ફ્રાન્સઃ ઇમેન્યુઅલ મેક્રોંના નિવેદન પર તુર્કીના રાષ્ટ્રપતિની ફ્રાન્સની વસ્તુઓના બહિષ્કારની અપીલ, મુસ્લિમ દેશો ગુસ્સે

ઇમેજ સ્રોત, Getty Images
મહંમદ પેગંબરનાં કાર્ટૂન દેખાડવાં બદલ ફ્રાન્સના એક શિક્ષકની હત્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જે નિવેદનો આપ્યાં તેના કારણે ઘણા મુસ્લિમ દેશો નારાજ થઈ ગયા છે.
મેક્રોંએ પોતાના નિવેદનમાં "સાંપ્રદાયિક ઇસ્લામની" આકરા શબ્દોમાં ટીકા કરી છે અને શિક્ષકની હત્યાની ઘટનાને "ઇસ્લામિક આતંકવાદી" હુમલો ગણાવ્યો છે.
ઘણા આરબ દેશો ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવા લાગ્યા છે. કુવૈત, જોડર્ન અને કતારની અમુક દુકાનોમાં ફ્રાન્સમાં બનેલી વસ્તુઓ હઠાવી દેવામાં આવી છે. લીબિયા, સીરિયા અને ગાઝા પટ્ટીમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવો થયા છે.
ફ્રાન્સના વિદેશમંત્રાલયનું કહેવું છે કે "બહિષ્કારની પાયા વગરની" વાતો લઘુમતી સમાજનો માત્ર એક કટ્ટર વર્ગ કરી રહ્યો છે.

ઇમેજ સ્રોત, BANARAS KHAN/AFP via Getty Images
આ વિરોધ મહંમદ પેગંબરનાં વિવાદિત કાર્ટૂન ક્લાસમાં દેખાડનાર શિક્ષકની હત્યા બાદ મેક્રોંએ જે નિવેદન આપ્યું, તેના કારણે છે.
મેક્રોં મહંમદ પેગંબરનાં વિવાદિત કાર્ટૂન દેખાડવાની ઘટનાનો એમ કહીને બચાવ કહી રહ્યા છે કે એક ખાસ સમુદાયની લાગણીના કારણે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અભરાઈએ ચઢાવી શકાય નહી.
તેમનું કહેવું છે કે આ બિનસાંપ્રદાયિક ફ્રાન્સની એકતાને ઓછી કરે છે. શિક્ષકની હત્યાની ઘટના અગાઉ ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોંએ "ઇસ્લામિક આતંકવાદ" સામે લડવા માટે કડક કાયદા લાવવાની જાહેરાત કરી હતી.

ઇમેજ સ્રોત, OZAN KOSE
તે સમય તેમણે કહ્યું હતું, "ભય છે કે ફ્રાન્સની 60 લાખ મુસ્લિમ વસ્તી મુખ્યધારાથી અલગ થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે તેમણે ઇસ્લામને એવો ધર્મ ગણાવ્યો હતો, જે હાલ "સંકટમાં" છે.
મેક્રોંનાં નિવેદનોની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી. તુર્કી અને પાકિસ્તાને મેક્રોં પર આરોપ મૂક્યો કે તેઓ "આસ્થાની સ્વતંત્રતા"નું સન્માન નથી કરી રહ્યા અને ફ્રાન્સના લાખો મુસ્લિમોને એક ખૂણામાં ધકેલી રહ્યા છે.
તુર્કીએ કહ્યું ફ્રાન્સની વસ્તુઓે બહિષ્કાર કરો

ઇમેજ સ્રોત, Getty Images
મેક્રોંના નિવેદન બાબતે ટેલિવિઝન પર પ્રતિક્રિયા આપતા તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અદોરઆને ફ્રાન્સની ચીજ-વસ્તુઓના બહિષ્કારની અપીલ કરી છે.
એમણે કહ્યું કે, જો ફ્રાન્સમાં મુસ્લિમોનું શોષણ થઈ રહ્યું હોય તો વિશ્વના નેતાઓએ એમનું રક્ષણ કરવું જોઈએ.
અગાઉ રવિવારે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રચેપ તૈયપ અર્દોવાને મેક્રોંને ઇસ્લામ માટેના તેમના વિચારો માટે "માનસિક સારવાર" કરાવવા માટેનું સૂચન કર્યું. અર્દોવાનના નિવેદન બાદ ફ્રાન્સે તુર્કીસ્થિત પોતાના રાજદૂતને સલાહ આપવા માટે બોલાવ્યા હતા.

ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કેટલો?

ઇમેજ સ્રોત, Reuters
રવિવારે કુવૈત, જોડર્ન અને કતારની અમુક દુકાનોમાં ફ્રાન્સમાં બનેલી વસ્તુઓ હઠાવી દેવામાં આવી હતી. દાખલા તરીકે ફ્રાન્સમાં બનેલા હેયર અને બ્યૂટી પ્રોડક્ટ દુકાનોથી ગાયબ હતાં.
કુવૈતના એક મોટા રિટેલ યુનિયને ફ્રાન્સમાં બનેલા વસ્તુઓના બહિષ્કારનો આદેશ આપ્યો હતો.
ગ્રાહક સહકારી સમિતિના બિનસરકારી સંગઠને કહ્યું કે મહંમદ પેગંબરનાં "વારંવાર થતા અપમાન"ના જવાબમાં તેમને આ આદેશ બહાર પાડ્યો છે.
સાઉદી અરેબિયામાં પણ સોશિયલ મીડિયા થકી આવા બહિષ્કારનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. આરબ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા સાઉદી અરેબિયામાં ફ્રાન્સના સુપરમાર્કેટ ચેન કૈરફોરના બહિષ્કારની માગ કરતું હૈશટેગ બીજા નંબર પર ટ્રૅન્ડ કરી રહ્યું છે.
જ્યારે લીબિયા, સીરિયા અને ગાઝા પટ્ટીમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવો થયા છે. આ વિસ્તારો તુર્કી સમર્થિત મિલિશિયાના નિયત્રંણ હેઠળ છે.

પાકિસ્તાનનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, @PTIOFFICIAL
તુર્કીના રાષ્ટ્રપ્રમુખે પોતાના ભાષણમાં એક પ્રશ્ન કર્યો હતો, "મેક્રોં નામની આ વ્યક્તિને ઇસ્લામ અને મુસ્લિમોથી શું સમસ્યા છે?"
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફ્રાન્સના નેતા પર આરોપ મૂક્યો કે, "તેઓ ઇસ્લામને સારી રીતે સમજ્યા વગર ઇસ્લામ પર હુમલા કરી રહ્યા છે."
તેમણે એક ટ્વીટમાં કહ્યું, "રાષ્ટ્ર્પ્રમુખ મેક્રોંએ યુરોપ અને વિશ્વભરના લાખો મુસ્લિમોની ભાવનાઓ પર હુમલો કર્યો છે અને તેમની લાગણી દુભાવી છે."
ઇમરાન ખાને રવિવારે ફેસબુકના પ્રમુખ માર્ક ઝકરબર્ગને પત્ર લખીને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મથી ઇસ્લામવિરોધી પોસ્ટ હઠાવવામાં આવે અને આ પ્રકારના કૉન્ટેન્ટને પોસ્ટ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે.
વડા પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારીયાદી અનુસાર, ઇમરાન ખાને ઝકરબર્ગને કહ્યું છે કે, "તેઓ ફેસબુકમાં વધતા ઇસ્લામોફોબિયા તરફ ઝકરબર્ગનું ધ્યાન ખેંચવા માગે છે, જે વિશ્વમાં દ્વેષ, જાતિવાદ અને હિંસા ફેલાવી રહ્યું છે."
ઇમરાન ખાને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ પર "ઇસ્લામ પર હુમલા" કરવાનો આરોપ મૂક્યો તે દિવસે આ પત્ર સામે આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Ahmad Gharbali
રવિવારે ઇમરાન ખાને ઘણાં ટ્વીટ કર્યાં અને કહ્યું કે મેક્રોંના નિવેદન વિભાજન ઊભું કરશે.
ઇમરાને લખ્યું, "આ એવો સમય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ મેક્રોંને સંવેદનશીલ થઈને આ મુદ્દાઓને હલ કરવો જોઈએ અને ચરમપંથીઓનો અસ્વીકાર કરવો જોઈએ, ન કે તેઓ ધ્રુવીકરણ અને એક ખૂણામાં ધકેલવા જેવાં કાર્યો કરે, જેનાથી કટ્ટરતા હજુ વધશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સાથે તેમણે કહ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમણે હિંસા કરનાર આંતકવાદીઓ, ભલે તેઓ મુસ્લિમ હોય, શ્વેત અથવા નાઝી વિચારધારાવાળા હોય, તેમની નિંદા કરવાની જગ્યાએ ઇસ્લામ પર હુમલા કરીને ઇસ્લામોફોબિયાને હવા આપવાનું પસંદ કર્યું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે ટ્વીટ કરીને કહ્યું કે, "અમે ક્યારેય હારનો સ્વીકાર નહીં કરીએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તેમણે લખ્યું, "અમે શાંતિની ભાવના રાખનારા દરેક વિરોધીઓનું સન્માન કરીએ છીએ. અમે નફરત ફેલાવનારાં ભાષણોનો સ્વીકાર નહીં કરીએ અને યોગ્ય ચર્ચાનો બચાવ કરીએ છીએ. અમે કાયમ માનવીય ગરિમા અને મૂલ્યો માટે ઊભા રહીશું."
મેક્રોંના ટ્વીટને નુકસાનની ભરપાઈ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે આ ટ્વીટ અંગ્રેજીની સાથેસાથે અરબી ભાષામાં કર્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
આ પહેલાં તેમને ફ્રેંચ ભાષામાં ઘણાં ટ્વીટ કર્યાં હતાં, જેમાંથી એકમાં તેમણે લખ્યું હતું, "આપણો ઇતિહાસ અત્યાચાર અને કટ્ટરપંથના વિરુદ્ધ સંઘર્ષનો છે. અમે ચાલુ રાખીશું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












