You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind v Eng : મોટેરામાં જો રૂટની ટીમ વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાને ટક્કર આપી શકશે?
- લેેખક, સ્ટીફન શેમિલ્ટ
- પદ, બીબીસી સ્પોર્ટ્સ
કહેવાય છે કે જેમ પરિસ્થિતિ જેટલી બદલાય એમ ઇંગ્લૅન્ડની ટીમ સાતત્ય દાખવે છે. ભારતમાં ટેસ્ટ મૅચ રમાતી હોય ત્યારે ભારત તરફથી મજબૂત ટક્કર મળે એ પરિસ્થિતિથી ઇંગ્લૅન્ડ સારી રીતે વાકેફ છે. જોકે આ વખતે પીચને લઈને વધારે મોટી ચર્ચાઓ થઈ રહી છે.
કપ્તાન જો રૂટનું કહેવું છે કે ચેન્નાઈમાં ઇંગ્લૅન્ડ પીચને લીધે નથી હાર્યું અને હજુ પણ તેઓ શ્રૃંખલામાં 1-1થી બરોબરીમાં છે.
શિયાળામાં પરિસ્થિતિ મુશ્કેલ જ રહેતી હોય છે. આથી શ્રીલંકામાં ઇંગ્લૅન્ડનો 2-0થી વિજય અને ભારત સામે તાજેતરનું પરફૉર્મન્સ સંતોષદાયક ગણાવી શકાય.
પણ તો પછી ઇંગ્લૅન્ડ કઈ રીતે ભારતને ટક્કર આપશે અને શ્રૃંખલા જીતવા તે શું રણનીતિ અપનાવશે. કયા પરિબળો છે જે પરિણામને અસર કરી શકે છે.
પિંક બૉલ?
ઇંગ્લૅન્ડ માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો તેના પરફૉર્મન્સને અસર થાય છે. ખાસ કરીને બીજી ટેસ્ટમાં જે 'ડસ્ટબૉલ'નું પરિબળ હતું તે નોંધપાત્ર છે.
જોકે એનો અર્થ એવો નથી કે ઇંગ્લૅન્ડ આ જ કારણસર નબળું પરફૉર્મ કરે છે. એક સમય એવો પણ આવે છે જ્યારે ટીમના બેટ્સમૅનો અને સ્પિનર્સ ઘૂંટણિયે પડી જાય છે. પણ ભારતની વાત જુદી છે. કેમ કે સ્પિન મામલે તે વધારે અનુભવી, હોશિયાર અને મજબૂત ટીમ છે.
આશા છે કે અમદાવાદમાં મોટેરાની પીચ પર સ્થિતિ કંઈક અલગ હશે કારણ કે ત્રીજી મૅચ ફ્લડલાઇટ્સમાં પિંક બૉલ સાથે રમાવાની છે અને તે મોટું પરિબળ બની શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં પહેલા કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાઈ હતી. તેમાં બાંગ્લાદેશ સામે ભારતે વિજય મેળવ્યો હતો પરંતુ સ્પિનર્સને એટલી મદદ નહોતી મળી. ભારત આવી સ્થિતિ છતાં ઘરઆંગણે ડે-નાઇટ ટેસ્ટ જીત્યું તેવું આ એક માત્ર ઉદાહરણ છે.
એટલે અમદાવાદની પીચ પર ઇંગ્લૅન્ડની ફાસ્ટબૉલિંગ અસરકારક રહે એવી બની શકે છે. જો જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ બંને ટીમમાં રમે છે અને તેઓ અસરકારક રહે છે, તો ઇંગ્લૅન્ડને ફાયદો થઈ શકે છે.
રોટેશન, રોટેશન, રોટેશન
ઇંગ્લૅન્ડ આરામ અને રોટેશનની નીતિ અપનાવે છે. વર્ષની 17 ટેસ્ટ અને ટી-20 વિશ્વકપને ધ્યાને રાખીને આ નીતિ અપનાવવામાં આવી છે. જેથી ખેલાડીઓને રમતની પ્રૅક્ટિસ અને આરામ બંનેનો મિક્સસ અનુભવ મળી રહે.
ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમના કપ્તાન ઍરોન ફિન્ચે પણ કહ્યું હતું કે ઇંગ્લૅન્ડની આ નીતિનું અનુકરણ કરવું જોઈએ.
જોકે અત્યાર સુધી ભારતમાં ટેસ્ટ શ્રૃંખલા અને નાતાલ પહેલાં દક્ષિણ આફ્રિકામાં 20-20 શ્રૃંખલા માટે ફૂલ-ટાઇમ ટીમની જાહેરાત થઈ છે.
એક વિવાદ એ પણ થઈ રહ્યો છે કે ઇંગ્લૅન્ડના ખેલાડી આઈપીએલમાં રમે છે અને ટેસ્ટ મૅચમાં આરામ માગે છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેલાડીઓને આઈપીએલમાં રમવાથી ના ન કહી શકાય કેમ કે તેમના માટે આ સારી તક છે. તેમનો આઈપીએલનો અનુભવ ટીમમાં પણ મદદરૂપ થતો જોવા મળ્યો છે.
જૂનમાં ન્યૂઝિલૅન્ડ સામે શરૂઆતી ટેસ્ટમાં કેટલાક ખેલાડી નહીં રમી શકે કેમ કે આઈપીએલનો અંતિમ તબક્કો ચાલતો હશે.
ઇંગ્લૅન્ડ ઇયોન મોર્ગનને ટીમમાં રાખવા ઇચ્છશે પરંતુ આઈપીએલ પછી તેમને આખો વિશ્વ કપ રમાડવો મુશ્કેલ લાગે છે.
જો ઇંગ્લૅન્ડ આ પાસું સફળ રીતે પાર પાડે છે તો આ શ્રેણી અને આગામી શ્રેણીઓમાં તેને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં.
સ્પિન બૉલિંગ
ઇંગ્લૅન્ડ સામે ભારતનું સ્પિન આક્રમણ મજબૂત છે. વળી ઇંગ્લૅન્ડને ખબર હતી કે મોઇન અલી બીજી ટેસ્ટ પછી નથી રમવાના તેમ છતાં તેમણે ડોમ બેસની જગ્યાએ તેમને ટીમમાં લીધા હતા.
આથી આ વિભાગમાં જૅક લિચ કદાચ જગ્યા મેળવી શકે છે. પરંતુ આ વિભાગમાં ઇંગ્લૅન્ડ માટે પડકારરૂપ સ્થિતિ જોવા મળી રહી છે.
ઘરઆંગણે ભારતનું સ્પિન આક્રમણ વધુ મજબૂત રહેતું હોય છે પરંતુ તેની સામે ઇંગ્લેન્ડની બૅટિંગ લાઇન-અપ લાંબી છે.
ટૉપ ઑર્ડરનું સંયોજન
ઇંગ્લૅન્ડ પાસે ઝૅક ક્રૉલે છે પરંતુ તેઓ ઈજાગ્રસ્ત છે. બની શકે કે તેઓ અમદાવાદ ટેસ્ટમાં રમે. પરંતુ ડોમ સિબ્લે, રોરી બર્ન્સ અને જોની બેરસ્ટો તથા ડેન લૉરેન્સ એક સાથે રમવા ઉપલબ્ધ નથી.
બેરસ્ટો રમશે તો બની શકે ભારત માટે મુશ્કેલી સર્જે. કેમ કે શ્રીલંકા સામે તેમણે સારું પરફૉર્મ કર્યું હતું.
બેન સ્ટૉક્સ અશ્વિનની જેમ ભૂમિકા ભજવી શકશે?
સ્ટૉક્સ જુલાઈમાં વિશ્વમાં શ્રેષ્ઠ બેટ્સમૅનોમાં ત્રીજા ક્રમે હતા પરંતુ તેઓ ભારત પ્રવાસ પહેલાં માત્ર ગણતરીની ટેસ્ટ રમ્યા છે. વળી તેઓ અશ્વિનને સરળતાથી વિકેટ આપી દેતા જોવા મળ્યા છે.
જોકે સ્ટૉક્સની કારકિર્દીમાં અશ્વિન એક એવા સ્પિનર બૉલર છે કે જે હંમેશાંથી તેમને પરેશાન કરતા આવ્યા છે. અશ્વિને સ્ટૉક્સને 10 વખત આઉટ કર્યાં છે. જે અન્ય કોઈ બૉલર કરતાં ઘણું મોટું પ્રમાણ છે.
કહેવાય છે કે જો સ્ટૉક્સ યોગ્ય યોગદાન નહીં આપે અને અશ્વિન ફરીથી તેમને જલદી પેવેલિયન મોકલી દેશે તો ઇંગ્લૅન્ડ માટે આ પ્રવાસમાં સફળતા મેળવવી અઘરી બની જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો