બાંગ્લાદેશમાં મોહમ્મદ પેગંબરના કાર્ટૂન અને ફ્રાન્સ સામે ઊમટી પડ્યાં લોકો

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફ્રાન્સના સામાનના બહિષ્કારની માગના સમર્થનમાં હજારો લોકોએ વિરોધપ્રદર્શન કર્યું.

ફ્રાન્સના ઇસ્લામિક અતિવાદની સામે આકરા વલણને કારણે વિવાદ વધી રહ્યો છે. તેને લઈને ઇસ્લામિક દેશોમાંથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. ઢાકામાં પ્રદર્શનકારીઓએ ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનું પુતળું સળગાવી નાખ્યું.

ઇમેન્યુઅલ મેક્રોંએ ફ્રાન્સની પત્રિકા ચાર્લી હેબ્દોમાં પેયગંબર મોહમ્મદ પર છપાયેલા કાર્ટૂનનું સમર્થન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ઢાકા સ્થિત ફ્રાન્સના દૂતાવાસ તરફથી વધી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને રોકી દીધા.

ઇમેન્યુઅલ મેક્રોંએ ફ્રાન્સિસ સેક્યુલરિઝમનો બચાવ કર્યો હતો અને તેના પછી તે અનેક મુસ્લિમ દેશોના નિશાના પર છે.

આ મહિનાની શરૂઆતમાં પેગંબર મોહમ્મદ પર છપાયેલા કાર્ટૂનને લઈને ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા કરી નાખવામાં આવી હતી. તે શિક્ષકને શ્રદ્ધાંજલિ આપતા મેક્રોંએ કહ્યું હતું કે તે કાર્ટૂનની બાબતમાં જુકશે નહીં. સોમવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને પણ ફ્રાન્સના સામાનના બિહાષ્કારની અપીલ કરી હતી.

ટેલિવિઝન પર પ્રસારિત પોતાના ભાષણમાં અર્દોઆને કહ્યું હતું, "જે પ્રકારે બીજા વિશ્વ યુદ્ધ પછી યહૂદીઓને નિશાને બનાવવામાં આવ્યા હતા તે જ પ્રકારે મુસ્લિમોની સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. યુરોપના નેતાઓએ ઇચ્છવું જોઈએ કે તે ફ્રાન્સના રાષ્ટ્રપતિના નફરતપૂર્ણ અભિયાનને રોકવા માટે કહે"

જોકે યુરોપના દેશોની તમામ સરકારે ઇમેન્યુઅલ મેક્રોંનું સમર્થન કર્યું છે અને અર્દોઆનની પ્રતિક્રિયાની નિંદા કરી છે. અર્દોઆને શનિવારે ઇસ્લામિક અતિવાદ પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખના વલણને લઈને કહ્યું હતું કે મેક્રોંએ માનસિકતાનો ઇલાજ કરાવવાની જરૂરિયાત છે. પ્રતિક્રિયામાં અર્દોઆને ફ્રાન્સથી પોતાના રાજદૂતને પરત બોલાવવાની જાહેરાત કરી હતી.

ઢાકામાં શું થયું?

પોલીસના અંદાજ પ્રમાણે ફ્રાન્સની સામેની રેલીમાં અંદાજે 40 હજાર લોકો સામેલ થયા હતા. આ રેલનું આયોજન ઇસ્લામી આંદોલન બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાંગ્લાદેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટીમાંથી એક છે. પ્રદર્શનકારી ફ્રાન્સના સામાનના બહિષ્કારના નારા લગાવી રહ્યા હતા અને રાષ્ટ્રપતિ મેક્રોંને સજા આપવાની માગ કરી રહ્યા હતા.

ઇસ્લામી આંદોલનના નેતા અતાઉર રહમાને પ્રદર્શનકારીઓને કહ્યું કે મેક્રોં એ પસંદગીના નેતાઓમાંથી એક છે જે શૈતાનની પૂજા કરે છે. રહમાને બાંગ્લાદેશની સરકાર પાસેથી ફ્રાન્સના રાજદૂતને પરત બોલાવવાની માગ કરી છે.

ઇસ્લામી આંદોલનના બીજા એક નેતા નિસારુદ્દીને કહ્યું કે ફ્રાન્સ મુસ્લિમોનું દુશ્મન છે અને જે ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ દુશ્મન છે. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ફ્રાન્સના દૂતાવાસથી પાંચ કિલોમીટર દૂર આકરી વ્યવસ્થા કરી છે.

ભારતમાં રહી રહેલાં બાંગ્લાદેશના નિર્વાસિત લેખિકા તસલીમા નસરીને ઢાકામાં વિરોધ પ્રદર્શનની તસવીર ટ્વિટર પર શેર કરીને લખ્યું છે, "બાંગ્લાદેશના ઉન્માદી લોકો પેયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને ફ્રાન્સના સામાનનનો બહિષ્કાર કરવા માગતા હતા. જે રેપ, ભ્રષ્ટાચાર, ગરીબી અને અન્યાયની સામે રસ્તા પર ઉતરતા નથી. આ ચીની વસ્તુઓના બહિષ્કાર નથી કરતા, જ્યાં મસ્જિદો તોડીને શૌચાલય બનાવવામાં આવી રહ્યા છે. ઇસ્લામ એક ધર્મ નહીં રાજકારણ છે."

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ઇરાક અને મૉરિટાનિયામાં પોતાના નાગરિકોને સતર્ક રહેવા માટે ચેતવણી આપી છે. આ દેશોમાં ફ્રાન્સની સામે પ્રદર્શન થયું છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં ફ્રાન્સના સામાનના બહિષ્કારની અપીલની પણ નિંદા કરી છે.

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે, "અભિવ્યક્તિની આઝાદી, ધાર્મિક સ્વતંત્રતા અને નફરત રોકવાના પક્ષમાં ફ્રાન્સના વલણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મેક્રોંના નિવેદનને રાજકીય ફાયદા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફ્રાન્સના સામાનોના બહિષ્કારની અપીલ અર્થવિહીન છે અને તેને તાત્કાલિક રોકવી જોઈએ."

શું છે કારણ?

ફ્રાન્સના શિક્ષક સેમ્યુઅલ પેચીની 18 વર્ષના અબ્દુલ્લાખ અંઝોરોવે 16 ઑક્ટોબરના રોજ હત્યા કરી હતી. સેમ્યુઅલે અભિવ્યક્તિની સ્વતંત્રતા વિષય પરના ક્લાસમાં પેયગંબર મોહમ્મદનું કાર્ટૂન દેખાડ્યું હતું. શિક્ષકની હત્યા ત્યારે થઈ જ્યારે વ્યંગ્યાત્મક ફ્રાંસિસી પત્રિકા ચાર્લી હેબ્દોની ઑફિસમાં 2015માં થયેલાં હુમલાની તપાસ ચાલી રહી છે.

સેમ્યુઅલની હત્યા પછી ફ્રાન્સમાં લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા. ગત અઠવાડિયે ફ્રાન્સના બે શહેરોના ટાઉન હૉલમાં સેમ્યુઅલને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની તસવીરની સાથે પેયગંબરના કાર્ટૂન પણ લગાવવામાં આવ્યા.

એક સમારોહમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ સેમ્યુઅલની પ્રશંસા કરી અને સંકલ્પ લીધો કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને તેમની લડાઈ ચાલુ રહેશે.

મેક્રોંએ સેમ્યુઅલને આ લડાઈનો ચહેરો કહ્યો હતો. પેયગંબર મોહમ્મદના કાર્ટૂનને લઈને ખુલીને ઇસ્લામિક વર્જના સામે આવ્યા અને કાર્ટૂનથી અનેક મુસ્લિમ નાખુશ થયા.

પરંતુ ફ્રાન્સની રાષ્ટ્રીય ઓળખ ધર્મનિરપેક્ષતા કેન્દ્રમાં રહી છે. સરકારે કહ્યું કે એક ખાસ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાથી બચાવવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રાને ઓછી કરવી એકતાની વિરુદ્ધમાં છે.

પશ્ચિમી યુરોપમાં ફ્રાન્સ સૌથી મોટી મુસ્લિમ વસ્તીવાળો દેશ છે. કેટલાંક લોકોનો આરોપ છે કે ફ્રાન્સ ધર્મનિરપેક્ષતાના નામ પર મુસ્લિમોને નિશાન બનાવે છે.

સોમવારે પોતાના એક ટ્વીટમાં મેક્રોંએ કહ્યું કે તે જુકશે નહીં પરંતુ શાંતિપ્રિય મતભેદોનો આદર કરે છે. અમે નફરતથી ભરાયેલાં ભાષણનો સ્વીકાર નહીં કરીએ અને તાર્કિક ચર્ચાથી બચાવ કરીશું. અમે હંમેશાથી માનવીય મર્યાદાના પક્ષધર રહ્યા છીએ.

શું બહિષ્કારની અપીલ પ્રભાવક રહેશે? ઢાકાથી બીબીસી બાંગ્લાના વલિઉર રહમાનનો દૃષ્ટિકોણ

બાંગ્લાદેશ અને ફ્રાન્સની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ બહુ સારા છે. ફ્રાન્સ બાંગ્લાદેશના ઉત્પાદનોની નિકાસ માટે મહત્ત્વની છે. ખાસ કરીને કપડાંની નિકાસની બાબતમાં. ગત વર્ષે, બાંગ્લાદેશે ફ્રાન્સને 1.7 અરબ ડૉલરની નિકાસ કરી હતી. અમેરિકા, જર્મની અને બ્રિટન પછી ફ્રાન્સ બાંગ્લાદેશ માટે ચોથુ મોટું બજાર છે. ફ્રાન્સની કંપનીઓનું બાંગ્લાદેશના સિમેન્ટ, ઉર્જા અને ટેલિકૉમના ક્ષેત્રમાં મોટું રોકાણ છે.

બાંગ્લાદેશની સરકારે તમામ ઇસ્લમિક સંગઠનોની માગ પર હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે એક વાત સ્પષ્ટ છે કે ફ્રાન્સની સાથે રાજકીય સંબંધો પૂર્ણ કરવા અને ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવાની માગને નજરઅંદાજ કરવામાં આવશે.

બાંગ્લાદેશના સૌથી મોટા ઇસ્લામિક સંગઠન જમાત-એ-ઇસ્લામીએ પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા ન હતા. પાર્ટીના એક નેતાએ બીબીસીને કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તે ફ્રાન્સના સામાનના બહિષ્કારની માગનું સમર્થન કરી રહ્યા નથી.

તેમણે આશા જગાવી કે ફ્રાન્સ જેવા સભ્ય દેશના રાષ્ટ્રપતિ ઇસ્લામ અને પેયગંબર મોહમ્મદ પર આપેલા નિવેદનને પરત લેશે. જોકે ફ્રાન્સની આડમાં બાંગ્લાદેશનો ઇસ્લામિક સમૂહ પોતાના રાજકારણને ચમકાવી શકે છે. ઇસ્લામી આંદોલન સમૂહે સરકાર સામે પહેલાં જ માગ મૂકી છે કે જે પણ પેયગંબર મોહમ્મદ અને ઇસ્લામનું અપમાન કરે તેને આકરી સજા આપવામાં આવે.

બીજા દેશોની પ્રતિક્રિયા

આખા કેસમાં સાઉદી અરેબિયાએ પણ નિવેદન જાહેર કર્યું છે. સાઉદીએ પેયગંબર મોહમ્મદના કાર્ટૂનની નિંદા કરી છે પરંતુ ફ્રાન્સનું નામ નથી લીધું. સાઉદીના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે દરેક કોશિષને રદ્દ કરે છે જે ઇસ્લામને આતંકવાદ સાથે જોડે છે. સાઉદીએ પણ તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરી છે.

ચેચન્યાના નેતા રમઝાન કાદર્રોવે મેક્રોં પર આરોપ મૂક્યો છે કે તે મુસ્લિમોને ઉકસાવી રહ્યા છે અને 'પોતે જ આતંકવાદીની જેમ વર્તન કરી રહ્યા છે'. તેમણે કહ્યું કે ઉકસાવનારી ગતિવિધિઓને વધારો આપવો મુસ્લિમોને અપરાધ કરવા મજબૂર કરવાની રીત છે. દક્ષિણ રશિયામાં ચેચેન્યા એક મુસ્લિમ બહુલ સ્વાયત્ત ગણતંત્ર છે.

રવિવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ પર ઇસ્લામ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે કુવૈત, જોર્ડન અને કતારમાં અનેક દુકાનોમાંથી ફ્રાન્સના સામાનને હઠાવવામાં આવી રહ્યો છે. ઇરાક, લીબિયા અને સીરિયા સહિતના અનેક દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

જોકે, યુરોપીયન દેશના નેતાઓ ફ્રાન્સને પોતાનું સમર્થન આપ્યું છે.

અર્દોઆનની ટીકા પછી જર્મનીએ મેકોંની સાથે એકજુટતા જાહેર કરી છે અને સરકારના પ્રવક્તા સ્ટીફન સીબર્ટે તુર્કીના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણીને અપમાનજનક અને અસ્વીકાર્ય કહી દીધી છે.

ડચ વડાપ્રધાન માર્ક રૂટે કહ્યું કે નેધરલૅન્ડ ફ્રાન્સની સાથે મજબૂતી સાથે ઉભું છે. ઇટાલીના વડા પ્રધાન પણ ફ્રાન્સનું સમર્થન કર્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો