સૂકાભટ સૌરાષ્ટ-કચ્છમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે?

સૌરાષ્ટ્રમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ સહિતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પેદા થઈ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં પણ એટલો વરસાદ વરસ્યો છે કે નદી-નાળાં છલકાઈ ગયાં છે અને તેના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે.

સામાન્ય રીતે ભારતમાં વરસાદની મોસમ જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે હોય છે.

ભૂતકાળ પર નજર કરીએ તો ઓછા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ દુષ્કાળની જેવી સ્થિતિ સર્જાય એ સામાન્ય વાત ગણાતી હતી.

જોકે, હાલમાં પડેલા અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય એવું જણાઈ આવે છે.

line

પાણીનું રાજકારણ

રાજકોટમાં વરસાદ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યા કોઈ નવી વાત નથી. ઉનાળા દરમિયાન અહીં જળસ્તર ઊંડા ઊતરી જાય છે જેને લઈને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની આ તંગી ચૂંટણીનો મુદ્દો પણ બનતો હતો. ભૂતકાળમાં એક સમયે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ચૂંટણીનારો ‘પહેલાં પાણી પછી અડવાણી’ હતો.

કૃષિ અને ખેડૂતકલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2015માં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કચ્છ જિલ્લાને વર્ષ 2012-13 અને 2015-16માં દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો.

પરંતુ એક સમયે દુષ્કાળગ્રસ્ત ભાસતાં કચ્છ અને સૌરાષ્ટ્ર અત્યારે પાણીથી તરબતોળ કેવી રીતે બની ગયા?

ભારતીય હવામાન વિભાગ અનુસાર, તારીખ 1 જુલાઈ, 2020થી 19 ઑગસ્ટ, 2020 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 671.9 મિલિમિટર વરસાદ વરસ્યો છે. આ વરસાદ સામાન્ય કરતાં 10 ટકા વધુ છે.

સામાન્ય અને અતિ ભારે વરસાદની ગણતરી માટે હવામાન વિભાગે એક માપદંડ બનાવેલો હોય છે.

જો -59થી -20 ટકા વચ્ચે વરસાદ પડે તો ખૂબ જ ઓછો વરસાદ ગણવામાં આવે છે.

-19થી 19 ટકા સામાન્ય શ્રેણીનો વરસાદ કહેવાય છે અને 20થી 59 ટકા વરસાદ વરસે તો ભારે વરસાદ ગણાય છે.

જો 60 ટકા કરતાં વધારે વરસાદ વરસે તો અતિ ભારેની શ્રેણીમાં આવે છે.

line

સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યારે કેટલો વરસા પડ્યો?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વરસાદના તાજા આંકડાઓ પર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ સહિત મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી હળવોથી અતિ ભારે વરસાદ વરસ્યો છે.

આવી જ વરસાદી પેટર્ન કચ્છ જિલ્લાના તાલુકાઓમાં પણ જોવા મળી છે.

વરસાદની આ પેટર્નમાં ફેરફારનું કારણ નિષ્ણાતો આબોહવા પરિવર્તન એટલ કે ક્લાઇમૅટ ચેન્જને માને છે.

પર્યાવરણ મુદ્દે કાર્ય કરતાં નિષ્ણાત રમેશ સાવલિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લાં ઘણાં વર્ષોથી વરસાદની પેટર્નમાં મોટા પાયે બદલાવ જોવા મળ્યો છે.

તેઓ કહે છે, “હાલમાં વરસાદની પેટર્નમાં બે પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યા છે. જેમ કે જે જગ્યાએ બિલકુલ ઓછો વરસાદ આવતો હતો ત્યાં અતિશય વરસાદ વરસી રહ્યો છે.”

“બીજું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના દિવસોમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે. પહેલાં વરસાદના દિવસો આખી મોસમમાંથી 30થી 40 દિવસો માંડ હતા, પરંતુ હવે તો 10થી 15 દિવસ સતત વરસાદ પડી રહ્યો છે. ”

સરકારી આંકડા મુજબ 1901માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 181.3 મિમી વરસાદ નોંધાયો હતો. જે બાદ આ પ્રદેશમાં વરસાદના પ્રમાણમાં વધ-ઘટ નોંધાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછો વરસાદ વર્ષ 1987માં 92.7 મિલિમિટર જ નોંધાયો હતો.

આ પ્રદેશમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો 2010માં 1119.9 મિલીમિટર નોંધાયો હતો.

આનો મતલબ એવો કે સમય જતાં સૌરાષ્ટ્ર-કચ્છની વરસાદી પેટર્નમાં ઘણો બદલાવ આવ્યો છે.

રાજકોટસ્થિત હવામાનશાસ્ત્રી અશોક પટેલની વેબસાઇટ ‘વેધર ફોરકાસ્ટ’માં સરકારી આંકડાઓને આધારે સૌરાષ્ટ્ર-કચ્છના વરસાદનું આકલન રજૂ કરવામાં આવ્યું છે.

line

અતિ વરસાદનું કારણ શું?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લીધે પૂરની સ્થિત સર્જાઈ છે.

વર્ષ 2017માં સ્ક્રોલ.ઇન દ્વારા વરસાદની સ્થિતિ અંગે અહેવાલ છાપવામાં આવ્યો હતો.

અહેવાલમાં સેન્ટ્રલ વૉટર કમિશનના ફલ્ડ ફૉરકાસ્ટિંગ મૅનેજમૅન્ટના ડિરેક્ટર વી.ડી. રોયે રસપ્રદ માહિતીનો ઉલ્લેખ કર્યો છે.

તેમના મુજબ, “ગુજરાતની મોટા ભાગની નદીઓનો પ્રવાહ અરબી સમુદ્ર તરફ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની નદીઓનો પ્રવાહ ખૂબ જ ધીમો છે. બીજી તરફ દરિયામાં પણ ચાર મીટર સુધીની ભરતી આવે છે. એટલા માટે સરળતાથી પાણીનો નિકાલ નથી થતો.”

“જ્યારે દરિયામાં ઓટ આવે છે ત્યારે આ વરસાદી પાણી ઊતરી જાય છે.”

line

ક્લાઇમેટ ચેન્જની અસર?

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મલ્ટિપલ મોનસૂન ઍક્ટિવિટી ચાલી રહી છે.

આને કારણે બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાત હવામાન વિભાગના વડા જયંતા સરકારે જણાવ્યું, "દર વર્ષે જુલાઈ મહિનામાં બેથી ત્રણ લૉ-પ્રેશર સર્જાતાં હોય છે, જેને લીધે સૌથી વધુ વરસાદ પડતો હોય છે. પરંતુ હવે પ્રક્રિયા ઑગસ્ટમાં થઈ રહી છે."

"બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લૉ-પ્રેશરને લીધે ત્યાંની હવા પશ્ચિમ તરફ વહી રહી છે, જેને લીધે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે."

આ પર્યાવરણીય ફેરફારો પાછળ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પર્યાવરણ વિભાગનાં ઍસોસિયેટ પ્રોફેસર સંસ્કૃતિ મજુમદાર ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "છેલ્લાં ઘણાં વર્ષોથી વરસાદની પેટર્નમાં ખૂબ જ બદલાવ આવ્યો છે."

તેમણે કહ્યું, “ક્લાઇમેન્ટ ચેન્જ પાછળ શહેરીકરણ અને બીજાં અન્ય પરિબળો જવાબદાર છે. કચ્છની વાત કરવામાં આવે તો ત્યાંની જમીન ખૂબ જ સૂકી છે.”

“આ સમયે પણ બાષ્પીભવનની પ્રક્રિયા ચાલુ જ હોય છે. હવે બને છે એવું કે જ્યારે વાદળ થોડા ભેજવાળા વાતાવરણમાં પ્રવેશે તો તે વરસી પડે છે.”

“જ્યારે સમુદ્ર તરફથી વાદળો આવતાં હોય છે ત્યારે તેમાં ખૂબ પાણી ભરેલું હોય છે. તેને કારણે પણ વધુ વરસાદ પડવાની શક્યતાઓ હોય છે."

"બીજી તરફ જ્યારે હિમાલય તરફથી પવનો આવે છે તેમાં એટલો વરસાદ નથી પડતો, કારણ કે વાદળો વચ્ચે પહાડોમાં વરસી પડે છે."

મજુમદારનું સ્પષ્ટપણે માનવું છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે ગુજરાતમાં ચોમાસાની પેટર્નમાં પરિવર્તન આવ્યું છે.

આ મુદ્દે તેમણે કહ્યું, "પહેલાં ચોમાસાના ચાર મહિનામાં થોડા-થોડા દિવસોના અંતરે વરસાદ પડતો હતો. પરંતુ હવે સતત અમુક દિવસો સુધી વરસાદ પડે છે."

પર્યાવરણ મુદ્દે કામ કરતા નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે ધીમેધીમે ક્લાઇમેન્ટ ચેન્જ થઈ રહ્યું છે, જેની અસર મનુષ્યો પણ પડી રહી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો