'લવજેહાદ' કાયદો : ‘હવે આંતરધર્મીય લગ્નમાં કલેકટરની પરવાનગી જરૂરી નહીં’ - ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશન હાઈકોર્ટે ફગાવી

19 ઑગસ્ટના રોજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)ના કાયદા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કથિત લવજેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે તત્કાળ રોક લગાવી દીધી હતી.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, 19 ઑગસ્ટના રોજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)ના કાયદા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કથિત લવજેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે તત્કાળ રોક લગાવી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ) સામેની પિટિશનમાં જે વચગાળાનો આદેશ કરી સ્ટે આપ્યો હતો તેની સામેની ફેરવિચારણાની અરજી પણ હવે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને સ્ટે જાળવી રાખ્યો છે.

આ અંગે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં પિટિશનર મુજાહિદ નફીસે કહ્યું કે, "માનનીય ગુજરાત હાઈકોર્ટે વચગાળાના આદેશમાં આ મામલે જે વલણ લીધું હતું તે બરકરાર રાખ્યું છે અને કલમ-5ના વચગાળાના આદેશમાં ફેરફારનો ઇનકાર કર્યો છે."

તો આનો અર્થ શું થઈ શકે એ બાબતે મુજાહિદ નફીસ જણાવે છે કે, "ગુજરાત હાઈકોર્ટે જે વચગાળાના આદેશમાં અલગ અલગ કલમ પર સ્ટે આપ્યો હતો તેમાં કલમ 5 પરનો સ્ટે જાળવી રાખ્યો છે જેનો અર્થ એ છે કે કોઈ પણ આંતરધર્મીય લગ્નમાં જો લગ્ન કરનાર કોઈ પણ વ્યક્તિ ધર્મપરિવર્તન કરવા માગતી હોય તો એમ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી રહેશે નહીં."

19 ઑગસ્ટના રોજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવજેહાદ)ના કાયદા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કથિત લવજેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે તત્કાળ રોક લગાવી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાના અમલ પર હાઈકોર્ટે રોક લગાવી હતી.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની પીઠે આ મહત્ત્વનો વચગાળાનો ચુકાદો આપ્યો હતો.

જોકે, ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ પર ફેરવિચારણા અરજી દાખલ કરી કલમ 5 પરના સ્ટે સામે વાંધો રજૂ કર્યો હતો. ગુજરાત સરકારનું કહેવું હતું કે હાઈકોર્ટે કલમ 5ને લઈને આપેલો સ્ટે હઠાવી લેજો જોઈએ કારણ કે તેને લગ્ન સાથે લેવાદેવા નથી પરંતુ ધર્માંતરણ સાથે લેવાદેવા છે અને આ કલમ ધર્માંતરણ પૂર્વે પરવાનગી લેવા અંગેની છે. જોકે, હાઈકોર્ટે આ વાતને ગ્રાહ્ય રાખી નથી અને કલમ પાંચ પરનો સ્ટે હઠાવી લેવાનો ઇનકાર કર્યો છે.

આ પિટિશનના અરજદાર ગુજરાત માઇનોરિટી કો-ઑર્ડિનેશન કમિટીના વડા મુજાહિદ નફીસે કહ્યું કે, ગુજરાત સરકારે પસાર કરેલો કાયદો બંધારણીય અધિકારોનું હનન કરતો હતો અને બે પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે દીવાલ બની ગયો હતો.

એમણે કહ્યું કે, માનનીય ગુજરાત હાઈકોર્ટ મૂળ ભાવનાને સમજીને કલમ 3,4,5,6ને સ્ટે કરી છે.

line

શું છે કેસ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTYIMAGES

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આંતરધર્મીય લગ્નમાં માત્ર લગ્નના આધારે ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, બળજબરી કે દબાણ કે લોભ લાલચ દ્વારા લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય આ કાયદા હેઠળ એફઆઈઆર થઈ શકશે નહીં.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે લોભ-લાલચ કે બળજબરીથી કરવામાં આવતું ધર્મપરિવર્તન યોગ્ય નથી તે સમજી શકાય, પરંતુ કોઈ લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કરે તો તે પણ ગુનો ગણાય?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મુજાહિદ નફીસે કહ્યું કે, રજૂઆત એ પણ હતી કે આંતરધર્મીય લગ્નને લઈને કરવામાં આવેલી જોગવાઈને કારણે કોઈ પણ ફરિયાદ કરી શકે, એ જોગવાઈ બંધારણે આપેલી સ્વતંત્રતાનો ભંગ કરે છે. સુધારો કરેલા કાયદામાં આંતરધર્મીય લગ્ન કરવાથી પણ ગુનો બનતો હોવાનું કહેવામાં આવ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પ્રથમ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. બીજી સુનાવણીમાં સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કાયદાની જોગવાઈઓ અંગે એ રજૂઆત કરી.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે, આવા કેસમાં ડી.એસ.પી. કક્ષાના અધિકારી તપાસ કરતાં હોય છે. આ મામલામાં ખોટું થાય એવી શક્યતાઓ જ નથી. આની સામે અરજદારે વિવિધ ફરિયાદોની માહિતી રજૂ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાને લેવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તથા બળજબરી દબાણ કે લોભ-લાલચથી લગ્ન થયાં છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં.

line

શું છે મામલો અને વિવાદ?

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથના વડપણની પીઠે આ મામલે અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે, "આ કલમો આંતરધર્મીય લગ્ન કરનારા યુગલો પર એક લટકતી તલવાર જેવી છે. કાયદાને વાંચતી વખતે એવું કહી નથી શકાતું કે આંતરધાર્મીય લગ્નને મંજૂરી છે." તસવીર પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથના વડપણની પીઠે આ મામલે અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે, "આ કલમો આંતરધર્મીય લગ્ન કરનારા યુગલો પર એક લટકતી તલવાર જેવી છે. કાયદાને વાંચતી વખતે એવું કહી નથી શકાતું કે આંતરધાર્મીય લગ્નને મંજૂરી છે." તસવીર પ્રતીકાત્મક

એપ્રિલ 2021માં ગુજરાત સરકારે વર્ષ 2003ના કાયદાની કલમ 3 સહિતની કેટલીક કલમોમાં સુધારો કર્યો હતો.

બિલ રજૂ કરીને પાસ કરતા નવો કાયદો - ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 બન્યો. આને કથિત લવજેહાદ સામેનો કાયદો ગણવામાં આવે છે.

એ વખતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે પત્રકારો સમક્ષ કહ્યું, "ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં નવા સુધારાના માધ્યમથી નવું બિલ તૈયાર કરી કાયદો લવાયો છે. લવજેહાદ સામેનો આ કાયદો (બિલ) છે."

તેમણે કહ્યું, "નાની, કુમળી માનસિકતા ધરાવતી દીકરીઓનું લવજેહાદના નામે ધર્માંતરણ કરાવીને, એની સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એમનું જીવન નરક બનવારા જેહાદીઓ સામે કડક કાર્યવાહી માટે સરકારે આ પગલું ભર્યું છે."

જોકે તેની કલમ 3 સહિતની અમુક સુધારેલી કલમોને પડકારતી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

કાયદાની જે કલમ 3 સુધારવામાં આવી હતી તેમાં 'બળજબરીથી થતા ધર્માંતરણના નિષેધ'ને ફરીથી વ્યાખ્યાયિત કરાયું હતું.

નવા સુધારા અનુસાર કહેવાયું કે, "કોઈ પણ વ્યક્તિ ન ધર્માંતરણ કરાવશે કે ન તેની કોશિશ કરશે, ના પરોક્ષ રીતે ન પ્રત્યક્ષ રીતે. એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવા માટે કોઈ વ્યક્તિ કોઈને લાલચ આપશે નહીં અથવા છેતરીને આવું કરાવશે પણ નહીં. અથવા લગ્ન કરીને કે લગ્ન કરાવીને અથવા વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરવી પ્રતિબંધિત છે."

પરંતુ આ કલમને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, "આંતરધાર્મીય લગ્નો પર રોક નથી. કાયદામાં જે બાબત અને કારણો સામે રોક રાખવામાં આવી છે, તે બળજબરીથી ધર્માંતરણ ન થાય તેના માટે વ્યાખ્યાયિત કરી લખવામાં આવી છે. તેમાં જે 'લગ્ન' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તેને તેની સાથેના શબ્દો અને વાક્યો સાથે રંગ આપવામાં આવી રહ્યો છે."

વીડિયો કૅપ્શન, ભારત આવેલા એ અફઘાન, જે હવે સ્વદેશ પત જવા નથી માગતા

તેમનું કહેવું છે કે અહીં 'લગ્ન'નો સંદર્ભ એટલો જ છે કે 'બળજબરી, લાલચ કે અન્ય છેતરપિંડી દ્વારા કરવામાં આવેલાં લગ્ન.'

બીજી તરફ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથના વડપણની પીઠે આ મામલે અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે, "આ કલમો આંતરધર્મીય લગ્ન કરનારાં યુગલો પર એક લટકતી તલવાર જેવી છે. કાયદાને વાંચતી વખતે એવું કહી નથી શકાતું કે આંતરધર્મીય લગ્નને મંજૂરી છે."

આ અંગે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું, "આ મામલે નામદાર હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે કે કૉમેન્ટ કરી છે, તેના વિશે એડવોકેટ જનરલ દ્વારા મુખ્ય મંત્રી, ગૃહ વિભાગ તથા કાયદા વિભાગને ટિપ્પણી મોકલવામાં આવતી હોય છે."

"જેનો અભ્યાસ કર્યા બાદ કાયદાકીય રીતે શું થઈ શકે કે કરવું જોઈએ, તે અંગે નિર્ણય લેવામાં આવશે."

line
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો