ઈલાવેનિલ વાલારિવનઃ વિશ્વના નંબર વન શૂટર જેમનું લક્ષ્ય ટોક્યો ઑલિમ્પિક છે

10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાનાર ઈલાવેનિલ વાલારિવન 2021 ટોક્યો ઑલિમ્પિલકમાં ભારત માટે પદક મેળનારાં એક મજબૂત દાવેદાર છે.

ઈલાવેનિલનાં પરિવારે તેમને સંપૂર્ણ ટેકો આપ્યો છે. તેઓ કહે છે કે પરિવારે શૂટિંગમાં આગળ વધવા માટે ટેકો આપવાની સાથે-સાથે ક્યારેય પણ અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા તેમની પર દબાણ કર્યું નથી.

ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (આઈએસએસએફ) દ્વારા યોજાયલ સ્પાર્ધાઓમાં ઈલાવેનિલ અત્યાર સુધી 7 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યાં છે.

તેમને પહેલી આંતરાષ્ટ્રીય સફળતા સિડનીમાં 2018ના જુનિયર વર્લ્ડ કપમાં મળી જ્યાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો. ઈલાવેનિલે પોતાની કૅટગરીમાં નવો રૅકર્ડ બનાવીને બધાનો ચૌંકાવી દીધાં હતાં.

તેઓ કહે છે સિડનીમાં મેળવલી જીત તેમના માટે બહુ ખાસ છે. તેઓ સ્પાર્ધાના એક દિવસ પહેલા સિડની પહોંચ્યાં હતાં, અહીં તેમનાં પગમાં સોજો આવી ગયો હતો.

ઈલાવેનિલએ રિયો ડી જાનેરોમાં 2019ના આઈએસએસએફ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ વર્ષે આઈએસએસએફના વર્લ્ડ કપ ફાયનલમાં ચીનના પુતીયાનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. બંને સ્પાર્ધાઓમાં પોતાના પ્રદર્શનના કારણે ઈલાવેનિલ વિશ્વના ટોચના શૂટર બની ગયાં છે.

તેઓ કહે છે કે વિશ્વના નંબર વન શૂટર બની ગયા બાદ લોકોની તેમના પ્રત્યે અપેક્ષા બહુ વધી ગઈ છે. પરતું અપેક્ષા વધવાના કારણે તેમની રમત પર કોઈ અસર પડી નથી.

મજબૂત પાયાની શરુઆત

શરુઆતમાં ઈલાવેનિલને ટ્રેક અને ફિલ્ડમાં રસ હતો. તેમના પિતાએ શૂટિંગમાં હાથ અજમાવવા માટે સૂચન કર્યું. પિતાની વાત માની અને થોડા સમયની અંદર રમતને પંસદ કરવા લાગ્યાં. ઈલાવેનિલ કહે છે કે શૂટિંગ કરવાથી તેઓ હળવાશ અનુભવે છે.

જોકે ઈલાવેનિલ કહે છે કે એક ચંચળ અને સ્વયંસ્ફૂર્ત વ્યક્તિ હોવાના કારણે તેમને પોતાના અભિગમમાં ઘણા ફેરફાર લાવવા પડ્યા છે.

શૂટિંગમાં ધ્યાન અને ધૈર્યની બહુ જરુર હોય છે. સ્પાર્ધાઓ માટે માનસિક રીતે તૈયાર થવા માટે ઈલાવેનિલે આકરી મહેનત કરી છે.

ટ્રેનિંગની શરુઆતના દિવસોમાં ઈલાવેનિલએ પુરવાર કરી બતાવ્યું કે તેમની અંદર શૂટિંગ માટેની યોગ્યતા અને કુદરતી પ્રતિભા છે.

પ્રખ્યાત ભારતીય શૂટર ગગનદીપ નારંગ ઈલાવેનિલની પ્રતિભા પારખીને તેમને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું. 2014થી તેઓ ગગનદીપ નાંરગ સ્પોર્ટસ્ પ્રમોશન ફાઉન્ડેશન સાથે સંકળાયેલ ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ્ સ્કુલમાં ટ્રેનિંગ લઈ રહ્યાં છે.

નંબર વન સુધીનું સફર

શરુઆતમાં ટ્રેનિંગમાં પડતી અસુવિધાઓને યાદ કરીને ઈલાવેનિલ જણાવે છે કે તેઓ મેન્યુઅલ શૂટિંગ રેન્જમાં પ્રૅક્ટિસ કરતાં હતાં. મેન્યુઅલ શૂટિંગ રેન્જને દરરોજ સવારે સેટ કરતાં હતા અને સાંજે ખોલી નાખતાં હતા.

ત્યાં તેઓ નેહા ચૌહાણ પાસેથી ટ્રેનિંગ લેતાં હતાં અને 2017 સુધી ગગનદીપ નારંગ પણ તેમને માર્ગદર્શન આપતા હતા.

ઈલાવેનિલ કહે છે કે ગગનદીપ નારંગના માર્ગદર્શન અને સ્પોર્ટે તેમને આંતરાષ્ટ્રીય શૂટિંગ સ્પાર્ધાઓમાં સફળ બનાવ્યા.

પોતાની સફળતા માટે તેઓ સ્પોર્ટસ્ ઑથોરિટી ઑફ ગુજરાત (એસએજી) અને સ્પોર્ટસ્ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (સાઈ)ને પણ શ્રેય આપે છે. ઈલાવેનિલ કહે છે કે તેમને સાઈ અને બીજી સંસ્થાઓએ સતત પીઠબળ પુરું પાડ્યું છે.

તેઓ જણાવે છે 2017માં તેઓ નેશનલ ટીમમાં સામેલ થયાં છે. ત્યારથી લઈને અત્યાર સુધી સુવિધાઓમાં ઘણો સુધાર આવ્યો છે.

ઈલાવેનિલ 2021 ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને લોકોની અપેક્ષા પર ખરી ઉતરવા માગે છે.

(આ પ્રોફાઈલ બીબીસી દ્વારા ઈલાવેનિલ વાલારિવનને મોકલવામાં આવેલ પ્રશ્નોત્તરીના આધારે તૈયાર કરવામાં આવી છે.)