You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન: અશોક ગેહલોતની કૉંગ્રેસ સરકાર સામે ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
લાંબા સમયથી ચાલી રહેલા રાજસ્થાનના રાજકીય સંકટમાં કાલે નવો વળાંક આવી શકે છે.
સમાચારા એજન્સી પીટીઆઈ રાજસ્થાન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાને ટાંકીને લખે છે કે આવતી કાલે રાજસ્થાન વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી મુખ્ય મંત્રી અશોક ગેહલોતની સરકારની વિરુદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
રાજસ્થાનમાં ભારે રાજકીય ઉથલપાથલ પછી આવતી કાલે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચે ચાલેલાં રાજકીય ખટરાગ પછી આ સત્ર મળી રહ્યું છે.
અગાઉ સત્ર ત્વરિત યોજવાની કૉંગ્રેસની માગણી રાજ્યપાલે ફગાવી દીધી હતી અને એ પછી સત્ર મળવાનું છે.
આ જ અરસામાં અશોક ગેહલોતથી નારાજ સચીન પાઇલટે કૉંગ્રેસ પક્ષ સાથે સમાધાન કરી લીધું છે. તેઓ આજે મુખ્ય મંત્રી અશોક ગેહલોતને મળવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની દરમિયાનગીરી પછી સચીન પાઇલટ માની ગયા હોવાનું કહેવાય છે.
સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય- મોહન ભાગવત
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે જ્ઞાન અંગે દુનિયામાંથી સારા વિચારો આવવા જોઈએ.
જનસત્તાના અહેવાલ અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે બુધવારે કહ્યું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતને અનુરૂપ આર્થિકનીતિ બની નથી. દુનિયા અને કોવિડ-19ના અનુભવોથી સ્પષ્ટ છે કે વિકાસનું એક નવું મૂલ્ય આધારિત મૉડલ આવવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાગવતે સાથે જ કહ્યું કે સ્વદેશીનો અર્થ જરૂરી નથી કે બધી વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે.
ભાગવતે ડિજિટલ માધ્યમથી પ્રો. રાજેન્દ્ર ગુપ્તાનાં બે પુસ્તકોનું લોકાર્પણ કરતાં કહ્યું કે "આઝાદી પછી એવું માનવામાં જ ન આવ્યું કે આપણે લોકો કંઈક કરી શકીએ છીએ. સારું થયું કે હવે શરૂ થઈ ગયું છે."
મોહન ભાગવતે કહ્યું કે આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું. જોકે આપણા લોકોનાં જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન અપાયું.
તેમણે કહ્યું કે આપણા દેશમાં ઉપલબ્ધ અનુભવ આધારિત જ્ઞાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
તેમણે કહ્યું કે વિદેશમાં જે કંઈ છે, એનો બહિષ્કાર નથી કરવાનો, પણ પોતાની શરતે તેને લેવાનું છે.
કૉંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગને કારણે નિધન થયું છે. પાર્ટી તરફથી કરેલા એક ટ્વીટમાં તેમના નિધનની માહિતી આપીને સંવેદના પ્રગટ કરાઈ છે.
ટ્વીટમાં લખવામાં આવ્યું- "અમે શ્રી રાજીવ ત્યાગીના આકસ્મિક નિધનથી બહુ દુખી છીએ. એક નિષ્ઠાવાન કૉંગ્રેસી, એક સાચા દેશભક્ત. આ દુખની ઘડીમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે."
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને રાજીવ ત્યાગીના આકસ્મિક મૃત્યુને ન પૂરાય એવી ખોટ ગણાવી છે.
ગાઝિયાબાદમાં નિધનના બે કલાક પહેલાં રાજીવ ત્યાગીએ એક ટીવી ચેનલની લાઇવ ચર્ચામાં સામેલ થયા હતા.
રાજીવ ત્યાગીએ બુધવારે સાંજે અંતિમ વાર ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ સાંજે પાંચ વાગ્યે ટીવી ચેનલ આજતક પર ચર્ચામાં સામેલ થશે.
અશોક ગેહલોત અને સચીન પાઇલટ આજે સામસામે
રાજસ્થાન સરકારના સંકટ ખતમ થયાની ઘોષણા બાદ રાજ્યના મુખ્ય મંત્રી અશોક ગેહલોત તેમની સામે મોરચો ખોલનારા સચીન પાઇલટની મુલાકાત કરશે.
એનડીટીવી ઇન્ડિયા અનુસાર, એવું માનવામાં આવે છે કે કૉંગ્રેસ વિધાયકદળની બેઠકમાં આજે બંને હરીફોનો આમનોસામનો થઈ શકે છે.
રાજસ્થાન વિધાનસભાના વિશેષ સત્ર શરૂ થતાં પહેલાં આ બેઠક રાખવામાં આવી છે.
રાજસ્થાન વિધાનસભાનું વિશેષ સત્ર 14 ઑગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. અંદાજે એક મહિનાના રાજકીય ઘમસાણ બાદ સચીન પાઇલટ પાછા ફર્યા છે.
કૉંગ્રેસના નેતૃત્વ તરફથી તેમને ભરોસો આપવામાં આવ્યો છે કે તેમની ફરિયાદોને દૂર કરાશે.
જોકે તેમના જયપુર પહોંચતાં જ મુખ્ય મંત્રી અશોક ગેહલોત જેસલમેર જવા નીકળી ગયા હતા, જ્યાં કૉંગ્રેસના 100 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો