જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ દિલ્હી રમખાણો મામલે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર

ઉમર ખાલિદ

ઇમેજ સ્રોત, FACEBOOK/UMAR KHALID

ઇમેજ કૅપ્શન, ઉમર ખાલિદ

દિલ્હીમાં જ આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલાં રમખાણોના કેસમાં ધરપકડ કરાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને દસ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાયા છે. સોમવારે વીડિયો કૉન્ફરન્સિંગ થકી ઉમરને રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમને રિમાન્ડ પર મોકલી દેવાયા.

આ મામલે દિલ્હી પોલીસ દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા.

રવિવાર રાતે દિલ્હી રમખાણ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને 'યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ'ના સહસંસ્થાપક ઉમર ખાલિદની ધરપકડ કરાઈ હતી.

યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટના એક નિવેદન અનુસાર, 11 કલાક ચાલેલી પૂછપરછ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે 'કાવતરાખોર'ના રૂપમાં ધરપકડ કરી.

ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું, "સ્પેશિયલ સેલે મારા પુત્ર ઉમર ખાલિદની રાતે 11 વાગ્યે ધરપકડ કરી છે. પોલીસ તેની બપોરે એક વાગ્યાથી પૂછપરછ કરતી હતી. તેને દિલ્હી રમખાણ મામલે ફસાવ્યો છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઉમર ખાલિદની ધરપકડની જાણ થતાં જ કેટલાય લોકો તેમના સમર્થનમાં ઊતરી આવ્યા અને ધરપકડનો વિરોધ કરવા લાગ્યા

થોડી જ વારમાં હજારો ટ્વીટ્સ #standWithUmarKhalid નો ટ્વિટર પર ટ્રેન્ડ શરૂ થઈ ગયો.

આ સાથે જ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ, સમાજિક કાર્યકર હર્ષ મંદર જેવા જાણિતા લોકોએ નિવેદન જાહેર કરીને ઉમરની ધકપકડની નિંદા કરી.

તેમણે ઉમરને એવો સાહસિક યુવા અવાજમાંથી એક ગણાવ્યો જે 'દેશના બંધારણીય મૂલ્યો માટે બોલે છે.'

line

એનડીએના હરિવંશ નારાયણ સિંઘ રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર પદે ચૂંટાયા

હરિવંશ નારાયણ સિંઘ

ઇમેજ સ્રોત, RSTV

રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે એનડીએના હરિવંશ નારાયણ સિંઘ ચૂંટાયા છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રાજ્યસભાના સ્પીકર એમ. વૈંકેયાનાયડુએ સોમવારે જાહેરાત કરી હતી, "હું જાહેરાત કરું છું કે હરિવંશજી રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગત ટર્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હરિવંશજીની સંસદમાં રહેલી નિષ્પક્ષપાતી ભૂમિકા આપણી લોકશાહીને તાકાત આપે છે.

તેમણે વધુમાં કહ્યું, "સંસદસભ્ય બન્યા પછી, હરિવંશજીએ હંમેશાં સુનિશ્ચિત કર્યું છે કે કેવી રીતે તમામ સંસદસભ્ય વધારે કર્તવ્યનિષ્ઠાથી કામ કરે. તેમની અંદરનો પત્રકાર હજુ પણ જીવિત છે."

line

પ્રશાંત ભૂષણ બોલ્યા, 'દંડ ભરવા જઈ રહ્યો છું પણ નિર્ણય મંજૂર નહીં'

પ્રશાંત ભૂષણ

ઇમેજ સ્રોત, @PBHUSHAN

જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર એક રૂપિયાનો દંડ ભરવા જઈ રહ્યા છે.

જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે દંડ ભરવાનો અર્થ એવો નથી કે તેમણે સુપ્રીમ કોર્ટનો આદેશ સ્વીકારી લીધો છે.

સુપ્રીમ કોર્ટને કવર કરનારા પત્રકાર સુચિત્ર મોહંતીના મતે તેઓ ડિમાન્ડ ડ્રાફ્ટ થકી દંડ ભરશે.

ભૂષણે કહ્યું કે તેઓ આજે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટિશન એટલે કે પુનરવિચારણાની અરજી દાખલ કરવા જઈ રહ્યા છે.

નોંધનીય છે કે 31 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને અનાદરના મામલે દોષિત ઠેરવ્યા હતા અને રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

line

અમદાવાદમાં ઘરેલુ હિંસાના કેસ બમણા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કોરોના વાઇરસ મહામારીમાં ઘરેલુ હિંસાની ઘટનામાં વધારો થયો હોવાનું નોંધાયું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, ગત વર્ષની તુલનામાં આ વર્ષે અમદાવાદ એપ્રિલ-ઑગસ્ટના ગાળામાં ઘરેલુ હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે.

પોલીસ અને સમાજશાસ્ત્રીઓ આ વધારા માટે મહામારી બાદ લાગુ કરેલા લૉકડાઉનને કારણભૂત માને છે.

પોલીસ સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું કે આ સમયગાળા દરમિયાન અંદાજે 250 ઘરેલુ હિંસાના કેસ નોંધાયા છે, જે ગત વર્ષે આ જ ગાળામાં 120ની આસપાસ હતા.

નિષ્ણાતો કહે છે કે પતિ-પત્ની વચ્ચે સતત થતા ઝઘડા અને દહેજની માગને કારણે ઘરેલુ હિંસામાં વધારો થયો છે. અન્ય કારણોમાં નોકરી ગુમાવવી, તણાવ, પગારમાં કાપ મૂકવો વગેરે પણ છે.

line

કોરોનાસંકટ વચ્ચે આજથી સંસદમાં ચોમાસુસત્ર શરૂ

સંસદનો ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, સંસદનો ફાઇલ ફોટો

કોરોના વાઇરસના કેસ ભારતમાં દિવસેદિવસે વધી રહ્યા છે અને એવામાં આજથી સંસદમાં ચોમાસુસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.

રાજ્યસભા સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે અને લોકસભા બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રવિવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના પરિસરની મુલાકાત લીધી હતી અને સ્વાસ્થ્ય સુરક્ષા ઉપાયો તથા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

લોકસભા અધ્યક્ષે એક-એક સ્થાને ઝીણવટથી જોયું હતું અને તૈયારીઓમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું.

ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સત્ર પહેલાં બધા સાંસદો અને તેમના પરિજનોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બધા સાંસદોને સૅનિટાઇઝર, માસ્ક, મોજાં સહિત અન્ય સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી સામગ્રીની કિટ મોકલી છે. સાંસદના બધા અધિકારીઓ-કર્મચારીઓના ટેસ્ટ પણ કરાવ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો