Tauktae route : તૌકતે વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, અત્યારે ક્યાં છે, કઈ તરફ આગળ વધી રહ્યું છે અને ક્યારે ખતમ થશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તૌકતે વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જે બાદ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાંથી આગળ વધ્યું હતું.
તૌકતે વાવાઝોડું સવારે 5.30 વાગ્યે ડીપ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું હવમાનાવિભાગ જણાવે છે .
જોકે આગામી 12 કલાક દરમિયાન તે હજી મંદ પડતું જશે, હાલની સ્થિતિ પ્રમાણે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકેલું તૌકતે ઉદયપુરથી 60 કિલોમિટર દૂર પશ્ચિમ અને દક્ષિણપશ્ચિમમાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સોમવારે રાત્રે દીવ અને ઉના વચ્ચે થયેલા લૅન્ડફોલ બાદ મંગળવારે તૌકતે ગુજરાતના વિવિધ ભાગોમાંથી પસાર થયું હતું.
વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને આગામી ત્રણ કલાકમાં તે નબળું પડવાની શક્યતા છે.
વાવાઝોડાના સંકટ વચ્ચે લોકોનાં મનમાં ભયની સાથે કેટલાક સવાલો પણ ઊઠી રહ્યા છે, વાવાઝોડા અંગે ઊઠતા સવાલોના જવાબ અહીં વાંચો.

તૌકતે વાવાઝોડાનો રૂટ શું છે?

તૌકતે વાવાઝોડાનો રૂટ મેપ હવામાન વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
ગુજરાતને ગઈકાલે રાતથી ઘમરોળી રહેલું તૌકતે વાવાઝોડું લૅન્ડ ફોલ બાદ હવે મધરાતથી નબળું પડી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તૌકતે દીવ-વણાંકબારાના કાંઠે ત્રાટક્યું અને હાલ તેને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
સવારે સાડા આઠ વાગ્યે સુરેન્દ્રનગરથી 130 કિલોમિટર દૂર અને અમરેલીથી 30 કિલોમિટર પૂર્વની તરફ વાવાઝોડું હતું અને તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

Tauktae નામ કોણે આપ્યું? સાચું ઉચ્ચારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
વાવાઝોડાને અંગ્રેજીમાં Tauktae નામ આપવામાં આવ્યું છે, જોકે ગુજરાતી માધ્યમોમાં તૌકતે, તાઉતે, ટૌટે, ટૌકટે, તાઉ-તે એમ જુદા-જુદા શબ્દો લખવામાં આવી રહ્યા છે.
Tauktae નામ મ્યાંમાર દ્વારા સૂચવવામાં આવ્યું હતું અને ત્યાંના લોકો આનું ઉચ્ચારણ 'તાઉ-તે' કરે છે.
પ્રશ્ન એ થાય કે વાવાઝોડાને આવું અટપટું નામ કેમ આપવામાં આવ્યું છે? વાવાઝોડાનું નામકરણ કોણ કરે છે? એની પ્રક્રિયા શું હોય છે?

વાવાઝોડું કઈ રીતે સર્જાય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠેના શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતા હોય છે.
જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ભવિષ્યમાં 'હરિકૅન'નું જોખમ વધી ગયું છે.
વાવાઝોડાના સર્જન વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

વાવાઝોડા વખતે વીજળી પડે તો શું કરશો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
વાવાઝોડાની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે, ક્યાંક-ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.
વાવાઝોડા વખતે ઘણી વખત વીજળી પડવાનું જોખમ પણ તોળાતું હોય છે.
જો કોઈના પર વીજળી પડે તો શું કરવું? અથવા તો આ પ્રકારની સ્થિતિમાં કઈ રીતે બચી શકાય?
આ પ્રશ્નોના વિગતવાર જવાબ મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો.

વાવાઝોડા વખતે બંદર પર અપાતાં સિગ્નલનો શું અર્થ છે?
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના અલગ-અલગ દરિયાકાંઠા પર વાવાઝોડાને પગલે સિગ્નલ આપી દેવામાં આવ્યાં છે.
દરિયામાં જ્યારે વાવાઝોડું આવે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે.
દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

સાયક્લોન, હરિકૅન કે ટાયકૂન વચ્ચે શું ફેર?

ઇમેજ સ્રોત, NASA
ગુજરાત પર હાલ તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને સીધી અસર કરે તેવી શક્યતા છે અને 2021નું આ પ્રથમ વાવાઝોડું છે.
સાયક્લોન, હરિકૅન, ટાયકૂન, સુપર ટાયકૂન આ શબ્દોને એકસરખા સમજવાની ભૂલ ન કરવી જોઈએ, આ અલગ-અલગ શબ્દોના જુદા-જુદા અર્થ છે.
આ બધાં વાવાઝોડાં ઉષ્ણકટિબંધીય તોફાન છે, પરંતુ વિસ્તારની દૃષ્ટિએ તેમને અલગઅલગ નામ આપવામાં આવ્યાં છે.
2019માં 'ફ્લૉરેન્સ' નામના હરિકૅને અમેરિકામાં તબાહી મચાવી હતી. એ જ રીતે સુપર ટાયકૂન 'મંગખૂટ'એ ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યો હતો.
સાયક્લોન, હરિકૅન, ટાયકૂન, સુપર ટાયકૂન વચ્ચે શું ફરક છે અને એ કઈ રીતે નક્કી થાય છે, એ વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો