ગુજરાતમાં વરસી રહેલો વરસાદ બંધ ક્યારે થશે?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, EPA

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે પણ ગુજરાતમાં વરસાદ વરસવાનો ચાલુ રહેશે. જોકે, આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ પાકની સિઝન વખતે ઘણા વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી વરસાદ વરસે છે ત્યાં નુકસાન જવાની શક્યતા છે.

ગુજરાતમાં ઑગસ્ટ મહિના સુધીમાં જ ચોમાસાનો 100 ટકા વરસાદ પડી ગયો છે. કેટલાક જિલ્લાઓમાં તો 100થી વધારે વરસાદ વરસી ગયો છે.

જોકે, હવે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં મંગળવારથી વરસાદ ધીમો પડી જશે. જે બાદના દિવસોમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ જશે.

રાજ્યમાં હાલ અનેક નદીઓમાં પૂર આવ્યાં છે અને ઘણા ડેમો 100 ટકા ભરાઈ ગયા છે.

line

ગુજરાતમાં વરસાદ બંધ ક્યારે થશે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ બંધ થશે?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવાનારા એક-બે દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે.

હાલમાં રાજ્યની ઉપર સક્રિય સિસ્ટમ આગળ વધી જતાં વરસાદ બંધ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ બંધ થવાની શક્યતા છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હવામાન વિભાગ, અમદાવાદના નિર્દેશક જયંતા સરકારે જણાવ્યું કે મંગળવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આજનો દિવસ એટલે કે સોમવારે ભારે વરસાદ પડી શકે છે. જોકે મંગળવારથી આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટશે.

તેમણે કહ્યું કે ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લાઓમાં વરસાદ બંધ થવાની સંભાવના છે. બીજી તરફ પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, અરવલ્લી, સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ બંધ થઈ શકે છે. જયંતા સરકારના કહેવા પ્રમાણે, "આ ઉપરાંતના જિલ્લાઓમાં પણ વરસાદનું જોર ઘટી જશે એટલે કે ભારેથી અતિભારે વરસાદની સંભાવના નહિવત્ છે."

"મંગળ, બુધ અને ગુરુવાર સુધીમાં લગભગ તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદ અટકી જશે. આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ભારે કે અતિ ભારે વરસાદના કોઈ સંકેત નથી."

line

આજે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ

ઇમેજ સ્રોત, kalpit bhachech

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આજ બનાસકાંઠા, પાટણ, કચ્છ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ઉપરાંત ગીર-સોમાનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વલસાડ, નવસારી, સુરત, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અને મહેસાણા જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ સિવાયના ગુજરાતના જિલ્લાઓમાં અનેક જગ્યાએ હળવો વરસાદ વરસવાનું ચાલુ રહેશે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે તો કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પેદા થઈ છે.

ગામડાંઓમાં પાણી ઘૂસી ગયાં છે અને ખેતરોમાં મહિનાઓથી પાણી ભરેલાં છે.

line

ક્યાં કેટલો વરસાદ?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

રવિવારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ વરસાદ આશરે અબડાસા 8 ઇંચ, મુંદ્રા 7 ઇંચ, નલિયામાં 6 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, તાલાલા અને કેશોદમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ઉપરાંત સુરત જિલ્લાના કામરેજમાં 5 ઇંચ, નવસારીના ગણદેવીમાં 4.5 ઇંચ, સુરતના પલાસણામાં 4.5 ઇંચ, નવસારીમાં 4.5 ઇંચ, સુરતના મહુવામાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં સિઝનનો સરેરાશ કરતાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી જિલ્લાઓમાં થયો છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો