You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગરીબ પરિવારની ટોપર દીકરીની આત્મહત્યાને પગલે સરકાર પર ઉઠ્યા સવાલ
- લેેખક, બલ્લા શતીશ
- પદ, બીબીસી સંવાદદાતા
'મારી મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારા ઘરમાં ખર્ચાઓનું કારણ છું. હું તેમના પર બોજ નથી બનવા માગતી. હું અભ્યાસ વિના જીવી નથી શકતી.'
શહેરની ટોપર રહેલા ઐશ્વર્યા રેડ્ડીએ સ્યૂસાઇડ નોટમાં લખેલા આ તેમના અંતિમ શબ્દો છે.
હૈદરાબાદ પાસેના શાદ નગરમાં રહેતા ઐશ્વર્યા રેડ્ડીએ 12મા ધોરણમાં 98 ટકા મેળવ્યા હતા. તેમણે શહેરમાં ટોપ કર્યું હતું અને દિલ્હીના પ્રતિષ્ઠિત લેડી શ્રી રામ કૉલેજમાં ગણિતમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં હતા.
લૉકડાઉનના કારણે તેમણે ઘરે પરત આવવું પડ્યું અને આર્થિક સમસ્યાઓના કારણે તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત નહોતા કરી શકતા.
તેમણે 2જી નવેમ્બરે આત્મહત્યા કરી લીધી અને તેઓ ઑનલાઇન અભ્યાસ માટે એક લેપટોપ ખરીદવા માગતા હતા પરંતુ તેમના પરિવારની ઘણી કોશિશો બાદ પણ તેઓ આ જરૂરિયાત પૂરી નહોતા કરી શક્યા.
હવે ઐશ્વર્યાના ઘરની બહાર ભીડ છે અને બેનર્સ પણ લાગ્યા છે. લોકો અને નેતા તેમના ઘરે જઈને અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. તેમના પરિવારને આર્થિક મદદની પણ અપીલ કરવામાં આવી રહી છે.
તેમના પિતા મિકૅનિક છે અને માતા ઘરે જ શિવણનું કામ કરે છે. આવી રીતે તેઓ જેમતેમ કરીને પરિવારનું ગુજરાન કરે છે.
પરિવાર એક બે રૂમના ઘરમાં રહે છે જેમાં એકમાં ઐશ્વર્યા રહેતા અને અભ્યાસ કરતા હતા. રસોઈ અને સિલાઈ મશીન બીજા રુમમાં છે જ્યાં તેમના માતા કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવાર કરજમાં ડૂબેલો હતો. ઐશ્વર્યાની જરૂરિયાત પૂરી કરવા તેમણે ઘર ગીરવે મૂકવાની કોશિશ કરી હતી પણ નિષ્ફળ રહ્યાં હતાં.
ઐશ્વર્યાએ તમામ જગ્યાએથી નિરાશા સાંપડી હોવાથી છેલ્લે મુખ્યમંત્રી કેસી રામારાવના પુત્ર અને આઈટી મંત્રી કેટી રામારાવને પણ ટ્વીટ કર્યું હતું. તથા મદદ માટે સોનુ સૂદને પણ ટ્વીટ કર્યું હતું.
ઐશ્વર્યાએ ભારત સરકારના સાયન્સ અને ટેકનૉલૉજી મંત્રાલય દ્વારા મળતી ઇન્સ્પાયર સ્કૉલરશિપ માટે પણ અરજી કરી હતી.
પોતોના સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે,"કૃપા કરી જોઈ લો કે ઓછામાં ઓછા એક વર્ષ માટે સ્કૉલરશિપ મળી જાય."
બીબીસી સાથેની વાતચીતમાં તેમનાં માતા સુમાંથીએ જણાવ્યું કે તે તેમના ઘણી નિકટ હતી અને દરેક નાની નાની બાબતો તેમની સાથે શૅર કરતી હતી.
સુમાંથી કહે છે,"અમારે આર્થિક સમસ્યા હતી પણ તેને કહ્યું હતું કે તેના અભ્યાસ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પૂરી કરીશું."
ઐશ્વર્યાના પરિવારે તેના અભ્યાસ માટે સોનું પણ ગિરવે મૂક્યું હતું. તેમની બહેને સાતમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો જેથી મોટી બહેન અભ્યાસ કરી શકે.
દસમા ધોરણમાં ટોપ કર્યા બાદ તેમનું 11-12નું શિક્ષણ એક ખાનગી સ્કૂલમાં ફ્રીમાં થયું હતું.
ઐશ્વર્યાનું કહેવું છે કે તે બાકી બચેલા બે વર્ષોના અભ્યાસના ખર્ચાના કારણે તણાવમાં હતા. પ્રથમ વર્ષના અભ્યાસ પછી તેમણે હૉસ્ટેલ પણ છોડવી પડી હતી.
ઐશ્વર્યાના મોત બાદ હવે રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેમના ઘરે મુલાકાત લઈ રહ્યાં છે.
સોમવારે રાષ્ટ્રીય અને સ્થાનિક પત્રકારો પણ તેમના ઘરે ભેગા થયા હતા.
વળી દિલ્હીમાં કૉંગ્રેસના છાત્રોએ સંગઠનના કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી ડૉ. આરપી નિશંકના ઘરની બહાર પ્રદર્શન પણ હાથ ધર્યું.
આરોપ છે કે ઐશ્વર્યાને ઇન્સ્પાયર સ્કૉલરશિપ માટે પસંદ કરી લેવાયા હતા પરંતુ ફંડ રિલીઝ નહોતું કરાયું.
કૉંગ્રેસ નેતા શ્રીવત્સે ટ્વિટર પર સવાલ કર્યો, "ઐશ્વર્યાને ઇન્સ્પાયર સ્કૉલરશિપ કેમ ન મળી?" ઑનલાઇન એજ્યુકેશન માટે સરકારની નીતિ શું છે?લેપટોપ અને ઇન્ટરનેટ માટે ગરીબ બાળકો શું કરે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો