પરેશ રાવલની ગુજરાતી મધ્યમવર્ગીય પરિવારથી 'મોદીના માણસ' સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદ-પૂર્વની બેઠક ઉપરથી ભાજપના પૂર્વ સંસદસભ્ય તથા ભાજપના નેતા પરેશ રાવલની દેશની બહુપ્રતિષ્ઠિત 'નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા'ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાવલે આ નિમણૂક અંગે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે 'નવી ભૂમિકા પડકારજનક પરંતુ આનંદદાયક હશે.'
ટ્વિટર ઉપર પરેશ રાવલની ઓળખ 'ભાજપના ટ્રૉલ' તરીકેની છે અને ઘણી વખત તેઓ પોતાનાં ટ્વીટને કારણે વિવાદમાં પણ સપડાયા છે.
'એન.એસ.ડી.'ના પૂર્વ ગુજરાતી વિદ્યાર્થીઓએ આ નિમણૂકને આવકારી છે, તેમને આશા છે કે રાવલના અનુભવનો લાભ સંસ્થાને થશે.
1959માં 'સંગીત નાટક અકાદમી'ના ભાગ તરીકે નવી દિલ્હીમાં એન.એસ.ડી.ની શરૂઆત થઈ હતી અને 1975માં તેને સ્વતંત્ર ઓળખ મળી હતી.

અભિ'નેતા' રાવલ અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images
"13મી ડિસેમ્બરે કૉંગ્રેસનું તેરમું છે. એટલે સવારે બધા નાહી-ધોઈ, ઘીનો દીવો લઈ, અગરબતી લઈ, સુખડનો હાર ખરીદી આપણે કૉંગ્રેસના ફોટોગ્રાફ ઉપર પહેરાવાનો છે."
2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે રાજકોટની એક જાહેરસભા વખતે પરેશ રાવલે આ વાત કહી, ત્યારે ઉપસ્થિત જનમેદનીએ તાળીઓ પાડીને આ વાતને વધાવી લીધી.
એ જ સભામાં રાવલે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના વડા પ્રધાન બનાવવાની અને તે માટે વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનાવવાની વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ વખત પરેશ રાવલે ભાજપ અને નરેન્દ્ર મોદી માટે જાહેરપ્રચાર કર્યો હતો. એ પહેલાં રાજકીય તથા ફિલ્મ વર્તુળમાં રાવલ તથા મોદીની નિકટતાની વાત અજાણી ન હતી.
2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા.
જેની અસર ઉમેદવારોની પસંદગી ઉપર પણ જોવા મળી. અડવાણી કૅમ્પના મનાતા વરિષ્ઠ નેતા અને સંસદસભ્ય હરીન પાઠકના બદલે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા પરેશ રાવલને ઉમેદવાર બનાવવામાં આવ્યા.
તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર મણિનગર પણ આ લોકસભા બેઠક હેઠળ જ આવતો. રાવલ લગભગ સવા ત્રણ લાખ મતથી આ બેઠક ઉપરથી વિજેતા રહ્યા.
જોકે, સ્થાનિકોમાં અને ભાજપના કાર્યકરોમાં તેઓ મતવિસ્તારમાં હાજર ન રહેતા હોવાનું અને ઉપલબ્ધ ન હોવાના અહેવાલ મીડિયામાં ચમકતા રહ્યા.
2019ની લોકસભા ચૂંટણી વખતે પરેશ રાવલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી. તેમના સામે ભાજપે હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા, જેઓએ લગભગ ચાર લાખ 30 હજાર કરતાં વધુ મતે કૉંગ્રેસના ઉમેદવારને પરાજય આપ્યો.
17મી લોકસભા દરમિયાન પરેશ રાવલ સંસદસભ્ય તો ન બન્યા, પરંતુ 30મી મે 2019ના દિવસે નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા, તે દિવસે યોગાનુયોગ રાવલનો 64મો જન્મદિવસ હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

ટ્વિટર પરનો વિવાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ટ્વિટર ઉપર પરેશ રાવલ 'સર પરેશ રાવલ'ના નામથી હૅન્ડલ ધરાવે છે અને 31 લાખ કરતાં વધુ ફૉલોઅર્સ ધરાવે છે, જોકે ક્યારેક આ પ્લૅટફૉર્મ તેમના માટે ભાજપ(મોદી)વિરોધીઓ સાથે સમરાંગણનું મંચ બની રહે છે.
20017માં ભારતીય સેનાના મેજરે એક પથ્થબાજને આર્મીની જીપ ઉપર બાંધી દીધા હતા, જેનો માનવાધિકારવાદી કાર્યકર્તાઓ અને અરુંધતિ રૉયે વિરોધ કર્યો હતો. જેની ઉપર ટિપ્પણી કરતા રાવલે ટ્વીટ કર્યું:
'સેનાની જીપ ઉપર પથ્થરબાજને બદલે અરુંધતિ રૉયને બાંધવા જોઇએ.' તેમના આ ટ્વીટનો વ્યાપક વિરોધ થયો. જેના પગલે ટ્વિટરે તેમનું હૅન્ડલ સસ્પેન્ડ કરી દીધું. રાવલે તેમનું ટ્વીટ ડિલિટ કર્યું, તે બાદ તેમનું એકાઉન્ટ ફરી શરૂ થયું.
તેમણે આ ટ્વીટ ઉપર પણ અફસોસ વ્યક્ત ન કર્યો, બાદમાં મીડિયા સાથે વાત કરતા રાવલે કહ્યું કે તેમની ટિપ્પણી ઇરાદાપૂર્વક કટુ હતી.
રાવલ જમણેરી જૂથોમાં 'મોદી તથા ભાજપવિરોધી' પત્રકાર તરીકે છાપ ધરાવતાં પત્રકાર બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ કે રાણા અયુબ વિરુદ્ધની ટિપ્પણીને લાઇક, રિટ્વીટ કે કૉમેન્ટ કરતા રહે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાવલની નિમણૂક અંગે ટિપ્પણી કરતા શિવસેનાના સંસદસભ્ય અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું :
'રાજનેતા અને સંસદસભ્ય તરીકે પરેશ રાવલે મને ટ્રૉલ કરી છે, જોકે તેનાથી મહાન કલાકાર તરીકેની તેમની પ્રતિભા કમ નથી થતી. આજે એન.એસ.ડી.ના વડા તરીકે તેમની નિમણૂક થઈ છે. હું તેમને શુભકામના પાઠવું છું. રાજકારણ વગર પોતાની ભૂમિકા ભજવશે એવી કામના કરું છું.'
17મી લોકસભા પહેલાં સુધી ચતુર્વેદી કૉંગ્રેસ સાથે જોડાયેલાં હતાં, બાદમાં શિવસેનામાં જોડાયાં હતાં.

'આશા છે કે NSDમાં પ્રદાન આપશે'
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
ફિલ્મ અભિનેતા નસિરુદ્દીન શાહ, નવાઝુદ્દીન સિદ્દીકી, ઇરફાન ખાન, ઓમ પુરી, નીના ગુપ્તા, આલોકનાથ, ઓમ શિવપુરી, રોહિણી હટ્ટંગણી, રાજ બબ્બર, પંકજ કપૂર, સતીશ કૌશિક, રત્ના પાઠક તથા અનુપમ ખેર એન.એસ.ડી.નાં પૂર્વ વિદ્યાર્થીઓ છે.
વર્ષ 2006માં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામમાંથી કોર્સ કરનારા આલોક ગાગડેકર સંસ્થાના ચૅરમૅન તરીકે રાવલની નિમણૂક પ્રત્યે આશાસ્પદ છે. તેમના કહેવા પ્રમાણે :
"અમે અભ્યાસ કરતા ત્યારે અનુપમ ખેર ચૅરમૅન હતા. તેમના કરતાં પરેશ રાવલનું ઍનર્જી લેવલ ઘણું સારું છે. અમારા સમયે ખરે નિયમિત રીતે સંસ્થાને સમય આપી શકતા ન હતા અને તેમનું ઇન્વોલ્વમૅન્ટ ન હતું."
"આશા છે કે તેઓ ગુજરાતી નાટકમાંથી જે કંઈ શીખ્યા છે, તેનો લાભ એન.એસ.ડી.ને મળશે."
સંસદસભ્યોની કામગીરી ઉપર નજર રાખતી સંસ્થા PRS લૅજિસ્લેટિવ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, 16મી લોકસભા દરમિયાન રાવલની હાજરી 66 ટકા હતી, જે રાજ્યની સરેરાશ 80 ટકા કરતાં ઓછી હતી.
તેમણે આઠ ચર્ચામાં ભાગ લીધો હતો, જેની સામે દેશની સરેરાશ 67.1 રહી હતી. તેમણે 185 સવાલ પૂછ્યા હતા, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 293ની હતી. ભાજપ સાથે જોડાયેલા અનુપમ ખેર 2001થી 2004 દરમિયાન સંસ્થા સાથે જોડાયેલા હતા.
પરેશ રાવલનો જન્મ મુંબઈના વિલે-પાર્લે વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો. ઘરની પાસેના એક મેદાનમાં ગુજરાતી નાટકો ભજવાતા એટલે નાનપણથી જ રાવલ રંગમંચ તરફ આકર્ષાયા અને સ્કૂલ પૂર્ણ થતાં સુધીમાં તેઓ આજુબાજુના વિસ્તારમાં જાણીતો ચહેરો બની ગયા હતા.
સંઘર્ષના દિવસોમાં પરેશ રાવલ સ્વરૂપ સંપટના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યાં. સ્વરૂપ વર્ષ 1979માં 'મિસ ઇન્ડિયા' બન્યાં હતાં. તેમને અનિરુદ્ધ તથા આદિત્ય નામના બે પુત્રો છે.
તેમણે થિયેટરનું કામ ચાલુ રાખ્યું. જોકે, રૂપેરી પડદે તેમની પ્રથમ ફિલ્મ 'અર્જુન' હતી, પરંતુ તેમની નોંધ ફિલ્મ 'નામ'થી સ્થાપિત થઈ. બાદમાં તેમણે 'સરદાર', 'સર', 'હેરાફેરી', 'ફિર હેરાફેરી', 'મીર્ચ મસાલા', 'સાથી', 'મોહરા', 'હીરો નંબર વન', 'તમન્ના', 'બાગબાન', 'ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક' જેવી ફિલ્મો ઉપરાંત ગુજરાતી નાટક 'કાનજી વિ. કાનજી' ઉપર આધારિત ફિલ્મ 'ઓ માય ગોડ'માં પણ કામ કર્યું.''
2008માં એન.એસ.ડી.માંથી પાસ થનારા વિવેક ઘમંડેના કહેવા પ્રમાણે, "પરેશ રાવલ પોતે જ એક ઇન્સ્ટિટ્યૂટ છે. તેમણે પોતાનું આખું જીવન રંગમંચને આપ્યું છે. તેમની નિમણૂક બહુ સારી બાબત છે અને તેમના થકી એન.એસ.ડી. સમૃદ્ધ બનશે. તેમને જે પદે બેસાડવામાં આવ્યા છે, તેના માટે તેઓ લાયક છે, તે મહત્ત્વપૂર્ણ છે."
મૂળ ગુજરાતી ગાગડેકર તથા ઘમંડે હાલ મુંબઈમાં નાટ્ય તથા અભિનયક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
રાવલ શિક્ષક તરીકે આદર્શ રજૂ કરી શકશે? તેના વિશે ગાગડેકર માને છે:
"એન.એસ.ડી.એ (કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળની) સ્વાયત સંસ્થા છે. તેઓ પદની ગરિમાનું ધ્યાન રાખશે અને આશા છે કે તેઓ તેની સાથે રાજકારણ નહીં ભેળવે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












