લૉકડાઉનમાં મજૂરો : છ મહિના પહેલાં કોની ભૂલને લીધે લાખો કામદારો રઝળી પડ્યા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
"લૉકડાઉનના સમય અંગે નકલી સમાચારોથી ઉત્પન્ન ભયને કારણે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ થયું અને લોકો, ખાસ કરીને પ્રવાસી મજૂરો, ભોજન, પેયજળ, સ્વાસ્થ્યસેવાઓ અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતોની આપૂર્તિ માટે ચિંતિત હતા. જોકે કેન્દ્ર સરકાર આ અંગે સજાગ હતી અને તેણે એ સુનિશ્ચિત કરવા માટે બધા જરૂરી ઉપાયો કર્યા કે જરૂરી લૉકડાઉન સમયે કોઈ પણ નાગરિક ભોજન, પેયજળ, ચિકિત્સા વગેરેથી પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહી જાય."
આ સાથે જ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં માત્ર બે શબ્દોમાં કહી દીધું કે વિભાજન બાદ ભારતના ઇતિહાસની સંભવિત સૌથી મોટી માનવત્રાસદી આખરે શા માટે થઈ. અને એ બે શબ્દ હતા- નકલી સમાચાર.
જોકે આવું પહેલી વાર નથી થયું કે કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરોનાં પલાયન માટે નકલી સમાચારને જવાબદાર ગણ્યા હોય.
લૉકડાઉનના શરૂઆતથી લઈને ઘણાં અઠવાડિયાં સુધી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટથી લઈને ટીવી ચેનલો સુધી પ્રવાસી મજૂરોનાં પલાયન માટે વિપક્ષી દળો અને નકલી સમાચારોને જવાબદાર ગણાવતી રહી છે.
એવામાં સવાલ ઊઠે કે શું નકલી સમાચાર ખરેખર પ્રવાસી મજૂરોને મળેલી યાતનાઓ માટે જવાબદાર હતા?
એના માટે તમારે સરકાર તરફથી કહેવાયેલાં, લખેલાં અને આપેલાં નિવેદનોને ફરી એક વાર વાંચવાં અને સમજવાં પડશે.

ચાર કલાકમાં દેશ બંધ

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત શરૂ થાય છે, મંગળવાર, 24 માર્ચથી જ્યારે રાતે આઠ વાગ્યે વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે રાતે 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં સંપૂર્ણ લૉકડાઉન થઈ રહ્યું છે. હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે, તમને બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે, આજે રાતે 12 વાગ્યાથી ઘરમાંથી બહાર નીકળવા માટે સંપૂર્ણ પ્રતિબંધ લગાવાઈ રહ્યા છે."
વડા પ્રધાને એમ પણ કહ્યું, "તમે હાલમાં દેશમાં જ્યાં પણ હોવ, ત્યાં રહો. હાલની સ્થિતિ જોતાં દેશમાં આ લૉકડાઉન 21 દિવસનું રહેશે. ત્રણ અઠવાડિયાંનું...આ દરમિયાન ઘરમાં જ રહો. ઘરમાં જ રહો અને માત્ર ઘરમાં જ રહો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાને આ એલાનમાં કહ્યું કે જે જ્યાં છે, ત્યાં જ રહે, અને લોકો ઘરમાં જ રહે.
જોકે, વડા પ્રધાન મોદીએ દેશની વસતીના એ વર્ગ માટે કશું ન કહ્યું, જે બહુમાળી ઇમારતોનાં બાંધકામ પર મજૂરો તરીકે કામ કરે છે અને ઝૂંપડપટ્ટી કે ફૂટપાથ પર ચટાઈ પાથરીને સૂઈ જાય છે.
આગામી 21 દિવસ સુધી સમાજનો આ વર્ગ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે, એ અંગે વિચારવું કદાચ કોરોના મહામારીને ફેલાવવાથી રોકવાની ચિંતાથી વધુ જરૂરી નહીં લાગ્યું હોય.
સામાન્ય રીતે ટ્વિટરમાં પર વધુ સક્રિય પીએમ મોદી ત્યારે આ મુદ્દા પર મૌન રહ્યા કે તેમની સરકાર પ્રવાસી મજૂરો માટે શું વ્યવસ્થા કરી રહી છે.
એટલું જ નહીં, 24 માર્ચથી લઈને 29 માર્ચ સુધી દેશની દરેક ટીવી ચેનલથી લઈને સોશિયલ મીડિયામાં પ્રવાસી મજૂરોનો મુદ્દો છવાયેલો રહ્યો હતો ત્યારે પણ વડા પ્રધાન મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ @NarendraModi અને @PMOIndia તરફથી એક પણ ટ્વીટ આ મુદ્દે કર્યું નહોતું.
જોકે, વડા પ્રધાન મોદીએ આ પાંચ દિવસમાં પીએમ કેયર્સ ફંડમાં દાન આપતી હસ્તીઓનો આભાર જરૂર માન્યો હતો.

પ્રવાસી મજૂરો પ્રત્યે ઉદાસીનતા

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો માને છે કે સરકારની પાસે પ્રવાસી મજૂરો અને દહાડી મજૂરી કરતા લોકોનો આંકડો હોય છે લૉકડાઉન કરતાં પહેલાં તેમના માટે સાવધાની માટેની સુવિધા કરી શકતી હતી.
આ કારણે સરકાર પર મજૂરો પ્રત્યે ઉદાસીન વલણ દાખવવાનો આરોપ લાગ્યો. એ સવાલ ઊઠવા લાગ્ચા કે જ્યારે એ આશંકા હતી કે લૉકડાઉન થતા જ રોજ કમાઈને ખાનારા આ વર્ગ માટે થોડા જ કલાકોમાં જીવનસંકટ ઊભું થઈ જશે તો આ વર્ગ માટે વ્યવસ્થાઓનો ઉલ્લેખ કેમ ન કરાયો?
કેન્દ્રીયમંત્રી નિત્યાનંદ રાયે પોતાના નિવેદનમાં દાવો કર્યો કે કેન્દ્ર સરકાર પ્રવાસી મજૂરોની ચિંતાઓ પરત્વે સજાગ હતી.
જોકે, કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર તરફથી 25 માર્ચે અપાયેલા નિવેદનને ધ્યાનથી સાંભળો તો સંકેત મળે કે 25 માર્ચ સુધી કેન્દ્ર સરકાર પાસે પ્રવાસી મજૂરો અંગે કહેવા માટે ખાસ કશું નહોતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જાવડેકરે લૉકડાઉન બાદ 25 માર્ચે થયેલી પત્રકારપરિષદમાં દહાડી મજૂરોનું પલાયન રોકવા કે સુગમ બનાવવા કોઈ સરકારી યોજનાનો ઉલ્લેખ ન કર્યો.
આ પત્રકારપરિષદમાં જ્યારે એક પત્રકારે પૂછ્યું કે દિલ્હીથી લઈને સુરત અને તમામ શહેરોમાં પ્રવાસી મજૂરો ઠેરઠેર ઠોકરો ખાઈ રહ્યા છે, શું મજૂરોને ત્યાંથી નીકળવા માટે સરકાર કોઈ પગલું ભરશે.
આ સવાલ પર જાવડેકરે કહ્યું, "સરકારની આ સ્થિતિ પર નજર છે. જોકે આપણે સમજવું જોઈએ કે તેઓ અહીં કામ કરતાં હતા, તો ક્યાંક રહેતા પણ હતા, આથી સરકારની સલાહ એ છે કે તેઓ જ્યાં છે ત્યાં રહે, આગામી 21 દિવસ માટે. કેમ કે ત્યાં જઈને, ત્યાં શું પરિણામ મળે છે, એ પણ એક અલગ મુદ્દો છે."
જાવડેકરે આપેલા જવાબથી સ્પષ્ટ થાય છે કે 25 માર્ચ સુધી કેન્દ્ર સરકાર પાસે પ્રવાસી મજૂરોના રહેવા-ખાવાની, તેમને બસ કે ટ્રેનથી તેમના ગામ-ઘર પહોંચાડવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા નહોતી.
આથી સવાલ ઊઠે છે કે નિત્યાનંદ રાય કયા આધારે આ કહી રહ્યા છે કે સરકાર પ્રવાસી મજૂરોની ચિંતા અંગે સજાગ હતી?
જોકે મે મહિનામાં મોદી સરકારે આત્મનિર્ભર ભારત પૅકેજની જાહેરાત કરી અને પ્રવાસી મજૂરોની સંખ્યા અંગે સત્તાવાર રીતે એ માન્યું કે તેમની સરકાર આઠ કરોડ પ્રવાસી મજૂરો માટે વિશેષ જોગવાઈ કરી રહી છે.

મજૂરો રસ્તાઓ પર કેમ ઊતર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
એક સવાલ એ પણ છે કે અનુત્તર છે કે શું પ્રવાસી મજૂરોએ નકલી ન્યૂઝથી પેદા થયેલા ભયને કારણે મહાનગરોને છોડવાનું શરૂ કર્યું?
પ્રવાસી મજૂરોની આપવીતી સાંભળીએ તો આ વાત સામે આવતી નથી. પણ તેનાથી ખબર પડે છે કે સરકારથી ઉપેક્ષા પલાયનનું એક મોટું કારણ હતું.
બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવે લૉકડાઉનની પહેલી સવારે એટલે કે 25 માર્ચે દિલ્હીથી પગપાળા ભરતપુર જતા કેટલાક મજૂરો સાથે વાત કરી હતી.
એ મજૂરોએ કહ્યું હતું, "અમે દિલ્હીના પશ્ચિમ વિહારથી આવી રહ્યા છે. સવારે છ વાગ્યે નીકળ્યા હતા. અમે પથ્થરોનું કામ કરતા હતા. ચાર-પાંચ દિવસથી કામ બંધ છે. ખાવા માટે કશું નથી. હવે શું કરીએ. અહીં અમે ભૂખે મરીએ છીએ. આથી ગામ જઈ રહ્યા છીએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ એ માનવત્રાસદીની શરૂઆત હતી જે ભારતીય ઇતિહાસની સૌથી ભયાનક માનવત્રાસદીનું રૂપ લેવા જઈ રહી હતી.
બાદમાં દરેક કલાકે દેશભરના રસ્તાઓ પર પ્રવાસી મજૂરોની સંખ્યા વધતી દેખાઈ.
આગામી ત્રણ દિવસમાં એટલે કે માર્ચ 28 આવતાં-આવતાં દેશભરના રસ્તાઓ, રેલવેલાઇનો અને કાચા રસ્તાઓ પર ખભા પર સામાન અને બાળક રાખેલા પ્રવાસી મજૂરોનું પલાયન જોવા મળ્યું.
મુંબઈથી લઈને દિલ્હી અને અમદાવાદથી લઈને પંજાબનાં મોટાં શહેરોથી પ્રવાસી મજૂરોએ વિકલ્પહીન સ્થિતિમાં પગપાળા પોતાના ઘરે જવા નીકળવાનું શરૂ કરી દીધું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કેટલાક લોકોને તો કેટલાક કિલોમીટરનું અંતર કાપતાં છ-છ દિવસનો સમય લાગ્યો.
ઘણા લોકોએ રસ્તામાં દમ તોડી દીધો. ઘણાં માતાઓએ રસ્તા પર બાળકોને જન્મ આપ્યો. તો કેટલાંક બાળકોનું રસ્તે ચાલતાં તો કેટલાંક ધાવણાં બાળકોનું મૃત્યુ માતાનાં ખોળામાં જ થઈ ગયું.

પ્રવાસી મજૂરો પ્રત્યે સરકારી સંવેદનશીલતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દિવસની મૌન પછી પોતાના 'મનની વાત' કાર્યક્રમમાં લૉકડાઉનને કારણે લોકોને થતી મુશ્કેલી અંગે માફી માગી.
તેઓએ કહ્યું, "હું બધા દેશવાસીઓની દિલથી માફી માગું છું. મને લાગે છે કે તમે મને માફ કરી દેશો."
તેઓએ કહ્યું, "કેમ કે કેટલાક નિર્ણયો લેવા પડ્યા, જેનાથી તમારી સામે તમામ મુશ્કેલીઓ આવી પડી છે. મારાં ગરીબ ભાઈઓ અને બહેનોની વાત આવે તો તેઓ વિચારતાં હશે કે તેમને કેવા પીએમ મળ્યા છે, જેણે મુશ્કેલીમાં નાખી દીધા છે. હું દિલથી તેમની માફી માગું છું."
સવાલ એ છે કે શું નરેન્દ્ર મોદી અને તેમની સરકારના કાર્યકાળમાં પ્રવાસી મજૂરોને જે યાતનાઓ વેઠવી પડી, તેના પ્રત્યે તેઓ સહેજ પણ સંવેદનશીલ હતા? જોકે દર્દની આ કહાણીઓ દુનિયાભરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
આ સવાલ એટલા માટે મહત્ત્વનો છે કે એક તરફ જ્યાં પ્રવાસી મજૂરોને મહાનગરોમાંથી નીકળવું પડતું હતું અને બીજી તરફ જિલ્લાના સીમા પર પોલીસ તરફથી તેમને ઉત્પીડનનો સામનો કરવો પડતો હતો.
એવામાં જો કેન્દ્ર કે રાજ્ય સરકારો મજૂરોની સ્થિતિને લઈને લેશમાત્ર પણ સંવેદનશીલ હતી તો એક આદેશ કેમ જાહેર કર્યો કે પ્રવાસી મજૂરો સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરાય.
સંભવતઃ આ વાતને યાદ રાખવામાં આવે કે પોતાના ઉત્તમ માહિતીતંત્ર સામે ચર્ચિત મોદી સરકારના દોરમાં દેશની રાજધાની દિલ્હીથી લઈને રાજ્યોમાં પ્રવાસી મજૂરો માટે કોઈ પણ સ્થિતિ સ્પષ્ટ નહોતી કે તેમને ક્યાં જવાનું છે, કઈ ટ્રેન પકડવાની છે અને કઈ બસ તેમના માટે ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ દિલ્હીમાં અંબાલાથી ભૂખ્યાં-તરસ્યાં બાળકો સાથે ઉઘાડા પગે પલાયન કરતાં મજૂરો સાથે વાત કરી હતી.
પોતાના બાળકોને લઈને ચાલતાં મજૂરે કહ્યું હતું, "મોદીજીએ જે કર્યું એ સારું કર્યું છે. અમારા માટે સારું કર્યું છે. અમારા માટે ઉત્તમ કર્યું છે. અમે તો જેમતેમ કરીને ભોગવી લઈશું. પણ તેઓ તો એક જગ્યાએ બેઠા છે ને, કમસે કમ. અને, તેઓએ કમસે કમ એ તો વિચારવું હતું કે ગરીબ માણસ છે, તેની પરેશાની છે. તેના માટે કંઈક તો કરવું જોઈએ ને. કે ન કરવું જોઈએ?... ચલો ઠીક છે કે અમે તો જેવા છીએ, એવા નીકળી જઈશું. મરી જઈશું. જે પણ થાય. અમે નીકળી જઈશું, બાળકોને લઈને... અમે બહુ મુશ્કેલીમાં છીએ. સાહેબ, બહુ મુશ્કેલી છે. કોઈની તૂટેલી સાઇકલ લીધી હતી. પાંચસો રૂપિયામાં. આજે છ દિવસ થઈ ગયા. એમ જ ચાલી રહ્યા છીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
આ પ્રવાસી મજૂરોએ જણાવ્યું કે અંબાલાથી દિલ્હીના રસ્તામાં ઘણી જગ્યાએ પોલીસ તરફથી અત્યાચાર સહન કરવો પડ્યો.
તેઓએ કહ્યું, "અહીંથી જઈશું, તો ત્યાં પોલીસવાળા ડંડા મારશે, કોઈ અહીંથી ભગાડી દે છે, હમણાં એક જણને એટલો માર્યો કે પાડી દીધો, ડંડા મારી મારીને."
પ્રતિદિન 280 રૂપિયે દહાડી કમાતા આ મજૂરો અંબાલાથી મધ્યપ્રદેશના છતરપુરની યાત્રા કરતા હતા.
લૉકડાઉન બાદ દેશભરમાંથી પ્રશાસન તરફથી પ્રવાસી મજૂરો સાથે અમાનવીય વ્યવહારની તમામ ઘટનાઓ સામે આવી હતી.
તેમાં મજૂરોને પોલીસકર્મી દ્વારા મારવાથી લઈને, તેમના પર કેમિકલથી છંટકાવ કરવાની અને તેમને અંધારી ઇમારતોમાં ખાધા-પીધા વિના પશુઓને જેમ બંધ રાખવાની ઘટનાઓ સામે આવી હતી.

પ્રવાસી મજૂરો સુધી સરકારી મદદ

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે લૉકડાઉનના એલાનના એક મહિના પછી મેમાં પ્રવાસી મજૂરો માટે આત્મનિર્ભર ભારત પૅકેજ હેઠળ ખાવાપીવાનો સામાન આપવાની જાહેરાત કરી. આ યોજના હેઠળ પ્રત્યેક પ્રવાસી મજૂરો પરિવારને પાંચ કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ ચણા આપવાની જાહેરાત કરી.
જોકે ઉપભોક્તા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયના આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બર આવતાંઆવતાં આ યોજના અંતર્ગત ફાળવેલા આઠ લાખ કિલોગ્રામ અનાજમાંથી માત્ર 33 ટકા અનાજ પ્રવાસી મજૂરોમાં વિતરણ થઈ શક્યું હતું.
સરકાર તરફથી મકાનમાલિકો દ્વારા ભાડું ન માગવાની અને નોકરીઓમાંથી ન કાઢવાની અપીલ પણ નિષ્ફળ સાબિત થઈ.
સેન્ટર ફૉર ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ)ના આંકડાઓ અનુસાર, લૉકડાઉન લાગ્યાના એક મહિના બાદ અંદાજે 12 કરોડ લોકો પોતાનું કામ ગુમાવી ચૂક્યા હતા. મોટા ભાગના અસંગઠિત અને ગ્રામીણ વિસ્તારના હતા.
એવામાં સવાલ ઊઠે કે સરકારની પ્રવાસી મજૂરોને કામ પર પરત બોલાવવાની કોશિશો કેટલી સફળ થતી જોઈ શકાય છે.

ખાવાપીવાની કમી

ઇમેજ સ્રોત, Reuters
કેન્દ્રીયમંત્રી નિત્યાનંદ રાયે પોતાના 88 શબ્દોના નિવેદનામં દાવો કર્યો છે કે સરકારે "બધા જરૂરી ઉપાયો કર્યા કે જરૂરી લૉકડાઉનના સમયમાં કોઈ પણ નાગરિક ભોજન, પેયજળ, ચિકિત્સા સુવિધાઓ વગેરેની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે."
જોકે દિલ્હીથી બિહાર જતી તમામ શ્રમિક ટ્રેનોમાં પ્રવાસી મજૂરોની સાથે અમાનવીય વ્યવહારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જોવા મળ્યા. આ ટ્રેનોમાં ક્ષમતાથી વધુ પ્રવાસીઓને બેસાડ્યા અને બાદમાં કેટલાય કલાકો સુધી ટ્રેનમાં બાળકો ભૂખ્યાં-તરસ્યાં ટળવળતાં રહ્યાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
પલાયનની આ યાતના વેઠનારાં પૂજા કુમારી જણાવે છે, "મારા રૂમમાં ખાવાપીવાનું કંઈ નહોતું. ત્રણ દિવસ સુધી અમે ખાંડનું શરબત પીને ચલાવ્યું. દાળ-ભાત કંઈ નહોતું. મારો ગૅસ પણ ખતમ થઈ ગયો હતો. પછી કૉલ કર્યો 100 નંબર પર. જે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા હતા એના પર કૉલ કર્યો."
"તેઓએ કહ્યું કે તેઓ ખાવાનું લઈને આવી રહ્યા છે. અમે કહ્યું કે સારું... ત્યારપછી પણ રૅશન તો ન આવ્યું, પણ સાત નંબરની ગલીમાં બનેલું ખાવાનું લઈને આવ્યા. જ્યારે ખાવા માટે જઈ રહ્યા હતા ત્યારે મારા પતિને પોલીસે ડંડો મારીને પાડી દીધા."
"મતલબ કે ખાવા માટે પણ ન જવા દીધા. પછી કોઈ પણ રીતે ત્રણ દિવસ કાઢ્યા. બાદમાં એવી હાલત ખરાબ થઈ કે શું કહીએ... પછી ઘરે જવા માટે પોલીસ સ્ટેશનમાં આધારકાર્ડ અને લોકેશન વગેરે જમા કરાવ્યું. પણ કોઈ કૉલ કે મૅસેજ પણ મોબાઇલમાં ન આવ્યો. પછી વિચાર્યું કે મૅસેજ પણ આવતો નથી, રૂમમાં ખાવા માટે કોઈ સુવિધા પણ નથી. રૂમવાળો પણ ભાડું માગતો હતો. ત્યારે વિચાર્યું કે કંઈ નહીં થાય તો પગપાળા નીકળી પડીશું. બહુ દૂર સુધી પગપાળા સફર ખેડી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
"નોઇડાથી મોદીનગર પહોંચ્યાં. પછી ત્યાં પ્રશાસને અમને રોક્યાં, ડંડા મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે રૂમમાં પાછા જાવ. અમે કહ્યું કે રૂમ પર કેમ જઈએ... મકાનમાલિક ભાડું માગે છે, શું કરીએ... પછી તેઓ ચાલ્યા ગયા. અને થોડી વાર પછી અમને મોદીનગરમાં એક જગ્યાએ લઈએ ગયાં."
"ત્યાં અમે રાહ જોતાં રહ્યાં કે ગાડી આવશે. ગાડી આવી બીજા દિવસે બપોરે એક વાગ્યે. પછી અમે ગાઝિયાબાદમાં ટ્રેનમાં બેઠાં. પણ ટ્રેનમાં કોઈ સુવિધા નહોતી. પાણી પણ ટ્રેનમાં મળતું નહોતું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 7
"ટ્રેનમાં એક મહિલા હતી, તેને આખા રસ્તામાં બહુ દર્દ થતું રહ્યું. પછી મીડિયાવાળાને ફોન કર્યો. તે કદાચ ભૂખથી તડપતી હતી. મીડિયાવાળાને ફોન કર્યો તો તેઓએ મકાઈ, પાણીની બૉટલ આપી. બાદમાં સાસારામમાં કંઈક મળ્યું. પણ શાકભાજી બધું ખરાબ થઈ ગયું હતું."
ઉત્તરપ્રદેશના કાનપુર રેલવે સ્ટેશન પર ખાવાનાં પૅકેટ્સને લઈને પ્રવાસી મજૂરોમાં હાથાપાઈ થતી જોવા મળી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
એનડીટીવીના અહેવાલ અનુસાર, જે ટ્રેનમાં લોકો વચ્ચે હાથાપાઈ થઈ હતી એ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રાઓએ જણાવ્યું કે ટ્રેનના ટૉઇલેટમાં પાણીની પણ વ્યવસ્થા નહોતી કરાઈ.
અન્ય મીડિયા સંસ્થાઓ અને બીબીસી સાથે વાત કરતાં શ્રમિક ટ્રેનોના મુસાફરોએ પાણીની બૉટલો માટે સંઘર્ષ અને ટ્રેનમાં ઘણી હદે ગંભીર સ્તરે સંઘર્ષ સામે આવ્યાની પુષ્ટિ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આ દરમિયાન શ્રમિક ટ્રેનો ચલાવાતી હતી ત્યારે અપુષ્ટ સૂત્રો તરફથી ટ્રેનમાં પ્રવાસી મજૂરોનાં મૃત્યુના સમાચારો પણ આવ્યા.
જોકે કેટલાક કિસ્સામાં તેની પુષ્ટિ પણ થઈ હતી, જેમાં મુઝફ્ફરપુર સ્ટેશનનો મામલો પણ સામેલ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
શ્રમિક ટ્રેનમાં એક મહિલાના મૃત્યુ બાદ મુઝફ્ફરપુરના જિલાધિકારી ચંદ્રશેખર સિંહે સ્પષ્ટીકરણ આપ્યું હતું કે મહિલાનું મૃત્યુ કોઈ બીમારીને કારણે થયું હતું, અને ટ્રેનમાં ખાવાપીવાની કોઈ કમી નહોતી.

કેટલા લોકોનાં મૃત્યુ થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
લૉકડાઉન દરમિયાન ઘરે પરત ફરતી વખતે કેટલા લોકોનાં મૃત્યુ થયાં? આ એક એવો સવાલ છે જેને જવાબ કેન્દ્ર સરકાર પાસે નથી.
કેન્દ્રીયમંત્રી નિત્યાનંદ રાયે આના જવાબમાં કહ્યું કે પોતાનાં ગૃહરાજ્ય પરત ફરતી વખતે મૃત્યુ પામેલા પ્રવાસી મજૂરોની સંખ્યા સંબંધિત જાણકારી કેન્દ્રીયકૃત રીતે રાખવામાં આવતી નથી.
તેમજ ગત 14 સપ્ટેમ્બરે જ્યારે લોકસભામાં કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારને પૂછવામાં આવ્યું કે ઘર પરત ફરતી વખતે કેટલા પ્રવાસીઓનાં મૃત્યુ થયાં અને શું સરકારે પીડિત પરિવારને કોઈ મદદ કે આર્થિક સહાય આપી છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
તેના જવાબમાં કેન્દ્રીયમંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે એવા કોઈ આંકડાઓ રાખવામાં આવતા નથી અને આ જવાબને ધ્યાનમાં રાખતા અન્ય સવાલનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એવામાં કેન્દ્ર સરકારે દેશની સંસદની સામે જણાવ્યું છે કે કેન્દ્રીયસ્તરે આવા આંકડાઓ ઉપલબ્ધ હોતા નથી.
જોકે ન્યૂઝ વેબસાઇટ વાયર હિન્દીના રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેએ આરટીઆઈના અરજીના જવાબમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 80 લોકોનાં મૃત્યુ રેલયાત્રા દરમિયાન થયાં છે.
બીબીસીએ વિભિન્ન રીતે આંકડાઓ એકત્ર કરીને જાણકારી મેળવી હતી કે 24 માર્ચથી 1 જૂન સુધી 304 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. તેમાં 33નાં થાકથી, 23નાં રેલદુર્ઘટનામાં, 14 લોકોનાં અન્ય કારણથી, અને 80 લોકોનાં મૃત્યુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં થયાં હતાં.
પ્રવાસી મજૂરો પર જે વીતી એના માટે જવાબદાર કોણ?
કેન્દ્ર સરકારે આખરે પોતાની જવાબદારી ફેક ન્યૂઝ પર ઢોળીને ખુદને મુક્ત કરી લીધી છે.
જોકે આ દેશમાં સંભવતઃ જ્યારે જ્યારે લૉકડાઉનની વાત આવશે ત્યારે યાદ કરાશે વડા પ્રધાન મોદીની એ માફી, જે તેઓએ પ્રવાસી મજૂરો પાસેથી માગી હતી.
અને સવાલ પુછાશે કે તેઓ અને તેમની સરકાર એટલી અસમર્થ હતી કે સેંકડો મજૂરોને પરેશાનમાંથી બચાવી ન શકી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 8
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો