બૅન્કોની હડતાલ : ક્યારે છે અને કેટલી અસર પડશે?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, AFP

તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

બે સરકારી બૅન્કોના ખાનગીકરણના સરકારના નિર્ણયની સામે નવ કર્મચારીસંગઠનોએ બે દિવસની હડતાલનું એલાન આપ્યું છે.

કર્મચારીઓએ સોમવાર તથા મંગળવાર એમ બે દિવસ માટે તા. 15 તથા 16 માર્ચના રોજ હડતાલ રાખવાની વાત કરી છે. આને કારણે બૅન્કની કામગીરી ચાર દિવસ માટે ઠપ રહેશે. કારણ કે શનિવાર તા. 13મી માર્ચના રોજ બીજો શનિવાર હોવાને લીધે બૅન્કનું કામકાજ બંધ રહેશે.

સોમવારે ગુજરાતમાં વિવિધ સ્થળોએ બૅન્ક કર્મચારીઓ આ રીતે લોકોને જાગૃત કરતાં જોવાં મળ્યાં. આ તસવીર અમદાવાદની છે.

ઇમેજ સ્રોત, Jigar Bhatt

ઇમેજ કૅપ્શન, સોમવારે ગુજરાતમાં વિવિધ સ્થળોએ બૅન્ક કર્મચારીઓ આ રીતે લોકોને જાગૃત કરતાં જોવાં મળ્યાં. આ તસવીર અમદાવાદની છે.

કોરોનાને કારણે સામાજિક મેળાવડા ઉપર નિયંત્રણો હોવાને કારણે કર્મચારીઓ એકઠા થઈને વિરોધ કરવાને બદલે સોશિયલ મીડિયા ઉપર નાગરિકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર #bankbachao_deshbachao ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ માટે તેઓ સરકારી તથા ખાનગી બૅન્કો વચ્ચે અલગ-અલગ સેવાઓના દરમાં કેટલો મોટો તફાવત છે, તે સમજાવવાનો પ્રયાસ કરશે. આ સિવાય 'ખાનગીકરણ અટકાવો'ના માસ્કનું વિતરણ કરશે, એવા પણ અહેવાલ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કર્મચારીસંગઠનોનું કહેવું છે કે જો તેમની વાતને ધ્યાને લેવામાં નહીં આવે તો આવતાં મહિનાથી જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

નાગરિકો માટે રાહતના સમાચાર છે કે આ ગાળા દરમિયાન મોબાઇલ તથા ઇન્ટરનેટ બૅન્કિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે.

નાણાંકીય વર્ષ 2021- '22નું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતરામણે જણાવ્યું હતું, "અમે આઈ.ડી.બી.આઈ. (ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા) ઉપરાંત બે સરકારી બૅન્કો તથા એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનું લક્ષ્યાંક રાખીએ છીએ."

સરકાર જાહેરસાહસોનાં વેચાણ દ્વારા સરકાર નાણાકીય વર્ષ દરમિયાન રૂ. એક લાખ 75 હજાર કરોડ ઊભા કરવા માગે છે.

line
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો