ગુજરાત પેટાચૂંટણી : કૉંગ્રેસના ઉમેદવારો જાહેર, મહાનગરપાલિકાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ

હાર્દિક પટેલ અને સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, FACEBOOK/HardikPatel CRPaatil

ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ બાદ કૉંગ્રેસે પાંચ બેઠક માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાજપ દ્વારા આઠ પૈકી સાત બેઠકો માટે ઉમેદવારોનાં નામોની જાહેરાત કરાઈ હતી.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અબડાસા વિધાનસભા બેઠક પરથી ડૉ. શાંતિલાલ સંઘાણી, મોરબીથી જયંતિલાલ પટેલ, ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા, ગઢડા બેઠક પરથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાનાં નામોની જાહેરાત કરવામાં આવી છે.

સોમવારે કૉંગ્રેસના નેતા મુકુલ વાસનિક દ્વારા નામોની યાદી જાહેર કરાઈ હતી.

line

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ

આ સાથે જ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીને ત્રણ મહિના માટે મુલતવી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવેમ્બર 2020માં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવવાની હતી.

જોકે ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશી દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર આ ચૂંટણીને કોવિડ-19ની મહામારીને ધ્યાને રાખીને મુલતવી રાખવામાં આવી છે.

આ યાદીમાં ઉલ્લેખ કરાયો છે કે ત્રણ માસ બાદ મહામારીની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આયોજન અંગે નિર્ણય કરવામાં આવશે.

line

ભાજપે કોને આપી છે ટિકિટ?

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અબડાસા બેઠકમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ટિકિટ આપવામાં આવી છે, મોરબી બેઠક પર બ્રજેશ મેરજાની પસંદગી કરવામાં આવી છે.

ધારી બેઠકમાં પક્ષે જે. બી. કાકડિયા પર પસંદગી ઉતારી છે, જ્યારે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ કૅબિનેટ મંત્રી આત્મારામ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.

કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડાંગ બેઠક માટે વિજય પટેલ અને કપરાડા બેઠક માટે જીતુભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.

ભાજપે હજી સુધી લીમડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરી નથી.

આઠ બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો