સુરેખા સીકરી : કટોકટીકાળમાં ‘કિસ્સા કુર્સી કા’થી પ્રગતિશીલ ‘બધાઈ હો’ સુધી

સુરેખા સીકરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રેઇન સ્ટ્રોક આવ્યા પછી તેઓ અનેક આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં
    • લેેખક, નમ્રતા જોશી
    • પદ, વરિષ્ઠ ફિલ્મ પત્રકાર

જાણીતાં અભિનેત્રી સુરેખા સીકરીનું 75 વર્ષની વયે શુક્રવારે હાર્ટ ઍટેકના કારણે નિધન થયું. સુરેખા કેટલાક મહિનાઓથી બીમાર હતા. તેમને ગત વર્ષે બ્રેઇન સ્ટ્રોક પણ આવ્યો હતો.

સુરેખાના મૅનેજરે નિધનના સમાચાર આપતા કહ્યું કે ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુરેખા સીકરીએ શુક્રવારે સવારે આખરી શ્વાસ લીધા.

તેમણે એમ પણ કહ્યું કે બે બ્રેઇન સ્ટ્રોક બાદ તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં.

સુરેખા સીકરીએ 1978માં કિસ્સા કુર્સીકામાં અભિનય સાથે કરિયરની શરૂઆત કરી હતી. સુરેખા સીકરીને તમસ (1988), મમ્મો (1995), અને બધાઈ હો (2018)માં સહાયક અભિનેત્રી તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

સુરેખા સીકરી છેલ્લે વર્ષ 2019માં ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુના હાથે સહાયક ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ લઈ રહ્યા હતા એ તેમનું છેલ્લું જાહેર સ્મરણ છે.

તેમને આ સન્માન અમિત શર્મા નિર્દેશિત અને વર્ષ 2018માં પ્રદર્શિત ફિલ્મ 'બધાઈ હો' માટે મળી રહ્યું હતું. આ ફિલ્મ એક આધેડ વયમાં મહિલાના ગર્ભધારણ કરવા અને તેને લઈને દાંપત્ય જીવન તથા સામાજિક જીવન પર પડતી અસર મામલે હતી.

વીડિયો કૅપ્શન, જાઈબાઈ ચૌધરી : કુલીથી માંડી એક શિક્ષિકા અને દલિત કાર્યકર બનવા સુધીની કહાણી

વ્હિલચૅર પર બેઠેલાં અને શારીરિક રૂપે અશક્ત પણ આત્મા જીવંત અને ઉત્સાહી, સુરેખા સીકરી જ્યારે સન્માન મેળવી રહ્યાં હતાં ત્યારે તમામ લોકો ઊભા થઈને તાળીઓથી તેમને વધાવી રહ્યા હતા. આ દાદીનાં અભિનય માટે તેમને સન્માન મળી રહ્યું હતું જે યૌન સંબંધો મામલે અપ્રત્યાશિત રૂપે પ્રગતિશીલ વિચારો ધરાવે છે.

હંમેશાં પોતાનાં વહુ સાથે તકરાર રાખતા દાદી એક મહત્ત્વના પ્રસંગે વહુના બચાવમાં ઊભાં રહે છે ત્યારે નજીકના સંબધીએ વહુની ટીકા એ વાત માટે કરી રહ્યાં હોય છે કે ઢળતી વયે તેઓ માતા બની રહ્યાં છે. દાદીનાં પાત્રમાં સુરેખા સીકરી ત્યારે કહે છે, "તેની મરજી છે તે સેક્સી કરે."

સંવાદમાં ભલે તેમણે સેક્સનો યોગ્ય ઉચ્ચારણ ન કર્યો હોય પરંતુ એ જરૂર કહ્યું કે સેક્સ કોઈ એક દંપતિની પોતાની ચાહત છે અને તેને કોઈ સામાજિક સ્વીકૃતિની જરૂર નથી.

આ એક સંવાદમાં પોતાની સમજદાર અને સંવેદનશીલ વાતોથી દાદી ન માત્ર નૈતિકતાનો મર્મ પકડે છે પરંતુ તેઓ એવો દર્પણ પણ બની જાય છે જેમાં યૌન સંબંધ મામલે સમાજના મધ્યમ વર્ગનો ઢોંગ ભરેલો અભિગમ દેખાવા લાગે છે.

એમાં કોઈ અચરજ નથી કે દાદીની ઇમાનદારી અને સ્પષ્ટતાને જે રીતે વરિષ્ઠ અભિનેત્રી સુરેખા સીકરીએ નિભાવ્યું તેને તમામ લોકોએ પસંદ કર્યું. યુવા અને વૃદ્ધ તમામે તેને વધાવ્યું હતું.

સીકરીને હાલનાં પાત્રોમાં દાદી જેવી લોકપ્રિયતા માસા/દાદીસાની ભૂમિકામાં મળી હતી. કલર્સ ટીવી પર લાંબો સમય સુધી ચાલેલી ટીવી શ્રેણી 'બાલિકા વધુ'માં સુરેખા સીકરીએ પરિવારને કઠોર પરંતુ મુખ્ય સ્તંભની ભૂમિકા નિભાવી હતી.

વર્ષ 2008થી 2016 દરમિયાન સુરેખા સીકરી હિંદી પટ્ટીમાં ટીવી જોનારા લોકોના લિવિંગ રુમમાં નિયમિત રીતે પરિવારના મોટા સદસ્ય તરીકે હાજર રહેતા હતા. આ શ્રેણી તામિલ, તેલુગુ અને મલયાલમ સિવાય કેટલીક અન્ય ભાષાઓમાં ડબ કરવામાં આવી હતી. જેના કારણે સીકરીની લોકપ્રિયતાનો દાયરો ઉત્તર ભારત સહિત દક્ષિણમાં પણ પહોંચ્યો હતો.

line

તમસ અને મમ્મોની ભૂમિકા

સુરેખા સીકરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'બધાઈ હો'માં દાદીની ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સુરેખા સીકરીના આ બે પાત્રો મજબૂતીથી યાદ આવે છે પરંતુ એક અભિનેત્રી તરીકે તેમનો ચાહકવર્ગ મોટો હતો.

જ્યાં સુધી ફિલ્મોની વાત છે, તેમની અન્ય બે ભૂમિકાઓ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેના માટે તેમને પ્રશંસા અને સન્માન પણ મળ્યું.

આ ભૂમિકાઓ ગોવિંદ નિહલાનીના દૂરદર્શનની શ્રેણી 'તમસ' (1988) જેના બાદમાં ફિલ્મમાં તબદીલ કરવામાં આવી અને શ્યામ બેનેગલની 'મમ્મો' (1994). તમસ ભીષ્મ સાહનીના હિંદી ઉપન્યાસ 'તમસ' પર આધારિત ફિલ્મ હતી.

તેમાં સુરેખા સીકરીએ મુસ્લિમ મહિલા રાજોનું પાત્ર નિભાવ્યું, જેમના પતિ અને પુત્ર ગામવાળાઓ સાથે રમખાણો માટે બહાર નીકળે છે પરંતુ તેઓ પોતાના ઘરમાં એક વૃ્દ્ધ દંપતીને શરણ આપે છે.

વળી મમ્મો ફિલ્મમાં તેમણે મુખ્ય પાત્ર મમ્મોના વિધવા બહેન ફૈય્યાઝીની ભૂમિકા નીભાવી છે. ફૈય્યાઝી એક ભારતીય નાગરિક છે જ્યારે મમ્મો પાકિસ્તાની નાગરિક છે. મમ્મો અસ્થાયી વીઝાના સહારે મુંબઈમાં રહે છે જેમની મિયાદ સમયે સમયે વધતી રહે છે પરંતુ એ ક્યાં સુધી સંભવ રહેતું?

આખરે મમ્મોને પરત ફરવું પડે છે અને તેની ભાવનાત્મક અસર ના માત્ર મમ્મો પર થાય છે પરંતુ ફૈય્યાઝી અને તેમના યુવા પૌત્ર રિયાઝ પર પણ થાય છે. બંને જ ફિલ્મમાં એક રીતે વિભાજનની ત્રાસદીને બતાવે છે કે કઈ રીતે સામાન્ય લોકો તેમના પરસ્પર સંબંધ અને તેમના પરિવારો વિભાજન સમયે વિખેરાઈ ગયા.

જોકે આ બંને ફિલ્મોમાં તેઓ એ પણ જાહેર કરે છે કે સુરેખા સીકરીએ નિભાવેલા પાત્રો રાજો અને ફૈય્યાઝી જેવા સામાન્ય લોકોમાં હાજર માનવીય ઇચ્છાઓના કારણે જ જીવનમાં નવી શરૂઆત થાય છે.

વીડિયો કૅપ્શન, હેમલતા લવણમ : એ સમાજ સુધારક જેમણે અસ્પૃશ્યતા અને જ્ઞાતિગત ભેદભાવને પડકાર આપ્યો

આ બંને ભૂમિકાઓ સુરેખા સીકરીએ એકદમ ગરિમા, દૃઢતા, સંજીદગી અને ગર્મજોશીથી નિભાવ્યા. સિનેમાના પરદે પર ભલે તેઓ કદકાઠી નહોતી છતાં એક પાત્ર તરીકે હંમેશાં તેમના ચહેરા પર એક મજબૂતી જોવા મળતી હતી.

આ બંને ફિલ્મો માટે 'બધાઈ હો'ની જેમ સુરેખા સીકરીને સહાયક ભૂમિકા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. 'સહાયક ભૂમિકા' કહેવાથી આ ભૂમિકાઓનું મહત્ત્વ ઓછું નથી થતું.

જોકે ફિલ્મના હીરો અને હીરોઈન સિવાય આ એ કલાકાર છે જે પોતાના દમદાર અભિનયથી કથાનક માટે એકદમ મહત્ત્વનું બની જાય છે.

આ કલાકારો ફિલ્મોમાં માનવીય ગુણો લઈ આવે છે. તેઓ અલગ નજર નથી આવતા પરંતુ ફિલ્મ પોતાના પાત્રમાં તે એક રીતે એકદમ ભળી જાય છે. સુરેખા સીકરી માટે આ ગુણ એકદમ સટીક રીતે બંધબેસે છે.

પોતાના જમાનાની અન્ય અભિનેત્રી અને અભિનેતાઓની જેમ જ સુરેખા સીકરી નાટકોનાં માધ્યમથી મોટા પરદા સુધી પહોંચ્યાં.

તેઓ 70, 80 અને 90ના દાયકાના સમાંતર સિનેમામાં નજરે આવે છે. સુરેખા સીકરી રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના 1971ના બૅચના કલાકાર છે જેઓ મુંબઈમાં શિફ્ટ થયાં પછી એનસીડીના રંગમંડળમાં કામ કરતાં હતાં.

1978માં અમૃત નાહટાની ફિલ્મ 'કિસ્સા કુર્સી' કથિત રીતે ઇંદિરા ગાંધી પર બનાવાયેલી કટાક્ષયુક્ત ફિલ્મ માનવામાં આવે છે અને સંજય ગાંધીએ ઇમર્જન્સી દરમિયાન એટલે કે 1975-1977 સુધી આના પર પ્રતિબંધ લાગાવી રાખ્યો હતો.

line

સમાંતર સિનેમામાં કામ કર્યું

સુરેખા સીકરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્લિમ 'મમ્મો' અને 'તમસ' માટે પણ સુરેખા સીકરીને સહાયક ભૂમિકા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

ત્યાર બાદ સમાંતર સિનેમાનાં આંદોલન સાથે જોડાયેલા મોટાભાગના મોટા ફિલ્મ કલાકારો સાથે તેમણે કામ કર્યું. શ્યામ બેનેગલ સાથે 'મમ્મો' ફિલ્મ સિવાય તેમણે 'સરદારી બેગમ' (1996), 'હરિભરી' (2000) અને 'ઝુબૈદા' (2001)માં કામ કર્યું છે.

આ સિવાય સઇદ મિર્ઝા સાથે 'સલીમ લંગડે પે મત રો' (1989) અને 'નસીમ' (1995) અને અપર્ણા સેન સાથે 'મિસ્ટર ઍન્ડ મિસિઝ અય્યર' (2003)માં પણ તેઓ જોવાં મળ્યાં હતાં. તેમાંથી મોટાભાગની ફિલ્મોમાં તેમનું પાત્ર ભાવનાત્મક મુશ્કેલીઓ અથવા હિંસાનો સામનો કરતી મુસ્લિમ મહિલાનું રહ્યું છે.

વીડિયો કૅપ્શન, સિલ્વરીન સ્વેર : એ મહિલા જેમણે લોકોનું જીવન બદલી નાખ્યું

જોકે બાદમાં તેમણે નાના પરદે વધુ કામ કર્યું. હાલ તેઓ ટીવી શ્રેણીઓમાં જ નહીં પણ 90ના દાયકામાં જ્યારે ટીવી શ્રેણીનો સમય શરૂ થઈ રહ્યો હતો ત્યારે પણ ટીવી સિરીયલોમાં મુખ્ય ભૂમિકા કરી રહ્યાં હતાં.

'બનેગી અપની બાત'માં તેઓ યુવા દીકરીઓનાં માતાની ભૂમિકામાં હતા જ્યારે 'જસ્ટ મોહબ્બત'માં તેમણે મિસિઝ પંડિતના રૂપમાં ચશ્મા પહેરેલા સ્કૂલના પ્રિન્સિપાલની ભૂમિકા નીભાવી હતી જે બહારથી એકદમ કડક પણ અંદરથી નરમ વ્યક્તિ હતી.

મુંબઈ અને ટીવી-સિનેમાના પરદે કામને લીધે સુરેખા સીકરી પાસે નાટકો માટે સમય નહોતો રહેતો તેમ છતાં યુરિડિસ, ધ ટ્રોજન વિમેન, અંતોન ચેખોવની દ ચેરી આર્કેડ અને જૉન ઑસર્બોનની લુક બૅક ઇન એંગર જેવાં ક્લાસિક નાટકોમાં ભૂમિકા માટે તેમને 1989નો સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.

જોકે તેઓ જે રીતે દિલ્હીનાં નાટ્ય વર્તુળમાં સક્રિય હતાં, તે રીતે મુંબઈનાં નાટક વિશ્વમાં સક્રિય નહોતાં દેખાયાં.

વર્ષ 2018માં મહાબલેશ્વરમાં એક શૂટિંગ દરમિયાન તેમને પહેલી વાર બ્રેઇન સ્ટ્રોક આવ્યો, ત્યાર બાદ તેમની સક્રિયતા ઘણી ઓછી થઈ ગઈ. જેને પગલે તેમણે કેટલીક ફિલ્મોની ઑફર જવા દીધી.

8 સપ્ટેમ્બર 2020ના રોજ તેમને એક વાર ફરી બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યાર બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા અને પછી તેઓ સંપૂર્ણ રીતે રિકવર ન થઈ શક્યાં.

'બધાઈ હો' સિવાય તેમની આખરી ફિલ્મોમાં અમોલ ગુપ્તેની 'સ્નિફ' રહી જેમાં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી રહેલાં બેબેનાં દાદીની ભૂમિકા અદા કરી હતી.

જોયા અખ્તરના નેટફ્લિક્સ હૉરર ઘોસ્ટ સિરીઝમાં બીમાર અને પથારીવશ મિસિઝ મલિકનાં પાત્રમાં તેમને જોવું શાનદાર હતું.

તેમાં તેમની સારસંભાળ કરનારની ભૂમિકા જાન્હવી કપૂરે નિભાવી છે.

તેમણે શહેરી જીવનથી અલગ-થલગ જૂના દિવસોની ભયાવહતાને પરદા પર સાકાર કરવાનું કામ કર્યું છે. પરંતુ વાસ્તવિક જીવનમાં ઘણા ખુશમિજાજ અને સકારાત્મક હતા.

તેમના ચહેરા પર સ્મિત જ જોવા મળતું અને આંખોમાં એક ચમક. તેમણે આખરી ઇન્ટરવ્યૂમાંથી એક 'ફિલ્મફેર'માં કહ્યું હતું, "હું ફરીથી ચાલવા માગુ છું." જોકે એ થઈ ન શક્યું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો