ગૃહમંત્રી અમિત શાહ કોરોનાના સંક્રમણમાંથી સાજા થયા, એઇમ્સે શું કહ્યું?

JEE, NEET માટે અહીં હઠાવાયું લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images

JEE, NEET માટે હઠાવાયું લૉકડાઉન, શટડાઉન

સુબ્રત કુમાર પતિ

ભુવનેશ્વરથી બીબીસી માટે

ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર કાર્યાલર દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર અનુસાર રાજ્યમાં JEE અને NEET પરીક્ષાઓ યોજવા માટે લૉકડાઉન અને શટડાઉન હઠાવાયાં છે.

બે ભાગમાં 12 દિવસ માટે રાજ્યભરમાંથી પ્રતિબંધ હઠાવાઈ રહ્યા છે. 30 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર અને 12થી 14 સપ્ટેમ્બર સુધી પ્રદેશમાં કોઈ પણ ઠેકાણે લૉકડાઉન કે શટડાઉન નહીં રહે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સરકારનું કહેવું છે કે પરીક્ષાર્થી, તેમના વાલીઓ, પરીક્ષા યોજનાર કર્મચારી અને અન્ય સર્વિસ પ્રોવાઇડરોને આવવા-જવામાં તકલીફ ન થાય, એવી વ્યવસ્થા કરાઈ છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો, જાહેરમાં થૂંકવું નહીં, જેવાં કોવિડ-19 સંલગ્ન દિશાનિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

લાઇન

રવિવાર, 30 ઑગસ્ટ, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

અમિત શાહ કોરોનાથી સાજા થયા

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સે) દ્વારા એક નિવેદન જાહેર કરીને આ જાણકારી અપાઈ છે.

નિવેદનમાં કહેવાયું છે, "ગૃહમંત્રી અમિત શાહ પોસ્ટ કોવિડ કૅર (કોરોના બાદ જરૂરી સારવાર) માટે એઇમ્સમાં દાખલ છે. તેઓ સાજા થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે."

શાહને 18 ઑગસ્ટે દિલ્હીસ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એઇમ્સ

ઇમેજ સ્રોત, Aiims

line

પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે?

બાળકને માસ્ક કેવી રીતે પહેરાવવું

ઇમેજ સ્રોત, Getty Images

શુક્રવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું કે 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ કરાશે. આ હેતુ માટે તમામ પ્રાંતોને જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવાના નિર્દેશ અપાયા છે.

પાકિસ્તાન સરકારે 15 સપ્ટેમ્બરના રોજ તમામ શાળા-કૉલેજો શરૂ કરવાનો નિર્ણય પહેલાંથી જ લઈ લીધો હતો અને શુક્રવારે ઇમરાન ખાને આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી દીધી.

કોવિડ-19 સાથે સંબંધિત નેશનલ કો-ઑર્ડિનેશન કમિટી (NCC)ની બેઠકમાં ઇમરાન ખાને લોકોને મોહરમ દરમિયાન જરૂરી સાવધાનીઓ રાખવા પણ જણાવ્યું. તેઓ આ બેઠકની આગેવાની કરી રહ્યા હતા.

આ બેઠકમાં ડૉમેસ્ટિક હવાઈ મુસાફરી માટે જરૂરી સ્વાસ્થ્ય-નિર્દેશોની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.

બેઠકમાં જણાવાયું હતું કે પાકિસ્તામાં કોરોના વાઇરસના મામલા ઝડપથી ઘટી રહ્યા છે.

બેઠકમાં પાકિસ્તાનમાં કોરોના મહામારીની સુધરતી જતી સ્થિતિને ધ્યાને લઈને જરૂરી સાવધાની સાથે શાળા-કૉલેજો અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા અંગે ચર્ચા થઈ.

આ મિટિંગમાં પાકિસ્તાન સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સહિત સ્વાસ્થ્ય-સલાહકાર પણ સામેલ હતા.

આ સિવાય આ બેઠકમાં પર્યટનસેક્ટરને પણ ફરી શરૂ કરવા અંગે, ઉડ્ડયનક્ષેત્રના હાલના નિયમોની સમીક્ષા કરવા અંગે, ટેસ્ટિંગ અને માઇક્રો સ્માર્ટ લૉકડાઉનના મુદ્દે વાતચીત થઈ.

વડા પ્રધાનકાર્યાલયે એક નિવેદન જારી કરીને ડૉમેસ્ટિક હવાઈ મુસાફરી માટે સ્વાસ્થ્ય પ્રોટોકૉલની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે.

પ્લાનિંગ મિનિસ્ટર અસદ ઉમરે બેઠકમાં પાકિસ્તાન અને પાડોશી દેશોની સરખામણી દ્વારા દેશમાં કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા કરી.

બેઠકમાં કહેવાયું છે કે મહામારી સામે બાથ ભીડવા માટે પાકિસ્તાન સરકારના પ્રયાસોની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે અને પાડોશી દેશોની સરખામણીએ દેશમાં પરિસ્થિતિ સુધરી છે.

એક તરફ, પાકિસ્તાનમાં જ્યારે શાળા-કૉલેજો ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી ત્યારે ભારતમાં મેડિકલ અને એંજિનિયરિંગની પ્રવેશપરીક્ષા ટાળવાની માગ સાથે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા છે.

ભારતમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના દૈનિક 75 હજાર કરતાં વધુ મામલા સામે આવી રહ્યા છે અને સ્થિતિ ચિંતાજનક બની છે. દેશમાં અનલૉક-4માં પણ શાળા-કૉલેજો, જિમ અને સિનેમાગૃહો ફરી શરૂ કરવા અંગે નિર્ણય નથી લઈ શકાયો.

line

મેક્સિકોમાં કોરોના વાઇરસને લીધે 63,146 લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેક્સિકોમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 5,85,738 થઈ ગઈ છે, જ્યારે વાઇરસને લીધે મૃત્યુનો આંક 63,146 થયો છે.

મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના વાઇરસના સંક્રમણના 5,824 નવા કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 552 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ મેક્સિકોમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 5,85,738 થઈ ગઈ છે, જ્યારે વાઇરસને લીધે મૃત્યુનો આંક 63,146 થયો છે.

સરકારનું કહેવું છે કે સંક્રમણના જે આંકડા નોંધવામાં આવ્યા છે, એના કરતાં સંક્રમિતોની સંખ્યા ઘણી વધારે છે.

કોરોના વાઇરસના સંક્રમણથી થઈ રહેલાં મૃત્યુના હિસાબે જો જોવામાં આવે તો મેક્સિકો અને ભારતવા મૃતકાંકમાં ઝાઝો ફરક રહ્યો નથી.

મેક્સિકોમાં કોરોના વાઇરસથી 63,146 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 61,594 લોકો ભારતમાં મોતને ભેટ્યા છે.

મૃત્યુના મામલામાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે મેક્સિકો છે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે 1,81,704 લોકોએ જીવ ગુમાવ્યા છે અને બ્રાઝિલમાં 1,19,504 લોકોનાં મૃત્યુ થયાં છે.

લાઇન

શનિવાર, 29 ઑગસ્ટ, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

માસ્ક વગર હવાઈ મુસાફરી કરનારને 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકી દેવાશે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે હવાઈ મુસાફરી અંગે કોવિડ-19ના સંક્રમણને ધ્યાને રાખીને દિશા-નિર્દેશોને વધારે કડકાઈથી લાગુ કરવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.

હવે માસ્ક પહેર્યા વગર હવાઈ મુસાફરી કરવાથી 'નો ફ્લાય લિસ્ટ'માં તમારું નામ મૂકી દેવામાં આવે શક્યતા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ઍરલાઇન્સને કહ્યું છે કે જેઓ હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરે અને કોવિડ-19ને લઈને જાહેર કરાયેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરે, એવા મુસાફરોના નામ 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકી દેવામાં આવે.

line

બાળકોમાં કોરોના વાઇરસનો ખતરો ઓછો

બાળકોમાં કોરોના વાઇરસનો ખતરો

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનમાં ગુરુવારે પ્રકાશિત થયેલી એક રિસર્ચ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે બાળકોમાં કોરોના વાઇરસનું ગંભીર સંક્રમણ થવું દુર્લભ છે, જ્યારે તેનાથી બાળકનું મોત થવાની શક્યતા વધારે દુર્લભ છે.

આ સંશોધન કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં 138 હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકોને લઈને કરવામાં આવ્યું હતું.

તેના અનુસાર હૉસ્પિટલોમાં દાખલ થયેલાં બાળકોમાંથી માત્ર 6નાં જ મોત થયાં હતાં. કુલ આંકડાના હિસાબે તે માત્ર 1 ટકા જેટલાં છે.

જે બાળકોનાં કોરોનાનાં કારણે મૃત્યુ થયાં તેઓ પહેલાંથી જ કોઈને કોઈ ગંભીર બીમારી કે સ્વાસ્થ્ય સંબંધીથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં.

રિસર્ચ ટીમનું નેતૃત્વ કરી રહેલા ડૉક્ટરોમાંથી એક બ્રિટનની યુનિવર્સિટી ઑફ લીવરપૂલમાં આઉટબ્રેક મેડિસિન ઍન્ડ ચાઇલ્ડ હૅલ્થના પ્રોફેસર મેલકૉમ સૅમ્પલ કહે છે, "ચોક્કસપણે આપણે કહી શકીએ કે બાળકોને કોરોના વાઇરસ મોટું નુકસાન કરતો નથી."

તેમણે કહ્યું, "આ સંશોધનથી એ સંદેશ મળે છે કે બાળકોમાં કોવિડ-19 બીમારનું ગંભીર રૂપ લેવું દુર્લભ છે અને આ કારણે મૃત્યુની સંખ્યા પણ ઓછી છે. હવે લોકો હાશકારો અનુભવી શકે કે સ્કૂલ જવામાં બાળકોને સીધી રીતે કોઈ ખતરો નથી."

કોરોના વાઇરસના વૈશ્વિક ડેટા પર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે આ મહામારીએ દુનિયાભરમાં એકથી બે ટકા બાળકો અને કિશોરોને પ્રભાવિત કર્યા છે.

બાળકોમાં સંક્રમણના જે મામલા નોંધાયા છે તેમાં મોટા ભાગનામાં સાવ હળવાં અથવા કોઈ લક્ષણો જોવાં મળ્યાં નથી.

સંશોધનનાં પરિણામો બીએમજે મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ સંશોધન માટે પ્રોફેસર મેલકૉમની ટીમે 19 વર્ષથી ઓછી ઉંમરનાં 651 બાળકોનો ડેટા એકત્રિત કર્યો હતો. આ બાળકોને 17 જાન્યુઆરીથી લઈને 3 જુલાઈ સુધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

લાઇન

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

સુપ્રીમ કોર્ટે મહોરમમાં જુલૂસ અંગે શું કહ્યું?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

લાઇન

ગુરૂવાર, 27 ઑગસ્ટ, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સુપ્રીમ કોર્ટે મહોરમ દરમિયાન દેશભરમાં જુલૂસ કાઢવાની પરવાનગી આપવાની ના પાડી છે.

ગુરુવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવશે તો એનાથી કોરોનાના સંક્રમણની આશંકા વધી જશે, સાથે જ એના કારણે એક સમુદાય વિશેષને નિશાન બનાવવાનો પણ ખતરો છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

લખનૌના શિયા ધાર્મિક નેતા સૈયદ કલ્બ-એ-જવ્વાદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે મોહરમ દરમિાયન મુસ્લિમોને જુલૂસ કાઢવાની પરવાનગી આપવામાં આવે.

તેમણે પોતાની માગણીના સમર્થનમાં પુરીના જગન્નાથ મંદિરની રથયાત્રાને સુપ્રીમે આપેલી પરવાનગીનો હવાલો આપ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું, "જો અમે દેશમાં જુલૂસ કાઢવાની પરવાનગી આપી દઈએ તો અરાજકતા ફેલાઈ જશે અને એક સમુદાય વિશેષ પર કોવિડ-19 મહામારી ફેલાવવાનો આરોપ લાગી શકે."

અદાલતે કહ્યું કે રથયાત્રા સાથે આની તુલના ન કરી શકાય કેમકે તે એક ચોક્કસ સ્થળ અને એક ચોક્કસ રસ્તા પરથી નીકળવાની હતી, પણ આ અરજીમાં આખા દેશ માટે માગ કરવામાં આવી છે.

line

મેદસ્વી લોકો માટે ઓછી અસરકારક રહી શકે છે કોરોનાની રસી

મેદસ્વીપણું કોરોના વાઇરસ,

ઇમેજ સ્રોત, Getty Images

એક સંશોધન પ્રમાણે, કોરોના વાઇરસથી સંક્રમિત થઈને હૉસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિનો ખતરો એવા લોકો પર વધારે છે જે લોકો મેદસ્વી છે.

જે લોકો મેદસ્વીપણાનો શિકાર બન્યા છે તેમના પર આ ખતરો સામાન્ય લોકો કરતાં બે ગણો વધારે છે.

યુનિવર્સિટી ઑફ નોર્થ કેરોલિનાની એક ટીમે દુનિયાભરમાં લગભગ ચાર લાખ લોકો પર કરવામાં આવેલાં 75 સંશોધનોમાંથી મળેલા ડેટાનું અધ્યયન કર્યું છે.

અમેરિકન સંશોધનકર્તાઓનું કહેવું છે કે મેદસ્વીપણાને કારણે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે. જો ઇમ્યૂન સિસ્ટમ નબળી હોય તો સંક્રમિત વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડી શકે છે.

એવી આશંકા પણ દર્શાવવામાં આવી રહી છે કે સંભવિત રસી પણ મેદસ્વી લોકો પર ઓછી અસરકારક હશે. એવું એટલા માટે કે ફ્લુની રસી 30થી વધારે બીએમઆઈવાળા લોકો પર અસરકારક રીતે કામ કરતી નથી.

line

ભારતમાં કોરોનાના કેસ 33 લાખને પાર, નવા 75 હજાર કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સરકારે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 75,760 કેસો આવ્યા છે.

આ સાથે ભારત કોરોના વાઇરસના કેસોમાં 33 લાખના આંકડાને પાર કરી ગયું છે. ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 33,10,235 થઈ ગઈ છે.

આ ઉપરાંત દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,023 લોકોનાં મોત થયાં છે. જેની સાથે ભારતમાં કોરોના વાઇરસને કારણે મરનારા લોકોની સંખ્યા 60,472 થઈ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલ કોરોના વાઇરસના 7,25,991 ઍક્ટિવ કેસ છે. જેની સામે 25,23,772 લોકો કોરોના વાઇરસના સંક્રમણમાંથી મૂક્ત થયાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા પ્રમાણે કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.

વિશ્વમાં અત્યારસુધીમાં કોરોના વાઇરસના કુલ 2 કરોડ 37 લાખથી પણ વધારે કેસો આવ્યા છે અને તેમાં 8 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માહિતી અનુસાર વિશ્વમાં કુલ 216 જેટલા દેશોમાં કોરોના મહામારી ફેલાઈ છે.

line

માત્ર 12 મિનિટમાં આવશે કોરોના ટેસ્ટનું પરિણામ

કોરોના વાઇરસ ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સ્કૉટલૅન્ડે લુમિરાડીએક્સ નામની એક કંપની સાથે કરાર કર્યો છે, જે બાદ હવે એવી ખાસ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરી શકાશે જેમાં કોરોના વાઇરસના ટેસ્ટનું પરિણામ માત્ર 12 મિનિટમાં આવી જશે.

જેમાં સરકાર 300 રેપિડ ટેસ્ટિંગ મશીનો અને પાંચ લાખ ટેસ્ટ પર 67 લાખ પાઉન્ડ ખર્ચ કરશે.

સ્વાસ્થ્ય સેવા માટેનાં સાધનો બનાવનારી લુમિરાડીએક્સ આ કરાર અંતર્ગત સ્ટરલિંગમાં રહેલા પોતાના પ્લાન્ટમાં ખાસ ટેસ્ટિંગ સ્ટ્રિપ બનાવશે.

આ કોરોના વાઇરસના ટેસ્ટમાં ઉપયોગમાં લેવાનારાં મશીનોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાશે અને નાનાં ક્લિનિક અને મોબાઇલ હૉસ્પિટલોમાં તેનો ઉપયોગ કરી શકાશે.

કોવિડ-19 બીમારી જેનાથી થાય છે તે SARS-CoV-2 વાઇરસના ટેસ્ટિંગની માન્યતા અમેરિકાનું ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશન નક્કી કરે છે અને હાલ સ્કૉટલૅન્ડ અને યુરોપ માટે તે છેલ્લા તબક્કામાં છે.

સ્કૉટલૅન્ડ સરકારના મંત્રી ઇવાન મૈક્કી કહે છે, "લુમિરાડીએક્સની સાથે જે કરાર થયો છે તેના અંતર્ગત કંપની અમારી સ્વાસ્થ્ય સેવા એજન્સી માટે 12 મિનિટમાં થઈ શકે તેવી કોરોના ટેસ્ટિંગની કિટ આપશે. વાઇરસ સામેના જંગમાં તે મહત્ત્વપૂર્ણ સાબિત થશે."

આ ટેસ્ટમાં નાકમાંથી લેવામાં આવેલા એક સ્વેબનું પરીક્ષણ કોવિડ-19 એન્ટિજન પ્રોટીન માટે કરવામાં આવશે. ટેસ્ટનું પરિણામ માત્ર 12 મિનિટમાં આવી જશે.

માનવામાં આવી રહ્યું છે કે બીજા રેપિડ એન્ટિજનની સરખામણીએ આ ટેસ્ટનું પરિણામ જલદી આવી જશે. આ ટેસ્ટિંગ ડિવાઇસ ક્લાઉડ સિસ્ટમ સાથે જોડાયેલું હશે, જેથી સ્વાસ્થ્ય અધિકારીઓ વાઇરસના વિસ્તાર વિશે જલદી જાણકારી મેળવી શકે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 90 હજારને પાર, મૃતકાંક 3000 નજીક

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા મળેલી માહિતી ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 90 હજારને પાર પહોંચી છે. જ્યારે કુલ 2947 દરદીનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 90,139 કેસ છે.

રાજ્યમાં આજે કોરોના વાઇરસના 1197 નવા કેસ નોંધાયા છે, જ્યારે 17 દર્દીનાં મૃત્યુ થયાં છે.

સુરત જિલ્લામાં આજે 253, અમદાવાદ જિલ્લામાં 163, વડોદરામાં 124 નવા કેસ નોંધાયા છે.

આજે અમદાવાદમાં પાંચ, સુરત અને રાજકોટમાં ચાર-ચાર દરદીનાં મૃત્યુ થયાં છે.

line

યુરોપનો એ દેશ જ્યાં સૈન્ય શોધશે કોરોનાના દરદી

સ્પેન કોરોના વાઇરસ

સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝનું કહેવું છે કે તેમની સરકાર કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓને શોધવા માટે સૈન્યની મદદ લેવા જઈ રહી છે. આ માટે બે હજાર સૈનિકો તહેનાત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે વાઇરસની શોધમાં તાલીમ પામેલા આ બે હજાર સૈનિકોને અલગ-અલગ પ્રાંતોમાં મોકલવામાં આવી રહ્યા છે.

કેટલાક જાણકારોનું માનવું છે કે મૅડરિડ અને કૅટાલોનિયા સહિત કેટલાક વિસ્તારોમાં સંક્રમણના મામલે આવેલો વધારો એ દર્શાવે છે કે વાઇરસને ટ્રૅક કરનારાઓની અછત છે.

અત્યાર સુધી સ્પેનમાં ચાર લાખથી વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.

પશ્ચિમ યુરોપમાં આ બહુ મોટી સંખ્યા છે. યુરોપમાં સંક્રમણનો દર પણ સ્પેનમાં સૌથી વધુ છે.

સ્પેનમાં આ વાઇરસે અત્યાર સુધી 29 હજાર લોકોનો ભોગ લઈ લીધો છે.

line

ભારતમાં 24 કલાકમાં સંક્રમણના 67,151 નવા કેસ નોંધાયા, 1,059નાં મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 67,151 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા 32 લાખને વટાવી ચૂકી છે

આ સાથે જ કોરોના વાઇરસથી સંક્રમિત 1,059 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

આઈસીએમઆર પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,23,992 નમૂના લેવામાં આવ્યા છે.

ભારતમાં 25 ઑગસ્ટ સુધીમાં કોવિડ-19ના 3,76,51,512 સૅમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

line

કોરોના વાઇરસની વૅક્સિન અંગે ઉતાવળ ન કરો - ડૉ. ફાઉચી

ડૉ. ફાઉચી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ટોચના વાઇરસવિશેષજ્ઞ ડૉક્ટર એન્થની ફાઉચીએ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસની રસીના મામલામાં ઉતાવળ ન કરો, પહેલાં સાબિત થઈ જવા દો કે રસી સુરક્ષિત અને અસરકારક છે.

ડૉક્ટર ફાઉચીએ સમાચાર સંસ્થા રૉયટર્સને કહ્યું કે આવું કરવાથી વૅક્સિન બનાવવા માટે થઈ રહેલા અન્ય પ્રયાસોને હાનિ થઈ શકે છે.

એમનું આ નિવેદન એવા વખતે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આવી જ રસીને લીલી ઝંડી આપી હોવાના અહેવાલો ચાલી રહ્યા છે, જેને પૂરી રીતે ટેસ્ટ કરવાની બાકી છે.

ડૉક્ટર ફાઉચીએ કહ્યું, "એક ખતરો એવો પણ છે કે જો તમે એક વૅક્સિનને સમય પહેલાં જ જાહેર કરી દો તો એનાથી વૅક્સિનની તપાસ માટે લોકોને સામેલ કરવામાં મુશ્કેલી જરૂર થશે."

તેમણે કહ્યું, "મારી માટે સૌથી જરૂરી છે કે વૅક્સિન સુરક્ષિત અને અસરકારક છે એ વાત પહેલાં સુનિશ્ચિત થઈ જાય."

લાઇન

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં વધુ 1096 કેસ નોંધાયા

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 1096 નવા કેસો નોંધાયા. જ્યારે 20 દરદીનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 88,942એ પહોંચી છે. જ્યારે 2930 લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે, આ દરમિયાન 1011 દરદી સાજા પણ થયા છે.

ગુજરાતમાં સુરત જિલ્લામાં આજે 250 કેસ નોંધાયા છે, અમદાવાદમાં 157 કેસ, વડોદરામાં જિલ્લામાં 122 નવા કેસ નોંધાયા છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, આખી દુનિયામાં કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યા 2.3 કરોડને પાર પહોંચી છે, જ્યારે 8 લાખથી વધારે દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 61 હજારથી વધારે સંક્રમણના નવા કેસ આવ્યા છે. કુલ મૃતકાંક 57 હજારથી પણ વધારે છે.

અમેરિકામાં આપાતકાલીન સ્થિતિમાં દરદીઓની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીને પરવાનગી આપી દેવામાં આવી છે.

મે મહિના પછી પહેલીવાર ઇટાલી અને ફ્રાન્સમાં એક દિવસમાં સૌથી વધારે સંક્રમણના કેસ સામે આવ્યા છે.

ન્યૂઝીલૅન્ડના સૌથી મોટા શહેર ઑકલૅન્ડમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

લાઇન

મંગળવાર, 25 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 87,846, મૃતાંક 2910

કોરોના રસી

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના એક વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું છે કે ચીનની સરકાર કેટલાક નક્કી કરાયેલા વિસ્તારોમાં કામ કરી રહેલા લોકોને જુલાઈ માસથી જ કોરોના વાઇરસની રસી આપી રહી છે, જેના પર હજુ સંપૂર્ણ રીતે મહોર નથી લાગી.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના વિજ્ઞાન અને તકનિક કેન્દ્રના પ્રમુખ ચેંગ ચોંગેઈએ સરકારી મીડિયા સંસ્થા સીસીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારે સાર્સ-કોવિડ-2ની રસી સ્વાસ્થ્યકર્મીઓ અને સરહદ પર તહેનાત અધિકારીઓને 'આપાતકાલીન ઉપયોગ' તરીકે આપવાની પરવાનગી આપી દીધી હતી.

ચેંગ રસીને વિકસિત કરનારી ટાસ્ક-ફૉર્સનું નેતૃત્વ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે સાત દિવસોથી ચીનમાં સ્થાનિક સંક્રમણનો કોઈ કેસ નથી નોંધાયો.

સરહદ પર કામ કરનારા અંગે માનવામાં આવે છે કે તેમને જોખમ વધારે છે.

ચીનમાં ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા વગર જ રસીનો ઉપયોગ કરવાનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે, જેની પુષ્ટિ કરાઈ છે.

કઈ રસી કેટલા લોકોને અપાઈ એ અંગેની જાણકારી હજુ સુધી નથી મળી.

જોકે, ચેંગનું માનવું છે કે કાયદાનું સંપૂર્ણ રીતે પાલન કરીને આવું કરાયું છે. જે અંતર્ગત ગંભીર આરોગ્યસંકટને જોતાં બિન-પ્રમાણિત રસીના મર્યાદિત ઉપયોગની પરવાનગી અપાય છે.

ચેંગે એવું પણ કહ્યું, "અમે એક આખી યોજનાની શ્રેણી તૈયાર કરી છે, જેમાં મેડિકલ સહમતી-પત્ર, સાઇડ ઇફેક્ટ મૉનિટરિંગ પ્લાન, બચાવની યોજના અને વળતર સંબંધિત આયોજન સામેલ છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ આપાતકાલીન ઉપયોગ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત અને દેખરેખ હેઠળ કરાયો છે."

તેમણે એવું પણ જણાવ્યું કે પાનખર અને શિયાળા પહેલાં આ રસીનું બીજા સમૂહો પર પરીક્ષણ કરવાની પણ યોજના છે.

line

ગુજરાત : 24 કલાકમાં વધુ 1,067 દર્દીઓ નોંધાયા, 13 મૃત્યુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 1,067 દર્દીઓ નોંધાયા છે, જ્યારે કે 13 સંક્રમિતોએ આજે જીવ ગુમાવ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આજના દૈનિક આંકડા પ્રમાણે આજે અમદાવાદ શહેરમાં 3, સુરત જિલ્લામાં 5, રાજકોટ અને વડોદરા શહેરમાં 2-2 અને ભાવનગર શહેરમાં 1 મૃત્યુ નોંધાયું.આ સાથે રાજ્યમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 2910 થયો છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 87,846 થઈ છે. હાલ રાજ્યમાં કુલ 14686 ઍક્ટિવ કેસ છે.

આંકડા પ્રમાણે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1021 દર્દીઓ સાજા થયા છે. જે સાથે રાજ્યમાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 70,250 થઈ છે.

આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે આજે કુલ 63,065 ટેસ્ટ કરવામાં આવ્યા અને રાજ્યમાં રિકવરી રેટ 80 ટકા પર પહોંચ્યો છે.

લાઇન

સોમવાર, 24 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

રાજ્યમાં 86 હજારથી વધુ કેસો, 2800થી વધુ મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1101 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર આ સાથે જ રાજ્યમાં કુલ મૃતાંક 2897 થઈ ગયો છે.

જ્યારે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 86779 થઈ ગઈ છે.

હાલમાં રાજ્યમાં કુલ 14653 સક્રિય કેસ છે.

line

કોરોના વાઇરસના સંક્રમણને કારણે દર 15 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

રૉયટર્સ અનુસાર દર 24 કલાકે કોવિડ-19થી 5,900 લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. શુક્રવાર સુધીમાં લેવાયેલા પાછલાં બે અઠવાડિયાંના આંકડાના આધારે આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.

આ હિસાબે જોઈએ તો એક કલાકમાં 246 અને દર 15 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે થયેલા મૃત્યુનો કુલ આંક આઠ લાખને પાર પહોંચી ગયો છે.

અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે.

line

બાળકોને કઈ રીતે માસ્ક પહેરાવવું, WHOએ આપ્યા નિર્દેશ

બાળકને માસ્ક કેવી રીતે પહેરાવવું

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ કોરોના વાઇરસ મહામારીમાં 12 વર્ષથી વધુ વયનાં બાળકો માટે માસ્ક પહેરવાને લઈને નવા નિયમ બહાર પાડ્યા છે.

WHOએ કહ્યું છે કે જે-જે દેશોમાં જે-જે નિયમ વયસ્કો માટે લાગુ કરવામાં આવ્યા છે એ જ નિયમ 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો પર પણ લાગુ કરવામાં આવે.

અગ્રણી સ્વાસ્થ્ય એજન્સીએ સ્વીકાર્યું કે બાળકો વાઇરસને કેટલો ફેલાવે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ એના પુરાવા છે કે કિશોર વયનાં બાળકો વયસ્કોની જેમ વાઇરસ ફેલાવે છે.

WHOએ કહ્યું છે કે પાંચ વર્ષ અને એનાથી ઓછી ઉંમરનાં બાળકોએ માસ્ક ન પહેરવું જોઈએ.

ત્યાં જ 6થી 11 વર્ષની ઉંમરના બાળકો માટે સલાહ આપવામાં આવી છે કે પરિવારજન એમને માસ્ક પહેરવા અને ઉતારવામાં મદદ કરે અને જે તે જગ્યાની સ્થિતિ પ્રમાણે તેમનું ધ્યાન રાખે.

line

અમદાવાદમાં પૉઝિટિવ કેસોની સંખ્યા 30 હજારને પાર

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના સંક્રમણના કેસ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં સતત વધી રહ્યા છે, જેમાંથી એક અમદાવાદ પણ છે.

શનિવારે રાત્રે જાહેર કરાયેલા આંકડાને ટાંકતાં સમાચાર એજન્સી પીટીઆઈ લખે છે કે અમદાવાદમાં નવા 179 કેસ નોંધાતાં અમદાવાદમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા 30,020 થઈ છે.

ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા શનિવારે રાત્રે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં રાજ્યમાં નવા 1,212 કેસ નોંધાયા છે, જ્યારે 14 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્તની સંખ્યા 85,678 થઈ ગઈ છે, જ્યારે મૃતકાંક 2,883 છે.

લાઇન

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

ગુજરાતમાં 85 હજાર કરતાં વધુ કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 1212 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 14 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કૂલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 85,678 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 2883 થઈ ગયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે સંબંધિત માહિતી આપી છે.

line

'ભારતમાં કોરોનાથી સાજા થવાનો દર વિશ્વમાં સૌથી સારો'

ભારતમાં કોરોના વાઇરસથી થનારાં મૃત્યુનો દર 1.87 ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને આ વાત કહી છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં કોરોનાથી થનારાં મૃત્યુનો દર 1.87 ટકા સુધી થઈ ગયો છે, જે બહુ જ ઓછો છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર દેશમાં કોરોનાથી રિકવરીનો દર 75 ટકા છે. જે વિશ્વમાં સૌથી સારો છે.

આરોગ્યમંત્રીનું એવું પણ કહેવું છે કે હાલમાં દેશમાં કોરોના-પરીક્ષણ માટેની લગભગ 1500 લૅબ છે.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 69,878 કેસ

બસમાં મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 69,878 કેસ નોંધાયા છે અને 945 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ સાથે અત્યાર સુધીના નોંધાયેલા સંક્રમિતોની સંખ્યા 29 લાખ 75 હજાર 702 થઈ છે.

સ્વાસ્થ્યમંત્રાલયના આંકડા જણાવે છે કે દેશમાં હાલ છ લાખ 97 હજાર 330 ઍક્ટિવ કેસ છે.

અત્યાર સુધી સ્વસ્થ થયેલા સંક્રમિતોની કુલ સંખ્યા હવે 22 લાખ 22 હજાર 578 છે. દેશમાં આ સાથે મહામારીનો અત્યાર સુધીનો કુલ મરણાંક 55,794 થયો છે.

line

બે વર્ષથી ઓછા સમયમાં વિશ્વ કોરોનામાંથી બહાર આવી જશે : WHO

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, EPA

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે બે વર્ષથી ઓછા સમયમાં વિશ્વ કોરોના વાઇરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીમાંથી બહાર આવી જશે.

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટેડ્રોસ ઍધેનમ ગેબ્રિયેસસના અનુસાર 1918ના સ્પેનિશ ફ્લૂની સરખામણીમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારી પર જલદી અંકુશ મેળવી શકાય છે.

એમણે કહ્યું કે વૈશ્વિકરણ અને સમગ્ર દુનિયાનો એકબીજા સાથે સંપર્ક હોવાને કારણે કોવિડ-19 સંક્રમણ વિશ્વભરમાં ઝડપથી ફેલાયું છે.

જોકે તેમણે એમ પણ સ્વીકાર્યું કે વધુ સારી તકનીક હોવાને કારણે આ મહામારી પર સ્પેનિશ ફ્લૂની સરખામણીએ વધુ જલદી કાબૂ મેળવી લેવાશે.

સ્પેનિશ ફ્લૂના વાવરથી ફેબ્રુઆરી 1918થી એપ્રિલ 1920 એટલે કે બે વર્ષથી વધુના સમયગાળામાં વિશ્વભરમાં લગભગ બે કરોડ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

line

વિશ્વનો મૃતકાંક આઠ લાખની નજીક

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણથી મરનારાઓની સંખ્યા આઠ લાખની નજીક પહોંચી ગઈ છે.

જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે શનિવારે સવારે દુનિયાભરમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યા સાત લાખ 97 હજારથી વધારે થઈ ચૂકી છે.

જ્યારે દુનિયાભરમાં બે કરોડ 28 લાખ કરતાં વધારે લોકો કોરોના વાઇરસના સંક્રમણન ઝપેટમાં આવ્યા છે.

સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા છે. અહીં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 56 લાખ કરતાં વધારે છે, જ્યારે એક લાખ 75 હજાર લોકો અહીં મોતને ભેટ્યા છે.

બ્રાઝિલમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 35 લાખ 32 હજારથી વધારે છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં એક લાખ 13 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ 29 લાખનો આંકડો વટાવી ચૂક્યું છે, જ્યારે કોરોના વાઇરસના સંક્રમણથી મરનારાઓની સંખ્યા 55 હજારને પાર છે.

કોરોના વાઇરસના સંક્રમણથી થયેલાં મોતના મામલામાં મેક્સિકો ત્રીજા ક્રમે છે, અહીં અત્યાર સુધીમાં 59 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે એવું પણ મનાય છે કે મેક્સિકોમાં કોરોનાના વાસ્તવિક આંકડા હજી સામે આવ્યા નથી.

લાઇન

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન

શુક્રવાર અને એ પહેલાંના દિવસોની અપડેટ મેળવવા માટે ક્લિક કરો :

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો