જર્મની ચૂંટણી : ચાન્સેલર ઍંજેલા મર્કેલની જગ્યા કોણ લેશે? TOP NEWS

જર્મનીમાં ચાન્સલેરની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.

જર્મનીના ચાન્સેલર ઍંજેલા મર્કેલ પછી જર્મનીની કમાન કોના હાથમાં હશે? આ સવાલનો જવાબ આ ચૂંટણીના પરિણામથી નિશ્ચિત થઈ જશે.

આ લખાય છે ત્યાર સુધી ઍક્ઝિટ પોલ્સના પરિણામ મુજબ બંને પ્રમુખ રાજકીય પક્ષો વચ્ચે રસાકસીનો રાજકીય જંગ છે.

ઍંજેલા મર્કેલની સીડીયુ પાર્ટી અને અન્ય મુખ્ય રાજકીય પક્ષ એસપીડીએ કહ્યું છે કે તેઓ ગઠબંધન રચવાનો પ્રયત્ન કરશે.

રવિવારે જર્મનીમાં ચાન્સેલરને ચૂંટવા માટે મતદાન થયું હતું. તમામ પ્રતિદ્વંદ્વી સામે સમાન પડકાર છે કે આટલા મોટા ઍંજેલા મર્કેલના રાજકીય વ્યક્તિત્વના પડછાયામાં અલગ છબિ કઈ રીતે ઊભી કરવી.

મર્કેલ 16 વર્ષથી જર્મનીના ચાન્સેલરના પદ પર રહ્યાં છે અને દેશની રાજનીતિ પર તેમનું પ્રભુત્વ રહેલું છે.

સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થઈ ગયું હતું અને અંદાજે જર્મનીના 6 કરોડ નાગરિકો મતદાન કરવા માટે લાયકાત ધરાવે છે.

ગુર્જરોની મહાપંચાયત, ભારે પોલીસ તહેનાત

બીબીસી સંવાદદાતા સલમાન રાવીના અનુસાર, દાદરીના મિહિર ભોજ બાલિકા ઇન્ટર કૉલેજના પ્રાંગણને સીલ કરી દેવામાં આવ્યું છે.

અહીં ગુર્જર સમાજની મહાપંચાયત બોલાવવામાં આવી છે.

પોલીસ અને પ્રશાસને દાદરી આવનારા રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી છે.

આ કૉલેજના પ્રાંગણમાં 22 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સમ્રાટ મિહિર ભોજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

પરંતુ તકતી પર લખેલા 'ગુર્જર સમ્રાટ' પરના ગુર્જર શબ્દ પર કોઈએ કાળી શાહી લગાવી દીધી હતી.

રાજપૂત સંગઠન કરણીસેનાએ ગુર્જર શબ્દ લખવાનો વિરોધ કર્યો હતો, બાદમાં અહીં તણાવ પેદા થયો હતો.

આજે ગુર્જર સમાજે મહાપંચાયતનું આહ્વાન કર્યું હતું.

અલગઅલગ વિસ્તારોથી ગુર્જર સમાજના લોકો મહાપંચાયતમાં સામેલ થવા માટે આવી રહ્યા છે, પરંતુ સમાજનો આરોપ છે કે તેમના લોકોને દાદરી આવતા રોકી દેવામાં આવ્યા છે.

મિહિર ભોજની જ્ઞાતિને લઈને રાજપૂત અને ગુર્જરોમાં વિવાદ છે. બંને મિહિર ભોજને પોતપોતાની જ્ઞાતિના ગણાવી રહ્યા છે.

ભારતને SBI જેવી ચાર-પાંચ બૅન્કની જરૂર - નિર્મલા સીતારમણ

મુંબઈ ખાતે ભારતીય બૅન્કોની વાર્ષિક સામાન્ય સભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, "ભારતને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા જેવી ચાર-પાંચ બૅન્કની જરૂર છે."

ધ મિન્ટના અહેવાલ પ્રમાણે સીતારમણે કહ્યું કે, "કોવિડ-19 પછીની સ્થિતિ પર નજર કરીએ તો, સમજાય છે કે ભારતીય બૅન્કિંગ વ્યવસ્થા અનન્ય હોય એ જરૂરી છે, જેમાં ડિજિલાઇઝેશનને અપનાવવાનો પણ સમાવેશ થાય છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો