દિલ્હી હિંસા : જૂલિયો રિબેરો દિલ્હી હિંસાની પોલીસ તપાસ સામે સવાલ કેમ ઉઠાવે છે?

જૂલિયો રિબેરો

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, જૂલિયો રિબેરો
    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં થયેલાં તોફાનોને લઈને દિલ્હી પોલીસની ચાર્જશીટ હાલ ચર્ચાનો વિષય છે. ગત દિવસોમાં આ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થીનેતા ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી.

દિલ્હી પોલીસના આ પગલાની અનેક જગ્યાએ આકરી ટીકા કરવામાં આવી. દેશના નવ પૂર્વ IPS અધિકારીઓએ દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવને પત્ર લખીને દિલ્હીનાં તોફાનોની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે.

પરંતુ આ નવ પૂર્વ IPS અધિકારીઓથી અલગ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત થયેલા અધિકારી જૂલિયો ફ્રાન્સિસ રિબેરોએ પણ દિલ્હી પોલીસને આડે હાથ લીધી છે. દિલ્હી પોલીસ કમિશનરને તેમણે લખેલો પત્ર ઘણો ચર્ચામાં છે.

રિબેરોએ પોતાના પત્રમાં દિલ્હી પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે, તો બીજી તરફ દિલ્હી પોલીસ કમિશનરનો પણ જવાબ આવ્યો છે. તેમણે કહ્યું – અમારી તપાસ હકીકતો અને પુરાવાઓને આધારે થાય છે. તપાસમાં આવેલી વ્યક્તિ કેટલો નામચીન છે અથવા કેટલો મોટા વ્યક્તિત્વવાળી વ્યક્તિ છે તેની તપાસ પર કોઈ અસર થતી નથી.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતમાં દિલ્હીમાં થયેલાં તોફાનોમાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દિલ્હી પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામેલા લોકોમાંથી 40 મુસ્લિમ અને 12 હિંદુ હતા. એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.

હાલમાં જ દિલ્હી પોલીસે આ કેસમાં 17 હજાર પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપીઓ પર UAPA, IPC અને આર્મ્સ ઍક્ટની કલમો લગાવવામાં આવી છે.

line

શું કહે છે રિબેરો?

દિલ્હીનાં તોફાનો

ઇમેજ સ્રોત, AFP GETTY

ઇમેજ કૅપ્શન, દિલ્હીનાં તોફાનો

બીબીસીની સાથે ખાસ વાતચીતમાં રિબેરોએ કહ્યું કે હવે તેઓ દિલ્હી પોલીસ કમિશનરની સાથેના પત્રવ્યવહારને વિરામ આપવા માગે છે. તેમનું કહેવું છે કે જે વાતો તરફ તે દિલ્હી પોલીસનું ધ્યાન દોરવા માગતા હતા, તે તેમણે કરી દીધું છે.

તેમણે કહ્યું કે માત્ર ન્યાય થવો મહત્ત્વ નથી રાખતો, જ્યારે તે થતો ન દેખાય ત્યાં સુધી. તે કહે છે કે દિલ્હીમાં થયેલાં તોફાનોના સંદર્ભે જે પોલીસતપાસની પદ્ધતિ હાલ સુધી રહી છે, તેનાથી એવું થતું ચોક્કસપણે દેખાતું નથી.

line

ઉમર ખાલિદની ધરપકડ કેમ કરવામાં આવી?

ઉમર ખાલિદ

ઇમેજ સ્રોત, FACEBOOK/UMAR KHALID

અલબત્ત, તેમના પ્રમાણે દિલ્હી પોલીસની કાર્યવાહી સવાલોના ઘેરામાં દેખાઈ રહી છે. જૂલિયો રિબેરોનું માનવું છે કે જે આશંકાઓને તેમણે પોતાના પત્રમાં લખી હતી, તેના પર દિલ્હી પોલીસ કમિશનરે કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી.

આવું પહેલી વાર નથી બન્યું જ્યારે જૂલિયો રિબેરોએ કોઈ ઉચ્ચ પદાધિકારીને ચિટ્ઠી લખી હોય. જૂલિયો રિબેરોનું કહેવું છે કે તેમની સાથે કેટલાક સેવાનિવૃત્ત વહીવટી અધિકારીઓ છે, જેમણે ‘કૉન્સ્ટિટ્યૂશનલ કંડક્ટ ગ્રૂપ’ નામની સંસ્થા બનાવી છે.

જ્યાં બંધારણીય મૂલ્યોને બાજુ પર મૂકવામાં આવી રહ્યા હોવાનું તેમને લાગે છે, આ ગ્રૂપ પાછલાં ત્રણ વર્ષથી એવા મુદ્દાને લઈને હસ્તક્ષેપ કરી રહ્યું છે.

તે રાષ્ટ્રપતિથી લઈને બંધારણીય પદો પર બેસેલા અનેક લોકોને ગત ત્રણ વર્ષથી પત્ર લખી રહ્યા છે. એ વાત અલગ છે કે તેમણે દિલ્હી પોલીસને લખેલી ચિટ્ઠીની ખૂબ ચર્ચા થઈ.

line

નિષ્પક્ષ તપાસની માગ

દિલ્હી રમખાણો

ઇમેજ સ્રોત, GETTY IMAGES/HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, દિલ્હી રમખાણો

પોતાની ચિટ્ઠીનો ઉલ્લેખ કરીને જૂલિયો રિબેરો કહે છે કે તેમણે દિલ્હી પોલીસ કમિશનરને ‘આગ્રહ’ કર્યો હતો કે દિલ્હીનાં તોફાનોના સંદર્ભમાં જે 753 પ્રાથમિક ફરિયાદ નોંધાઈ છે, તેની તપાસ થાય જેથી ધર્મના આધારે કોઈ ભેદભાવ ન કરી શકાય.

તેઓ કહે છે, “આ સિવાય મેં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓનું નામ પણ લીધુ, જેમની સામે દિલ્હી પોલીસે ધ્યાન આપ્યું નથી, જ્યારે તેમના પર ભડકાવવાનો આરોપ છે. પરંતુ પોલીસે પ્રાથમિકતાના આધારે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકોને જ તોફાનોના આરોપી બનાવ્યા અને તેમની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલ્યા છે.”

રિબેરોનો ઇશારો ભાજપ નેતા કપિલ મિશ્રા, પરવેશ વર્મા અને અનુરાગ ઠાકુરના નિવેદન તરફ હતો, જેમના પર આરોપ લાગ્યા હતા તેમણે ભડકાવનારાં ભાષણ આપ્યાં હતાં.

આ વર્ષે જાન્યુઆરીમાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય નાણામંત્રી અને દિલ્હી ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રહેલા અનુરાગ ઠાકુરે રેલી દરમિયાન લોકો પાસે નારા બોલાવ્યા – દેશ કે ગદ્દારો કો ગોલી મારો .... કો.

ચૂંટણીપંચે અનુરાગ ઠાકુર પર ત્રણ દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે પરવેશ વર્માએ નાગરિકતા સુધારા કાયદાને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ચૂંટણીપંચે તેમની પર ચાર દિવસ માટે ચૂંટણીપ્રચાર કરાવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

બીજી તરફ 23 ફેબ્રુઆરીએ મૌજપુરમાં કપિલ મિશ્રાએ CAAના સમર્થનમાં એક રેલીમાં કહ્યું, “ડીસીપી સાહેબ આપણી સાથે ઊભા છે. હું તમારા આપ સૌ વતી કહી રહ્યો છું, ટ્રમ્પના ગયા સુધી તો આપણે શાંતિથી જઈ રહ્યા છીએ, પરંતુ તેના પછી તમારી નહીં સાંભળીએ જો રસ્તો ખાલી નહી થાય તો... ટ્રમ્પના જવા સુધી તમે (પોલીસ) જાફરાબાદ અને ચાંદબાગ ખાલી કરાવી લો એવી તમને વિનંતી છે, નહીંતર અમારે રોડ પર આવવું પડશે.”

દિલ્હી રમખાણો

ઇમેજ સ્રોત, Getty Images

આજ દિવસે સાંજે CAA સમર્થકો અને એન્ટિ CAA પ્રદર્શનકારીઓની વચ્ચે પથ્થરમારો થયો અને અહીંથી દિલ્હીનાં તોફાનોની શરૂઆત થઈ.

પરંતુ દિલ્હી પોલીસે દિલ્હી હાઇકોર્ટમાં રજૂ કરેલા પોતાના સોગંદનામામાં કહ્યું કે હાલ સધી તેમને કોઈ પુરાવા નથી મળ્યા જેના આધાર પર એવું કહી શકાય કે ભાજપના નેતા કપિલ મિશ્રા, પરવેશ વર્મા અને અનુરાગ ઠાકુરે કોઈ પણ પ્રકારના લોકોને ‘ભડકાવ્યા હોય અથવા દિલ્હીનાં તોફાનોમાં ભાગ લેવા માટે લોકોને ઉશ્કેર્યા હોય.’

જૂલિયો રિબેરોના પત્રનો જવાબ દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે આપ્યો અને કહ્યું કે તે (રિબેરો) ચાર્જશીટને વાંચ્યા વિના જ દિલ્હી પોલીસની તપાસ પર ટિપ્પણી કરી રહ્યા છે.

આજ સવાલ જ્યારે બીબીસીએ જૂલિયો રિબેરોને પૂછ્યો તો તેમણે કહ્યું કે દિલ્હી પોલીસની હાલ સુધીની કાર્યવાહી દર્શાવે છે કે તે પક્ષપાતથી કામ કરી રહી છે.

જૂલિયો રિબેરોને જ્યારે કહેવામાં આવ્યું કે જ્યારે 1751 લોકોની તોફાનોના સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે, તેમાં બંને ધર્મના લોકો છે, તો રિબેરો કહે છે કે તેમને એ જોવાનો ઇંતેજાર છે કે દિલ્હી પોલીસ પોતાની તપાસમાં ક્યાં લોકોની સામે ક્યા પુરાવાઓ અદાલતની સામે રજૂ કરે છે.

એ પ્રશ્ન પૂછવા પર કે શું વાસ્તવિક્તાની જગ્યાએ રિબેરો એ વાતો પર ચર્ચા કરી રહ્યા છે કે જેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેની પર? તો તેમણે ‘UAPA’ એટલે ‘ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ’ કાયદા હેઠળ દિલ્હી પોલીસની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો.

વીડિયો કૅપ્શન, શું તમે ક્યારેય વાંદરાની સેલ્ફી જોઈ છે?
line

પોલીસની કાર્યપદ્ધતિ

કપિલ મિશ્રા

ઇમેજ સ્રોત, SANCHIT KHANNA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

હાલમાં જ માનવઅધિકાર સંગઠન અમનેસ્ટી ઇન્ટરનેશનલે દિલ્હીનાં તોફાનો પર પોતાની સ્વતંત્ર તપાસ જાહેર કરી છે. રિપોર્ટમાં પોલીસ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે.

અહેવાલમાં દિલ્હી પોલીસ પર તોફાનો ના રોકવાના, તેમાં સામેલ થવાના, ફોન પર મદદ માગવા પર ના પાડવાના, પીડિતોને હૉસ્પિટલ પહોંચવાથી રોકવાના, ખાસ કરીને મુસ્લિમ સમુદાયની સાથે મારપીટ કરવા જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

અમનેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં દિલ્હી પોલીસ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોને દિલ્હી પોલીસે અનેક વખતે નકારી કાઢયા છે અને રિબેરોના પોતાના પત્રમાં દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે દિલ્હી પોલીસની તપાસ હકીકત અને પુરાવા પર આધારિત છે.

જૂલિયો રિબેરો કહે છે, “તોફાનોનું સંભવિત ષડ્યંત્ર રચવાના આરોપમાં દિલ્હી પોલીસે જે લોકોની સામે કેસ યથાવત્ રાખ્યા છે, તેમાં મોટા ભાગની મહિલા અને પીએચ. ડીની વિદ્યાર્થિની છે. કાયદાની જોગવાઈ પ્રમાણે જો કોઈની ધરપકડ કરવામાં આવે છે, તો ત્રણ મહિનાની અંદર પોલીસે ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. ત્રણ મહિનાથી બે દિવસ પહેલાં આ કેસમાં જો કોઈ ધરપકડ કરવામાં આવે છે તો તેનો અર્થ એ સમજો કે જે પહેલાંથી જેલમાં છે, તેમને ફરી ત્રણ મહિના જેલમાં જ રહેવું પડશે. એક કેસમાં ત્રણ મહિના પૂર્ણ થાય તેના ઠીક બે દિવસ પહેલા પોલીસે કોઈ બીજાની ધરપકડ કરી. આ કાર્યપદ્ધતિ પર સીધો ઇશારો કરે છે.”

line

દિલ્હી પોલીસની સ્પષ્ટતા

દિલ્હી રમખાણો

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર ‘UAPA’ જ નહીં જુલિયો રિબેરોએ સામાજિક કાર્યકર્તા હર્ષ મંદર અને દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અપૂર્વાનંદને ‘ગાંધીવાદી’ ગણાવીને તેમને આ કેસમાં સંડોવવાની વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

જોકે દિલ્હી પોલીસે કહ્યું કે યોગેન્દ્ર યાદવ, યેચુરી, અપૂર્વાનંદ અને જયતી ઘોષે દિલ્હીનાં તોફાનોમાં આરોપી નથી.

રિબેરો કહે છે, “મેં તો તેમને હંમેશાં શાંતિની વાત કરતા જોયા અને સાંભળ્યા છે. તેમની પર આ આરોપ કેવી રીતે લાગ્યા, આ બાબત પર દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ.”

જ્યારે પોતાના પત્રમાં દિલ્હી પોલીસ કમિશનરે રિબેરોને કહ્યું કે જો કોઈને પોલીસની તપાસમાં ઉણપ જણાય તો તે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અનેક શક્તિઓ એવી છે, જે દિલ્હી પોલીસની ‘છવિને ખરાબ રીતે રજૂ કરવા માટે ખોટી ધારણાઓ પર આધારિત અને ખોટા બિંદુઓ’નો પ્રચાર કરી રહી છે.

જૂલિયો રિબેરો મુંબઈ પોલીસના કમિશનર રહી ચૂક્યા છે સાથે જ ગુજરાત અને પંજાબ પોલીસના મહાનિદેશક પણ રહી ચૂક્યા છે.

ગુજરાતમાં ગોધરા કાંડ અને ત્યારપછી થયેલાં તોફાનો અંગે પણ જૂલિયન રિબેરોએ પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. તે સમયે ટાઇમ્સ ન્યૂ નેટવર્કને આપેલા ઇન્ટરવ્યૂને ટાંકીને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું હતું કે જો પોલીસ સચેત હોત તો ગોધરામાં બનેલી ઘટનાને રોકી શકાત.

ઉપરાંત તેમણે ગોધરા કાંડ પછી થયેલા તોફાનોમાં પોલીસની કાર્યવાહી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો