You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રિલાયન્સ AGM : તમારે જાણાવા જેવી કઈ-કઈ જાહેરાતો થઈ?
રિલાયન્સના આઈ.પી.ઓ. પછી પહેલી વખત તેની વાર્ષિક સભા વર્ચ્યુઅલી યોજાઈ હતી, જેમાં મુકેશ અંબાણીએ કંપની દેવામુક્ત બની હોવાની જાહેરાત કરી હતી.
મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલ દ્વારા કંપનીમાં 450 કરોડ ડૉલરનું રોકાણ કરવામાં આવશે. કંપની દેવામુક્ત થતાં જિયો, ઑઈલ-ટુ-કેમિકલ તથા રિટેલના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કહી હતી.
રિલાયન્સે ગ્લાસ, ડેવલપર પ્લૅટફૉર્મ જેવી જાહેરાતો કરી હતી. પરંતુ જે જાહેરાતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે હતી 5જી ઍન્ડ-ટુ-ઍન્ડ ટેકનૉલૉજી, જે સંપૂર્ણપણે સ્વદેશી છે અને ભારતમાં નિર્મિત છે.
જોકે સ્પેક્ટ્રમ મળ્યે 5જી ટેકનૉલૉજીની કાર્યદક્ષતા માલૂમ થશે. ચીનની ખ્વાવે પણ ભારતમાં 5જી ટેકનૉલૉજી લૉન્ચ કરવા તલપાપડ છે, ત્યારે આ જાહેરાત મહત્ત્વપૂર્ણ બની રહે છે.
43મી AGMની મહત્ત્વપૂર્ણ જાહેરાતો/વાતો
- રિલયાન્સના ક્લાઉડ-બેઝ્ડ 'જિયોમીટ' ઉપર લાખો શૅરધારકો અને આમંત્રિતોએ ભાગ લીધો. જિયો પ્લૅટફૉર્મ ટીમે બે મહિનામાં તે તૈયાર કર્યું અને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ ડાઉનલૉડ થયા.
- રાઇટ્સ ઇસ્યુ દ્વારા રિલાયન્સે રૂપિયા 53 હજાર 124 કરોડ ઊભા કર્યા, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો રાઇટ્સ ઇસ્યુ છે. બિનનાણાકીય સંસ્થા દ્વારા એક દાયકાનો વિશ્વનો સૌથી મોટો રાઇટ્સ ઇસ્યુ હતો.
- માર્ચ-2021 સુધીમાં દેવામુક્ત થવાના લક્ષ્યાંક પહેલાં જ કંપની દેવામુક્ત થઈ ગઈ છે.
- ગૂગલ રૂપિયા 33 હજાર 737 કરોડનું રોકાણ કરશે, જેના બદલે જિયો પ્લૅટફૉર્મમાં 7.7 ટકા ભાગીદારી મળશે.
- આગામી ત્રણ વર્ષમાં 50 કરોડ ગ્રાહક, એક અબજ સેન્સર તથા પાંચ કરોડ ઘર/વ્યવસાયોને જોડશે.
- રિલાયન્સે પાયાથી ઍન્ડ-ટુ-ઍન્ડ સ્વદેશી 5જી ટેકનૉલૉજી વિકસાવી છે અને આવતા વર્ષે સ્પેક્ટ્રમ મળ્યે તેનું પરીક્ષણ હાથ ધરાશે.
- ભારતમાં 35 કરોડ મોબાઇલધારક 2-જી ટેકનૉલૉજી વાપરે છે. ગુગલ તથા જિયો મળીને 4જી-5જી માટેના ઍન્ટ્રીલેવલ ફોન માટેની ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરશે, જે દેશને '2જી મુક્ત' બનાવશે.
- 'જિયો ટીવી પ્લસ' ઉપર નૅટફ્લિક્સ, ઍમેઝોન પ્રાઇમ, હૉટસ્ટાર-ડિઝની, જિયો સાવન, યુટ્યૂબ, ઝીફાઇવ, વૂટ, સોની લીવ સહિત 12 ઓવર ધ ટોપ પ્લૅટફૉર્મનું કન્ટેન્ટ જોઈ શકાશે.
- સેટ-ટોપ-બૉક્સમાં જિયો ઍપસ્ટોર પરથી મનોરંજન, ગૅમિંગ, શૈક્ષણિક જેવી ઍપ્સને ઍક્સેસ મળશે.
- જિયો ઍપ સ્ટોર માટે ઍપ્લિકેશન તૈયાર કરીને ડેવલપર્સ કમાણી કરી શકે છે.
- જિયોગ્લાસનું લૉન્ચિંગ કર્યું, જે મિક્સ્ડ રિયાલિટી દ્વારા 3ડી વર્ચ્યુઅલ ક્લાસરૂમનો અનુભવ કરાવશે.
- જિયો હેલ્થ હબ દ્વારા આરોગ્યક્ષેત્રની ઇકૉસિસ્ટમ ઊભી કરવામાં આવશે, જે હેઠળ ઑનલાઇન કન્સલ્ટન્સી, ડેટા રેકર્ડ સાચવણી અને લૅબટેસ્ટ સહિત અનેક સેવાઓ મેળવી શકાશે.
- જિયોમાર્ટ પ્લૅટફૉર્મ દ્વારા કરિયાણાની દુકાનને 48 કલાકમાં સેલ્ફ-સર્વિસ સ્ટોરમાં રુપાંતરિત કરી શકાશે. તે વૉટ્સઍપ સાથે મળીને સેવાઓ ઓફર કરશે.
- જિયોમાર્ટ ઉપર પહેલો ઑર્ડર આપ્યે કોવિડ ઍસેન્શિયલ કિટ ભેટ અપાશે.
'સમજાતું નથી કે નવીન શું હતું?'
વૅન્ચર કૅપિટાલિસ્ટ જૉસ પૉલ માર્ટિને ટ્વિટર ઉપર લખ્યું, "સમજાતું નથી કે કઈ વાતની હાઇપ હતી. કદાચ સૌથી મોટી એ.જી.એમ. (ઍન્યુઅલ જનરલ મીટિંગ) હતી એટલે. જિયોમીટના પ્લૅસ્ટોર ઉપર રિવ્યૂ વાંચો તો કંઈ ખાસ સારા નથી. જિયોગ્લાસ? ઍપલનું અનુસરણ? કદાચ 5જી જ સારા સમાચાર હતા."
વરિષ્ઠ પત્રકાર શબા નકવીએ ટ્વીટ કર્યું, "કૉંગ્રેસના સમાચાર જાણવા માટે ચેનલ બદલી રહી હતી ત્યારે રિલાયન્સના શૅરહોલ્ડરની બેઠક ઉપર નજર કરી, આંકડા બાદ એક પછી એક શૂન્ય સાંભળીને પાક્કું થઈ ગયું કે તે ભારતના બૉસ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર