INDvENG : ચેતેશ્વર પૂજારા, રિષભ પંત અને વિરાટ કોહલી 420 રન ચેઝ કરી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઇંગ્લૅન્ડની વચ્ચે રમાઈ રહેલી ચેન્નાઈ ટેસ્ટના ચોથા દિવસની રમત બાદ ભારતને જીત માટે 381 રનની જરૂર છે. ભારત પાસે 9 વિકેટ અને એક દિવસની રમત બાકી છે.
ચોથા દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધી ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને 39 રન કરી લીધા છે. ઓપનાર રોહિત શર્મા 12 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ઇંગ્લૅન્ડના બૉલર જેક લીચે રોહિત શર્માને કલીન બૉલ્ડ કર્યા હતા.
શુભમન ગિલ 15 રન અને ચેતેશ્વર પૂજારા 12 રન પર રમી રહ્યા છે.
આ પહેલાં ભારતીય ટીમ 337 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડના બૉલર બૅસએ ચાર વિકેટ લીધી હતી. આર્ચર, લીચ અને ઍન્ડરસને 2-2 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 178 રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં કૅપ્ટન જો રુટે સૌથી વધુ 40 રન બનાવ્યા છે.
આર. અશ્વિને 6 વિકેટ ઝડપતા ઇંગ્લૅન્ડની ટીમ 200 રન પાર કરી શકી નહોતી. આ 21મી વખત છે જ્યારે આર. અશ્વિને 5 અથવા તેનાથી વધુ વિકેટ લીધી છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથી ઇનિંગ્સમાં અત્યાર સુધી 418 રન જ ચેઝ કરવામાં આવ્યા છે. 2003માં સેન્ટ જોન્સમાં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે 418 ચેઝ કર્યા હતા.

પહેલી ઇનિંગમાં કૅપ્ટન જો રુટની બેવડી સદીની મદદથી ઇંગ્લૅન્ડે 578 રન કર્યા

ઇમેજ સ્રોત, BCCI
ઇંગ્લૅન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કૅપ્ટન જો રુટ 218 રન કરતા ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં 578 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો રુટે બીજા દિવસે 143મી ઓવરમાં અશ્વિનના બૉલ પર સિક્સ ફટકારીને 200 રન પૂર્ણ કર્યા હતા. ભારત સામે જો રુટની આ પ્રથમ બેવડી સદી અને સર્વોચ્ચ સ્કોર હતો. જોકે અત્યાર સુધી જો રુટ 5 વખત બેવડી સદી ફટકારી ચૂક્યા છે.
પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ 337 કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી બૅટિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલ કંઈ ખાસ કમાલ કરી શક્યા નહોતા. રોહિત શર્મા અને શુભમન અનુક્રમે 6 અને 29 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
ચેતેશ્વર પૂજારાએ 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી પણ માત્ર 11 રન બનાવી આઉટ થઈ ગયા હતા. એ અજિંક્ય રહાણે પણ માત્ર એક રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પાછા ફર્યા હતા.
એ પછી પાછળના ક્રમમાં રિષભ પંતે આક્રમક 91 રનની અને વોશિંગ્ટન સુંદરે શાનદાર 85 રન નોટઆઉટ ઇનિંગ રમી. આર. અશ્વિને 91 બૉલમાં 31 રન કર્યા અને ભારતે ફોલોઓનનો ખતરો ટાળ્યો હતો.
ભારતે પહેલી 4 વિકેટ માત્ર 73 રનમાં જ ગુમાવી દીધા બાદ ભારત 371 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સમાં ઇશાંત શર્માએ 52 રન આપીને 2 વિકેટ લીધી, જસપ્રીત બુમરાહએ 84 રન આપીને ત્રણ વિકેટ લીધી, આર. અશ્વિને 146 રન આપીને ત્રણ વિકેટ લીધી અને શાહબાઝ નદીમે 167 રન આપીને બે વિકેટ લીધી હતી.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચની સિરીઝની આ પ્રથમ ટેસ્ટ મેચ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













