You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે અનાદરના મામલે નિવેદન બદલવાની તક આપી
સુપ્રીમ કોર્ટે અનાદરના મામેલ દોષિત ઠરેલા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને પોતાનું નિવેદન બદલવા માટે બે-ત્રણ દિવસનો સમય આપ્યો છે.
જોકે, પ્રશાંત ભૂષણે કહ્યું કે તેમના નિવેદનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને આનાથી અદાલતના સમયની બરબાદી થશે.
આ પહેલાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની એ અરજી ફગાવી દીધી, જેમાં તેમણે સજા પર સુનાવણી ટાળવા માટેની અપીલ કરી હતી.
પ્રશાંત ભૂષણને જસ્ટીસ અરુણ મિશ્રના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે 14 ઑગસ્ટ 2020એ ગુનાહિત અનાદરના દોષિત ઠેરવ્યા હતા.
ભૂષણે બુધવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી સજા પર સુનાવણી ટાળવા માટે અપીલ કરી હતી.
તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું, "તેઓ પુનર્વિચારણાની અરજી દાખલ કરવાની ઇચ્છા ધરાવે છે અને જ્યાં સુધી સમીક્ષા અરજી પર વિચાર નથી કરાતો, ત્યાં સુધી સજા પર ચર્ચાની તારીખ ટાળી દેવી જોઈએ."
ગુરુવારે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ તરફથી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સજા પર સુનાવણી દરમિયાન ચર્ચા કરી.
જસ્ટીસ અરુણ મિશ્રએ દવેને કહ્યું, 'જ્યાં સુધી તેઓ પુનર્વિચારણાની અરજી દાખલ નથી કરતા ત્યાં સુધી કોઈ સજા નહીં થાય.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દલીલો
દુષ્યંત દવેએ કોર્ટને કહ્યું કે "અમને ૩૦ દિવસની અંદર સમીક્ષા અરજી દાખલ કરવાનો અધિકાર છે.
તેમણે કહ્યું કે દોષ સાબિત થવો અને સજા આપવી એ બે અલગ મુદ્દા છે. મારી અપીલ ન્યાયિક સમીક્ષા પ્રમાણે બિલકુલ યોગ્ય છે અને સજાના ફરમાનને ટાળી શકાય છે. સજાને હાલ પૂરતી ટાળી દેવાથી આકાશ નહી તૂટી પડે."
આ દરમિયાન વીડિયો કૉન્ફરૅન્સિંગના માધ્યમથી પ્રશાંત ભૂષણે પોતાની દલીલ આપી.
તેમણે કહ્યું કે 'કોર્ટના અનાદરના દોષી ઠેરવાયાથી તેઓ ખૂબ જ દુઃખી છે'. તેમણે દોહરાવ્યું કે સ્વસ્થ લોકતંત્ર માટે ટીકાઓની જગ્યા હોવી ઘણી જરૂરી છે.
ભૂષણે કહ્યું, "મારાં ટ્વીટ જેને અદાલતના અનાદરનો આધાર માનવામાં આવ્યા એ મારી ડ્યુટી છે, બીજું કંઈ નહીં. એમને સંસ્થાઓને બહેતર બનાવવાના પ્રયાસ રૂપે જોવાં જોઈએ. જે મેં લખ્યું એ મારો અંગત અભિપ્રાય છે, મારો વિશ્વાસ અને વિચાર છે અને મને મારો મત રાખવાનો અધિકાર છે."
મહાત્મા ગાંધીનો હવાલો આપતા ભૂષણે કહ્યું, "મને ના દયા જોઈએ છે ન હું એ માગ કરી રહ્યો છું. હું દરિયાદિલી પણ નથી ઈચ્છી રહ્યો. કોર્ટ જે પણ સજા આપશે, એને હું ખુશીથી સ્વીકાર કરવા માટે તૈયાર છું."
આ પછી સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની સજા ઉપર સુનાવણી ટાળવાની અરજીને રદ કરી દીધી.
કોર્ટે કહ્યું કે સજા સંભળાવ્યા વિના ન્યાયાધીશનો નિર્ણય પૂર્ણ ન થઈ શકે.
શું છે મામલો?
જસ્ટિસ મિશ્ર 2 સપ્ટેમ્બર 2020ના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. એટલે કે સેવામાં એમની પાસે માત્ર 12 દિવસ શેષ છે.
14 ઑગસ્ટના દિવસે ત્રણ 'જજોની બૅન્ચે કહ્યું હતું કે 'આ કોર્ટના અનાદરનો ગંભીર મામલો છે. પહેલી નજરમાં અમારો મત છે કે ટ્વિટર પર આ નિવેદનોથી ન્યાયપાલિકાની બદનામી થઈ અને સુપ્રીમ કોર્ટ ખાસ કરીને ભારતના ચીફ જસ્ટિસની કચેરી માટે જનતાના મનમાં જે માન-સન્માન છે તેને આ નિવેદનો નુકસાન પહોંચાડી શકે છે.'
પ્રશાંત ભૂષણે મુખ્ય ન્યાયાધીશ અને ચાર અન્ય ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોને લઈને બે ટ્વિટ કર્યાં હતાં. જેને સુપ્રીમ કોર્ટે 'ન્યાયાલય પર હુમલો' ગણાવતા ભૂષણને કોર્ટના અનાદરના દોષિત ઠેરવ્યા.
એના જવાબમાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે 'વિચારોની સ્વતંત્રતા' કોર્ટનો અનાદર ન હોઈ શકે.
ભૂષણ તરફથી એમ દલીલ કરાઈ હતી કે "વિચારોની અભિવ્યક્તિ સ્પષ્ટવાદી, અપ્રિય અને કડવી હોઈ શકે છે, પરંતુ એને કોર્ટનો અનાદર કહી ન શકાય."
કેસ ઉપર બે પ્રકારે વિચાર
કોર્ટના અનાદરના આ કેસ વિશે લોકોના વિચાર અલગ-અલગ રહ્યા છે.
બાર ઍસોસિયશન ઑફ ઇન્ડિયા (બીએઆઈ)એ પણ આ વિષયમાં કહ્યું છે કે 'સર્વોચ્ચ અદાલતની પ્રતિષ્ઠા બે ટ્વિટ વડે ધૂંધળી ન કરી શકાય. એવા સમયમાં જ્યારે નાગરિકો મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે ટીકાઓથી નારાજ થવાની જગ્યાએ એની જગ્યા બનાવી રાખવાથી સર્વોચ્ચ ન્યાયાલયનું કદ વધશે.'
એક તરફ જ્યાં બીએઆઈએ ભૂષણના સમર્થનમાં નિવેદન જારી કર્યું, ત્યાં જ 15 ભૂતપૂર્વ જજો સહિત 100થી વધુ બુદ્ધિજીવીઓએ સુપ્રીમ કોર્ટના પક્ષમાં એક પત્ર બહાર પાડ્યો છે.
આ જૂથનું માનવું છે કે 'સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વાંધો જાહેર કરવો યોગ્ય નથી.'
બીજું જૂથ જે આ મામલામાં પ્રશાંત ભૂષણના સમર્થનમાં છે તેમનો મત છે કે 'કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા એક સભ્ય વિરૂદ્ધ ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આ પ્રકારે સ્વયંથી અનાદરની કાર્યવાહી કરવાની આ પદ્ધતિ નિરાશાજનક અને ચિંતિત કરનારી છે.'
પંજાબ અને તામિલનાડુના વકીલોએ પ્રશાંત ભૂષણના કેસમાં ચીફ જસ્ટિસને પત્રો પણ લખ્યા છે અને કોર્ટના નિર્ણયથી ટીકા કરી છે.
બુધવારે એક ટ્વિટમાં પ્રશાંત ભૂષણે એમ દાવો પણ કર્યો કે અલગઅલગ રાજકીય પક્ષોના 21 નેતાઓએ તેમના પ્રત્યે સમર્થન બતાવ્યું છે.
આ વચ્ચે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ કુરિયન જૉસેફે પણ આ મામલે એક નિવેદન જારી કર્યું. એમણે કહ્યું છે કે 'મામલાની સુનાવણી પાંચ અથવા સાત જજોની સંવિધાનિક બેન્ચે કરવી જોઈએ.'
સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સ્વયં સંજ્ઞાન અનાદર મામલામાં અપાયેલા નિર્ણયમાં ઇન્ટ્રા-કોર્ટ અપીલની જોગવાઈ હોવી જોઈએ. ન્યાયની વિફળતાની સંભાવનાથી પણ બચવા માટે આંતર-ન્યાયાલય અપીલની સુરક્ષા હોવી જોઈએ.
એમણે કહ્યું કે ન્યાયમૂર્તિ બી એસ કર્નન વિરુદ્ધના કેસમાં અનાદરનો નિર્ણય સાત ન્યાયાધીશોની પીઠ દ્વારા પસાર કરાયો હતો.
તેમણે એમ પણ કહ્યું કે "આ પ્રકારના મહત્વપૂર્ણ મામલાઓમાં શારીરિક સુનાવણીને વિસ્તૃત રૂપે સાંભળવી જોઈએ, જ્યાં વ્યાપક ચર્ચા અને વ્યાપક ભાગીદારીની શક્યતા હોય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો