ખેડૂત આંદોલન : જયપુર-દિલ્હી હાઈવે પર ગુજરાતના ખેડૂતોએ 'બિરબલની ખીચડી' કેમ બનાવી?

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, PAL AAMBALIA

કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિકાયદા સામે વિરોધ કરી રહેલાં ખેડૂતોમાં ગુજરાતના કેટલાક ખેડૂતો પણ સામેલ થયા છે.

જેમાં આજે દિલ્હી-જયપુર હાઈવે પર ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યોં હતો. હાઈવે પર ગુજરાતના 300થી વધુ ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગઈ કાલે તેમણે ગરબા ગાઈને વિરોધ કર્યો હતો, તો આજે તેમણે કાલ્પનિક ફાયદારૂપી 'બિરબલની ખીચડી' રાંધવાનો કાર્યક્રમ કરીને વિરોધ નોંધાવ્યો છે.

તેમના આ રીતે વિરોધ કરવાના કાર્યક્રમનો ભાવાર્થ એ છે કે જેમ વાર્તામાં બિરબલની ખીચડી ક્યારેય પાકતી જ નથી એમ આ કાયદાઓથી ખેડૂતોને કદી લાભ થવાનો નથી.

વીડિયો કૅપ્શન, ગોપાલ ઈટાલિયાએ કહ્યું ‘મોદીસાહેબ ટ્વિટર પર નહીં, કાયદામાં MSP-APMC લખે’

એક સમાચાર મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાંથી દસ હજાર ખેડૂતો આંદોલનમાં ભાગ લે તેવી સંભાવના છે.

ગુજરાતની ભાજપ સરકાર અલગ અલગ જિલ્લાઓમાં કૃષિ સમેંલન યોજી ખેડૂતોને નવા કાયદા અંગે જાગૃત કરવા પ્રયાસ કરી રહી છે.

line

ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું વિપક્ષ બંધ કરે : વડા પ્રધાન મોદી

મોદી

ઇમેજ સ્રોત, ANI

કેન્દ્રની મોદી સરકારે લાવેલા ત્રણ નવા કૃષિ કાયદા સામે વિવિધ રાજ્યોના ખેડૂતો દિલ્હીની વિવિધ સરહદો પર છેલ્લા 20થી વધુ દિવસથી ધરણા પર બેઠાં છે.

દરમિયાન પીએમ મોદી મધ્ય પ્રદેશમાં રાયસેનમાં કિસાન કલ્યાણ સંમેલનમાં વીડિયો કૉન્ફરન્સ મારફતે જોડાયા હતા.

તેમણે સંમેલનમાં તેમણે કહ્યું, "હું તમામ રાજકીય પક્ષોને હાથ જોડીને આગ્રહ કરું છું કે કાયદાનો બધું જ શ્રેય તેઓ લઈ લે. હું તમામ શ્રેય તમારા જૂના ચૂંટણીઢંઢેરાને આપું છું. હું માત્ર ખેડૂતોનું જીવન સરળ બનાવવા માગું છું. હું તેમની પ્રગતિ ઇચ્છું છું અને ખેતીને આધુનિક બનાવવા માગું છું."

"મને ખુશી છે કે દેશભરમાં ખેડૂતોએ નવા કૃષિસુધારોને ન માત્ર આવકાર્યો પરંતુ ભ્રમ ફેલાવતા લોકોનો બહિષ્કાર પણ કર્યો છે. જે ખેડૂતોને હજુ પણ શંકા છે તેમને પણ કહું છું કે તમે એક વાર ફરી વિચાર કરી જુઓ."

તેમણે વધુમાં ઉમેર્યું,"પ્રાકૃતિક આપદા આવી જાય, તો પણ ખેડૂતને પૂરા પૈસા મળે છે. નવા કાયદા અનુસાર જો એકાએક નફો વધી જાય છે, તો તેમાં પણ ખેડૂતની ભાગીદારીને સુનિશ્ચિત કરાઈ છે. ખેતીના કરારમાં માત્ર પાક અથવા પેદાશની સમજૂતી થાય છે. જમીન તો ખેડૂત પાસે જ રહે છે, કરાર અને જમીનને કોઈ લેવાદેવા જ નથી."

વડા પ્રધાને કહ્યું, "નવો કાયદો આવ્યા પછી 6 મહિના થઈ ગયા છે પણ દેશમાં એક પણ મંડી બંધ નથી થઈ. પછી એ જૂઠ કેમ ફેલાવાઈ રહ્યું છે? અમારી સરકાર એપીએમસીને આધુનિક બનાવવા પર, તેમના કમ્પ્યૂટરીકરણ પર 500 કરોડથી વધુ ખર્ચી રહી છે. પછી એપીએમસી બંધ કરવાની વાત જ ક્યાંથી આવી?"

વડા પ્રધાને દાવો કર્યો કે,"સ્વામીનાથન સમિતિનો રિપોર્ટ લાગુ કરવાનું કામ અમારી જ સરકારે કર્યું છે. અમારે ટેકાના ભાવ હઠાવી જ દેવા હોત તો પછી અમે સ્વામીનાથનની રિપોર્ટને લાગુ શું કામ કરત? હું વિશ્વાસ સાથે કહું છુ કે અમે હાલમાં જે કૃષિસુધાર કર્યા છે, તેમાં અવિશ્વાસનું કારણ જ નથી. તેમાં જૂઠ માટે જગ્યા જ નથી. જો પહેલાંની સરકારોને ચિંતા હોત તો દેશમાં 100થી વધુ સિંચાઈના મોટા પ્રોજેક્ટ પડતર ન પડી રહ્યાં હોત."

વડા પ્રધાનની આ વાત રાજ્યસ્તરના એક કાર્યક્રમનો ભાગ હોવાનું 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' અખબારનો અહેવાલ જણાવે છે. આ વાતચીતમાં વડા પ્રધાન મધ્યપ્રદેશના ખેડૂતોને નવા કૃષિકાયદામાં રહેલી લાભદાયક જોગવાઈઓથી માહિતગાર કરે છે.

આ વીડિયો કૉન્ફરન્સ એ કાર્યક્રમનો ભાગ છે, જે ભાજપ દ્વારા ખેડૂતોને નવા કૃષિકાયદા અંગે જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતો હજુ પણ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધપ્રદર્શનો આજે 23મો દિવસ છે.

line

સાચા ખેડૂતોના આંદોલનમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે - નીતિન પટેલ

નીતિન પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, સાચા ખેડૂતો આંદોલન કરે છે એમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે.

ભાજપ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદા જાગૃતિ અભિયાન કરી રહ્યું છે એમાં નાયબ મુખ્ય મંત્રીએ આ વાત કરી છે.

મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ''સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડા ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ આ બધા એમાં જોડાઈ ગયા છે.''

ભારતમાં ખેડૂત આંદોલનનો આજે બાવીસમો દિવસ છે ત્યારે વિવિધ ભાજપશાસિત રાજ્યોમાં કૃષિ સુધારણા અધિનિયમ પર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

પંચમહાલ જિલ્લામાં મોરવા હડફમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી છે.

નીતિન પટેલે દાવો પણ કર્યો કે દેશવિરોધી પરિબળો આંદોલનને લાખો રૂપિયા આપે છે.

નીતિન પટેલે કહ્યું કે, ''આ સામ્યવાદીઓ અત્યારે ખેડૂતોની ભેગા બેસી ગયા છે. આ ખાલિસ્તાનવાદીઓ જે પંજાબને ભારતથી અલગ કરવા માગે છે, પાકિસ્તાનમાં જવા માગે છે, ભારત જોડે રહેવા નથી માગતા.''

એમણે કહ્યું કે, ''જેમ કાશ્મીરીઓ, આતંકવાદીઓ, અલગતાવાદીઓ કાશ્મીર ભારતમાં રહે તેમ નથી ઇચ્છતા એમ આ લોકો સામ્યવાદીઓ પણ સામ્યવાદની બોલબાલા કરે છે.''

નીતિન પટેલે કહ્યું કે ''આપણે સાચા ખેડૂતોને ટૂકડે ટૂકડે ગેંગ નથી કહેતા. સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડાં ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવાદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ બધા એમાં જોડાઈ ગયા છે.''

ખેડૂત આંદોલનમાં પિત્ઝાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ હતી તેને ટાંકીને નીતિન પટેલે કહ્યું કે ''આપણે જોઈએ છીએ કે (આંદોલનમાં) લોકો પિઝા ખાય છે અને પકોડી ખાય છે. બધુ મફત થાય છે કેમ કે દેશવિરોધી પરિબળો એમને લાખો રૂપિયા મફત આપે છે અને કહે છે કે લો લાખો રૂપિયા વાપરો અને પડ્યા રહો.''

એમણે એવો પણ દાવો કર્યો કે ''આખા દેશના ખેડૂતો આ ભાગલાવાદી, આતંકવાદી, ચીનતરફી, પાકિસ્તાનતરફી, ખાલિસ્તાનવાદીઓનાં હાથા બનવાના નથી.''

ઉલ્લેખનીય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાંથી દસ હજાર જેટલા ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા માટે દિલ્હી જવાના હોવાની વાત કહેવાઈ છે.

આંદોલનમાં ભાગ લેવા માગતા ગુજરાતના ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ અમુક ખેડૂત આગેવાનોએ સરકાર પર મૂકયો છે.

line

ભાજપનું જનજાગૃતિ અભિયાન

ઉલ્લેખનીય છે કે કૃષિકાયદાઓ પર સરકારની વાતચીત નિષ્ફળ રહી છે અને ખેડૂતોએ આંદોલન આક્રમક બનાવ્યું છે.

સરકાર કાયદાઓમાં સુધારણની વાત કરે છે પણ ખેડૂતો ત્રણેય કૃષિકાયદાઓને સંસદનું ખાસ સત્ર બોલાવી પાછા ખેંચવાની માગ કરે છે.

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભાજપ દ્વારા કૃષિકાયદાઓ બાબતે ખેડૂત સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે.

ઇમેજ સ્રોત, BJP

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભાજપ દ્વારા કૃષિકાયદાઓ બાબતે ખેડૂત સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ભાજપની સરકાર અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદાઓ પર જનજાગૃતિ સભાઓ યોજી રહી છે અને તેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને નીતિન પટેલ તથા તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ ભાગ લઈ રહ્યાં છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો