You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેવડિયાની આઠ ટ્રેનનું નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ, ટ્રેન અંદરથી કેવી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયાને જોડતી આઠ ટ્રેનોને લીલી ઝંડી આપી છે, જે વિવિધ રાજ્યોથી કેવડિયાને જોડશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે સરદારની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી આવેલી છે, જેની આસપાસ પ્રવાસન વિકસિત કરવાના હેતુથી સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા.
સરકારનું કહેવું છે કે પ્રોજેક્ટ્સ હેઠળ આસપાસના આદિવાસી પ્રદેશોમાં વિકાસ પ્રવૃત્તિઓમાં વધારો કરાશે. નર્મદા નદીના કાંઠે વસેલા મહત્ત્વનાં ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થાનો સાથે જોડાણ વધારાશે.
આ ટ્રેનો દ્વારા વિવિધ રાજ્યોમાંથી મુસાફરો સીધા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આવી શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ ટ્રેનની તસવીરો ટ્વીટ કરી હતી.
તેમણે લખ્યું હતું, "જે ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી રહી છે, એ પૈકી જનશતાબ્દી એક્સપ્રેસ છે, જે અમદાવાદ અને કેવડિયાને જોડશે. જેમાં વિસ્ટાડોમ કૉચ છે."
આ સાથે તેમને બ્રોડગેજ લાઇન અને ડભોઈ, ચાંદોદ અને કેવડિયાનાં નવા સ્ટેશન બિલ્ડિંગ્સનું પણ લોકાર્પણ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવડિયાને જોડતી આઠ નવી ટ્રેન
- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક) - કેવડિયાથી વારાણસી
- દાદર-કેવડિયા એક્સપ્રેસ (દરરોજ) - દાદરથી કેવડિયા
- જનશતાબ્દી એક્સપ્રેસ (દરરોજ) - અમદાવાદથી કેવડિયા
- નિઝામુદ્દીન કેવડિયા સંપર્કક્રાંતિ એક્સપ્રેસ (પાક્ષીક) - કેવડિયાથી હઝરત નિઝામુદ્દીન
- કેવડિયા-રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક) - કેવડિયાથી રેવા
- ચેન્નાઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક) - ચેન્નાઈથી કેવડિયા
- મેમુ ટ્રેન (દરરોજ) - પ્રતાપનગરથી કેવડિયા
- મેમુ ટ્રેન (દરરોજ) - કેવડિયાથી પ્રતાપનગર
કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ધરાવતું પ્રથમ સ્ટેશન
આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રેલવે સાથે સંકળાયેલા અન્ય પ્રોજેક્ટ્સને પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
જેમાં ડભોઈ, ચાંદોદ અને કેવડિયાના સ્ટેશન બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે કેવડિયાનું સ્ટેશન એ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ધરાવતું ભારતનું પહેલું સ્ટેશન છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો