You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોહન ભાગવત: અસદ્દુદીન ઔવેસીએ લિન્ચિંગ અને હિંદુત્ત્વના નિવેદન પર શું કહ્યું?
રવિવારે એક પુસ્તકના વિમોચન સમયે મોહન ભાગવતે નિવેદનમાં કહ્યું હતું કે તમામના ડીએનએ એક જ છે એટલે હિંદુ-મુસ્લિમ અલગ નથી. તેમણે નિવેદનમાં કેટલીક અન્ય બાબતો પણ કહી હતી. જેને લઈને વિવાદ સર્જાયો હતો. પરંતુ હવે તેની સામે અસદુદ્દીન ઓવૈસીએ પણ વળતો જવાબ આપ્યો છે.
ઓવૈસીએ ટ્વિટ કર્યું કે, "આ નફરત હિંદુત્ત્વએ જ આપી છે. આ અપરાધીઓને હિંદુત્ત્વવાદી સરકારનું રક્ષણ પ્રાપ્ત છે."
તેમણ એક પછી એક ટ્વિટ કરવાનું ચાલુ જ રાખ્યું. અને કહ્યું કે ભાગવતનું કહેવું છે કે લિન્ચિંગ કરવાવાળા હિંદુત્ત્વ વિરોધી છે.
હું કહું છે કે, "આ અપરાધીઓને ગાય-ભેંસમાં ફરક નથી સમજાતો પરંતુ હત્યા માટે જુનૈદ, અખલાક, પહલૂ, રકબર, અલીમુદ્દીનના નામ તેમના માટે પૂરતા હતા. આ નફરત હિંદુત્ત્વએ આપેલી છે, આ અપરાધીઓને હિંદુત્ત્વવાદી સરકારોનું રક્ષણ પ્રાપ્ત છે."
તેમણે વધુમાં લખ્યું, "કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના કાતિલોનું સ્વાગત થાય છે. અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લગાવાવમાં આવે છે, આસિફને મારનારાના સમર્થનમાં મહાપંચાયત બોલાવવામાં આવે છે, જ્યાં ભાજપના પ્રવક્તા પૂછે છે કે શું અમે હત્યા પણ ન કરી શકએ?"
દિગ્વિજય સિંહે પણ ટિપ્પણી કરી
દરમિયાન મોહન ભાગવતના નિવેદન પર દિગ્વિજય સિંહે પણ ટિપ્પણી કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે, "મોહન ભાગવત તમે તમારા શિષ્યો, પ્રચારકો, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓને પણ શિખામણ આપશો? શું તમે આ સલાહ મોદી અને ભાજપના મુખ્ય મંત્રીઓને પણ આપશો? જો તમે તમારા નિવેદન મામલે ઈમાનદાર છો તો મુસ્લિમોને પરેશાન કરનારા એ તમામને પાર્ટીમાંથી દૂર કરો."
વળી તેમણે વધુમાં કહ્યું કે આની શરૂઆત ભાગવત મોદી અને યોગી આદિત્યનાથથી કરે.
મોહન ભાગવતે શું કહ્યું હતું?
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે તમામ ભારતીયોનું ડીએનએ એક છે, ભલે તે કોઈ પણ ધર્મના હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં લિન્ચિંગ (ટોળા દ્વારા હત્યા) પર તેમણે કહ્યું, "ભારત જેવા લોકતંત્રમાં હિંદુ અથવા મુસ્લિમ જે કોઈ એક આવા કામોમાં સામેલ થાય છે, તેઓ હિંદુત્ત્વ વિરોધી છે."
ભાગવતે કહ્યું કે ભારતમાં જે વાત કહેવામાં આવે છે કે ઇસ્લામ જોખમમાં છે. એ ભ્રામક છે. આથી તેમાં ફસાઈ ન જવા તેમણે મુસ્લિમોને અપીલ કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો