ઉત્તરાખંડના એક દિવસનાં મુખ્ય મંત્રી બનનારાં સૃષ્ટિ ગોસ્વામી કોણ છે?

સૃષ્ટિ ગોસ્વામી

ઇમેજ સ્રોત, SRISHTI GOSWAMI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, ન્યૂ દિલ્હી

હિન્દી ફિલ્મ 'નાયક'માં અભિનેતા અનિલ કપૂર એક દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે એ ફિલ્મ હતી પણ આવું હકીકતમાં થવા જઈ રહ્યું છે.

ઉત્તરાખંડના હરિદ્વારનાં દોલતપુરમાં રહેતાં સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડનાં મુખ્ય મંત્રી બનશે. એટલે કે સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ક્લાસમાં વિદ્યાર્થિની તરીકે નહીં પણ મુખ્ય મંત્રીના રૂપમાં જોવા મળશે.

24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળદિવસ છે અને તેઓ બાળવિધાનસભા સત્રમાં મુખ્ય મંત્રી તરીકે સરકારના અલગઅલગ કાર્યોની સમીક્ષા કરશે.

મીડિયા અહેવાલો અનુસાર, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ તેને મંજૂરી આપી દીધી છે.

ઉત્તરાખંડના વિધાનસભા ભવન ખાતે બપોરે 12થી 3 વચ્ચે આ કાર્યક્રમ થશે.

line

કોણ છે સૃષ્ટિ ગોસ્વામી?

સૃષ્ટિ ગોસ્વામી

ઇમેજ સ્રોત, SRISHTI GOSWAMI

સૃષ્ટિ ગોસ્વામીના પિતા પ્રવીણપૂરી દોલતપુર ગામમાં નાની એવી દુકાન ચલાવે છે, જ્યારે સૃષ્ટિનાં માતા એક ગૃહિણી અને આંગણવાડી કાર્યકર છે.

સૃષ્ટિ ગોસ્વામી એગ્રિકલ્ચર બીએસસીનો અભ્યાસ કરે છે. અગાઉ પણ 2018માં બાળવિધાનસભા સંગઠનમાં સૃષ્ટિની બાળધારાસભ્યના રૂપમાં પસંદગી થઈ હતી.

તો 2019માં પણ સૃષ્ટિ ગર્લ્સ ઇન્ટરનેશનલ લીડરશિપમાં ભાગ લેવા માટે થાઇલૅન્ડ ગયાં હતાં.

line

'મને હજુ પણ વિશ્વાસ નથી થતો'

સૃષ્ટિ ગોસ્વામી

ઇમેજ સ્રોત, SRISHTI GOSWAMI

સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડમાં થયેલાં વિકાસકાર્યોની સમીક્ષા પણ કરશે. તેમજ 12 વિભાગની યોજનાઓ પર પાંચ-પાંચ મિનિટનું પ્રેઝન્ટેશન પણ આપશે.

સૃષ્ટિ જે યોજનાઓની સમીક્ષા કરશે તેમાં અટલ આયુષ્યમાન યોજના, સ્માર્ટ સિટી પરિયોજના, પર્યટન વિભાગની હોમસ્ટે યોજના અને અન્ય વિકાસ પરિયોજનાઓ સામેલ છે.

મીડિયા સાથેની વાતચીતમાં સૃષ્ટિ ગોસ્વામી કહે છે, "મને હજુ વિશ્વાસ થતો નથી કે આ સાચું છે. હું અભિભૂત છું. જોકે હું એ પણ સાબિત કરવાની કોશિશ કરીશ કે યુવાનો લોકકલ્યાણનાં કામોમાં ઉત્તમ કામગીરી પ્રદાન કરી શકે છે."

રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમને સીએમના રૂપમાં કાર્ય કરતાં પહેલાં માહિતી આપશે.

તો આયોગનાં ચૅરપર્સન ઉષા નેગીએ કહ્યું, "આ બાબતે વિધાનસભામાં અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે. સૃષ્ટિ અમારી સાથે કેટલાક સમયથી કામ કરી રહી છે અને અમે તેની ક્ષમતાઓથી સારી રીતે વાકેફ છીએ."

"આવું કરવાનો અમારો હેતુ છોકરીઓને સશક્ત કરવાનો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજી તરફ ઉત્તરાખંડમાં મહિલા સશક્તીકરણ અને અધિકારો માટે કામ કરનાર સંગઠનો અને ઍક્ટવિસ્ટોએ સૃષ્ટિને પ્રતીકાત્મક રીતે એક દિવસનાં મુખ્ય મંત્રી બનાવવાના પગલાનું સ્વાગત તો કર્યું છે પરંતુ તેમની પાસે કેટલાક પ્રશ્નો પણ છે.

કુમાઊ વિશ્વવિદ્યાલયના ડીએસબી કૅમ્પસમાં છાત્રસંઘનાં પ્રથમ મહિલા મહાસચિવ રહી ચૂકેલાં ભારતી જોશી કહે છે, "પ્રતીકાત્મક રીતે મહિલાઓના સશક્તીકરણના આવા પ્રયાસ જરૂરી છે પરંતુ વાસ્તવિક જગ્યાઓએ મહિલાઓનું વાસ્તવિક સશક્તીકરણ એક મોટો પડકાર છે."

"ઉત્તરાખંડના નિર્માણ બાદ પાછલાં 20 વર્ષોમાં નવ મુખ્ય મંત્રી સત્તા ભોગવી ચૂક્યા છે. તેમ છતાં કોઈ મહિલાના નામની આ પદ માટે ચર્ચા સુદ્ધાં નથી થતી. જ્યારે ઉત્તરાખંડના પહાડોનો અસલ ભાર મહિલાઓના ખભા પર છે."

ભારતી કહે છે, "આરક્ષણના કારણે ગ્રામ પંચાયતોથી માંડીને વિધાનસભામાં જે અમુક મહિલાઓ રાજકારણમાં આવી શક્યાં છે, અધ્યયન પ્રમાણે તેઓ માત્ર એક મુખવટો છે. વ્યવહારમાં અસલ તાકાત એ મહિલાઓની પાછળ તેમના પતિ, પિતા કે પુરુષ સંબંધીના હાથમાં રહે છે. તેથી પ્રતીકોના સ્થાને અસલ જરૂરિયાત મહિલાઓના વાસ્તવિક સશક્તીકરણની છે."

ઉત્તરાખંડમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકારો પર કામ કરી રહેલા ઘણા બિનસરકારી સંગઠનો સાથે વરિષ્ઠ પદો પર કામ કરી ચૂકેલાં માલતી હલદાર કહે છે, "આવી રીતે પ્રતીકાત્મક સશક્તીકરણનો દેખાડો કર્યા સિવાય અસલ પ્રશ્ન અત્યંત પ્રાથમિક સ્તરે છે, જેની પર કામ કરવાની જરૂરિયાત છે. કોઈ પરિવારમાં દીકરા અને દીકરીને મળતા દૂધના ગ્લાસના સાઇઝનો ફરક મુખ્ય પ્રશ્ન છે. દીકરાને સારી પ્રાઇવેટ સ્કૂલ અને દીકરીને સરકારી શાળામાં મોકલવાની લોકોની આદત અસલ પ્રશ્ન છે. આ મુદ્દાઓ અંગે કામ કર્યા વગર મહિલાઓનું સશક્તીકરણ સંભવ નથી."

2001માં બૉલીવૂડ ફિલ્મ 'નાયક'ની જેમ અસલ જીવનમાં એક દિવસનાં મુખ્ય મંત્રી બનવા જઈ રહેલાં 19 વર્ષનાં સૃષ્ટ ગોસ્વામી તેને લઈને ઉત્સાહિત છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો