદિર, દ્વારકામંદિરમાં 'બિન-હિંદુ' વ્યક્તિએ પ્રવેશ પહેલાં મંદિરના મૅનેજમૅન્ટની પરવાનગી લેવી પડે છે.
રાહુલ ગાંધી સંબંધિત વિવાદ થયો હતો ત્યારે સોમનાથમંદિરના સેક્રેટરી (જેઓ ખુદ એક પૂર્વ આઈએએસ અધિકારી છે)એ બીબીસીને જણાવ્યું હતું કે, "સોમનાથમંદિરના સુરક્ષા અને વ્યવસ્થાતંત્રના સુચારુ નિયમન માટે બનાવેલા નિયમ હેઠળ એક રજિસ્ટર રાખવામાં આવે છે. જેમાં એન્ટ્રી કરીને 'બિન-હિંદુ' વ્યક્તિ મંદિરમાં પ્રવેશી શકે છે. મંદિરમાં પ્રવેશ માટે આવી વ્યક્તિએ પહેલાં મંજૂરી લેવી પડે છે."

શું હિંદુ મસ્જિદમાં અને મુસ્લિમ મંદિરમાં પ્રવેશી શકે? પ્રાર્થના કરી શકે?

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
દેશમાં કેટલાંક ઉદાહરણો એવાં જોવાં મળે છે, જેમાં વર્ષો જૂનાં ધાર્મિક સ્થળોની સમુદાયો ભાઈચારાથી સારસંભાળ રાખે છે. જેમ કે હિંદુ સમુદાય મસ્જિદની દેખરેખ રાખે છે, તો મુસ્લિમ સમુદાય મંદિરોની દેખરેખ રાખે છે.
પંજાબમાં પણ ગુરુદ્વારા અને દરગાહ કે મસ્જિદની દેખરેખ શીખ સમુદાય રાખતો હોય એવાં ઉદાહરણો જોવાં મળ્યાં છે.
ધાર્મિક અને સામાજિક બાબતોના નિષ્ણાતો આવાં ઉદાહરણોને સમાજના એક હકારાત્મક પાસા તરીકે જુએ છે.
તેમના મતે જ્યારે અલગ-અલગ ધર્મના સમુદાયો એકબીજાનાં ધાર્મિક સ્થળો માટે આટલી કાળજી અને લાગણી ધરાવે તે સમાજ અને રાષ્ટ્ર બંને માટે ખૂબ જ સારી વાત છે. આ ધાર્મિક સૌહાર્દ છે.
જોકે ઘણી વખત ધાર્મિક સ્થળોમાં પ્રવેશના મુદ્દાઓને રાજકીય રંગ આપવામાં આવતો હોવાનું પણ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે.

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
આથી સવાલ એ થાય છે કે શું ભારતમાં કોઈ હિંદુ વ્યક્તિ મસ્જિદમાં જઈ શકે? શું કોઈ મુસ્લિમ વ્યક્તિ મંદિરમાં જઈ શકે?
આ મામલે બીબીસીએ વરિષ્ઠ પત્રકાર અને એડવોકેટ રામદત્ત ત્રિપાઠી સાથે વાતચીત કરી. તેઓ અયોધ્યા મંદિર મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સમયે પણ ધાર્મિક બાબતો અને મંદિર-મસ્જિદ નિયમન મામલે વિશ્લેષણ માટે સક્રિય જોવા મળ્યા હતા.
તેમણે બીબીસીને જણાવ્યું, "બંધારણ અનુસાર દરેક સમુદાયને દેશમાં પોતાના ધર્મની જાળવણી કરવાનો અધિકાર છે. બીજી તરફ સરકાર દ્વારા ચાલતા અને સરકારના ભંડોળથી ચાલતી દરેક જાહેર સેવાઓ અને સ્થળો પર દરેક વ્યક્તિ સમાન હકોથી પ્રવેશ લઈ શકે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
"પરંતુ વાત જ્યારે સમુદાયો દ્વારા ચાલતા ધાર્મિક સ્થળોની હોય, તો તેમાં બંધારણ તે મંદિર કે મસ્જિદના મૅનેજમૅન્ટ અને સંબંધિત સમુદાયને ધાર્મિક સંવેદશીલતાના આધારે પરિસરનું નિયમન કરવાની છૂટ આપે છે."
"એનો અર્થ કે આ પરિસરોમાં પ્રવેશ અને વ્યવસ્થા મામલે નિયમો બનાવવાનો અધિકાર સંબંધિત સમુદાય અને ટ્રસ્ટનો છે. તે જો કોઈ પ્રવેશ નિયમ બનાવે તો તેનું પાલન કરવું અને તેને સન્માન આપવું જોઈએ."
"વળી જ્યાં સુધી ધાર્મિક સ્થળ એક સંવેદનશીલ સ્થળ હોવાથી અને ધાર્મિક બાબત પણ સંવેદનશીલ મુદ્દો હોવાથી દરેક સમુદાયે એકબીજાની આ લાગણી અને સંવેદનશીલતાનું માન રાખવું જોઈએ."
તેઓ કહે છે, "જો કોઈ પ્રવેશ મામલે નિયમ છે, તો તેનું સન્માન કરવું જોઈએ. જોકે તેમ છતાં સમુદાયોએ સહિષ્ણુ પણ રહેવું જોઈએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
"ઘણી વખત સમાજમાં રિવાજો પણ કાયદા જેટલા જ મહત્ત્વના હોય છે એટલે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ."
"આથી મંદિરમાં પ્રવેશ મામલે નિયમ હોય તો તેને કોઈ પ્રકારનો ભેદભાવ ન કહી શકાય. દરેક સમુદાયને તેની ધાર્મિક બાબતો મામલે નિર્ણય કરવાનો અધિકાર છે. શરત એ કે તે બંધારણને અનુરૂપ અને સમાજમાં ભાઈચારાને પ્રોત્સાહિત કરતું હોય."
દરમિયાન બીબીસીએ એ પણ જાણવાની કોશિશ કરી કે શું અંબાજીમંદિરમાં પણ સોમનાથમંદિરની જેમ કોઈ નોટિસ કે નિયમ બનાવેલ છે, જેમાં મંદિરપ્રવેશ મામલાના નિયમો સામેલ હોય.
આ મામલે સ્થાનિક પત્રકાર પરેશ પઢિયારે જણાવ્યું કે, "અંબાજી શક્તિપીઠ મંદિરના મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલા એક પદાધિકારી અનુસાર આ મંદિરમાં એવા કોઈ નિયમ નથી કે બિન-હિંદુ વ્યક્તિ મંદિરમાં પ્રવેશી નથી શકતી કે ન કોઈ પૂર્વમંજૂરીનો નિયમ છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














