સુરેશ રૈના : ધોનીની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ

દુનિયાભરની નજરે શનિવારે સાંજે એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર જઈને રોકાઈ ગઈ, જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તો તેમની પોસ્ટ બાદ સુરેશ રૈનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તેઓ પણ આ સફરમાં ધોનીની સાથે છે, એટલે કે તેઓએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે?

આ જાહેરાત બાદ તેમના ચાહકો તેમના શાનદાર સફરને યાદ કરી રહ્યા છે અને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ યાદો અને શુભકામનાઓ એટલી ઝડપથી આવી રહી છે કે થોડી વારમાં મહેન્દ્રસિંહ ધોની ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. રૈના પણ જોતજોતાંમાં ટ્રેન્ડમાં આવી ગયા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો