સુરતમાં સી. આર. પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડ્યા, કાર્યક્રમ પડતો મૂકાયો

ભાજપના કાર્યક્રમની તસવીર

ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી. આર. પાટીલ તેમના હોમટાઉન સુરત પહોંચ્યા હતા, ત્યારે સ્વાગત કારરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડ્યા હતા, જેના કારણે કાર્યક્રમને પડતો મૂકવાની ફરજ પડી હતી.

પાટીલના કહેવા પ્રમાણે, 'કોરોનાની સ્થિતિને જોતાં રેલીને રદ કરવાનો નિર્ણય લીધો છે.'

પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ પાટીલના સ્વાગત માટે આયોજીત કારરેલી બપોરે બાર વાગ્યે વાલક પાટિયાથી શરૂ થઈને સી.આર. પાટીલના કાર્યાલયે સમાપ્ત થવાની હતી.

નોંધનીય છે કે કોરોના વાઇરસના ઍક્ટિવ કેસ તથા મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ સુરત સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમાંક પર છે, જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

line

શું થયું કાર્યક્રમમાં?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પાટીલ પ્રથમ વખત તેમના હોમટાઉન સુરત પહોંચ્યા હતા, જ્યાં સુરત મહાનગરના પદાધિકારીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો તથા કાર્યકરો-સમર્થકો એક કિલોમીટર લાંબા ભાજપના ઝંડા સાથે તેમને આવકારવા પહોંચ્યા હતા.

આ માટે રસ્તા ઉપર ડિસ્ટન્સિંગ માટે કુંડાળા પણ કરવામાં આવ્યા હતા. પૂર્વાયોજન પ્રમાણે, કાર્યક્રમ સુરતના વાલક પાટિયાથી શરૂ થયો હતો, પરંતુ મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉમટી પડવાને કારણે સોશિયલ ડિસ્ટિન્સિંગના લીરા ઉડી ગયા હતા.

પાર્ટી દ્વારા તેના આમંત્રણમાં 'સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું' અને ફેસ ઉપર માસ્ક રાખવો એવી સૂચના આપવામાં આવી હતી, પરંતુ 'શિસ્તબદ્ધ પાર્ટી'ના કાર્યક્રમમાં તેનો છેદ ઉડી ગયો હતો.

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, કાર રેલી વાલક પાટિયાથી કાપોદ્રા, મિનિ બજાર, કતારગામ દરવાજા, નાનપુરા, મજૂરા ગેટ, ઉધના દરવાજા ભાજપ કાર્યાલય, સોશિયો સર્કલ થઈને સી. આર. પાટીલના કાર્યલાયે સમાપ્ત થવાની હતી.

પરંતુ કથળતી સ્થિતિને જોતાં કાર્યક્રમ શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ તેને પડતો મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.

શું કહ્યું સી.આર. પાટીલે?

સી. આર. પાટીલનો કાર્યક્રમ

ઇમેજ સ્રોત, Social Media

પાટીલના કહેવા પ્રમાણે, "સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે મર્યાદિત સંખ્યામાં જ કાર્યકરો આવે તેવી સૂચના આપવામાં આવી હતી, પરંતુ ધાર્યા કરતાં વધુ સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો આવી રહ્યા હતા."

"જેથી કોરોનાની સ્થિતિને જોતાં અમે આ રેલી રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીની વચ્ચે સહેજ પણ જોખમ લેવા નથી માગતા. એટલે ભવિષ્યમાં કાર્યકરો અને સમર્થકોને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી જ મળવાનું તથા તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જાગૃતિઅભિયાન દ્વારા નાગરિકોને ઓછામાં ઓછું બે મીટરનું અંતર જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે.

સોમવારે જીતુ વાઘાણીની જગ્યાએ પાટીલની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.

સુરત અને કોરોનાની સ્થિતિ

પાટીલના કાર્યક્રમની તસવીર

સુરત મહાનગર પાલિકાના ડેટા પ્રમાણે, કૉર્પોરેશનના હદવિસ્તારમાં અત્યાર સુધીમાં નવ હજાર 332 કેસ નોંધાયા છે, જેમાંથી 2674 ઍક્ટિવ કેસ છે, જ્યારે છ હજાર 225 દરદી સાજા થઈ ગયા છે.

કૉર્પોરેશનમાં 433 દરદીનાં મૃત્યુ થયાં છે, જ્યારે 15 હજાર 555 ક્વોરૅન્ટીન હેઠળ છે. રેલી રદ કરાઈ એ પહેલાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરતાં લખ્યું હતું, "અમદાવાદ બાદ સુરતમાં મહામારીનો કેર વધી રહ્યો છે, પરંતુ ભાજપના નવનિયુક્ત પ્રદેશઅધ્યક્ષ પોતાની રેલીમાં વ્યસ્ત છે. આપને જણાવી દઉં કે આ રેલી સુરતમાં છે. સામાન્ય જનતા માટે એકઠા થવા ઉપર કડક નિયમ બનાવવામાં આવ્યા છે, પરંતુ ભાજપ માટે કોઈ નિયમ નથી."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પટેલની ટાઇમલાઇન ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક વગર કાર્યકરો સાથેની તસવીર જોવા મળે છે, જેની કૉમેન્ટ્સમાં સોશિયલ મીડિયા યૂઝર્સે સવાલ ઉઠાવ્યા છે.

line

'સી. આર.' અને સુરત

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

સી.આર. પાટીલ નવસારીની બેઠક ઉપરથી ત્રીજી વખત સંસદસભ્ય બન્યા છે, જેનો અમુક હિસ્સો સુરત હેઠળ આવે છે.

2017માં 'પાટીદાર ફેકટર'ની વચ્ચે તેમણે સુરતની તમામ 12 વિધાનસભા બેઠકો ભાજપને અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.

આ સિવાય 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતમાં સંગઠનની વ્યૂહરચના સંભાળી હતી. 2014 બાદ વધુ એક વખત ભાજપને રાજ્યની તમામ 26 બેઠક મળી હતી.

સુરતમાં પાટીલની ગણના 'ઑનરથી માંડીને લેબર' સાથે સીધો સંબંધ ધરાવનારા નેતા તરીકે થાય છે.

સોમવારે જીતુ વાઘાણીની જગ્યાએ પાટીલની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.

બાદમાં મંગળવારે તેમણે ગાંધીનગર ખાતે પાર્ટીના પ્રાદેશિક મુખ્યાલય 'શ્રીકમલમ્'માં પદભાર સંભાળ્યો હતો.

પદભાર સંભાળ્યા બાદ તેમણે નવી દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે મુલાકાત કરી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો