You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર ચૂંટણી : નરેન્દ્ર મોદીએ અપાવી 370ની યાદ, રાહુલ ગાંધીએ પૂછ્યું, ચીનને ક્યારે હઠાવશે સરકાર?
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પહેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં આરજેડી અને કૉંગ્રેસ પર હુમલો કર્યો, જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચીનની સરહદને લઈને સવાલ પૂછ્યા હતા.
અગાઉની યુપીએ સરકાર પર હુમલો કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, "હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી હતો, નીતિશજી બિહારના મુખ્યમંત્રી હતા. નીતિશજી તેમને વારંવાર કહેતા હતા કે બિહારના કામમાં રોડા ન નાખો. પરંતુ આ લોકોએ બિહારમાં ફરીથી સત્તા ન મેળવવાનો ગુસ્સો 10 વર્ષ સુધી દિલ્હીમાં યુપીએ સરકારમાં રહીને બિહારના લોકો પર કાઢ્યો."
તેમણે કહ્યું, "દેશ આગળ વધી રહ્યો છે આ લોકો દેશના સંકલ્પની આડે પથ્થર બનીને ઊભાં થઈ ગયા છે. વચેટિયાઓથી ખેડૂતોને બચાવવાનો નિર્ણય કર્યો તો આ દલાલો અને વચેટિયાઓને બચાવવા માટે અભિયાનમાં લાગી ગયા. લોકસભા ચૂંટણી પહેલાં જ્યારે ખેડૂતોના બૅન્ક ખાતામાં સીધા પૈસા આપવામાં આવ્યા તો આ લોકો ભ્રમ ફેલાવતા છે. રફાલ વિમાનને ખરીદવામાં આવ્યા ત્યારે પણ વચેટિયા અને દલાલની ભાષા બોલી રહ્યા હતા."
ચીનને ક્યારે ખદેડશો?
બીજી તરફ રાહુલ ગાંધીએ ભારત-ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલાં તણાવને લઈને કહ્યું, "લદ્દાખમાં ભારતની સરહદ છે જ્યાં બિહાર, ઉત્તર પ્રદેશ, સહિત દેશના અન્ય રાજ્યોના સૈનિક રક્ષા કરે છે. ચીનનું સૈન્ય હિંદુસ્તાનની અંદર છે. આપણા વીરોનું અપમાન કરતા તેમણે એવું તો કેમ કહ્યું કે હિંદુસ્તાનની અંદર કોઈ આવ્યું નથી."
તેમણે મોદી પર જુઠું બોલવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે, આજે કહે છે કે તેઓ માથું નમાવે છે પરંતુ તેમણે ખોટું બોલ્યું છે કે ચીનના કોઈ સૈનિક હિંદુસ્તાનની અંદર નથી આવ્યા. ચીનના સૈનિક જે હિંદુસ્તાનમાં આવી બેસેલાં છે તેમને ક્યારે બહાર નીકાળશો. અમને કહો.
"તમે બિહારીઓને ખોટું ન બોલો. તમે એ સમજાવો કે ગત ચૂંટણીમાં કેટલી રોજગારી આપી. ગત ચૂંટણીમાં બોલ્યા હતા કે બે કરોડ યુવાનોને નોકરી આપીશું. કોઈને મળી?"
બિહારમાં કલમ 370ની ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હઠાવવાનો નિર્ણય અમે કર્યો. આ લોકો કહી રહ્યા છે કે સત્તામાં આવ્યા તો આર્ટિકલ 370 ફરીથી લાવીશું. બિહારના લોકોને કહેવા ઇચ્છું છું કે આ દેશ પોતાના નિર્ણય પરથી પાછળ નહીં હઠે."
પોતાના ભાષણની શરૂઆતમાં વડા પ્રધાને કહ્યું કે તે રામ વિલાસ પાસવાનના છેલ્લાં શ્વાસ સુધી તેમની સાથે રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આના પર જેડીયુના કદાવર નેતા અજય આલોકે પ્રતીક્રિયા આપી કે રામવિલાસજી જતા જ પુત્રએ અલગ રસ્તો કરી લીધો?
પોતાના ભાષણની શરૂઆતમાં મોદીએ કહ્યું, "બિહાર વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે તેને કોઈ બીમાર રાજ્ય નહીં કહી શકે. લાલટેનનો જમાનો ગયો. વીજળીની ખપત ત્રણ ગણી વધી ગઈ છે."
તેમણે કહ્યું, "આજે વીજળી, રસ્તા અને લાઇટ છે તો માહોલ છે જેમાં રાજ્યના નાગરિક ડર્યા વગર રહી શકે છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો