ડિજિટલ વોટર કાર્ડ શું છે? ઘરે બેઠાં કઈ રીતે મેળવી શકશો?

ડિજિટલ વોટર કાર્ડની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય મતદાર દિવસ એટલે કે 25 જાન્યુઆરીએ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ઈસીઆઈ) દ્વારા ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઈ-ઈપીઆઈસી) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાર દિવસ. આજથી ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ઈસીઆઈ) દ્વારા ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઈ-ઈપીઆઈસી) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જે અંતર્ગત મતદારોને ડિજિટલ કાર્ડ આપવામાં આવશે.

આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ડિજિટલ ફૉર્મેટમાં ઉપલબ્ધ છે. હવે પ્રથમ વખત વોટર આઈડી કાર્ડ પણ ડિજિટલ ફૉર્મેટમાં મળશે.

ઈસીઆઈ બે તબક્કામાં ઈ-ઈપીઆઈસી કાર્યક્રમ કરશે. પ્રથમ તબક્કાની કામગીરી 25થી 31 જાન્યુઆરી 2021 વચ્ચે થશે અને બીજો તબક્કો 1 ફેબ્રુઆરી 2021થી શરૂ થશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એનડીટીવીના અહેવાલ અનુસાર પ્રથમ તબક્કામાં નવા મતદારો કે જેમણે વોટર આઈ-ડી કાર્ડ માટે અરજી કરી છે અને ફોર્મ-6માં મોબઇલ રજિસ્ટર કરાવ્યો છે, તેઓ ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ડાઉનલોડ કરતી વખતે તેમને પોતાના મોબાઇલ નંબરની ખરાઈ કરાવવી પડશે. મોબાઇલ નંબર અગાઉ ચૂંટણી પંચની યાદીમાં નોંધાયેલો ન હોવો જોઈએ.

જ્યારે બીજા તબક્કામાં સામાન્ય મતદારો ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકશે. મતદારો કે જેમણે મોબાઇલ નંબર ઇલેકશન કમિશનમાં લિંક કરાવ્યો છે, તેઓ પણ ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ધ ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર એક વખત ચૂંટણી પંચનો કાર્યક્રમ શરૂ થઈ જાય તો વિદેશમાં રહેતા મતદારો પણ ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

નવી સુવિધાથી એ મતદારોને પણ લાભ થશે, જેઓ બીજી સરનામે શિફ્ટ થયા છે અને નવા મતદાનમથકમાં પોતાનું નામ નોંધાવવા માગે છે.

સાથે-સાથે જે મતદારોના વોટર આઈ-ડી કાર્ડ ખોવાઈ ગયા છે અને નવા કાર્ડ માટે અરજી કરી છે, તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે.

line

શું છે ડિજિટલ વોટર કાર્ડ?

ડિજિટલ વોટર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં હશે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ડિજિટલ વોટર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં હશે

ડિજિટલ વોટર કાર્ડ એ ઍડિટ ન કરી શકાય એવું સિકયૉર્ડ પૉર્ટેબલ ડૉક્યુમૅન્ટ ફૉર્મેટ (પીડીએફ) વર્ઝન છે, જેની અંદર મતદારનો ફોટો અને બીજી સંલગ્ન માહિતીઓના સાથે એક ક્યુઆર કોડ હશે.

ડિજિટલ વોટર કાર્ડને મોબાઇલ અને કૉમ્પયુટરમાં સરળતાથી સ્ટોર કરી શકાય છે.

કાર્ડમાં મતદાર વિશેની માહિતી ધરાવતા બે અલગ-અલગ ક્યૂઆર કોડ હશે. એક ક્યૂઆર કોડમાં મતદારનું નામ અને બીજી વિગતો હશે, જ્યારે બીજા ક્યૂઆર કોડમાં મતદારની અન્ય માહિતીઓ હશે.

ડાઉનલોડ કરવામાં આવેલા ડિજિટલ વોટર કાર્ડની અંદર જે ક્યૂઆર કોડ હશે, તેમાં રહેલ માહિતીના આધારે મતાધિકારનો લાભ મેળવી શકાશે.

ઇલેકશન કમિશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ઉમેશ સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, વોટર આઈ-ડી કાર્ડ મેળવવા માટે આ વધુ એક અને ઝડપી વિકલ્પ હશે.

આનો મતદાર ઓળખપત્ર તરીકે ઉપયોગ કરી શકાશે. તેને પ્રિન્ટ કાઢી શકાશે અને મતદાન વખતે પુરાવા તરીકે રજૂ કરી શકાશે.

line

કેવી રીતે ડાઉનલોડ કરશો?

  • જો તમે ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ કરવા માગો છો તો સૌથી પહેલાં તમારે https://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/account/login પર જવું પડશે.
  • જો તમારી પાસે કોઈ ઍકાઉન્ટ નથી, તો પોતાના મોબાઇલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી દ્વારા એક ઍકાઉન્ટ બનાવો.
  • જો તમારું ઍકાઉન્ટ છે, તો લોગ-ઇન કર્યા બાદ ડાઉનલોડ ઈ-ઈપીઆઈસી વિકલ્પ પર ક્લિક કરો.
line

ફાયદા શું છે?

ડિજિટલ વોટર કાર્ડ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય મતદાર દિવસ એટલે કે 25 જાન્યુઆરીએ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ઈસીઆઈ) દ્વારા ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઈ-ઈપીઆઈસી) કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. એટલે કે મતદારોને ડિજિટલ કાર્ડ આપવામાં આવશે.

ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાના એક અધિકારીને ટાંકતાં ધ હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે કે આના કારણે વોટર આઈકાર્ડ ન મળવું અથવા ખોવાઈ જવું જેવી ઘટનાઓ ભૂતકાળ બની જશે.

જે મતદારોના સંપર્ક-નંબર કમિશન સાથે લિંક થયેલા નથી તેમણે પોતાની વિગતો ઇલેકશન કમિશન ઑફ ઇન્ડિયા પાસે રિ-વેરિફાય કરાવવી પડશે અને મોબાઇલ નંબર લિંક કરાવવો પડ્શે, જેથી ડિજિટલ વોટર કાર્ડ ડાઉનલોડ થઈ શકે.

નવા મતદારોને વોટર આઈ-ડી કાર્ડની હાર્ડ કૉપી પણ મળશે. કાર્ડ ગુમ થવાની સ્થિતિમાં, ડિજિટલ કાર્ડ મદદ કરશે.

ડિજિટલ કાર્ડ ડિજિલૉકર પર સ્ટોર કરી શકાશે. ડિજિટલ કાર્ડમાં તસ્વીર અને ડેમોગ્રાફી સાથે એક સુરક્ષિત ક્યૂઆર કોડ હશે અને તેની ડુપ્લિકેટ કૉપી બનાવવી શક્ય નથી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો