કોરોનાથી થયેલાં મૃત્યુ અંગે ન્યૂયૉર્ક ટાઇમ્સનો રિપોર્ટ 'આધારહીન અને ખોટો' : કેન્દ્ર સરકાર - Top News

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
કેન્દ્ર સરકારે ભારતમાં કોવિડ-19ની પરિસ્થિતિ પર ન્યૂયૉર્ક ટાઇમ્સમાં આવેલા રિપોર્ટને 'આધારહીન અને ખોટો' ગણાવતા નકારી કાઢ્યો છે.
કેન્દ્ર સરકાર મુજબ, "આમાં કોઈ પણ પુરાવા નથી આપવામાં આવ્યા અને આ ખોટ રીતે લગાવવામાં આવેલા અનુમાન પર આધારિત છે. "
ન્યૂયૉર્ક ટાઇમ્સે બે દિવસ પહેલા સમાચાર પ્રકાશિત કર્યા હતા જેમાં ભારતમાં કોવિડ-19ને કારણે થયેલાં મૃત્યુને લઈને અલગઅલગ રીતે અનુમાન લગાવવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં ભારતના 24 મે 2021 સુધીના આધિકારિક આંકડાનો ઉલ્લેખ હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ મુજબ ત્યાર સુધી સંક્રમિતોની કુલ આધિકારિક સંખ્યા બે કરોડ 60 લાખ અને મરનાર લોકોની સંખ્યા લગભગ ત્રણ લાખ સાત હજાર હતી.
ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારતમાં મરવાવાળાઓની સાચી સંખ્યા સામે નથી આવી રહી. જે આંકડો સામે આવી રહ્યો છે તે ઓછો છે.
અખબારના રિપોર્ટમાં ત્રણ અલગઅલગ સ્થિતિઓનો ઉલ્લેખ કરાયો હતો.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારતમાં સંક્રમિતોની સાચી સંખ્યા 40 કરોડથી 70 કરોડ સુધી હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ સ્થિતિમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી મરનાર લોકોની સંખ્યા ઓછામાં ઓછી 16 લાખ જેટલી હોઈ શકે છે.
અખબારના રિપોર્ટમાં ત્રીજી પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે મુજબ ભારતમાં અત્યાર સુધી 42 લાખ લોકોનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું છે.
કોરોના સંક્રમણથી થયેલાં મૃત્યુ સિવાય અખબારે પોતાના રિપોર્ટમાં કોરોના સંક્રમિતોની સંખ્યાનું અનુમાન પણ લગાવ્યું હતું.
ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 40 કરોડ લોકો સંક્રમિત થયા છે.
અખબાર મુજબ શક્યતા છે કે અત્યાર સુધી 54 કરોડ લોકો સંક્રમિત થઈ ગયા છે અને સ્થિતિ જો વધારે બગડી તો એ આશંકાને નકારી ન શકાય કે ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 70 કરોડ સુધી પહોંચી ગઈ છે.
અખબારે દાવો કર્યો છે કે ભારતમાં કેસ અને મૃતકોની સંખ્યાના વિશ્લેષણ માટે તેણે એક ડઝનથી વધારે નિષ્ણાતો સાથે વાત કરી હતી. મોટા પ્રમાણમાં થયેલા ઍન્ટીબૉડી ટેસ્ટના પરિણામને ધ્યાનમાં રાખો અને ત્યારે દેશમાં થયેલી તબાહીનું સાચા પ્રમાણમાં સંભવિત અનુમાન સામે આવે."
કેન્દ્ર સરકારે આ રિપોર્ટને આધારહીન ગણાવ્યો છે.
જોકે, ભારતમાં કેટલાક સમાચાર પત્રોએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અલગઅલગ શહેરો અને પ્રદેશોમાં કોરોનાથી જેટલાં મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે, તેના કરતા મૃતકોની સંખ્યા ઘણી વધારે છે.

ઉત્તર પ્રદેશમાં 20 લોકોને પહેલો ડોઝ કોવિશિલ્ડનો આપ્યો અને બીજા ડોઝમાં કોવૅક્સિન આપી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં એક ગામમાં 20 લોકોને કોવિશિલ્ડ અને કોવૅક્સિન બંને રસીના ડોઝ મૂકી દેવામાં આવ્યા હોવાનો કેસ સામે આવ્યો છે.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર નેપાળ સરહદ પાસેના ઉત્તર પ્રદેશનૈ સિદ્ધાર્થનગર જિલ્લાના એક ગામમાં 20 લોકોને બંને રસીનું કોકટેલ મળ્યું હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.
ગામવાસીને પહેલા કોવિશિલ્ડ અપાઈ પછી તેના સપ્તાહ બાદ 14મેના રોજ કોવૅક્સિન આપી દેવાઈ હતી.
જોકે તેમાંથી કોઈને પણ આડઅસર થઈ હોવાના કોઈ રિપોર્ટ નથી નોંધાયા. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે.
અત્રે નોંધવું કે સરકારની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ એક જ રસીના બે ડોઝ લેવા હિતાવહ છે. એક ડોઝ કોવિશિલ્ડ અને એક ડોઝ કોવૅક્સિનનો લેવો હિતાવહ નથી.

રસીના લીધો લોહીની ગાંઠ બની જતી હોવાનો કોયડો ઉકેલી લીધો હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જર્મનીના વૈજ્ઞાનિકનો દાવો છે કે તેમણે કોરોનાની રસીના લીધે શરીરમાં જે લોહીની ગાંઠ બની જતી હોવાના કિસ્સા બહાર આવ્યા છે તે કેમ થાય છે તેનો કોયડો ઉકેલી લીધો છે.
‘ફાયન્સાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર ફ્રેન્કફર્ટની ગોથે યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ માર્શલેકના સંશોધનમાં આ વાત બહાર આવી છે. જેમાં લોહીની ગાંઠ કેમ થાય છે તેના પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે.
વૈક્ષાનિકે કરેલા રિસર્ચમાં દાવો કરાયો છે કે વેક્ટર આધારિત રસીમાં લોહીના ગાંઠ ગંઠાઈ જાય છે. એસ્ટ્રાઝેનેકા/ઑક્સફૉર્ડ અને જોનસન ઍન્ડ જોનસનની રસીમાં આવા કેસ નોંધાયા છે.
તેમનું કહેવું છે આ રસી જે કોષમાં રોગપ્રતિકાર પ્રક્રિયા હાથ ધરવા શરીરને સંદેશ આપે છે, તેમાં કેટલાક પ્રોટિન છુટા પડી જાય છે અને તે મ્યુટન્ટ થયેલા પ્રોટિન પછી કોષમાં બાઇન્ડ નહીં થતા હોવાથી આવું થાય છે. આથી રસીમાં કેટલાક ફેરફાર કરીને આ પ્રક્રિયાને રોકી શકાય છે.

જેલમાંએક પણ દિવસ કે રાત તણાવ વગર નથી પસાર થઈ – ઉમર ખાલીદ

ઇમેજ સ્રોત, FACEBOOK/UMAR KHALID
2020માં દિલ્હી રમખાણો કેસ મામલે તિહાર જેલમાં રહેલા જેએનયુના વિદ્યાર્થી અને યુવા નેતા ઉમર ખાલિદ કોરોનામાંથી રિકવર થયા છે.
‘ધ ક્વિન્ટ’ના અહેવાલ અનુસાર તમણે કહ્યું કે જેલમાં એક પણ એવો દિવસ કે રાત નથી ગઈ જે તણાવ વગર પસાર થઈ હોય.
ઉમર ખાલીદનું કહેવું છે કે તેઓ તેમના માતાપિતા સાથે પણ વાત નથી કરી શક્યા.
તેમણે કહ્યું જેલમાં દરેક રાત તણાવયુક્ત રહી છે. અને ઘણી મુશ્કેલ પણ.
તેમણે ઉમેર્યું, ‘જો આ સમયે બહાર હોત તો જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકાઈ હોત’


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












