સોમનાથ : નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોઈ ધાર્મિક સંસ્થામાં ટ્રસ્ટી બની શકે?

ઇમેજ સ્રોત, narendramodi.in
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ મંદિર પરિસરના કેટલાક પ્રોજેક્ટનું વીડિયો કૉન્ફરન્સથી લોકાર્પણ કર્યું છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવા ઉપરાંત સોમનાથ મંદિરનું જે ટ્રસ્ટ છે તેના પ્રમુખ છે. ગૃહમંત્રી અમિત શાહ પણ સોમનાથ ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે.
અગાઉ કૉંગ્રેસના શાસનકાળમાં પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પણ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહી ચૂક્યા છે. સોમનાથ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થયો ત્યારે પચાસના દાયકામાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને ત્યાં ન જવાની સલાહ આપી હતી.
નહેરુનું માનવું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને રાષ્ટ્રપતિ જો કોઈ મંદિરના કાર્યક્રમમાં જશે તો ખોટા સંકેત જશે.
હાલની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સરકારમાં લોકતાંત્રિક હોદ્દા પર છે. એવામાં તેઓ કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહી શકે? આ અંગે કાયદો શું કહે છે?

વડા પ્રધાન કે ગૃહમંત્રી ટ્રસ્ટી બની શકે?

ઇમેજ સ્રોત, Amit shah twitter
અમદાવાદના વકીલ આનંદ યાજ્ઞિકે બીબીસીને કહ્યું કે, "ગુજરાતની અંદર બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ 1950થી અસ્તિત્વમાં છે. જે હવે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ 1950 કહેવાય છે. એમાં એક પણ કૉલમમાં એવું લખેલું નથી કે કોઈ પણ ટ્રસ્ટમાં રાજકારણી કે ચૂંટાયેલો પ્રતિનિધિ ટ્રસ્ટી ન થઈ શકે. જો સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટડીડમાં એવું લખેલું ન હોય કે કોઈ રાજકારણી આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન થઈ શકે, તો તેઓ (મોદી-શાહ) ટ્રસ્ટી ન થઈ શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે પણ તેઓ સોમનાથ ટ્રસ્ટમાં હતા. જો નરેન્દ્ર મોદી કે અમિત શાહ ચૂંટાયેલી સરકારમાં પ્રધાન હોય તો તેઓ કોઈ ધર્મ કે સંપ્રદાયના ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહી શકે?
આ સવાલના જવાબમાં આનંદ યાજ્ઞિકે કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં લખ્યું છે કે પબ્લિક ઑફિસ તમારે હોલ્ડ નહીં કરવાની. પબ્લિક ટ્રસ્ટની અંદરની ટ્રસ્ટી તરીકેની જવાબદારી એ પબ્લિક પૉઝિશન ન હોય."
"બિનસાંપ્રદાયિકતાની અંદર બે મુખ્ય સિદ્ધાંત છે. એક તો એ કે સરકારનો કોઈ ધર્મ ના હોય. બીજું, એ કે સરકાર સર્વધર્મ માટે સમાન રીતે બંધાયેલી છે. ત્રીજી બાબત એ છે કે ચૂંટાયેલી સરકારનો પ્રતિનિધિ એ કોઈ ધર્મ સાથે પોતાને આઇડેન્ટિફાય કરી શકે નહીં."
"એટલે સોમનાથ ટ્રસ્ટ એ ધાર્મિક ટ્રસ્ટ છે. ભારતના બંધારણના આધારશીલારૂપ બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત મુજબ જોઈએ તો ન તેઓ રામજન્મભૂમિમાં ટ્રસ્ટી બની શકે કે ન સોમનાથ ટ્રસ્ટમાં. જોકે, ઇતિહાસમાં એવા પણ દાખલા છે કે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું."

'દેશના બંધારણની રૂએ સોગંધવિધિ થાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે જાણીતા મુંબઈના જાણીતા વકીલ માજિદ મેમણ સાથે બીબીસીએ વાત કરી.
માજિદ મેમણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી - એનસીપી)ના નેતા પણ છે. શું ધાર્મિક ટ્રસ્ટની અંદર વડા પ્રધાન ટ્રસ્ટી તરીકે હોઈ શકે? એ મામલે તેમણે જણાવ્યું કે, "એક વ્યક્તિ જે લોકતંત્રના ઉચ્ચ હોદા પર બંધારણીય રીતે સોગંદ લઈને બેઠા છે તેઓ શું એ કોઈ ધાર્મિક સંસ્થા સાથે ટ્રસ્ટીરૂપે રીતે જોડાઈ શકે? એ જો સવાલ હોય તો મુદ્દો કોર્ટમાં ઊઠવો જોઈએ અને કોર્ટ એનો જવાબ આપે."
પરંતુ ખાનગી સંસ્થા કે ટ્રસ્ટનું પોતાનું બંધારણ હોય છે. તેમાં જો એવી છૂટ હોય કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ ટ્રસ્ટનો હિસ્સો બની શકે તો?
માજિદ મેમણે કહ્યું કે, "કોઈ ટ્રસ્ટ કે ખાનગી સંસ્થાઓ હોય તો તેમનું પોતાનું બંધારણ હોય છે. એ હોઈ શકે. એ એટલું મહત્વનું નથી. મહત્વનું એ છે કે દેશનું બંધારણ આ મુદ્દે શું કહે છે? કારણ કે, જે હોદ્દેદાર છે તેમણે દેશના બંધારણની રૂહે સૌગંદવિધિ કરી છે. નહીં કે કોઈ ખાનગી સંસ્થા કે ટ્રસ્ટના બંધારણની રૂએ. તેમણે લોકતંત્રના હોદ્દેદાર તરીકે સોગંધવિધિ કર્યા પછી તેમનું ટ્રસ્ટમાં હોવાપણું એ હોદ્દા સાથે ટકરાય છે? એ જોવાની વાત છે. તેથી તેમનો જે હોદ્દો છે એની ફરજ, પાવર, નૅચર વગેરે તમારે જાણવું પડે."
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આવેલા શિરડી સાંઈબાબાનું જે મંદિર જે છે તેના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં એનસીપીના ધારાસભ્ય આશુતોષ કાળેની નિમણૂક કરવામાં આવી છે.
તો એનસીપીનાં નેતાને આ વાત લાગુ ન પડે? આ સવાલના જવાબમાં મેમણે કહ્યું કે, "કોઈએ એને કોર્ટમાં પડકાર્યું છે? જો ન પડકાર્યું હોય તો એનો મતલબ કે એ સ્વીકાર્ય છે. જો કોઈ પડકારે નહીં તો પછી એ હોદ્દા પર ચાલુ જ રહે. કોઈને બંધારણીય વાંધો ન હોય તો એ સ્થિતિમાં તેમણે કોર્ટમાં અરજી કરવી જોઈએ."
શિરડીની સાઈબાબા સંસ્થામાં જે ટ્રસ્ટીઓ છે એમાં કૉંગ્રેસ અને શિવસેનાના નેતાઓ પણ સામેલ છે. દક્ષિણ ભારતનાં કેટલાંક મંદિરમાં પણ રાજ્ય સરકાર કેટલીક વરણી કરતી હોય છે. જેમ કે, જુલાઈ મહિનામાં આંધ્ર પ્રદેશ સરકારનાં પ્રધાન વેલ્લામ્પલી શ્રીનિવાસે કહ્યું હતું કે "આંધ્ર સરકાર તિરુમાલા તિરુપતી દેવસ્થાનમ્ ટ્રસ્ટ બોર્ડની ટૂંક સમયમાં રચના કરશે."

PM ક્યા-ક્યા ટ્રસ્ટમાં હોદ્દેદાર, PMO પણ અજાણ?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન કાર્યાલયને ખુદને ખબર નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કયા-કયા ટ્રસ્ટમાં હોદ્દેદાર છે. આવું ખુદ વડા પ્રધાન કાર્યાલયે માહિતી અધિકારની એક અરજીના જવાબમાં કહ્યું હતું. જેનો રિપોર્ટ 'ધ વાયર' નામના અંગ્રેજી વેબ ન્યૂઝ પોર્ટલમાં 17 ફેબ્રુઆરીએ છપાયો હતો.
અહેવાલ અનુસાર સોમનાથ મંદિર ટ્ર્સ્ટે ચૅરમૅન તરીકે નરેન્દ્ર મોદીની નિમણૂકની જાહેરાત કરી ત્યારે હરિયાણાના વકીલ હેમંતકુમારે વડા પ્રધાન કાર્યાલયમાં માહિતી અધિકાર હેઠળ એક ઑનલાઇન અરજી કરી હતી. જેમાં વડા પ્રધાન કયા કયા ટ્રસ્ટમાં હોદ્દા ધરાવે છે એના વિશે હેમંતકુમાર દ્વારા માહિતી માગવામાં આવી હતી.
વડા પ્રધાન કાર્યલાયમાં આવેલા સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર તરફથી 15 ફેબ્રુઆરીએ જે જવાબ મળ્યો, જેને જોઈને આશ્ચર્ય થયું હતું.
એમની અરજી એવું કહીને નકારવામાં આવી હતી કે, આ વિષયક માહિતી કાર્યલયમાં સંકલિત સ્વરૂપે જાળવવામાં આવતી નથી. એનું સંગ્રહ અને સંકલન વિવિધ વિભાગો અને ફાઇલોમાં થાય છે.

સરદાર પટેલ અને સોમનાથ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇતિહાસમાં નજર નાખીએ તો સ્વતંત્રતા પહેલાં જૂનાગઢના નવાબે વર્ષ 1947માં પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે તેમના આ નિર્ણયનો સ્વીકારનો ઇનકાર કર્યો હતો. એ પછી જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું હતું. જૂનાગઢમાં લોકમત લેવાયો હતો અને લોકોએ ભારત પર પસંદગી ઉતારી હતી.
ભારતના તત્કાલીન નાયબ વડા પ્રધાન સરદાર પટેલ 12 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢ પહોંચ્યા હતા. તેમણે ભારતીય સેનાને આ ક્ષેત્રને સ્થિર બનાવવા નિર્દેશ આપ્યા હતા અને સાથે જ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના આદેશ આપ્યા હતા.
સરદાર પટેલ, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને કૉંગ્રેસના બીજા નેતા આ પ્રસ્તાવ સાથે મહાત્મા ગાંધી પાસે ગયા. એવું જણાવવામાં આવે છે કે મહાત્મા ગાંધીએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. એ પણ સલાહ આપવામાં આવી કે નિર્માણનો ખર્ચ સરકારી ખજાનામાંથી કરવો નહીં, પરંતુ મંદિર નિર્માણ માટે સામાન્ય જનતા પાસેથી દાનના રૂપમાં રકમ મેળવવી.

ગાંધી, પટેલ બાદ શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ તેના થોડા સમય બાદ જ મહાત્મા ગાંધીની હત્યા કરી દેવાઈ હતી અને સરદાર પટેલનું પણ મૃત્યુ થઈ ગયું હતું. મંદિરને દુરસ્ત કરવાની જવાબદારી ક. મા. મુનશી પર આવી ગઈ. તેઓ નહેરુ સરકારમાં ખાદ્ય તેમજ આપૂર્તિમંત્રી હતા.
વર્ષ 1950ના ઑક્ટોબર મહિનામાં સોમનાથ મંદિરના નિરુપયોગી ભાગને તોડી પાડવામાં આવ્યો. ત્યાં હાજર કથિત મસ્જિદ જેવા માળખાને કેટલાક કિલોમીટર દૂર સરકાવવામાં આવ્યું હતું.
ક. મા. મુનશીના નિમંત્રણ પર મે, 1951માં ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું, "સોમનાથ મંદિર એ વાતનો પરિચય કરાવે છે કે પુનર્નિર્માણની શક્તિ હંમેશાં વિનાશની શક્તિ કરતા વધારે હોય છે."

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નહેરુની સલાહ ન માની
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હવે એ વાત કે જ્યાં સોમનાથ મંદિરની વાત નહેરુ સાથે જોડાય છે.
નહેરુએ રાજેન્દ્ર પ્રસાદને ત્યાં ન જવાની સલાહ આપી હતી. તેમનું માનવું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને રાષ્ટ્રપતિ જો કોઈ મંદિરના કાર્યક્રમમાં જશે તો ખોટા સંકેત જશે.
જોકે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમની સલાહ માની ન હતી. નહેરુએ પોતાને સોમનાથ મંદિરના જીર્ણોદ્વાર અને પુનર્નિર્માણથી અલગ રાખ્યા હતા અને સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો.
તેમણે કહ્યું હતું કે સોમનાથ મંદિર પરિયોજના માટે સરકારી ફંડનો ઉપયોગ ન થવો જોઈએ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












