You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વસીમ જાફર પર સાંપ્રદાયિકતાના આરોપ મામલે ક્રિકેટ સ્ટાર્સ ચૂપ કેમ છે? - દૃષ્ટિકોણ
- લેેખક, વિજય લોકાપલ્લી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
વસીમ જાફર પર સાંપ્રદાયિકતાના આરોપ મુદ્દે ક્રિકેટ જગતમાં નામમાત્રની પ્રતિક્રિયા પર આપણે સૌ હેરાન કેમ છીએ?
પહેલી વાત એ છે કે ભારતના ભૂતપૂર્વ ઑપનિંગ બૅટ્સમૅન વસીમ જાફર પર ડ્રેસિંગ રૂમની અંદર સાંપ્રદાયિક ભેદભાવ કરવાનો આરોપ કોણે લગાવ્યો છે?
ઉત્તરાખંડ ક્રિકેટ ઍસોસિયેશને હાલ સુધી આ કેસમાં એક બીજાને ખારિજ કરતી દલીલો આપી છે જોકે એક અધિકારીએ મને કહ્યું કે આ કેસ કાંઈ પણ હોઈ શકે છે પરંતુ સાંપ્રદાયિક નથી.
ખરેખર, રમતની દુનિયામાં ધર્મ ક્યારેય ચર્ચાનો મુદ્દો રહ્યો નથી. ક્યારેય નહીં.
1967માં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન મંસૂર અલી ખાન પટૌડી પોતાની સાથે એવી સંસ્કૃતિ લઈને આવ્યા જેમાં ખેલાડીઓની વચ્ચે મજબૂત બૉન્ડિંગ થતું હતું.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને સ્પિનર બિશનસિંહ બેદીએ પટૌડીના સમયને યાદ કરીને કહ્યું, “તેમણે અમને ભારતીયતાનો પાઠ ભણાવ્યો હતો. તેમણે અમને કહ્યું હતું કે ટીમ તરીકે આપણે તમામ એક છીએ.”
એવામાં એ ઘટના જેના કારણે વસીમ જાફરે પોતાનો બચાવ કરવો પડ્યો, એ કોઈ આઘાતથી કમ નથી.
તેમના પર ટીમના સિલેક્શનમાં કથિત રીતે સાંપ્રદાયિક ભેદભાવ અને શુક્રવારની નમાઝ માટે ડ્રેસિંગ રૂમમાં મૌલવી સાહેબને બોલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ઉત્તરાખંડ ક્રિકેટ ઍસોસિયેશનના સચિવ માહિમ વર્માએ સાંપ્રદાયિકતાના આરોપોને ખારિજ કરીને તેને ક્રિકેટ સાથે જોડાયેલો મુદ્દો કહ્યો છે.
આશ્ચર્યની વાત નથી કે આરોપથી દુ:ખી થયેલા જાફરે ઉત્તરાંખંડની ટીમના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ટીમનું પ્રદર્શન સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં સારું રહ્યું નથી.
વસીમજાફરપરલાગેલાઆક્ષેપઅનેચુપકીદી?
જાફરના રાજીનામા પછી જ્યારે મામલાએ રંગ પકડ્યો તો ક્રિકેટની દુનિયામાં કેવા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી? કહી શકાય કે નામમાત્રની પ્રતિક્રિયા સામે આવી.
ઠીક આ સ્થિતિ ત્યારે જોવા મળી જ્યારે ભારતીય ટીમના કોચ પદેથી અનિલ કુંબલેને હઠાવી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ ક્રિકેટના જાણીતા સ્ટાર્સ ચૂપ રહ્યા હતા.
જાફરના પક્ષમાં સૌથી પહેલાં ઊભા થનારા ખેલાડી અનિલ કુંબલે હતા. ભારતના સૌથી સફળ લેગ સ્પિનર અનિલ કુંબલે તે દરદ જાણતા હતા જે વસીમ જાફરે મહેસૂસ કર્યું હશે. એકલા પડી જવાનું અને જેમની સાથે ડ્રેસિંગ રૂમ શૅર કર્યું હોય તે સાથીઓ તરફથી નિરાશા મળવાનું.
તેમણે વસીમ જાફર માટે એક મોટા દિલવાળા ખેલાડીની સ્પિરિટ દેખાડતાં ટ્વીટ કર્યું, “વસીમ તમારી સાથે છું. તેં સાચું કર્યું. દુર્ભાગ્ય એ છે કે ખેલાડી તમારી મેન્ટરશિપને મિસ કરશે.”
આ એક વરિષ્ઠ ખેલાડીને મળનારા જરૂરી સમર્થનની જેમ હતું. આપણે લોકો જોઈ રહ્યા છીએ કે કેવી રીતે રમતના મોટા સ્ટારોએ સોશિયલ મીડિયા પર જાફરનું સમર્થન કરવાનું ટાળ્યું છે, પરંતુ જે લોકોએ જાફરનું સમર્થન કર્યું છે. તેમની પ્રશંસા પણ થઈ રહી છે.
વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશને જાફરનું સમર્થન કર્યું છે. આ સિવાય મુંબઈની ટીમમાં તેમની સાથે રમેલા ચંદ્રકાંત પંડિત, અમોલ મજૂમદાર, શિશિર હટ્ટંગડી, આવિષ્કાર સાલ્વી, શેલ્ડન જૅક્સન, ફૈઝ ફઝલ, મોહમ્મદ કૈફ, નયન દોષી અને નિશિત શેટ્ટીએ જાફરનું સમર્થન કર્યું છે.
જાફરની પાસે એક સંદેશ ઘણા દૂરથી ઝિમ્બાવેના પૂર્વ કૅપ્ટન એન્ડી ફ્લાવરે મોકલ્યો, જેમણે તેમનો ઘણો ઉત્સાહ વધાર્યો છે.
ચૂપરહેવાનુંકારણશુંછે?
મોટા ક્રિકેટરોનું આ મુદ્દે ચૂપ રહેવાનું મોટું કારણ ટ્રોલ ફૅક્ટરી હોઈ શકે છે.
પરંતુ ટીમના ડ્રેસિંગ રૂમના બાયો બબલ વાતાવરણનું ઉલ્લંઘન કરતાં મૌલવીને બોલાવવાની વાત પર ટીમના ખેલાડી ઇકબાલ અબ્દુલ્લાની વાતને પણ સાંભળવામાં આવવી જોઈએ.
અબ્દુલ્લાએ જે કહ્યું છે તે ઉત્તરાખંડ ક્રિકેટ ઍસોસિયેશને નહોતું જણાવ્યું.
અબ્દુલ્લાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “અમે લોકો શુક્રવારની નમાજ મૌલવી વગર પઢતા નથી. બપોરે ત્રણ વાગ્યાને 40 મિનિટે અમારો અભ્યાસ પૂર્ણ થવાનો હતો અને તેના પછી જ અમે નમાજ પઢતા. મેં સૌથી પહેલાં વસીમભાઈને પૂછ્યું કે શું મૌલવીને બોલાવી શકાય છે? તેમણે મને ટીમ મૅનેજર પાસેથી પરવાનગી લેવા માટે કહ્યું, મેં ટીમ મૅનેજર નવનીત મિશ્રા સાથે વાત કરી, તેમણે કહ્યું, “કોઈ નહીં ઇકબાલ, પ્રાર્થના-ધર્મ પહેલાં હોવો જોઈએ.” તેમણે મને પરવાનગી આપી અને આ પૂછી મેં નમાજ પઢવા માટે મૌલવીને બોલાવ્યા.”
ઇકબાલ અબ્દુલ્લાની વાત પણ એ વાતને સાબિત કરે છે કે રમત સાંપ્રદાયિકતાથી અનેક ગણી ઉપરની વસ્તુ છે. જોકે એ વાત પણ સાચી છે કે રમતમાં ભેદભાવ બીજી અનેક રીતે જાહેર થાય છે પરંતુ તે અહમ્ કારક હોતો નથી.
સાંપ્રદાયિકતાથીઉપરરમતનીદુનિયા
રમતમાં સાંપ્રદાયિકતા માટે કોઈ જગ્યા હોતી નથી. આપણે યાદ રાખવું જોઈએ કે 1993ની હિંસા દરમિયાન સુનિલ ગાવસ્કરે હિંસા કરી રહેલી ભીડની વચ્ચે જઈને ત્યાં ફસાયેલા એક પરિવારને બચાવ્યો હતો.
રમતની દુનિયામાં જફર ઇકબાલ જેવા પ્રતિષ્ઠિત હૉકી ઑલિમ્પિયન ખેલાડી પણ છે, ક્યારેક તહેવાર પર સૌથી પહેલો સંદેશો ન માત્ર તેમનો હોય છે પરંતુ મોહમ્મદ અઝહરુદ્દીન, વસીમ જાફર, ફૈજ ફઝલ, ઓબેદ કમાલ અને મોહમ્મદ કૈફનો પણ સંદેશો આવે છે.
ઝફર ઇકબાલ તો ભાગવદ્ ગીતા અને ઋગવેદના પણ જ્ઞાતા છે. એ પ્રકારે બિશનસિંહ બેદી પણ તમામ ધર્મોના ગ્રંથોની સમજણ રાખે છે.
કોઈ વારાણસીથી નિકળેલા મોહમ્મદ શાહિદ જેવા હૉકીના જાદુગરને કેવી રીતે ભુલાવી શકે છે? રમત અને ચરિત્રમાં જે કાંઈ પણ સારું થઈ શકે છે તે હવે મોહમ્મદ શાહિદમાં હાજર હતું.
આપણે જોયું છે કે કેવી રીતે તેઓ પાકિસ્તાન માટે પોતાના સર્વશ્રેષ્ઠ હુન્નરને બચાવી રાખતા હતા? તે આવું કોઈ ખાસ કારણે નહોતા કરતા પરંતુ પાકિસ્તાનની ટીમને ટક્કરની માનતા હતા અને પોતાની સ્કિલથી તેમને ચોંકાવી દેવામાં આનંદ અનુભવતા હતા. તેઓ પોતાની ડ્રિબલિંગથી પાકિસ્તાનના ખેલાડીઓને શરમની સ્થિતિમાં મૂકી દેતા હતા. કે પછી જેમ મોહમ્મદ કૈફ કહે છે, “ક્રિકેટ રમતી વખતે ક્યારેય મને મારી ધાર્મિક આસ્થાની યાદ નથી અપાવવામાં આવી.” સત્ય આ જ છે.
સ્પૉર્ટ્સ પત્રકાર તરીકે મારી કારકિર્દી દરમિયાન મને અનેક શાનદાર ખેલાડીઓને મળવાની તક મળી, જેઓ ક્ષુદ્ર રાજકારણ અને સાંપ્રદાયિકતાથી પર હતા.
રમજાનના મહિનામાં અમે લોકો મુસ્લિમ દોસ્તોની હાજરીમાં પાણી સુધી નહોતા પીતા. રમતના મેદાનમાં ભાઈચારાની મિસાલ તરીકે અનેક કિશોર અને અનેક સાજિદને એકબીજાનો સાથ આપતા અમે જોયા છે.
હાલના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર ઉતાવળમાં નિષ્કર્ષ પર પહોંચી જાય છે અને તે હંમેશાં યોગ્ય નથી હોતું. એવા સમાજને પ્રભાવિત કરનારા, જાગૃતિ લાવનારા કદના ખેલાડીઓ માટે પોતાની વાત મૂકવી જરૂરી બની જાય છે.
જોકે સાર્વજનિક રીતે પોતાના વિચારોને વ્યક્ત કરવા કોઈની વ્યક્તિગત બાબત બની શકે છે, કોઈનો પક્ષ લેવા માટે કોઈ બીજાને મજબૂર પણ કરી શકાતો નથી.
પરંતુ જો તમે એક બીજાની સાથે સમય પસાર કર્યો હોય તો એક બીજાની સાથે ઊભા રહેવાથી ઘણી મોટી મદદ મળે છે, દુ:ખદ એ છે કે સૌથી જરૂરી સમયમાં વસીમ જાફરને તે મદદ ન મળી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છ