કંગના રનૌત : બૉક્સ ઑફિસ પરની સફળતાથી લઈને વિવાદોની ‘ક્વીન’ સુધી

કંગન રનૌત

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કંગન રનૌત
    • લેેખક, ઇકબાલ પરવેઝ
    • પદ, ફિલ્મ પત્રકાર, મુંબઈથી બીબીસી ગુજરાતી માટે

કંગના રનૌત હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે હંમેશાં ચર્ચામાં રહે છે, વિવાદોમાં રહે છે, ક્યારેક પોતાના અભિનયને લઈને તો ક્યારેક લડાઈ ઝઘડાઓને લઈને.

હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌડ સાથે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળ્યાં.

મુંબઈમાં આવ્યા પછી કંગનાની સ્ટ્રગલ શરૂ થઈ પરંતુ તેમને સાથ મળ્યો આદિત્ય પંચોલીનો.

બંનેની દોસ્તીની ઘણી ચર્ચા થઈ અને કંગનાને આદિત્ય પંચોલીની ગલફ્રેન્ડ કહેવામાં આવ્યાં.

મંજિલ શોધતાંશોધતાં કંગનાની મુલાકાત ફિલ્મકાર મહેશ ભટ્ટ સાથે થઈ જેમણે 2006માં અનુરાગ બાસુના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’માં કંગનાને લીડ રોલ આપ્યો.

આ પહેલી ફિલ્મના રોલે કંગનાને ચર્ચામાં લાવીને મૂકી દીધાં કારણ કે આ રોલ પરવીન બાબીના જીવનથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો હતો.

કંગનાએ પોતાની પહેલી ફિલ્મમાં એટલો સારો અભિનય કર્યો કે ન માત્ર વાહવાહી મળી, તેમને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ ઍવૉર્ડ મળ્યો. ત્યાંથી કંગનાએ પાછું વળીને જોયું નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વર્ષ 2007માં કંગનાની ‘વો લમ્હે’ અને ‘લાઇફ ઇન અ મેટ્રો’ જેવી ફિલ્મો આવી પરંતુ 2008ની ફિલ્મ ‘ફૅશન’એ કંગનાને અલગ મુકામે પહોંચાડી દીધાં.

મધુર ભંડારકરની ફિલ્મ ફૅશન ઇન્ડસ્ટ્રીની કહાણી કહી રહી હતી જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતાં.

આ ફિલ્મમાં કંગનાને નાનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ તે નાનો રોલ એટલો મજબૂત બન્યો કે તેમને સપોર્ટિંગ રોલ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. આ વર્ષે તેમની ફિલ્મ ‘રાઝ-3’ રિલીઝ થઈ.

2008માં કંગના પોતાના સંબંધોને લઈને ચર્ચામાં ફરી આવ્યાં. રાઝ-3ના હીરો અધ્યયન સુમનની સાથે તેમના રિલેશનના સમાચારે હેડલાઈન બનાવવાની શરૂઆત કરી પરંતુ કેટલાક સમય પછી તેમનો સંબંધ તૂટી ગયો.

ત્યાં સુધી કે કંગનાએ બોલીવૂડમાં પોતાના માટે સારો મુકામ તો મેળવ્યો પરંતુ તેમના પર થપ્પો લાગ્યો હતો સીરિયસ રોલ કરવાનો.

આમ એ પણ હકીકત છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ રોલ અથવા કોઈ ફોર્મ્યૂલા હિટ થઈ જાય છે તો તેની લાઇન લાગી જાય છે.

કંગનાની સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું હતું પરંતુ તેઓ કહેતાં હતાં કે નસીબ જો તમારી સાથે હોય છે તો મંજિલ સુધી પહોંચવામાં જરૂરિયાતની તમામ વસ્તુઓ તમારી સાથે આવે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કંગનાની સામે 2011માં આવી રૉમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’.

કંગનાએ તક પોતાના હાથમાંથી જવા ન દીધી અને આ ફિલ્મે કંગનાની કરિયરને નવા મોડ પર પહોંચાડી દીધી.

આ ફિલ્મની સીક્વલને એમ જ મોટી કામયાબી મળી અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.

આ દિવસોમાં ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સફળતાની સાથે સાથે દર્શકોથી લઈને સમીક્ષકોની સરાહના પણ મેળવી.

આ ફિલ્મનું ડિરેક્શન આનંદ એલ રાયે કહ્યું હતુ અને કંગનાની સાથે આર માધવન મુખ્ય ભૂમિકામાં હતા.

2014નું વર્ષ આવ્યું જેણે કંગનાને બૉક્સ ઑફિસની ક્વીન બનાવી દીધી. આ વર્ષે ફિલ્મ ‘ક્વીન’ રિલીઝ થઈ અને કંગનાએ બોલીવૂડમાં પોતાની સફળતાની નવી ઇમારત ચણી દીધી. વિકાસ બહલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મને પણ કંગનાને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો.

નસીબ કંગનાનું સાથ આપતું રહ્યું અને દરેક 2-4 ફ્લૉપ ફિલ્મ પછી એક એવી ફિલ્મ કરિયરમાં આવતી રહી જેણે કંગનાને ટૉપ પર બનાવી રાખ્યાં.

‘મણિકર્ણિકા’માં કંગના ઝાંસીની રાણી બન્યાં. આ ફિલ્મનું ડિરેક્શન પણ કંગનાએ જ કર્યુ જેમાં તેમણે ઝાંસીની રાણીની ભૂમિકા ભજવી.

શરૂઆતથી જ જેમ જેમ કંગના સફળતાની સીઢીઓ ચડતી ગયાં તેમ તેમ વિવાદોની રાણી બનતા ગયાં.

કંગનાએ તે લોકોને નિશાને ચડાવ્યા જેમણે કંગનાના કરિયરમાં યોગદાન આપ્યું.

ગેંગસ્ટર, લાઇફ ઇન અ મેટ્રોની સફળતા પછી કંગનાએ આદિત્ય પંચોલીની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે શરાબ પીને શારીરિક ઉત્પીડન કર્યું.

જોકે આદિત્ય પંચોલીએ કંગનાની સ્ટ્રગલમાં તેમનો સાથ આપ્યો હતો. તે દિવસો મીડિયાની ચર્ચાઓમાં હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

2010માં ફિલ્મ ‘કાઇટ્સ’ જ્યારે ફ્લૉપ થઈ તો કંગના અનુરાગ બાસુ સાથે લડ્યાં. અનુરાગ બાસુ તેમની પહેલી ફિલ્મ ગેંગસ્ટરના ડિરેક્ટર હતા.

કંગનાએ તેમની પર આરોપ મૂક્યો કે કાઇટ્સમાં તેમને જેટલો મોટો રોલ દેખાડવામાં આવ્યો તેટલો મોટો રોલ હતો નહીં.

ફિલ્મ રાઝ-3ની સફળતા પછી અધ્યયન સુમન સાથે બ્રેકઅપ થયું અને કંગના ઘણા વિવાદમાં રહ્યાં.

રિતિક રોશનની સાથે ઝઘડાના સમાચારની દુનિયા ચર્ચામાં થઈ. કંગનાએ રિતિક પર રિલેશનશિપના અનેક આરોપ લગાવ્યા હતા.

રિતિક રોશન પર કંગનાએ ભારે આરોપ મૂક્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

કંગના અને રિતિકની એ લડાઈમાં અધ્યયનન સુમન પણ રિતિકના સમર્થનમાં ઊતર્યા હતા અને કહ્યું હતું કે કંગના કેવી રીતે તેમને ટૉર્ચર કરતી હતી.

કંગના રનૌત

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કંગના રનૌત

રિતિક પછી કંગના કરણ જોહરની પાછળ પડી ગયાં. કરણ જોહરને ‘મૂવી માફિયા’નો દરજ્જો આપી દીધો.

કરણ જોહર પર નેપૉટિઝમના આરોપ લગાવ્યા અને દરરોજ કરણ જોહરને લડાઈના મેદાનમાં ખેંચ્યા.

જોકે કરણ વિવાદોથી બચતા જોવા મળ્યા. આમ તો કરણની સાથે કંગના કામ કરી ચૂકી છે ફિલ્મ ‘ઉંગલી’માં. તે ખૂબ ફ્લૉપ ફિલ્મ હતી.

ફિલ્મ તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય, જેમણે કંગનાના કરિયરને નવા મુકામે પહોંચાડી તેમની સાથે કંગનાના સંબંધ બગડ્યા અને મીડિયામાં એવા સમાચાર આવ્યા કે આનંદ હવે કંગનાની સાથે કામ નહીં કરે. 2015 પછી બન્ને સાથે પણ જોવા મળ્યાં ન હતાં.

ફિલ્મ ‘સિમરન’ના રિલીઝ પહેલા કંગના ચર્ચામાં આવ્યાં. ફિલ્મના સાચા લેખક અપૂર્વ અસરાની હતા પરંતુ કંગનાએ પોતાનું નામ પોસ્ટર પર લખાવી દીધું.

2018માં જ્યારે મી ટુ મૂવમેન્ટની શરૂઆત થઈ ત્યારે કંગનાએ ઇન્ડસ્ટ્રી પર નિશાન તાક્યું.

આરોપ પોતાની ફિલ્મ ‘ક્વીન’ના ડિરેક્ટર વિકાસ બહલ પર લગાવ્યો અને કહ્યું કે ‘વિકાસ વિચિત્ર રીતે અમારી સાથે ગળે મળતા હતા અને કહેતા હતા કે તારા વાળમાંથી સારી સુગંધ આવે છે.’

કંગના રનૌત

ઇમેજ સ્રોત, PARUL CHAWALA PR

ફિલ્મ મણિકર્ણિકાના શૂટિંગ દરમિયાન એટલું બધુ થયું કે ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવનાર સોનૂ સૂદે ફિલ્મ છોડી દીધી.

ત્યાં સુધી કે ડિરેક્ટર કૃષ્ણે પણ ફિલ્મ વચ્ચે છોડવી પડી. પછી આ ફિલ્મને કંગનાએ જાતે જ ડિરેક્ટ કરી.

કંગના રનૌત પોતાની પહેલી ફિલ્મથી એ ચોક્કસપણે જાણતાં હતાં કે તેમને કૅમેરા પર કેવી રીતે આવવાનું છે. કેવી રીતે તેઓ ચર્ચામાં બની રહેશે.

જ્યારે ફિલ્મ ગેંગસ્ટરના રિલીઝ પછી હું પહેલીવાર તેમનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો તો તે સમયે તેઓ ફિલ્મ ‘વો લમ્હે’નું શૂટિંગ કરી રહ્યાં હતાં.

મને સારી રીતે યાદ છે કે ઘણી સારી ફ્રેમ બનાવીને કૅમેરો લગાવવામાં આવ્યો હતો. પરંતુ તેમણે કૅમેરાનો સેટઅપ બદલાવી નાખ્યો હતો કારણ કે તેમને રાઇટ સાઇડની પ્રોફાઇલ નહોતી આપવી.

ફિલ્મ મણિકર્ણિકાનું મૂહુર્ત બનારસના 80 ઘાટ પર થયું હતું જ્યાં મણિકર્ણિકાનું બાળપણ પસાર થયું હતું.

તે સમયે ઘાટ પર માત્ર ગંગા આરતી દેખવાની હતી પરંતુ કંગના અચાનક કોઈ પ્રોગ્રામ વિના પાણીમાં ઊતરી ગયાં અને ગંગામાં ડૂબકી લગાવી દીધી.

તેઓ જાણતાં હતાં કે ગંગામાં ડૂબકી લગાવનારા વિઝ્યુઅલ મીડિયામાં ઘણા ચાલશે અને એવું જ થયું કે તે ડૂબકી હેડલાઇન બની.

અનેક વખતે મેં વિવાદો અંગે સવાલ પૂછ્યા તો એમાં કોઈ શંકા નહીં કે કોઈ આનાકાની વિના તેમણે કહ્યું, “મારું જે કાંઈ થયું છે, પોતાના દમ પર બનેલી છું એટલા માટે કોઈ ચિંતા કરતી નથી.”

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના રનૌતનું વલણ વધારે મજબૂત અને સખત થયું.

તેમણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આડા હાથે લીધી. એકવખત ફરીથી કંગનાએ નેપૉટિઝમ અને મૂવી માફિયાના મુદ્દાને ઉછાળ્યો.

કરણ જોહર હોય અથવા સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન, તમામ પર નિશાન તાક્યું.

એટલું જ નહીં, તેમણે મહેશ ભટ્ટ સાથે પણ ઝઘડો કર્યો જેમણે કંગનાને પહેલી તક આપી અને ગેંગસ્ટર, વો લમ્હે અને રાઝ-3 જેવી સફળ ફિલ્મોનો ભાગ બનાવ્યાં.

સુશાંતની ડેથ મિસ્ટ્રીમાં જ્યારે ડ્રગ આવ્યું તો કંગનાએ કહ્યું કે બોલીવૂડમાં 99 ટકા લોકો નશો કરે છે. જોકે કંગના કથિત રીતે ખુદને ડ્રગ્સથી દૂર રાખી શક્યાં નથી.

ગત કેટલાક સમયથી કંગના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક મુદ્દે સામે આવે છે, સાથે દેશના મુદ્દા પર પણ સોશિયલ મીડિયામાં પોતાના વિચારો વ્યકત કરતાં જોવા મળે છે. કંગનાના આ નિવેદન મોદી સરકારના સમર્થનમાં સંપૂર્ણપણે જોવા મળે છે.

અનેક વખતે કંગના ભાષાની મર્યાદાને તોડતાં નજર આવે છે. દિલ્હી હિંસા પર કંગનાનાં બહેન રંગોલીના ટ્વિટર હૅન્ડલ દ્વારા ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીને સીરિયા બનાવી દીધું. આ બૉલિવૂડ જેહાદીઓની છાતીમાં ઠંડક થઈ ગઈ. કીડાઓની જેમ મસળી નાખો આમને.

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ કંગના ન માત્ર કૂદ્યાં પરંતુ મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી જે કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સરકાર છે.

કંગનાએ મુંબઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સુધી કહી નાખ્યું જેના પર રાજકારણ શરૂ થયું. ભાજપ અને શિવસેના આમને સામને ગયા.

ભાજપ ખૂલીને કંગનાના સમર્થનમાં આવી ગયો અને કંગનાને વાય પ્લસ સિક્યૉરિટી સુધી આપવામાં આવી જે પછી અનેક લોકો એ અનુમાન કરી રહ્યા છે કે કંગના જલદી ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપ પણ તેમને પક્ષમાં સામેલ કરી શકે છે.

નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે કહી ચૂક્યા છે કે ભાજપ કંગના રનૌતનું સ્વાગત કરશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો