અંખી દાસ : ફેસબુક-ભાજપ વિવાદ બાદ ચર્ચામાં આવનારાં મહિલાનું રાજીનામું

ઇમેજ સ્રોત, MINT
- લેેખક, અપૂર્વ કૃષ્ણ
- પદ, બીબીસી સંવાદદાતા
તાજેતરમાં ચર્ચામાં આવેલાં ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પૉલિસીનાં પ્રમુખ અંખી દાસે રાજીનામું આપી દીધું છે. કંપનીના એમડી અજીત મોહનને ટાંકીને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' લખે છે કે અંખીનો રસ પબ્લિક સર્વિસમાં હોવાથી તેમણે ફેસબુક છોડ્યું છે.
અંખી દાસ પર આરોપ હતો કે પોતાના પદ પર રહીને તેમણે ત્રણ હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન અને લોકોની સામે હેટ-સ્પીચના નિયમ હેઠળ કાર્યવાહી નહોતી કરી.
તેમના પર એવો પણ આરોપ લગાવાયો હતો કે તેમણે ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના મામલામાં ફેસબુક કંપની દ્વારા કાર્યવાહી થવા નહોતી દીધી.
અંખી દાસ સામે છત્તીસગઢમાં પોલીસ ફરિયાદ થઈ હતી.
આ અગાઉ અંખી દાસે પણ રાયપુરના પત્રકાર આવેશ તિવારી સહિત અન્ય પાંચ લોકો સામે દિલ્હી સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી.
જ્યારથી કથિત રીતે ફેસબુક દ્વારા ભાજપની તરફેણનો વિવાદ શરૂ થયો છે અંખી દાસ સતત ચર્ચામાં છે.
અંખી દાસ કોણ છે - આ સવાલના અનેક જવાબ હોઈ શકે છે. પરંતુ તેમનો એક પરિચય એ કહેવા માટે પર્યાપ્ત છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.
નરેન્દ્ર મોદી ડૉટ ઇન નામથી વડા પ્રધાન મોદીની એક વ્યક્તિગત વેબસાઇટ છે. તેમની એક વ્યક્તિગત ઍપ પણ છે - નમો ઍપ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેબસાઇટ પર ન્યૂઝ સેક્શનના રિફ્લેક્શન્સ સેક્શનમાં કૉન્ટ્રિબ્યૂટર્સ કૉલમમાં, અને નમો ઍપ પર નમો એક્સક્લુસિવ સેક્શનમાં એક ટૅબ અથવા સ્થાન પર અનેક લોકોના લેખ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
જ્યાં જે 33 નામ છે, તેમાં 32મા નંબર પર અંખી દાસનું નામ છે. એટલે અંખી દાસનો એક પરિચય એ પણ છે કે તે નરેન્દ્ર મોદીની વેબસાઈટ અને ઍપના કૉન્ટ્રિબ્યૂટર છે એટલે તે ત્યાં લેખ લખે છે.
છતાં પણ, ઍપ્રિલ-2017થી આ ઍપની સાથે જોડાયેલા હોવા છતાં પણ તેમનો એક જ લેખ જોવા મળે છે જેનું શીર્ષક છે - વડા પ્રધાન મોદી અને શાસનની નવી કળા.
ત્યાં તેમનો આ પરિચય લખવામાં આવ્યો છે - "અંખી દાસ, ભારત અને દક્ષિણ અને મધ્ય એશિયામાં ફેસબુક માટે પબ્લિક પૉલિસીના તેમની પાસે ટેકનોલૉજી સેક્ટરમાં લોકનીતિ અને રેગ્યુલેટરી અફેયર્સમાં 17 વર્ષનો અનુભવ છે."
પરંતુ એ વાત પણ જરૂરી છે કે અંખી દાસ મીડિયામાં લખતા રહે છે. તેમનું નામ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના કૉલમનિસ્ટ લેખકોની યાદીમાં પણ છે. તે અમેરિકાની વેબસાઇટ હફિંગટન પોસ્ટની ભારતીય એડિશન માટે પણ લખતા રહે છે.

ફેસબુક અને તેની પહેલાં

ઇમેજ સ્રોત, FACEBOOK/ANKHID
અંખી દાસ ઑક્ટોબર 2011થી ફેસબુક માટે કામ કરી રહ્યાં હતા. તેઓ ભારતમાં કંપનીની પબ્લિક પૉલિસીનાં પ્રમુખ હતાં.
ફેસબુકથી પહેલાં તેઓ ભારતમાં માઇક્રોસૉફ્ટની પબ્લિક પૉલિસીનાં હેડ હતાં. માઇક્રોસૉફ્ટમાં તેઓ જાન્યુઆરી 2004માં જોડાયાં અને લગભગ આઠ વર્ષ કામ કર્યાં પછી તેઓ ફેસબુકમાં જોડાઈ ગયાં.
તેમણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી 1991-94ની બેચમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજયશાસ્ત્રમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશનનું ભણતર કોલકાતાની લૉરેટો કૉલેજથી પૂર્ણ કરી છે.
જોકે એ રસપ્રદ વાત છે કે દુનિયાની સૌથી સફળ અને પ્રભાવશાળી તાકાતમાં ગણાતી કંપનીના ફેસબુક ઇન્ડિયા પેજ પર અને તેની વેબસાઈટ પર કંપનીના ભારતમાં કામ કરનારા અધિકારીઓ વિશે કોઈ જાણકારી આપવામાં આવી છે.

અંખી ચર્ચામાં કેમ?

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
આ સમજવા માટે પહેલાં અંખી દાસના ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક લેખની ચર્ચા જરૂરી છે. મુંબઈ હુમલાની દશમી વરસી પર 24 નવેમ્બર, 2018માં છપાયેલા અંખી દાસના આ લેખનું મથાળું હતું - No Platform For Violence.
આમાં તેઓ કહે છે કે "ફેસબુક સંકલ્પબદ્ધ છે કે તે આવા લોકોને પોતાનો ઉપયોગ નહીં કરવા દે જે કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે." આમાં તેઓ આગળ લખે છે, અમે આ વર્ષે એવી 1 લાખ 40 હજાર વસ્તુઓને હઠાવી દીધી છે, જેમાં આંતકવાદ સાથે જોડાયેલી વાતો હતી.
લેખમાં તેઓ કહે છે કે "તેમની પાસે એવી ટેકનોલૉજી અને ઉપકરણો છે જેનાથી અલ કાયદા અને તેના સહયોગીઓની ઓળખ કરી શકાય, આ જ કારણે ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે જોડાયેલી 99 ટકા સામગ્રીઓને ઓળખી શકાય, આ પહેલાં જ તેમને હઠાવી લેવામાં આવી."
આ લેખમાં તેઓ એમ પણ કહે છે કે "ફેસબુકની પોતાની વિશેષજ્ઞોની એક ટીમ છે, જેમાં પૂર્વ સરકારી વકીલ, કાયદાનું પાલન કરાવનારા અધિકારી, ઍકેડૅમિક્સ, આતંકવાદવિરોધી રિસર્ચર સામેલ છે. સાથે જ ધ્યાન રાખનારા બીજા પણ અનેક લોકો છે, જે આતંકી ગતિવિધિઓવાળા કેન્દ્રોમાં બોલવામાં આવતી ભાષાઓને સમજે છે."
એટલે તેમના આ લેખનો આશય એ હતો કે ફેસબુક આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓનો પ્રચાર-પ્રસાર કરનારી સામગ્રીઓને પકડવાથી લઈને ઘણો સક્રિય હતો અને તેણે આના પર પ્રભાવશાળી રીતે લગામ લગાવી.
હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેના કેન્દ્રમાં આ જ મુદ્દો છે કે ફેસબુક પર ભારતમાં કેટલીક એવી સામગ્રીઓ આવી છે જેને નફરત ફેલાવનારી સામગ્રી કહેવામાં આવી, પરંતુ અંખી દાસે તેમને હઠાવવાનો વિરોધ કર્યો.

શું છે આરોપ?

ઇમેજ સ્રોત, FACEBOOK/ANKHID
અમેરિકાના અખબાર વૉલસ્ટ્રીટ જર્નલમાં 14 ઑગસ્ટે એક અહેવાલ છપાયો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની જે વૉટ્સઍપની પણ માલિક છે, તેણે ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સામે હથિયાર નાખી દીધાં છે.
અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં અંખી દાસે એ જાણકારી દબાવી દીધી કે ફેસબુકે ભાજપ સાથે જોડાયેલા ખોટા પેજ ડિલીટ કરી નાખ્યા હતા.
અખબારે એ પણ દાવો કર્યો કે ફેસબુકે પોતાના પ્લૅટફોર્મ પરથી ભાજપ નેતાઓને નફરત ફેલાવનારાં ભાષણોને રોકવા માટે એ કહીને કાંઈ કર્યું નહીં કે સત્તાધારી દળના સભ્યોને રોકવાથી ભારતમાં તેના વ્યાવસાયિક હિતોનું નુકસાન થઈ શકે છે.
અહેવાલમાં તેલંગણાથી ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની એક પોસ્ટનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે અલ્પસંખ્યકોની સામે હિંસાની વકાલત કરવામાં આવી હતી.
મામલાની જાણકારી રાખનારા ફેસબુકના હાલના અને પૂર્વ કર્મચારીઓ સાથેની વાતચીતના આધારે લખાયેલા આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબકના કર્મચારીઓએ નક્કી કર્યું હતું કે પૉલિસી હેઠળ ટી રાજા સિંહને બૅન કરવો જોઈએ, પરંતુ અંખી દાસે સત્તારૂઢ ભાજપના નેતાઓ પર હેટ સ્પીચ નિયમ લાગુ કરવાનો વિરોધ કર્યો હતો.
અખબારે લખ્યું - "દેશમાં કંપનીના શીર્ષ પબ્લિક-પૉલિસી અધિકારી અંખી દાસે નફરત ફેલાવનારાં ભાષણોના નિયમને ટી રાજા સિંહ અને ઓછામાં ઓછા ત્રણ અન્ય હિંદુ રાષ્ટ્રવાદી વ્યક્તિઓ અને સમૂહો પર લાગુ કરવાનો વિરોધ કર્યો, જ્યારે કંપનીની અંદરથી લોકોએ આ મુદ્દાને એમ કહીને ઉઠાવ્યો હતો કે આનાથી હિંસાને પ્રોત્સાહન મળે છે."
જોકે, ધારાસભ્ય ટી રાજા સિંહે બીબીસી તેલુગુ સંવાદદાતા દિપ્તિ બથીનીને કહ્યું કે તેઓ પોતાના નિવેદન પર હાલ પણ કાયમ છે અને તેમને નથી લાગતું કે તેમની ભાષામાં કોઈ તકલીફ હતી. તેમણે દાવો કર્યો કે આ આપત્તિઓ તેમની છબીને ખરડવા માટે કરવામાં આવી છે.
ટી રાજા સિંહે કહ્યું, "કેમ માત્ર મને જ નિશાન બનાવવામાં આવે છે? જ્યારે બીજો પક્ષ આવી ભાષાનો ઉપયોગ કરે છે તો કોઈએ તો આનો જવાબ આપવો પડશે. હું બસ માત્ર તેનો જ જવાબ આપી રહ્યો છું."

રાજકીય મુદ્દો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ મુદ્દાએ ભારતમાં રાજકીય રંગ લઈ લીધો. રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના અનેક મોટા નેતાઓએ જ્યાંથી આ લઈને સત્તાધારી પાર્ટી ભાજપ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા બચાવમાં ઊતરી આવ્યા.
રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કર્યું, "ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વૉટ્સઍપનું નિયત્રણ કરે છે. આ માધ્યમથી ખોટા સમાચાર અને નફરત ફેલાવીને વૉટરોને લુભાવે છે. છેવટે અમેરિકાના મીડિયાએ ફેસબુકનું સત્ય સામે લાવ્યું છે."
જ્યારે કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કર્યું, "જે લૂઝર પોતાના પક્ષમાં પણ લોકોને પ્રભાવિત નથી કરી શકતા. તેઓ આ વાતને ટાંકતા રહે છે કે આખી દુનિયાને ભાજપ અને આરએસએસ નિયંત્રિત કરી રહ્યા છે."
આ આખા કેસમાં ફેસબુકે કહ્યું છે કે તે નફરત ફેલાવનારાં ભાષણો પર પોતાની નીતિઓને કોઈપણ રાજકીય હોદ્દા વગર અથવા કોઈ પાર્ટી સાથેના તેના સંપર્કોને જોઈને લાગુ કરે છે.
ફેસબુકના એક પ્રવક્તાએ બીબીસી સવાદદાતા સૌતિક વિશ્વાસને કહ્યું હતું - "અમે નફરત ફેલાવતાં ભાષણો અને સામગ્રીઓને રોકીએ છીએ. આ અંગે અમારી એક વૈશ્વિક નીતિ છે અને એને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે સંબંધ નથી. અમને ખબર છે કે આ અંગે વધારે કામ કરવાની જરૂર છે. પરંતુ અમે નિષ્પક્ષતા અને સત્યતાને સુનિશ્ચિત કરવા માટે અમારી પ્રક્રિયાને લાગુ કરવાની તપાસ કરવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












